ખેડૂતોને વાહન ખરીદવા ₹ 75,000/- ની સબસીડી | Kisan Parivahan Yojana 2023-24

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જાણવા જેવુ: મિત્રો, ખેડૂતભાઈઓને પોતાના તૈયાર પાકને એક જગ્યાએ બીજી જગ્યાએ કે બજારમાં વેચાણ માટે પહોંચાડવા માટે વાહનની જરૂર હોય છે. આવા સંજોગોમાં ખેડૂતને બીજાનું ભાડે વાહન કરવું પડે, જેથી ભાડા ખર્ચ ભોગવવો પડે. ઘણી વખત કોઈ વાહન ઉપલબ્ધ ના હોય ત્યારે ખેડૂતને ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાને ખેડૂત પોતાનું વાહન ખરીદી શકે તે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા  Kisan Parivahan Yojana હેઠળ ભાર વાહક વાહન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. મિત્રો, આજે આ અર્ટીકલમાં કિસાન પરિવહન યોજના 2023 હેઠળ સબસિડી કેવી રીતે મળશે? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વગેરેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Kisan Parivahan Yojana

Bullet Point of Kisan Parivahan Yojana 2023-24

યોજનાનું નામ કિસાન પરિવહન યોજના 2023
સંબંધિત સરકારી વિભાગ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
લાભાર્થીની પાત્રતા ગુજરાત રાજ્યના તમામ ખેડૂત
યોજનાનો ઉદ્દેશ માલ વાહક વાહન ખરીદવા સહાય.
સબસીડીની વિગત-1 નાના તથા સિમાંત ખેડૂતો / અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને તથા મહિલાને  વાહનના કુલ ખર્ચના 35% અથવા ₹ 75,000/-  બંનેમાંથી જે ઓછુ હોય તે
સબસીડીની વિગત-1 સામાન્ય તથા અન્ય ખેડૂતોને વાહન ખરીદીના કુલ ખર્ચના 25% અથવા અથવા ₹ 50,000/-  બંનેમાંથી જે ઓછુ હોય તે
ઓનલાઈન અરજી ક્યાં કરવી? https://ikhedut.gujarat.gov.in/

કિસાન પરિવહન યોજનાનો હેતું.

ખડૂતો કૃષિ ઉત્પાદનના પરિવહન માટે  સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે. નાના ખેડૂતોને ઓછુ પાક ઉત્પાદન  હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય માલ વાહક વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. જેથી ઘણી વખત પરિવહન માટે કોઈ વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખેડૂતોને આ સમસ્યા નિવારવા તથા પોતાના ઘરનું વાહન ખરીદવા કૃષિ પાક ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુંથી Kisan Parivahan Yojana અમલમાં મુકવામાં આવી છે.  કિસાન પરિવહન યોજના  હેઠળ ખેડૂતને વાહનની ખરીદી ઉપર ₹ 75,000/-  જેટલી નાણાંકીય સહાય આપવામાં આવે છે.

kisan parivahan yojana હેઠળ લાભાર્થીની પાત્રતા.

  • લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂત હોવા જોઈએ.
  • નાના તથા સિમાંત ખેડૂતો / અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને તથા મહિલાને આ યોજનાનો લાભ મળશે.
  • જે ખેડૂત પાસે વનઅધિકાર પત્ર હશે તોઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • અરજદાર ખેડૂતે ભાર વાહક વાહન યોજના હેઠળ iKhedut Portal પર અરજી કરવાની રહેશે.
  • અરજદારને ગુજરાતમાં પોતાના નામે જમીન હોવી જોઈએ.
  • સામાન્ય તથા અન્ય ખેડૂતોને વાહન ખરીદી યોજના હેઠળ સબસીડી મળવાપાત્ર થશે.
  • અરજદાર ખેડૂત વાહન ચલાવવાનું લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.

Kisan Parivahan Yojana

કિસાન પરિવહન યોજનામાં સહાયનું ધોરણ.

રાજયનો  દરેક ખેડૂત  આ યોજનાનો લાભ લઈને પોતાના ઘરનું સાધન વસાવી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા નીચે મુજબની કેટેગરીના લોકોને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે.

નાના તથા સિમાંત ખેડૂતો / અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ કે મહિલા ખેડૂતોને માલ વાહક વાહનના કુલ ખર્ચના 35% અથવા ₹ 75,000/-  બંનેમાંથી જે ઓછુ હોય તે
સામાન્ય તથા અન્ય ખેડૂતોને વાહન ખરીદીના કુલ ખર્ચના 25% અથવા અથવા ₹ 50,000/-  બંનેમાંથી જે ઓછુ હોય તે

માલ વાહક વાહન ખરીદવા માટે યોજનાના નિયમો અને શરતો.

 કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માલ વાહક વાહનના ખરીદી માટે કેટલાક નિયમો તથા શરતો નક્કિ કરવામાં આવ્યા છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • અરજદારે સરકાર દ્વારા નિયત થયેલ એમ્પેનલ વિક્રેતા પાસેથી વાહનની ખરીદી કરવાની રહેશે.
  • સંયુક્ત ખાતેદાર હોય તેવા અરજદારમાંથી કોઈપણ એક ખાતેદારને આ યોજના હેઠળ સહાય મળશે.
  • માલ વાહક વાહન ખરીદવા ખેડૂત પાંચ વર્ષમાં એક વખત અરજી કરી શકશે એટલે કે સહાય મંજૂર થયેથી બીજા પાંચ વર્ષ પછી આ યોજના માટે બીજીવાર સબસીડી મળવાપાત્ર થશે.
  • અરજદાર ખેડૂતે સબસિડી યોજનાની જાહેરાત થયેથી ઓનલાઈન IKhedut Portal પર અરજી કરવાની રહેશે.

વધુ જાણોઃ-

યોજના હેઠળ સહાય લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

  • અરજદારના અધારકાર્ડની નકલ.
  • સરનામાના પુરાવો. (રેશનકાર્ડ, ચુંટણી ઓળખકાર્ડ વગેરે)
  • અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જાતી પ્રમાણપત્રની નકલ.
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમત્તિપત્ર.
  • જમીન હોવાના પુરાવા તરીકે 7/12 તથા 8-અ ની નકલ જોડવાની રહેશે.
  • જે ખેડૂત પાસે વન અધિકાર પત્ર હોય તો તેની નકલ.
  • દિવ્યાંગ અરજદારના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  • અરજદારનું ડ્રાઈવીંગ લાઈસન્સ.
  • અરજદાર કોઈ મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? Kisan Parivahan Yojana Apply Online

  • Kisan Parivahan Yojana 2023 હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતે ઓનલાઈન gujarat.gov.in પોર્ટલ  પર અરજી કરવાની રહેશે. અહી દર્શાવેલ સ્ટેપ દ્વારા આપ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.
  • અરજદારે સૌ પ્રથમ ગુગલ સર્ચ પર ikhedut gujarat gov in ટાઈપ કરવાનું રહેશે.
  • જેથી ikhedut Portal ની ઓફિસિયલ વેબસાઈટ ખુલશે.
  • ત્યાર બાદ અરજદારે નીચે મુજબની ઈમેજમાં દર્શાવ્યા મુજબ યોજનાઓ પર ટીક કરવાનું રહેશે.
Kisan Parivahan Yojana
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
  • પછી આગળ નવા ખુલેલા પેજમાં ‘‘ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો’’ પર ટીક કરવાનું રહેશે.
  • નવા પેજમાં આપને માલ વાહક વાહન યોજના પર ક્લિક કરવાથી ઓનલાઈન અરજીની વિગતો ખુલશે.
  • જેમાં અરજદારે પોતાનું નામ, સરનામુ, આધારકાર્ડની નાંખવાની રહેશે.
  • ત્યાર બાદ અરજદારે પોતાની જમીનની વિગતો તથા બેંક ખાતાની વિગતો ચકાસીને નાંખવાની રહેશે.
  • સંપુર્ણ વિગતો ભરાઈ ગયા બાદ અરજી સેવ કરવાની રહેશે.
  • પછી આગળના સ્ટેપમાં અરજદારે ભરેલ બધી વિગતો ચકાસીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ થવા બાદ અરજી નંબર મળશે.
  • મળેલ અરજી નંબરને અધારે અરજદાર ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.

નોંધઃ અરજીદારની અરજી મંજૂર થયા પછી વાહનની ખરીદી કરવાની રહેશે.

આમ ઓનલાઈન અરજીની પ્રોસેસ પુરી થશે

જાણવા જેવુ:- 

Important Links of Kisan Parivahan Yojana Gujarat

ઓનલાઈન અરજી કરવા

Click Here

અરજીનું સ્ટેટ્સ જાણવા

Click Here

એમ્પેનલ વિક્રેતાઓની યાદી

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, કિસાન પરિવહન યોજના હેઠળ માલ વાહક વાહન ખરીદવા માટે જરૂરિયાતમંદ ખેડૂતને વાહન ખરીદવા ₹ 75,000/- સુધીની સબસીડી આપવામાં આવે છે. જેનાથી પોતાના તૈયાર પાકને ઘણી સરળતાથી ખેત માર્કેટ સુધી પહોંચાડી શકે છે. Kisan Parivahan Yojana Gujarat માં આપને માલ વાહક વાહન ખરીદવા ઓનલાઈન અરજી તથા યોજના સંબંધિત તમામ વિગતો પુરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને આ યોજના અંગે કોઈપણ સમસ્યા હોય તો જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવાનું સૂચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

પ્રશ્ન  (1) Kisan Parivahan Yojana Gujarat હેઠળ વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે?

જવાબ- માલ વાહક વાહન ખરીદવા માટે કુલ ₹ 50,000/-  થી ₹ 75,000/- સુધીની સબસીડી આપવામાં આવે છે.

પ્રશ્ન  (2)  આ યોજના હેઠળ કોઈ લોન આપવામાં આવે છે?

જવાબ- ના, કિસાન પરિવહન યોજના હેઠળ ખરીદાયેલ વાહન પર સબસિડી આપવામાં આવે છે.

પ્રશ્ન (3) કિસાન પરિવહન યોજના 2023 હેઠળ અરજી ક્યાં કરવાની રહેશે?

જવાબ- આ યોજના હેઠળ iKhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

1 thought on “ખેડૂતોને વાહન ખરીદવા ₹ 75,000/- ની સબસીડી | Kisan Parivahan Yojana 2023-24”

Leave a comment