પશુપાલન લોન અરજી 2024 | Pashupalan Loan Yojana 2024 Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pashupalan Loan Yojana 2024 Gujarat : પશુપાલન અને ખેતીનો વ્યાવસાય બંને મુખ્યત્વે એકબીજા સાથે સંકળાયેલા છે. ગુજરાત સરકાર ખેડૂત તથા વિવિધ જ્ઞાતિના લોકોને પશુપાલન માટે પ્રોત્સાહન આપવા એકદમ ઓછા વ્યાજે લોન આપે છે. જેથી અરજદારને રોજગારી પણ મળે છે. મિત્રો, આજના Pashupalan Loan Yojana 2024 Gujarat લેખમાં આપણે પશુપાલન શરૂ કરવા માટે મળતી લોન માટેની માહિતી મેળવીશું. જેમાં પશુપાલન લોન અરજી ક્યાં કરવી? આ યોજના હેઠળ કોને સહાય મળશે? તથા ક્યાં ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે? જેની વિગતે માહિતી મેળવીશું.

Pashupalan Loan Yojana 2024 Gujarat

Bullet Point of Pashupalan Loan Yojana 2024 Gujarat

યોજનાનું નામ પશુપાલન લોન અરજી 2024
યોજનાનો હેતું પશુપાલન માટે ધીરાણ આપવું
પશુપાલન યોજનાનો લાભ પશુપાલન માટે 4% વ્યાજે ₹ 1,00,000/- ની લોન
લાભ કોને મળશે? અનુસૂચિત જાતિના અરજદારને
અરજી ક્યાં કરવી. ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ તા.30/03/2024
ઓનલાઈન વેબસાઈટ https://daadconline.gujarat.gov.in/

પશુપાલન લોન અરજી 2024

ગુજરાતમાં ડેરી ઉદ્યોગના વિકાસ સાથે-સાથે પશુપાલનનો પણ વિકાસ થયો છે. જેનાથી ખેડૂત ખેતીની સાથે પશુપાલનનો વ્યાવસાય કરીને સારી એવી કમાણી કરી શકે છે. પશુપાલન વ્યાસાય માટે સરળતાથી ધિરાણ મળી રહે તે માટે  ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા ખુબ ઓછા 4% વ્યાજે ખેડૂતને પશુપાલન માટે લોન આપવામાં આવે છે. આ લોન અનુસૂચિત જાતિના અરજદારને મળવાપાત્ર થશે. અન્ય વર્ગના ખેડૂત અરજદાર માટે આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજના કાર્યરત છે.

પશુપાલન લોન યોજના 2024 ગુજરાત હેઠળ મળતા લાભ

ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા અનુસૂચિત જાતી પૈકીની અંત્યોદય જાતિને આ યોજના હેઠળ લોન મળશે. જેમાં પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે 4% વ્યાજે ₹ 1,00,000/- ની લોન ધીરાણ આપવામાં આવશે.

પશુપાલન માટે લોન અરજી 2024 માટે લાભાર્થીની પાત્રતા

નિગમ દ્વારા ખેડૂતનો પશુપાલન લોન અરજી 2024 માટે નીચે મુજબની પાત્રતા નક્કિ કરવામાં આવી છે.

  • અરજદાર મુળ ગુજરાતના વતની હોવા જોઈએ.
  • આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના અંત્યોદય સમાજના લોકોને સહાય મળશે.
  • અરજદારના કુટુંબની આવક ₹ 3,00,000/- કરતા ઓછી હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબના કોઈ સભ્ય અર્ધ સરકારી કે સરકારી નોકરીમાં જોડાયેલ ના હોવા જોઈએ.
  • અરજદારના કુટુંબના સભ્યોએએ અગાઉ ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમમાંથી લોન મેળવેલ ન હોવી જોઈએ.
  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • વિધવા, ત્યક્તા, બી.પી.એલ અને વિકલાંક અરજદારને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • પશુપાલન લોન અરજી તા.23/03/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Pashupalan Loan Yojana 2024 Gujarat Documents |  પશુપાલન લોન માટે ડોક્યુમેન્ટ

અરજદારે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • અરજદારનું આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • આવકનો દાખલો
  • જાતિ પ્રમાણપત્રની નકલ
  • અરજદારના અભ્યાસની વિગતો
  • બેંક ખાતાની નકલ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

વધુ જાણો:- 

ટ્રેકટર ખરીદવા સબસિડી સહાય યોજના 2024 વિશે જાણો.

દવા છાંટવાનો પંપ સબસિડી યોજના 2024

પશુપાલન લોન 2024  ગુજરાત માટે ઓનલાઈન અરજી

મિત્રો, Pashupalan Loan Yojana 2024 Gujarat માટેઓનલાઈન અરજી ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની વેબસાઈટ પર કરવાની હોય છે. જેની અહિં સરળ સમજૂતીથી માહિતી આપીશું.

  • અરજદારે સૌ પ્રથમ https://sje.gujarat.gov.in/gapb ટાઈપ કરીને અરજી ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની ઓફિસિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
  • જેથી નીચે મુજબની ઈમેજમાં દર્શાવ્યા મુજબનું હોમપેજ ઓપન થશે.
  • વેબસાઈટના હોમપેજ પરથી ‘‘નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો’’ લખેલ બટન પર ક્લિક કરવાનું રહેશે.
Pashupalan Loan Yojana 2024 Gujarat Online Apply
Image Credit Government Official Website (https://daadconline.gujarat.gov.in/)
  • ત્યાર બાદ આગળ નવા પેજમાં ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની કાર્યરત યોજનાનું લીસ્ટ ખુલશે. જેમાં ઉપર દર્શાવેલ બધી સુચનાઓ વાંચી લેવાની રહેશે.
  • જેમાં ‘‘પશુપાલનની યોજના’’ સામે દર્શાવેલ “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
Pashupalan Loan Yojana Gujarat
Image Credit Government Official Website (https://daadconline.gujarat.gov.in/)
  • હવે આગળ Animal Husbandry Scheme(પશુપાલન યોજના) માટે ઓનલાઈન અરજી કરવાનું ફોર્મ ખુલશે.
  • જેમાં બધી વિગતો અંગ્રેજી ભાષામાં ભરવાની રહેશે.
  • જેમાં આધારનંબર, રેશનકાર્ડનંબર, અરજદારનું પુરુંનામ, જન્મતારીખ, સરનામું, અરજદારના આવક વિગત, જાતિની વિગત, શૈક્ષણિક લાયકાત, અને બેંક ખાતાની વિગતો, કાળજીપુર્વક નાંખવાની રહેશે.
  • ત્યાર બાદ છેલ્લે Submit પર ક્લીક કરીને આગળ વધવાનું રહેશે.
Pashupalan Loan Yojana in Gujarat
Image Credit Government Official Website (https://daadconline.gujarat.gov.in/)
  • આગળના સ્ટપમાં અરજદારે ફોટો તથા માંગ્યા મુજબના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે ‘‘Confirm Application’’ પર ક્લિક કરીને અરજી પ્રક્રિયા પુરી કરવાનીર રહેશે.
  • જેની અરજદારને એક ‘‘Application Number’’ આપવામાં આવશે.
  • મળેલ અરજી નંબરથી ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • ઓનલાઈન અરજી બાદ અરજીની પ્રિન્ટ તથા સંબંધિત ડોકયુમેન્ટ જ્યારે નિગમ દ્વારા મંગાવવામાં આવે ત્યારે રજુ કરવાના રહેશે.

જાણવા જેેેેેવુ:-

આઈ ખેડૂત પોર્ટલ યોજના લીસ્ટ 2024

પીએમ કિસાન યોજનાના e-KYC પ્રોસેસ જાણો.

Important Links of Pashupalan Loan Yojana 2024 Gujarat

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, જે લાભાર્થી પાસે પોતાની જમીન હોય તે લાભાર્થી માટે પશુપાલન આવક મેળવવાનું એક અસરકારક માધ્યમ છે. જેનાથી ડેરીમાં દૂધ ભરાવીને વધારાની આવક મેળવી શકે છે. અરજદારને પશુ ખરીદવા માટે ધીરાણ માટે વધુ વ્યાજ ચુકવવું ના પડે તે માટે ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા Pashupalan Loan Yojana 2024 Gujarat હેઠળ ઘણા ઓછા વ્યાજે ₹ 1,00,000/- સુધીની પશુપાલન લોન આપવામાં આવે છે. આ લેખમાં ઓનલાઈન અરજી કરવા માટેની સંપુર્ણ પ્રોસેસ વિગતે સમજાવામાં આવી છે. આપને લોન માટે કોઈ પ્રશ્ન હોય તો નિગમની વેબસાઈટ પરના ફોન નંબર  079 232 56323 પર સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) પશુપાલન લોન અરજી 2024 માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી?

Pashupalan Loan Yojana 2024 Gujarat હેઠળ ઓનલાઈન અરજી ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની ઓફિસિયલ વેબસાઈટ પર કરવાની રહેશે.

(3) Pashupalan Loan Yojana 2024 Gujarat હેઠળ કેટલી પશુપાલન લોન મળવાપાત્ર થશે.

આ યોજના હેઠળ 4% જેટલા ઓછા વ્યાજે ₹ 1,00,000/- ની લોન આપવામાં આવશે.

(4) પશુપાલન લોન યોજના 2024 ગુજરાત માટે કોણ અરજી કરી શકશે?

પશુપાલન લોન માટે અરજી કરવા અનુસૂચિત જાતિ પૈકીની અંત્યોદય સમાજના લોકો જેવા કે હાડી, નડિયા, ચેનવા, સેનવા, ગેનવા, સેડમા, રાવત, રી-ગરોડ, ગુરી, ગુરૂબ્રહ્મણ-ગરવા, અનુસૂચિત જાતિના બાવા, વણકર સાધુ, તીરગર, તુરી-બારોડ, માતંતી, વાલ્મિકી (સફાઈ કામદાર સિવાય) અરજદારો આ યોજના હેઠળ અરજી કરીશ શકશે.

Leave a comment