Tractor Subsidy List | ટ્રેક્ટર સહાય યોજના | Tractor Subsidy In Gujarat | Tractor Sahay Yojana Gujarat | Tractor Sahay Yojana | Tractor Subsidy In Gujarat Online | Tractor Subsidy In Gujarat Online Application | Tractor Subsidy In Gujarat 2024 | ટ્રેક્ટર ની સબસિડી| Tractor Sahay Yojana
Tractor Subsidy In Gujarat 2024 : મિત્રો, ખેડૂતભાઈઓ ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ઓછી મહેનતે વધુ ખેત ઉત્પાદન મેળવે તે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે. જે યોજનાઓનો લાભ લઈને ખેડૂતો સબસિડી મેળવી ઘરના સાધનો વસાવી શકે છે. હાલના સંજોગોમાં ખેડૂતોને ભાડેથી ટેકટર મંગાવવું કે ખરીદવું મોંધું પડે તેમ છે. ખેડૂતો પોતાનું ઘરનું ટેક્ટર વસાવી શકે તેથી આ અર્ટિકલમાં ખેતી માટે અગત્યના સાધન એવા ટેક્ટર ખરીદવા માટે Tractor Subsidy In Gujarat વિશે વિગતે માહિતી મેળવીશું. ટેક્ટર સબસિડી યોજના 2024 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?, કોને સહાય મળશે તથા કેટલી સબસિડી મળવાપાત્ર થશે? જેની વિગતો જાણીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of Tractor Subsidy In Gujarat 2024
યોજનાનું નામ | ટેકટર સબસિડી સહાય યોજના |
સંબંધિત સરકારી વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને ટેક્ટરની ખરીદી પર સબસિડી સહાય આપવી. |
સહાયની રકમ | નાના ખેડૂતો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ તથા મહિલા ખેડૂતને ટેકટર ખરીદવા કુલ ખર્ચના 50% અથવા ₹ 60,000/- બંનેમાંથી જે ઓછું હોય તે. |
સહાયની રકમ | જનરલ તથા અન્ય વર્ગના ખેડૂતને ટેકટર ખરીદવા કુલ ખર્ચના 40% અથવા ₹ 45,000/- બંનેમાંથી જે ઓછું હોય તે. |
ઓનલાઈન અરજી ક્યાં કરવી? | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવા માટેની તારીખ | તા. 12/03/2024 |
અરજી કરવા માટેની અંતિમ તારીખ | તા.11/05/2024 |
ટેકટર ખરીદી સબસિડી સહાય યોજનાનો હેતું
ખેડૂતો માટે ટેક્ટર પ્રથમ ક્રમનું ખેતી માટે જરૂરિયાનું સાધન ગણવામાં આવે છે. પરંતું નાના ખેડૂતો આર્થિક પરિસ્થિતિને કારણે ટેક્ટરની ખરીદી કરી શકતા નથી અને ભાડે ટ્રેકટર મેળવવું મોંધુ પડેે. જેથી પાકમાં ઈચ્છીત ઉત્પાદન મળતું નથી. જેથી સરકાર દ્વારા સાધન સહાય યોજના હેઠળ પાવર ટીલર, ચાફ કટર, રોટા વેટર, તાડપત્રી જેવી જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા સહાય આપેેછે. ખેડૂતોને ટેક્ટરની ખરીદીમાં આર્થિક મદદ કરવા માટે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ટેકટર (20 TPO HP) HHh ખરીદવા કુલ ખર્ચના 50% અથવા ₹ 60,000/- બંનેમાંથી જે ઓછું હોય તે સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો ઉપયોગ કરી ખેડૂત સહેલાઈથી ટેક્ટરની ખરીદી કરી શકે છે.
ટેક્ટર સહાય યોજના 2024માં લાભાર્થીના પાત્રતાના ધોરણો.
Tractor Subsidy In Gujarat હેઠળ ટેક્ટર ખરીદવા માટે કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સહાયના પાત્રતાના ધોરણો નક્કિ કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
- નાના ખેડૂતો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ તથા મહિલા ખેડૂત તથા જનરલ અને અન્ય વર્ગના ખેડૂતને સહાય મળવાપાત્ર થશે.
- આ યોજનાનો લાભ ખેડૂતને એક જ વાર મળવાપાત્ર થશે.
- ખેડૂત મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ.
- અરજદાર પોતાની જમીન ધરાવતા હોવા જોઈએ.
- આ યોજનાનો લાભ ખેડૂતને એક જ વાર મળવાપાત્ર થશે.
- Tractor Subsidy In Gujarat માટે ઓનલાઈન ikhedut Portal Gujarat પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Tractor Subsidy In Gujarat 2024 હેઠળ મળનાર સહાય.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ટેક્ટરની ખરીદી માટે વર્ગોના ધોરણે સબસિડી સહાય આપવામાં આવે છે. જેની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે.
નાના ખેડૂતો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ તથા મહિલા ખેડૂતને ટેકટર ખરીદવા | કુલ ખર્ચના 50% અથવા ₹ 60,000/- બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. |
જનરલ તથા અન્ય વર્ગના ખેડૂતને ટેકટર ખરીદવા | કુલ ખર્ચના 40% અથવા ₹ 45,000/- બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. |
Ikhedut Tractor Sahay Yojana 2024 માટે ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે.
ટ્રેકટર ખરીદવા માટે સબસિડી મેળવવા ખેડૂત ભાઈઓ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેથી અરજી કરવા માટે નીચે લીસ્ટ મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
- ખેડૂતના જમીનની વિગત 7/12 તથા 8-અ ની નકલ.
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું સહમતીપત્ર.
- રેશનકાર્ડની નકલ.
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો સક્ષમ અધિકારીનું દિવ્યાંગતા વિશેનું પ્રમાણપત્ર.
- જો ખેડૂત વનઅધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ.(મરજીયાત)
- ખેડૂતના અધારકાર્ડની નકલ.
- જાતિના દાખલાની નકલ( અનુસૂચિત જાતી તથા અનુસૂચિત જનજાતિ માટે)
- અરજદારના બેંક ખાતાના પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેક.
વધુ જાણો:-
ઘરે બેઠા ઓનલાઈન ફક્ત ₹ 5 માં 7/12 તથા 8-અ ની નકલ મેળવો.
પાકને ભુંડ, રોઝ જેવા પ્રાણીઓથી બચાવવા સોલાર ફેન્સીંગ યોજના
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | Tractor Subsidy In Gujarat Online Application
- Ikhedut Tractor Subsidy માટે ઓનલાઈન અરજી કરવાની જાહેરાત થયેથી અરજદારે IKhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- પોર્ટલ પર ખેડૂત દ્વારા વહેલા તે પહેલા ધોરણે જિલ્લાના ટારગેટ પ્રમાણે અરજીઓની સબસિડી મંજૂર કરવામાં આવે છે.
- વર્ષ Tractor Subsidy In Gujarat 2024 માટે ઘણા લાભાર્થીઓને સબસિડી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. (હાલ તા. 12/03/2024 થી તા.11/05/2024 સુધી ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ ચાલુ રહેનાર છે)
- મિત્રો, અહીં નીચે દર્શાવેલ સ્ટેપ દ્વારા આપ જાતે ઓનલાઈન અરજી કરી સહાય મેળવી શકો છો.
Step-1 iKhedut gov in Login
- અરજદારે સૌ પ્રથમ ગુગલ સર્ચ પર gujarat.gov.in ટાઈપ કરી Ikhedut Portal ની વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું આઈ ખેડૂત પોર્ટલ ઓપન થશે.
- જેમાં યોજનાઓ લખેલ બટન પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
- યોજનાઓ પર ક્લિક કર્યા બાદ Ikhedut Portal 2024 Yojana List બતાવશે.જેમાં ‘‘ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો’’ પર ક્લિક કરવાનું રહેશે.
Step -2 Application
- ત્યાર બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબ આપને બાગાયતી યાંત્રીકરણ વિભાગમાં ટ્રેકટર (20 PTO HP સુધી) પર ક્લિક કરવાનું રહેશે.
- પછી નવું પેજ ઓપન થશે જેમાં ટ્રેક્ટર સહાય યોજના 2024 વિશે અરજી કરવાના સમયગાળા સહિતની વિગતે માહિતી જોવા મળશે.
- જેમાં ‘‘આપને અરજી કરો’’ બટન પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે.
Step-3 Tractor Subsidy In Gujarat Online Application
- પછી નવા ખુલેલા પેજમાં ‘‘તમે રજીસ્ટ્રર્ડ અરજદાર છો ?’’ તેમ પુછશે. જેમાં હા કે ના ઓપશન પસંદ કરીને આગળ વધવાનું રહેશે.
- ત્યાર બાદ નવી અરજી કરો બટન પર ક્લિક કરીને ઓનલાઈન અરજીની પ્રોસેસ કરવાની રહેશે.
- જેમાં નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું ઓનલાઈન વિગતો ભરવાનું ઓપન થશે.
- જેમાં અરજદારનું નામ, સરનામું, જાતિ, જિલ્લો, તાલુકાની વિગત નાંખવાની રહેશે. ત્યાર પછી બેંક ખાતાની વિગતો અને જમીનની વિગત ભરવાની રહેશે.
- ઉપરની વિગતો સંપુર્ણ ભરાઈ ગયા બાદ તેની ચકાસણી કરીને કેપ્ચા કોડ નાંખીને Application Save કરવાની રહેશે.
Step -4 Print Application
- ઓનલાઈન ભરેલ અરજી સેવ કર્યા પછી આગળના સ્ટેપમાં જો અરજીમાં કોઈ ભુલ થયેલ હોય તો સુધારો કરી શકશો. અરજી કંન્ફર્મ થયા પછી સુધારો થઈ શકશે નહી.
- ત્યારબાદ આગળ અરજીની તમામ વિગતો ચકાસીને અરજી કંન્ફર્મ કરવાની રહેશે.
- અરજી કંન્ફર્મ થયા બાદ અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
Tractor Subsidy In Gujarat 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ.
મિત્રો, Tractor Subsidy In Gujarat 2024 માટે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરાવાના તા. 12/03/2024 થી શરૂ થઈ ગયા છે. આપ ઉપરના સ્ટેપને અનુસરીને ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. ટેક્ટર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તા.11/05/2024 છે.
ઓનલાઈન કરેલ અરજીની સ્થિતિની ચકાસણી | Tractor Sahay Yojana Gujarat Status check.
આપને ઓનલાઈન અરજી કર્યા બાદ એક અરજી નંબર આપવામાં આવશે. જે અરજી નંબર અને અરજદારના મોબાઈલ નંબરની મદદથી ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ જોઈ શકશો.
- અરજદારે સૌ પ્રથમ ikhedut Portal ના ડેસબોર્ડ પર થઈને ‘‘અરજીનું સ્ટેટ્સ તપાસવા અહીં ક્લિક કરો’’ પર ટીક કરવાનું રહેશે.
- ત્યાર બાદ અરજદારે અરજી નંબર નાંખી, દર્શાવેલ કેપ્ચા કોડ નાંખવાનો રહેશે.
- ત્યાર બાદ અરજદારે પોતાના મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા નાંખીને અરજીનું સ્ટેટ્સ તપાસો પર ક્લિક કરવાનું રહેશે. જેથી આપની અરજી હાલ કઈ સ્થિતિએ છે? તેની માહિતી મળી શકશે.
- ઓનલાઈન અરજીને આધારે જરૂરી ચકાસણી કરીને અરજી મંજૂર કર્યેથી લાભાર્થીને જાણ કરવામા આવશે.
જાણવા જેવું:-
દવા છાંટવાનો પંપ સબસિડી યોજના 2024 ₹ 10,000/- સુધીની સબસિડી
ખેડૂત માટે મોબાઈલ ખરીદવા સહાયની યોજના.
Tractor Sahay Yojana 2024 હેઠળ ટેકટરની ખરીદી ક્યાંથી કરવી.
ટેકટર ખરીદી માટેની સબસિડી મંજુર થયા બાદ કૃષિ વિભાગ દ્વારા સમયાંતરે જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે બનાવેલ પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્યતા પ્રાપ્ત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
મિત્રો, માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓની ઓફિસિલય યાદી જોવા અહીં ક્લિક કરો.
Tractor Subsidy List 2023
જે ખેડૂત મિત્રોએ અગાઉના વર્ષમાં અરજી કરી હોય તેઓને પોતાની સબસિડી મળી છે કે નહી તેની ચકાસણી કરવા તથા ટેક્ટર સબસિડીનું લીસ્ટ આપને આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે અથવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મળી રહેશે. આ વિગતો ઓનલાઈન મળી શકશે નહી.
Important Links of Tractor Sahay Yojana 2024
ઓનલાઈન અરજી કરવા માટે | |
અરજીનું સ્ટેટ્સ જાણવા માટે. | |
માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓની યાદી જોવા માટે. | |
સંપર્ક નંબરોની વિગતો જાણવા માટે. | |
Home Page |
Conclusion
મિત્રો, ખેડૂત પોતાની આવક બમણી કરી આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા ખેતી માટે વિવિધ સાધનો ખરીદવા સહાય આપે છે. જે આર્થિક રીતે જરૂરીયાતમંદ લોકોને ખુબ ઉપયોગી છે. ટ્રેકટર એ ખેતી માટે પાયાનું સાધન ગણાય છે. ખેડૂત સહેલાઈ ખરીદી શકે તે માટે ખેડૂતને ટ્રેકટર સહાય યોજના હેઠળ ₹ 60,000/- જેટલી સબસિડી આપવામાં આવે છે. આ અર્ટિકલમાં Tractor Subsidy In Gujarat 2024 હેઠળ ટેક્ટર ખરીદી માટે સબસિડી સહાય યોજના માટે ઓનલાઈન અરજી તથા સમગ્ર યોજના વિશે વિગતવાર મહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને આ યોજનામાં સહાય લેવા બાબતે કોઈપણ સમસ્યા જણાય તો સંપર્ક નંબરોની પર માર્ગદર્શન મેળવી લેવા સુચન છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો-જવાબ
(1) ટેકટર ખરીદી સબસિડી 2024 યોજના હેઠળ સામાન્ય રીતે કેટલી સબસિડી મળવાપાત્ર થાય છે?
આ યોજના હેઠળ ₹ 45,000/- થી ₹ 60,000/- જેટલી સબસિડી મળવાપાત્ર થશે.
(2) ટેેેેકટર સહાય યોજના 2024 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તરીખ કઈ છે.
ટેેકટર ખરીદવા સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તા. 11/05/2024 છે.
(3) શું સંયુક્ત ખાતેદાર બધાને આ યોજનાનો લાભ મળશે?
ના, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈ એક ખાતેદારને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.
(4) ટ્રેકટરની ખરીદી ક્યારે કરવાની રહેશે?
આ યોજના હેઠળ સબસિડી મંજૂર થયા બાદ અધિકૃત વિક્રેતા પાસેથી ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.
(5) Tractor Subsidy In Gujarat 2024 માટે અરજી ક્યાં કરવાની રહેશે.?
Tractor Subsidy In Gujarat 2024 માટે ઓનલાઈન ikhedut Portal પર અરજી કરવાની રહેશે.
2 thoughts on “Tractor Subsidy In Gujarat 2024 | ટેકટર સબસિડી 2024 માટે ફોર્મ ભરવાના શરૂ”