પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા 2024 | Pradhan Mantri Awas Yojana Vadodara 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pradhan Mantri Awas Yojana Vadodara : મિત્રો, પ્રધાનંત્રી આવાસ યોજના હેઠળ દરેક મહાનગર પાલીકા તથા શહેરી વિસ્તારમાં વસતા નાગરીકો માટે વાજબી ભાવનું મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. તેમાં હાલ Pradhan Mantri Awas Yojana Vadodara હેઠળ વડોદરા મહાનગર પાલીકાના હદના વિસ્તારના નાગરીકો માટે પોતાનું ઘર વસાવી શકે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે.

Pradhan Mantri Awas Yojana Vadodara

મિત્રો, આજના અર્ટિકલ Pradhan Mantri Awas Yojana Vadodara 2024 હેઠળ EWS , LIG-1, LIG-2 તથા MIG કેગેગરીના મકાનોની ડ્રોથી ફાળવણી કરવામાં આવે છે. આ મકાન માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવુ? તેની શરતો અને નિયમો ક્યા છે? મકાનની શું કિંમત તથા વિસ્તાર વિશે વિગતે માહિતી મેળવીશું.

Bullet Point of Pradhan Mantri Awas Yojana Vadodara

યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા  2024
લાભાર્થીઓ વડોદરા મહાનગર પાલીકાના વિસ્તારના નાગરીકો
ફાળવવાના થતા આવાસોની કેટેગરી EWS , LIG-1, LIG-2 તથા MIG
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ તા.27/06/2024 થી તા.27/07/2024
ઓફિસિયલ વેબસાઈટ https://vmc.gov.in/

VMC Awas Yojana | પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા 2024

મિત્રો, જે નાગરીકોને પોતાનું ઘરનું ઘર વસાવવાનું હોય તો તેવા નાગરીકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓનલાઇન ફોર્મ ભરાવવાના શરૂ થયા છે. નાગરીકોને તા.27/07/2024 સુધીમાં તમામ ડોક્યુમેન્ટ સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે અરજદારે ₹ 200 નોન રિફંડેટબલ ફી સાથે આવાસ યોજનાની કેટેગરી મુજબ ડીપોઝીટ ભરવાની રહેશે.

1 Bhk  2 Bhk Pradhan Mantri Awas Yojana Vadodara Online

વડોદરા મહાનગર પાલીકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જુદી-જુદી આવક મર્યાદા ધરાવતા જુદી-જુદી કેટેગરીના મકાન ફાળવવા ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે. જેની વિગતો નીચે કોઠામાં દર્શાવેલ છે.

ક્રમ આવાસની કેટેગરી આવાસની કિંમત અરજદારની આવક મર્યાદા
1 EWS ₹ 3 લાખ ₹ 3 લાખ
2 LIG-1, ₹ 10 લાખ ₹ 6 લાખ
3 LIG-2 ₹ 11 લાખ ₹ 6 લાખ
4 MIG ₹ 20 લાખ ₹ 7.50 લાખ

પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા 2024 ડોક્યુમેન્ટ.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. જે માટે નીચે મુજબના ડોકયેમેન્ટ અપલોડ કરવાના થાય છે.

 • અરજદારનો ફોટો
 • અરજદારની સહી
 • ડિપોઝીટ ભર્યાની બેંકના સહી સિક્કાવાળી ચલણની કોપી.
 • આધારકાર્ડની નકલ
 • રેશનકાર્ડની નકલ
 • જાતિનો દાખલો.
 • જો અરજદાર દિવ્યાંગ હોય તો માન્ય પ્રમાણપત્ર.
 • રહેઠાણનો પુરાવો – (1) ભાડે રહેતા હોય તો લાઈટબીલની નકલ/ભાડા કરાર (2) માતા-પિતાના મકાનમાં રહેતા હોય તો લાઈટબીલ કે વેરાપાવતી.
 • આવકનો દાખલો. (ઉપર મુજબની કેટેગરી વાઈઝ)
 • બાંહેધરી પત્ર
 • બેંક પાસબૂકની નકલ.

Pradhan Mantri Awas Yojana Vadodara Online Application | ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવુ?

Vmc Awas Yojana હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે વડોદરા મહાનગર પાલીકા દ્વરા EWS , LIG-1, LIG-2 તથા MIG કેટેગરીના આવાસો ફાળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની વિગતે માહિતી નીચે મુજબ છે.

 • સૌ પ્રથમ અરજદારે vmc.gov.in ટાઈપ કરીને, વડોદરા મહાનગર પાલીકાની ઓફિસિલય વેબસાઈટ ખોલવાની રહેશે.
 • ત્યાર બાદ હોમ પેજ પર ‘‘પ્રધાનમંત્રી/મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આવસો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની લીંક’’ લખેલ પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે આગળ નવા પેજમાં નીચે દર્શાવેલ ઈમેજ મુજબ વડોદરા મહાનગર પાલીકાના કયા વિસ્તારમાં, કઈ કેટગરીના અને કેટલા આવાસો ફાળવાશે તેની વિગત દર્શાવતું પેજ ખુલશે.
Pradhan Mantri Awas Yojana Vadodara 2024
Image Credit Government Official Website (https://vmc.gov.in/)

Pradhan Mantri Awas Yojana Registration

 • ફોર્મ ભરતા પહેલા અરજદારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
 • જેમાં આધારકાર્ડમાં દર્શાવ્યા મુજબના જ નામ, સરનામું, પિતાનું નામ/પતિનું નામ, મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈ.ડીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
 • જેથી મોબાઈલ પર User Name અને Password નો મેસેજ આવશે..
 • જે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગીન કર્યા બાદ Vmc Awas Yojana List માંથી આપને જે કેટેગરીના આવાસ માટે ફોર્મ ભરવાનું હોય તે કાળજી પુર્વક પસંદ કરીને ‘‘APPLY NOW’’ પર ક્લિક કરવાનું રહેશે. જેથી ઓનલાઈન ફોર્મ ખુલશે.

Applicant Details | અરજદારની વિગતો.

 • ઓનલાઈન ફોર્મમાં અરજદારે બધી વિગતો કાળજીપુર્વક ભરવાની રહેશે.
 • ફુદડી કરેલ નિશાન ફરજીયાત ભરવાના છે.
 • અરજદારનું નામ અને ઉંમર આધારકાર્ડ મુજબ જ ભરવાનું છે.

Download Bank Challan | બેંકમાં ભરવાનું ચલણ ડાઉનલોડ કરવું

 • અરજદારે બધી વિગતો ભર્યા બાદ અરજી ફોર્મની ફી સાથે કેટેગરી મુજબના આવસો માટે ભરવાની થતી ડીપોઝિટ માટે ઓનલાઈન ચલણ જનરેટ કરવાનું રહેશે. આવાસની કેટેગરી વાઈઝ ભરવાની બેંક ડીપોઝિટ તથા ફોર્મની રકમ.
આવાસની કેટેગરી ફોર્મની ફી + ડીપોઝિટની રકમ
EWS , LIG-1 અને LIG-2 માટે ₹ 20,200/-
MIG આવાસો માટે ₹ 30,200/-
 • ઉપર દર્શાવેલી ડીપોઝિટ ફક્ત માહિતી પુસ્તિકામાં દર્શાવેલ બેંકમાં જ ભરવાની થશે. તે સિવાય અન્ય શાખાનું બેંક ચલણ માન્ય રહેશે નહી.

Upload Documents | ડોક્યુમેન્ટ અપલોડ કરવા

 • અરજદારે તમામ ડોક્યુમેન્ટ સ્વ પ્રમાણીત કરીને pdf Format માં અપલોડ કરવાના રહેશે. ફોટો તથા સહી jpg ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
 • ડોક્યુમેન્ટની સાઈઝ 1MB સુધીની રાખવાની રહેશે.અને ફોટો અને સહી 500kb સુધીની રહેશે.

Print Application

 • ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ બધી વિગતોની ખરાઈ કરીને અરજી સબમીટ કરવાની રહેશે.
 • ત્યાર બાદ Print Application માંથી અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. અને પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.
 • અરજીની પ્રિન્ટ તથા ડોક્યુમેન્ટ ક્યાંય જમા કરાવવાના નથી.

વધુ જાણો:-

ગુડા આવાસ યોજના ગાંધીનગર માટે આવાસ ફળવણી.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદમાં આવાસ ફાળવણી. 

VMC Pradhan Mantri Awas Yojana Draw Date

ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ ઓનલાઈન ડ્રોની તારીખ જાહેર કરવામાં આવેશે. જે લાભાર્થીઓને ડ્રો વખતે આવાસ ફળવાશે તેઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. તથા આવાસ ફાળવણીનું લીસ્ટ મુકવામાં આવશે. તેની જાણ તમને આમારી વેબસાઈટ મારફતે પણ કરવામાં આવશે.

જાણવા જેેેેેેવું:-

₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના

પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રોસેસ

Important Links of Pradhan Mantri Awas Yojana Vadodara

ઓફિસિલય વેબસાઈટ

Click Here

આવાસ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, સરકાર દ્વારા દરેક મધ્યમવર્ગના નાગરીકને પોતાનું આવાસ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં લાભાર્થીને ઘણા સસ્તા દરે આવાસ પુરા પાડવામાં આવે છે. હાલ વડોદરા મહાનગર પાલીકા દ્વારા Pradhan Mantri Awas Yojana Vadodara હેઠળ EWS , LIG-1, LIG-2 તથા MIG આવાસ ફાળવણી માટે તા.27/06/2024 થી ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થયા છે. મિત્રો, ઓનાલાઈન ફોર્મ ભરતા પહેલા દર્શાવેલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) Pradhan Mantri Awas Yojana Vadodara 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે?

પ્રધાન મંત્રી આવાસ યોજના વડોદરા માટે તા.27/06/2024 થી તા.27/07/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે.

(2) Pradhan Mantri Awas Yojana Vadodara Location કયાંથી જાણી શકાશે?

આ વેબસાઈટમાં દર્શાવેલ માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવાથી જે જગ્યાએ આવાસ ફળવાના છે તેની વિગતો જાણી શકાશે.

(3) Vmc Awas Yojana New Form ભરવા માટેની ઓફિસિલય વેબસાઈટ કઈ છે?

www.vmc.gov.in  વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

Leave a comment