PM Suryoday Yojana 2024 Apply Online : મિત્રો, સુર્યશક્તિને પ્રોત્સાહન તથા સુર્ય ઉર્જાનો વપરાશ વધે તે માટે હાલ અને ભવિષ્યમાં સરકાર દ્વારા ઘણા મહત્વના કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. તાજેતરમાં 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ, વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી સુર્યોદય યોજના 2024ની જાહેરાત કરવામાં આવી છે. શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોને મફત વીજળી મળી રહે તે માટે અંદાજિત એક કરોડથી વધુ ઘરો પર સબસિડીવાળી સોલર પેનલ લગાવવાનું પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. જેનાથી મધ્યમવર્ગીય પરિવારોને ઘણી જ રાહત થશે. મિત્રો, આજના આર્ટિકલમાં PM Suryoday Yojana 2024 Apply Online કેવી રીતે કરવું, લાભાર્થીની યોગ્યતા, તથા મળનાર સબસિડી વિશે વિગતે માહિતી મેળવીશું.
Important Point of PM Suryoday Yojana 2024 Apply Online
યોજનાનું નામ | પ્રધાનમંત્રી સુર્યોદય યોજના |
યોજનાની જાહેરાત | તા.22 જાન્યુઆરી 2024 |
યોજનાનો હેતું | એક કરોડ પરિવારોને મફત વીજળી આપવી તથા ઉર્જાક્ષેત્રે સૌર ઉર્જાનો વ્યાપ વધારવો. |
લાભાર્થીની પાત્રતા | ભારતના તમામ મધ્યમવર્ગીય નાગરીકને |
મળવાપાત્ર લાભ | મફતમાં સોલાર સિસ્ટમથી માસીક 300 યુનીટ સુધી વીજળી મળશે. |
ઓફિસિયલ વેબસાઈટ | www.solarrooftop.gov.in |
પ્રધાનમંત્રી સુર્યોદય યોજના 2024 વિશે જાણો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તા.22 જાન્યુઆરી 2024 PM Suryoday Yojana 2024 વિશેની જાહેરાત કરવામાં આવી છે તથા તાજેતરના ભારત સરકારના બજેટમાં પણ નાણા મંત્રીશ્રી દ્વારા જાહેરાત કરાતા પ્રધાનમંત્રી સુર્યોદય યોજના 2024 હેઠળ અંદાજે એક કરોડ પરિવારોના છત પર સોલાર પેલન લગાવવામાં આવશે. જેનાથી પરિવારોને દર મહિને આશરે 300 યુનિટ જેટલી વીજળીની બચત થશે. સાથે-સાથે સૌર ઉર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્મર પણ બનશે.
પ્રધાનમંત્રી સુર્યોદય યોજના શરૂ કરવાનો ઉદ્દેશ.
વીજળી એ દરેક પરીવારની પાયાની જરૂરીયાત છે. આવનાર સમયમાં સૌર ઉર્જા દ્વારા મફતમાં વીજળી પુરી પડવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. તાજેતરના કેન્દ્ર સરકારના બજેટમાં આશરે એક કરોડ પરિવારોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
પ્રધાનમંત્રી સુર્યોદય યોજના 2024થી મળનાર લાભો
પ્રધાનમંત્રી સુર્યોદય યોજનાથી નીચે મુજબના લાભો મળશે.
- ઘરોના છત પર મફત સોલાર પેનલ લગાવીને આશરે 300 યુનિટ જેટલી મફત વીજળી આપવામાં આવશે.
- પેદા થયેલ વધારાની વીજળી વેચીને કમાણી પણ કરી શકાશે.
- દરેક પરીવારને વીજ બીલની બચત થતાં વાર્ષિક આશરે ₹ 10,000/- થી 15,000/- બચત થશે.
- સૌર ઉર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા ઉપયોગી સાબિત થશે.
પ્રધાનમંત્રી સુર્યોદય યોજના 2024 હેઠળ મળનાર સબસિડી.
કેન્દ્ર સરકાર દ્વારા ‘‘નેશનલ સોલાર રૂફટોપ’’ યોજના મારફતે વર્ષ 2014 થી 30% જેટલી સબસિડી આપી રહી છે. સૌર ઉર્જાનો વ્પાય વધારવા માટે પ્રધાનમંત્રી સુર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીને 40% સબસિડી આપવાનું આયોજન છે. બાકીના 60% જેટલી રકમ જાહેર ક્ષેત્રની કંપનીઓને લોન રૂપે અપાશે. અને આ કંપનીઓ દ્વારા છત પર સોલાર પેનલ ઈન્ટોલ કરવામાં આવશે.આ યોજનાનો લાભ લેવા માટે PM Suryoday Yojana 2024 Apply Online માટે Portal બનાવવામાં આવશે. જેથી હાલ લોકોને સોલાર સિસ્ટમ લગાવવા માટે કોઈ પૈસા ચુકવવા નહી પડે. આ સોલાર સિસ્ટમનું આયુષ્ય આશરે 25 વર્ષ જેટલું રહેશે.
Pradhan Mantri Suryoday Yojana મફત વીજળી સાથે-સાથે કમાણી
આ યોજનામાં સોલાર પેનલ લગાવેલ પરીવારોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે.જેથી દર વર્ષ ₹ 10,000 થી 15,000 સુધી લાઈટબીલમાં બચત થશે. વધારાની પેદા થયેલ વીજળી કંપનીઓને વેચીને વધારાની આવક પણ મેળવી શકાશે.
PM Suryoday Yojana Documents | આવશ્યક ડોક્યુમેન્ટનું લીસ્ટ.
PM Suryoday Yojana 2024 Apply Online કરવા માટેની સિસ્ટમ વિકસાવવામાં આવનાર છે. જેથી અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.
- આધારકાર્ડની નકલ
- તાજેતરના લાઈટબીલની નકલ
- રહેઠાણનો પુરાવો.
- આવકનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ
- બેંક પાસબુકની વિગત
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
વધુ જાણો:-
પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024 જાહેર અહિથી લાભાર્થીનું નામ ચેક કરો.
ખેડૂતોને મફત વીજળી આપતી સૂર્યશક્તિ કિસાન યોજના 2024
PM Suryoday Yojana 2024 Apply Online | પ્રધાનમંત્રી સુર્યોદય યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી?
પ્રધાનમંત્રી સુર્યોદય યોજના ની તા.22/01/2024 રોજ જાહેરાત કરવામાં આવી છે. તથા વર્ષ 2024-25 ના કેન્દ્ર સરકારના બજેટમાં પણ આ યોજના વિશે જાણકારી આપવામાં આવી છે. જેની અરજી પ્રક્રિયા નીચે મુજબની રહેશે.
- લભાર્થીને ઓનલાઈન અરજી કરવા માટે એક અલગ પોર્ટલ બનાવવામાં આવશે.
- લાભાર્થીને પોતાનું મકાન હોવું જોઈએ.
- જેમાં ઓનલાઈન અરજી કર્યા બાદ સ્થળ પર જરૂરી ચકાસણી કરવામાં આવશે. ચકાસણી થયા બાદ સોલાર પેનલ માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
નોંધ:- PM Suryoday Yojana 2024 Apply Online પ્રક્રિયા શરૂ થયેથી આ વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે.
Conclusion
સૌર ઉર્જાના અખુટ ભંડારનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવા માટે પ્રધાનમંત્રી સુર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનાથી આવનાર સમયમાં લાખો ઘરના છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે. સમાન્ય પરીવારને વીજ બીલની બચત સાથે વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકશે. મિત્રો, હમણા જાહેર થયેલ PM Suryoday Yojana 2024 Apply Online પ્રક્રીયા, આ યોજનાના લાભો વિશે આ આર્ટિકલમાં વિગતે માહિતી આપવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રીયા શરૂ થયેથી સત્વરે અહીં જણાવવામાં આવશે.
જાણવા જેવું:-
પીએમ કિસાન યોજના સ્ટેટસ ઓનલાઈન ચેક કરો.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત
FAQ
(1) PM Suryoday Yojana 2024 હેઠળ કુટુંબ દીઠ કેટલી વીજળી મફત આપવામાં આવશે?
પ્રધાનમંત્રી સુર્યોદય યોજના હેઠળ કુટુંબ દીઠ માસીક 300 યુનિટ મફત વીજળી અપાશે.
(2) પ્રધાનમંત્રી સુર્યોદય યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી?
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા તા.22 જાન્યુઆરી 2024 તથા કેન્દ્ર સરકારના વર્ષ 2024-25 ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી
(3) PM Suryoday Yojana 2024 Apply Online ક્યાં કરવાની રહેશે?
આ યોજના હેઠળ અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલ વિકસાવામાં આવશે. જેના મારફતે ઓનલાઈ અરજી કરી શકાશે.