181 Abhayam Information In Gujarati | મહિલા હેલ્પલાઇન નંબર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mahila Helpline | Mahila Helpline Number | 181 Abhayam | Abhayam Helpline |  Abhayam 181 | Abhayam Helpline Number | 181 Mahila Helpline Gujarat| Abhayam App | Abhayam Number | મહિલા સુરક્ષા નંબર | Abhayam Team | 181 Abhayam Mahila Helpline | What Is Abhayam Yojana | 181 Abhayam Information |

જાણવા જેવું, મિત્રો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાઓને તાત્કાલીક સહાય માટે સરકાર દ્વારા 181 Abhayam Mahila Helpline નંબર ની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. 24*7 કાર્યરત હેલ્પલાઈન નંબરથી મહિલાઓ કોઈપણ સંજોગોમાં મદદ અને માર્ગદર્શન, સલાહ, અને સૂચનો મેળવી શકે છે. મિત્રો, આ આર્ટિકલમાં આપણે 181 Abhayam Information In Gujarati વિશે સંપુર્ણ માહિતી મેળવીશું. જેમાં Abhayam Helpline સેવાઓનો કોણ અને કેવા સંજોગોમાં ઉપયોગ કરી શકે? મહિલાઓને Abhayam Helpline Number થી ક્યાં પ્રકારની સેવાઓ આપવામાં આવે છે? તે વિશે વિગતે માહિતી મેળવીશું, તો ચાલો કંઈક નવું જાણીએ.

181 Abhayam Information In Gujarati

Bullet Point of  181 Abhayam Information In Gujarati

આર્ટિકલનું નામ 181 Abhayam Information In Gujarati
સંબંધિત વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય વિભાગ સાથે સંકલન.
યોજનાનો ઉદ્દેશ જરૂરિયાતમંદ યુવતી કે મહિલાને સહાય અને માર્ગદર્શન.
મહિલા હેલ્પલાઇન નંબર 181
કોણ કોલ કરી શકે? કોઈપણ મુશ્કેલ પરિસ્થતિમાં મુકાયેલ મહિલા.

મહિલા હેલ્પલાઇન નંબર વિેશે જાણો. | What Is Abhayam Yojana.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને GVK-EMRI સંસ્થા દ્વારા સંકલિત રીતે 181 Abhayam મહિલા હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. 4 ફેબ્રુઆરી, 2014 થી પ્રથમ તબક્કે અભયમ મહિલા હેલ્પલાઇનની સેવા તાલિમ બધ્ધ મહિલા કાઉંન્સેલર સાથે 24*7 કલાક કાર્યરત રેસ્ક્યુવાન સહિત અમદાવાદ શહેર, સુરત શહેર તેમજ ગાંધીનગર જીલ્લામાં સાથે પ્રારંભીક ધોરણે શરૂ કરવામાં આવી હતી. પ્રારંભીક તબક્કામાં મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રિય મહિલા દિન 8 March 2015  થી 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવાને આખા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે.  Mahila Helpline Number થકી મહિલાઓને ફોન ઉપર માર્ગદર્શન, સલાહ સૂચન, હિંસાના સંજોગમા તાત્કાલિત બચાવ તથા મહિલાલક્ષી માળખાઓ અને યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવે છે.

Mahila Helpline નો ઉદ્દેશ.

કોઈપણ પ્રકારના મુશ્કેલ સંજોગોમાં મુકાયેલી મહિલા ફોન કોલ કરી પોતાની તકલીફોનો ઉકેલ લાવવા બાબતે તાલીમબદ્ધ કાઉન્સીલર દ્વારા સલાહ, સૂચન, મદદ અને  માર્ગદર્શન તેમજ જરૂર જણાયે ઘટના સ્થળે રેસક્યુવાનની મદદ મેળવી શકે તે માટે 24 કલાક કાર્યરત રહે તેવી સુવિધાની આવશ્યકતાના હેતુ સાથે રાજ્યમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. હાલમાં કુલ 59 જેટલી  રેસક્યુવાન સહિત 24*7 આ સેવા સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. જેમાં 12 રેસ્ક્યુવાન સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં કાર્યરત છે.

181 Abhayam સેવાઓ ઉપયોગ કોણ કરી શકે.

  • કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ કોઇપણ કન્યા, મહિલા કે યુવતી 181 Abhayam હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે.
  • મહિલાને મદદરૂપ બનનાર કોઈપણ વ્યક્તિ પણ આ સેવાનો ઉપયોગ કરી શકે છે.
  • હિંસાનો ભોગ બનેલી મહિલા કોઈપણ સમયે 181 Abhayam Mahila Helpline નો ઉપયોગ કરી શકે છે.

મહિલાઓને 181 Abhayam Information In Gujarati માં કઈ બાબતે માર્ગદર્શન/માહિતી આપવામાં આવે છે?

  • મહિલા સાથે થતી હિંસા (શારિરીક, જાતિય, માનસિક, આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતિય સતામણી)
  • લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોમાં વિખવાદ.
  • જાતીય સતામણી, બાળ જન્મને લગતી બાબતો અને છેડતી.
  • મહિલાઓ માટે કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી આપવામાં આવે છે.
  • સાયબર ક્રાઈમ (ટેલીફોન ચેટીંગ, ઈન્ટરનેટ, SMS )
  • સરકારી કાર્યક્રમો, યોજનાઓ અને મહિલા સહાયક માળખાઓની જાણકારી આપવામાં આવે છે.

181 Abhayam Information In Gujarati Image

Mahila Helpline Number 181 મહિલાઓને અપાતી સેવાઓ.

મહિલા હેલ્પલાઇન નંબર  181 Abhayam Information In Gujarati માં નીચે મુજબની છે.

કોઇપણ પ્રકારની મુશ્કેલીના સંજોગોમાં મુકાયેલી Mahila Helpline Number પર ફોન કરી પોતાની તકલીફનો ઉકેલ લાવવા બાબતે મદદ મેળવી શકે છે. તેમજ 181 અભયમ રેસ્કયુ વાન દ્વારા તાત્કાલિક બચાવ, મદદ અને સહાયની  સેવાઓ આપવામાં આવે છે. જેની વિગતે માહિતી નીચે મુજબની છે.

મહિલાઓને મદદ:-

  • તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુ વાન સાથે કાઉન્સિલર જઇ ને મહિલાઓને તાત્કાલિક મદદ પુરી પાડવામાં આવે છે.
  • ઘણી મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ માર્ગદર્શન માટે 181 હેલ્પ લાઇનની મદદથી તેમની સમસ્યાઓનું સમાધાન કરેલ છે.
  • જરૂર જણાય તે માટે તેને સલામત સ્થળે લઈ જવા આ હેલ્પલાઈન દ્વારા રેસ્ક્યુવાનની મદદ મેળવી શકે છે

મહિલાઓને સલાહ:-

  • મહિલાઓને તેમની સમસ્યા સંદર્ભે તાલીમબદ્ધ કાઉન્સેલરો દ્વારા ટૂંકા અને લાંબા ગાળાનું કાઉન્સેલીંગ કરવામા આવે છે.
  • મહિલાઓની સમસ્યાના સંદર્ભે સ્થાનિક સ્તરે જાહેર કરેલ સંસ્થાઓ દ્વારા તેમજ વિશેષ સંજોગોમાં નિષ્ણાતો દ્વારા લાંબા ગાળાનું કાઉન્સેલીંગ કરવામાં આવે છે.

મહિલાઓને માર્ગદર્શનઃ-

  • કોઈ પણ મહિલા હેલ્પલાઈન ઉપર ફોન કરીને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી માળખાઓની સેવાઓ જેવી કે મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર , મફત કાનૂની સહાય , કુટુંબ સલાહ કેન્દ્ર , સ્વૈચ્છિક સંસ્થાઓ , રક્ષણ અધિકારી અને ગુજરાત રાજ્ય મહિલા આયોગની સેવાઓની માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે
  • 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલા સાથે થતી કોઈ પણ પ્રકારની હિંસા, લગ્ન જીવન તથા અન્ય સંબંધોના વિખવાદો, જાતીય સતામણી, છેડતી અને બાળજન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઈઓને પ્રાથમિક માહિતી, સાયબર ગુનાઓ જેમકે ટેલીફોનિક ટોકિંગ, ચેટિંગ, એમ.એમ.એસ, અને ઇન્ટરનેટ સંબંધિત બાબતોની મદદ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

મહિલાઓનું રક્ષણઃ-

  • કોઈપણ મુશ્કેલ પરિસ્થિમાં મુકાયેલ મહિલાએ એક ફોન કોલ પર તાત્કાલીક ધોરણે રક્ષણ પુરું પાડવામાં આવે છે.
  • ઘટનાના સંજોગો અનુસાર મહિલાને સમાલત સ્થળે મોકલી આપવા તથા તેને તમામ કાનૂની સહાય પુરી પાડવામાં આવે છે.
  • જે વ્યક્તિ કે અન્યો દ્વારા મહિલા પર હિંસા આચરવામાં આવી છે તેની સામે કાનૂની પગલાં લેવામાં આવે છે.

Abhayam Team  કઈ રીતે મદદ કરે છે?

કોઈપણ મહિલાનો 181 Mahila Helpline Gujarat પર કોલ આવ્યેથી, મહિલા પોલીસ સાથેનો સ્ટાફ રેસ્ક્યુ વાન સાથે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જાય છે. જેમાં ઘટના પરના સંજોગોને આધારે મહિલાઓને બચાવ, કાઉન્સેલર દ્વારા માર્ગદર્શન, સામાન્ય ઝગડાના કેસમાં સમાધાનના પ્રયાસો કરવામાં આવે છે.

સોશિયલ મિડીયાની હેરાનગતીમાં Abhayam Helpline ની મદદ.

જો કોઈ વ્યકિત મહિલા કે યુવતીને ફેસબુક, વોટ્સઅપ કે અન્ય સોશિયલ મિડિયા દ્વારા હેરાન કરતો હોય, તેમજ મહિલા કે યુવતીના અંગત પળોના ફોટા કે વિડીયોનો સોસીયલ મીડિયામાં દુરુપયોગ કરવાની ધમકી આપ તો હોય અથવા સોસીયલ મીડિયામાં વાઈરલ કરેલ હોય ત્યારે ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન સાયબર ક્રાઈમ સેલ સાથે રહીને આ ફોટા કે વિડીયો કે અન્ય સાહિત્યને ઈન્ટરનેટ પરથી દૂર કરવા માટે  જરૂરી કાર્યવાહી કરવામાં મદદ કરે છે.

Abhayam App વિશે વિગતે જાણો.

181 અભયમ મહિલા હેલ્પલાઇનની મોબાઇલ એપ્લિકેશન એંડરોઈડ પ્લેસ્ટોર તેમજ એપલ એપ સ્ટોર તેમ બંને પ્લેટફોર્મ ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે. 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મોબાઇલ એપ્લિકેશનની શરૂઆત 6 August 2018 રોજ કરવામાં આવેલ હતી. આ મોબાઇલ એપ્લિકેશન ઘણી બધી મહિલાઓ દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલ છે. મહિલા અને યુવતિ પોતાની સલામતી માટે 181 Abhayam Mahila Helpline Number ની  Abhayam  App મોબાઈલ એપ્લીકેશન પોતાના જરૂરિયાતના સમયે તાત્કલિક તેનો ઉપયોગ કરી સ્થળ પર મદદ મેળવી શકે છે.

  • Abhayam App એન્ડ્રોઈડ મોબાઈલમાં ઈન્સ્ટોલ થઈ શકે તેવી એપ્લીકેશન છે.
  • આ એપ્લીકેશનમાં મહિલાના નજીકના પાંચ વ્યકિતઓના સંપર્કની વિગતો લેવામાં આવે છે.
  • Abhayam App માં “પેનિકબટન” છે. જેના દ્વારા મહિલા સમસ્યામાં છે તે અંગે સમજ મળે છે.
  • અભયમ એપ્લીકેશન દ્વારા મહિલા પેનિક બટન દબાવે અથવા મોબાઈલ શેક (હલાવે ) કરે ત્યારે ત્વરિત 181 ના મુખ્ય સેન્ટર અને મહિલા કે યુવતીના પાંચ નજીકના વ્યકિતને જાણ કરવામાં આવ છે કે મહિલા સમસ્યામાં છે.
  • મહિલા કે યુવતી આ એપ્લીકેશન દ્વારા હેરાનગતિ કરનાર વ્યકિતનો ત્વરિત ફોટો પણ લઈ શકે છે. જે 181 Abhayam Team ના મુખ્ય સેન્ટર અપડેટ થઈ જાય છે. જેથી હેરાન ગતિ કરનારની ઓળખ થઈ જાય છે અને સમસ્યાને સમજવામાં સરળતા રહે છે.
  • મહિલા કે યુવતી ફોન ન લગાવે અને મોબઈલ શેક કરે અને વાત ચીત ચાલુ રાખે તો પણ 181 Abhayam Team ને તેનું લોકેશન (ભૌગલીક સ્થળ ) નો ખ્યાલ આવી જાય છે અને તાત્કાલિક નજીકની રેસ્ક્યુવાન મહિલા કે યુવતીની મદદ માટે પહોંચી જાય છે

 Abhayam App

181 Abhayam Mahila Helpline  સાથે અન્ય હેલ્પલાઇનનું સંકલન.

Mahila Helpline Number નું અન્ય હેલ્પલાઈન નંબર સાથે પણ સંકલન કરવામાં આવે છે.જેથી માહિતીની આપ-લે સરળતાથી થઈ શકે.

રાજ્યની અન્ય હેલ્પલાઈન

હેલ્પલાઈન નંબર

પોલીસ  હેલ્પલાઇન

100

ચાઇલ્ડ હેલ્પલાઇન

1098

ઇમરજન્સી એમ્બ્યુલન્સ હેલ્પલાઇન

108

 

Important Link of 181 Abhayam Information In Gujarati

મહિલા અને બાળ વિકાસ વિભાગ

 Click Here

ગૃહ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ

Click Here

GVK-EMRI

Click Here

Home Page

Click Here

Conclusion

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ દ્વારા અમલીકૃત Mahila Helpline Number 181 મહિલાઓની સુરક્ષા, સલામતી અને મદદ માટે હંમેશા તત્તપર રહે છે. દિવસ કે રાત્રીના કાઈપણ સમય મહિલાના એક ફોન કોલ પર શક્ત તમામ મદદ પુરી પાડવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલ દ્વારા આપને 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે વિગતે સમજ આપવામાં આવી છે. મહિલા હેલ્પ લાઈન દ્વારા 181 Abhayam App વિકસાવવામાં આવી છે જે મોબાઈલમાં ડાઉનલોડ કરી રાખવા સુચન છે.

FAQ

(1) 181 Abhayam Mahila Helpline શું છે?

મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ કોઇપણ મહિલાને 24 કલાક તાત્કાલિક મદદ આપતી હેલ્પલાઈન છે.

(2) શું 181 Abhayam માં કોન કરનાર મહિલાની ઓળખ ગૃપ્ત રાખવામાં આવે છે?

હા, મદદ માંગનાર મહિલાની ઓળખ સંપુર્ણ ગૃપ્ત રાખવામાં આવે છે.

(3) 181 Mahila Helpline Gujarat દ્વારા મહિલાએ આશ્રય આપવામાં આવે છે?

હા, મહિલાએ સંજોગો અનુસાર મહિલા સંરક્ષણ ગૃહ, કે જિલ્લાના  સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવે છે.

 

Leave a comment