Digital Gujarat Scholarship 2023-24 | ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Digital Gujarat Scholarship | Digital Gujarat Login | Digital Gujarat Scholarship 2023-24 Last Date | Digital Gujarat Ksp | Digital Gujarat Scholarship Login | Digital Gujarat Portal Scholarship | ડિજિટલ ગુજરાત | Digital Gujarat| ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 છેલ્લી તારીખ | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ | Digital Gujarat Gov In | www gigital gujarat Gov In Scholarship | Digital Gujarat Registration | Digital Gujarat Scholarship Status | Digital Gujarat School Login

જાણવા જેવુ, મિત્રો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર Digital Gujarat Scholarship 2023-24 વર્ષ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.  ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજનાનો લાભ સમાજની દરેક જાતીને મળે છે. જેમાં મુખ્યત્વે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિકસતી જાતિ, સામજિક અને શૈક્ષણિક રીતે પછાત (OBC) જાતિના વિદ્યાર્થીઓને સરકારી અને અનુદાનિત તમામ ઉચ્ચતર માધ્યમિક શાળા/ કોલેજો/ યુનિવર્સિટીઓ/ આઇ.ટી.આઇ./સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ Ph.D સુધીના અભ્યસક્રમમાં શિષ્યવૃત્તિ, હોસ્ટેલ બીલમાં સહાય, ભોજનબીલમાં સહાય, અને અભ્યાસ માટે સાધનો/પુસ્તકો ખરીદવા સહાય કરવામાં આવે છે.

મિત્રો, આ આર્ટિકલમાં વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? Digital Gujarat Registration કેવી રીતે કરવું? અને પોતાની અરજીનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવુ? તે બાબતે વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Digital Gujarat Scholarship 2023-24

Bullet Point of Digital Gujarat Scholarship 2023-24

આર્ટિકલનું નામ Digital Gujarat Scholarship 2023-24
સંબંધિત સરકારી વિભાગ સમાજિક ન્યાય અને અધિકારિત વિભાગ હસ્તકના વિવિધ વિભાગો
યોજનાનો હેતું સમાજના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક શિષ્યવૃત્તિ સહાય.
ક્યા વિદ્યાર્થીને અરજી કરી શકશે. સરકારી અને અનુદાનિત તમામ ઉચ્ચતર માધ્યમિક શાળા/ કોલેજો/ યુનિવર્સિટીઓ/ આઇ.ટી.આઇ./સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
શૈક્ષણિક વર્ષ 2023-24માટે અરજીનો સમયગાળો. તા: 22/09/52023 થી તા:20/12/2023
ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ www.digitalgujarat.gov.in
હેલ્પલાઈન નંબર 18002335500

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24

સમાજિક ન્યાય અને અધિકારિત વિભાગ હસ્તકના વિવિધ વિભાગો જેવા કે નિયામકશ્રી અનુસૂચિન જાતિ, નિયામકશ્રી વિકસતિ જાતિ કલ્યાણ અને  નિયામક સમાજ સુરક્ષા દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય માટે શિષ્યવૃતી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઝડપી સહાય મળે અને વહીવટી પારદર્શિતા માટે સમગ્ર પ્રકિયા ઓનલાઈન કરવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2023-24માટે શાળા/કોલેજ/યુનિવર્સીટી/ITI/સંસ્થા કક્ષાના વિકસતી જાતિ/અનુસૂચિત જાતિ/ સમાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તા: 22/09/52023 થી તા: 20/12/2023 સુધીમાં શિષ્યવૃત્તિ સહાય મેળવવા માટે વેબસાઇટ www digital gujarat Gov In Scholarship પર Online ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે.

Digital Gujarat Scholarship 2023-24 કોને મળશે.

સરકાર દ્વારા નક્કિ કરવામાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ સહાય મળનાર અભ્યાસક્રમોની યાદી નીચે મુજબની છે.

  1. PM-YASASVI Post Matric Scholarship for OBC, EBC and DNT Students
  2. BCK-79 Food Bill Assistance For Medical, Engineering Students (For SEBC)
  3. BCK-80 Instrumental Assistance For Medical, Engineering, Diploma students (For SEBC)
  4. BCK-98 Fellowship scheme for M.Phil, Ph.D students (For SEBC)
  5. Food Bill Assistance For Medical, Engineering  Students (For NTDNT)
  6. Tablet Assistance to SEBC Students
  7. BCK-81C  Scholarship for students studying Indira Gandhi Open University  & Dr. Ambedkar Open University  ( For SEBC)
  8. Private Tuition Coaching Assistance to SEBC Students (For Std:11-12)

ઉપર મુજબના અભ્યાસક્રમ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ વર્ષ 2023-24 માટે Digital Gujarat Portal પર અરજી કરવાની રહેશે.

ડિજિટલ ગુજરાત  | Digital Gujarat Gov In

સરકારી અને અનુદાનિત તમામ ઉચ્ચતર માધ્યમિક શાળા/ કોલેજો/ યુનિવર્સિટીઓ/ આઇ.ટી.આઇ./સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક શિષ્યવૃત્તિ સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત  પોર્ટલ વિકસાવામાં આવ્યુ છે. જેથી દરેક પાત્રતા ધરાવતા વિદ્યાર્થી ઓનલાઈન અરજી કરી સહાય મેળવી શકે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ  ઓનલાઈન અરજી | Digital Gujarat Scholarship Online Application

વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વર્ષ  2023-24 માટે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન ફોર્મ ભરવવાના શરૂ થઈ ગયા છે. આ અર્ટિકલમાં વિદ્યાર્થીઓને Digital Gujarat Scholarship 2023 24  અરજી કરવા માટેની Step by Step માહિતી  નીચે મુજબ આપવામાં આવે છે. જેથી આપ ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકો છે.

Step -1  ડિજિટલ ગુજરાત રજીસ્ટ્રેશન | Digital Gujarat Scholarship 2023-24 Registration

  • સૌ પ્રથમ વિદ્યાર્થીઓ ઓનલાઈન ગુગલ પર www Digital gujarat Gov In Scholarship ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Digital Gujarat Portal ઓપન કરી “Login” ઓપ્શન પર કલીક કરી “Citizen Login / Registration” ઓપ્શનમાં જઇ “New Registration(Citizen) પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
  • નવુ રજીસ્ટ્રેશન E-mail ID, મોબાઇલનું તેમજ પોતે નક્કી કરેલ પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે.
  • જે કાયમી આ પોર્ટલ માટે સાચવી રાખવાના રહેશે. રજીસ્ટ્રેશનની પ્રોસેસ વખતે વિદ્યાર્થીનો મોબાઇલ નંબર અને E-mail ID ફરજીયાત નાંખવાના રહેશે.
Digital Gujarat Scholarship 2023-24 Registration
Image Credit Official Government Website (www.digitalgujarat.gov.in)

નોધ- મોબાઇલ નંબર જ્યાં સુધી સંપૂર્ણ અભ્યાસક્રમની શિષ્યવૃત્તિ સહાય મળી ન જાય ત્યા સુધી ચાલુ સખવા વિનંતી છે.

Step -2 ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ  લોગીન | Digital Gujarat Scholarship Login

  • રજીસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થીએ પોતાના મોબાઇલ નંબર કે Email ID ને પોતાના યુઝરનેમ તરીકે તથા જે પાસવર્ડ બનાવેલ હોય તેનો ઉપયોગ કરી પુનઃ Login કરી પોતાની પ્રોફાઇલ (My Profile) Update કરવાની રહેશે
  • My Profile Update કરેલ વિદ્યાર્થી ઓનલાઇન અરજી કરી શકે છે. જેથી તમામ વિદ્યાર્થીએ નોંધ લેવી.
  • જે વિદ્યાર્થીએ અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઇલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય (જેમ કે અગાઉના વર્ષમાં ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઇન એપ્લાય કરેલ હોય, ટેબલેટ માટે અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિષ્યવૃત્તિ યોજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોય તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં. તેવા વિદ્યાર્થીઓના અગાઉના બનાવેલ  Login ID-Password વડે લોગીન કરી સંબંધિત  યોજનામાં સીધી ઓનલાઈન અરજી કરી શકશે.
  • જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો Password ભુલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ “Forget Password” પર ક્લીક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે. નવો પાસવર્ડ બનાવ્યા પછી પોતાનો મોબાઇલ નંબર User ID તરીકે  રહેશે અને પાસવર્ડ, જે નવો પાસવર્ડ બનાવેલ છે તે રહેશે.
  • જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ખોવાઇ ગયેલ હોય કે કોઇ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જિલ્લાની SC/ST/OBC કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પુરવાર કરી પોતાની પ્રોફાઇલમાં મોબાઇલ નંબર બદલાવી શકે છે.
Digital Gujarat Scholarship 2023-24 Login
Image Credit Official Government Website (www.digitalgujarat.gov.in)

Step -3 Scholarship Services

ડિજિટલ ગુજરાત પોર્ટલમાં લોગીન થયા બાદ તમામ વિદ્યાર્થીઓએ “Services” મેનુમાં જઇ “Scholarship Services” Option પર ક્લીક કરીને જ ઓનલાઇન અરજી કરવાની કામગીરી કરવાની રહેશે, અન્ય કોઇ જગ્યાએથી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનામાં ઓનલાઈન અરજી  કરી શકશે નહિ.

Digital Gujarat Scholarship 2023-24 Scholarship Services
Image Credit Official Government Website (www.digitalgujarat.gov.in)

Step-4  Request a New Services

  • “Scholarship Services” option પર ક્લિક કર્યા બાદ “Select Financial Year” ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ: 2017-18 થી 2022-23 સીલેક્ટ કર્યેથી જો અગાઉના વર્ષોમાં કોઇ શિષ્યવૃત્તિની અરજી ઓનલાઇન કરેલ હશે તો તે અરજી જોઇ શકાશે.
  • ચાલુ વર્ષ: 2023-24  માટે ઓનલાઇન અરજી કરવા માટે “Request a New Services” બટન પર કલીક કરી “Select Financial Year” ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ: 2023-24  જ સીલેક્ટ કરવાનુ રહેશે.
Digital Gujarat Scholarship 2023-24 online
Image Credit Official Government Website (www.digitalgujarat.gov.in)

Step-5  Select Scheme

ત્યારબાદ “Select Financial Year” ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ: 2023-24  સીલેક્ટ કરી (Director Developing Caste Welfare)” હેડિંગના નીચે દર્શાવેલ યોજના પૈકી જે યોજનામાં પાત્રતા ધરાવતા હોય તેના પર ક્લીક કરી ઓનલાઈન એપ્લાય કરવાનુ રહેશે.

Digital Gujarat Scholarship 2023-24 Scheme
Image Credit Official Government Website (www.digitalgujarat.gov.in)

Step-6  Applicant Details

  • વિદ્યાર્થીને લાગુ પડતી યોજના પંસદ કર્યા પછી “Continue to Service”  બટન પર ક્લીક કરવાનું રહેશે.
  • બાદ વિદ્યાર્થીએ માગ્યા મુજબની તમામ વિગતો જેવી કે Registration Detail જેમા વિદ્યાર્થીનું નામ,આધાર કાર્ડની વિગત વેરીફાઈ કરવાની રહેશે તથા હંગામી સરનામું ,કાયમી સરનામાની વિગત ચીવટ પૂર્વક ભરવાની રહેશે. બધી વિગતોની ચકાસણી કરીને Save & Next બટન પર ક્લીક કરવાનું રહેશે.
Digital Gujarat Scholarship 2023-24 Details
Image Credit Official Government Website (www.digitalgujarat.gov.in)

Step-7   Upload Document and Final Submission

  • Attachmentમાં લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ Upload કરવાના રહેશે. (વિદ્યાર્થીઓના અસલ ડોક્યુમેન્ટસ SCAN કરી અપલોડ કરવાના રહેશે).
  • તમામ વિગતોની ચકાસણી અને ડોક્યુમેન્ટ Upload થઇ ગયા બાદ વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને સંપૂર્ણ અરજીપત્રક ભરાઇ ગયા બાદ “Verify Mobile Number” બટન પર ક્લીક કરી પોતાના મોબાઇલ પર OTP મેળવી ઓનલાઇન અરજી “Final Submit” કરવાની રહેશે. જેથી વિદ્યાર્થીની અરજી સંબંધિત શાળા કોલેજ/સંસ્થાના લોગીનમાં ઓનલાઇન સબમીટ થઇ જશે.
  • ઓનલાઇન અરજી થઇ ગયા બાદ ફ્રેશ તથા રીન્યુઅલ વિદ્યાર્થીએ અરજીની પ્રિન્ટ કાઢી જરૂરી સાધનિક પુરાવા અરજી સાથે બિડાણ કરી શાળા/કોલેજ/સંસ્થાને જમા કરવાના રહેશે
Digital Gujarat Scholarship 2023-24 Application
Image Credit Official Government Website (www.digitalgujarat.gov.in)

મિત્રો, આમ ઉપરના સ્ટેપ અનુસરીને આપ સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશો.

રીન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?  | Renewal Students Apply For Digital Gujarat Scholarship

રીન્યુઅલ વિદ્યાર્થીઓએ  Digital Gujarat Scholarship 2023-24 માટે ઓનલાઈન કરવા માટે નીચે સ્ટેપ અનુસરવાના રહેશે.

  • જે વિદ્યાર્થીઓએ ગત વર્ષ 2022-23 ઓનલાઇન અરજી કરેલ હતી અને નિયમોનુસાર શિષ્યવૃત્તિ મેળવેલ હતી તેવા વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની રીન્યુઅલ અરજી ઓટોમેટીક “Renewal” મોડમાં મુકવામાં આવેલ છે.
  • એટલે કે તેવા વિદ્યાર્થીઓએ નવી અરજી કરવાની નથી. “Renewal” બટન પર ક્લિક કરી પોતાની તમામ વિગતો જેવી કે Registration Detall, Bank Detall, Academic Detail Disability Detail વિગેરે ચેક કરી જરૂરી બિડાણો અપલોડ કરી અરજી ઓનલાઇન સેન્ડ કરવાની રહેશે
  • જે વિદ્યાર્થીઓને ગત વર્ષે 2022-23માં શિષ્યવૃત્તિ મળેલ હતી અને તેમની અરજી ચાલુ વર્ષે ઓટોમેટીક “Renewal” મોડમાં જોવા ન મળે તો, તેવા વિદ્યાર્થીઓએ “Request a New Service ” પર ક્લીક કરી “Select Financial Year” ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ: 2023-24 પંસદ કરીને લાગુ પડતી યોજનામાં નવુ ફોર્મ ભરી અરજી કરવાની રહેશે.

Digital Gujarat Scholarship 2023-24 Last Date | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 છેલ્લી તારીખ.

વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વર્ષ 2023-24 માટે Digital Gujarat Scholarship  હેઠળ ઓનલાઈન ફોર્મ તા. 22/09/2023 થી શરૂ થઈ ગયા છે.

ડીજીટલ ગુજરાત પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તા:05/11/2023 હતી, હવે ફરી બાકી રહેલ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી કરી શકે તે માટે છેલ્લી તારીખમાં વધારો કરીને તા.20/12/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.   

જાણવા જેવુઃ-

ડીજીટલ ગુજરાત શિષ્યવૃતિ સ્ટેટ્સ | Digital Gujarat Scholarship Status

વિદ્યાર્થી મિત્રો, અહી નીચે આપેલા સ્ટેપને અનુસરીને આપ Digital Gujarat Scholarship 2023-24 હેઠળ કરેલઓનલાઈન  અરજીનું સ્ટેટ્સ જાણી શકો છે.

  • વિદ્યાર્થીએ સૈા પ્રથમ યુઝર આઈ.ડી અને પાસવર્ડથી Digital Gujarat Gov In પર લોગીન થવાનું રહેશે.
  • ત્યાર બાદ “Services” મેનુમાં જઇ “Scholarship Services” મેનું સિલેકટ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ આપને ડીજીટલ ગુજરાત પોર્ટલ પર કરેલ ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટ્સ જાણી શકો.
Digital Gujarat Scholarship 2023-24 Application Status
Image Credit Official Government Website (www.digitalgujarat.gov.in)

Digital Gujarat Scholarship 2023-24 માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરો.   

Important Link of Digital Gujarat Scholarship 2023-24

ડીજીટલ ગુજરાત પોર્ટલ

 Click Here

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ  લોગીન

Click Here

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ  ઓનલાઈન અરજી

Click Here

ડિજિટલ ગુજરાત   રજીસ્ટ્રેશન

Click Here

હેલ્પલાઈન નંબર

Click Here

Home Page

Click Here

 Conclusion

વિદ્યાર્થી મિત્રો,  ચાલુ શૈક્ષણિક વર્ષ માટે Digital Gujarat Scholarship 2023-24 ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. Digital Gujarat Scholarship 2023-24 Last Date તા. 20/12/2023 છે. આપને છેલ્લી તારીખની રાહ જોયા વગર સત્વરે ઓનલાઈન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. નવા વિદ્યાર્થી તરીકે ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ પોતાની પ્રોફાઈલ બનાવી લેવી જરૂરી છે પછી ઓનલાઈન અરજી કરી શકાશે. મિત્રો, આ આર્ટિકલમાં આપને Digital Gujarat Scholarship Login કરી ઓનલાઈન અરજી કરવા માટે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા રાખુ છુ કે તમને ઘણો ઉપયોગી સાબિત થશે.  ઓનલાઈન અરજી કરતી વખતે વારંવાર લોગ ઓાઉટ કે હોમ પેજ ટેકનીકલ એરરથી આવી જવાશે. જેથી રાત્રીના સમયે કે સવારે ઓનલાઈન અરજી કરવાની સલાહ છે.

FAQ

(1) નવા વિદ્યાર્થીઓને સૌ પ્રથમવાર ઓનલાઈન અરજી કરતા વખતે પોતાની પ્રોફાઈલ બનાવવી પડે?

હા, જે વિદ્યાર્થીઓ સૌ પ્રથમવાર લોગીન કરતા હોય તો  My Profile માં જઈ પોતાનું નામ, ફોટો,  સરનામું, મોબાઈલ નંબર નાંખીને પ્રોફાઈલ અપડેટ કરવાની રહે છે.

(2) Digital Gujarat Ksp  માટે ઓનલાઈન વેબસાઈટ કઈ છે?

Digital Gujarat Gov In પરથી વિદ્યાર્થી મિત્રો Digital Gujarat Scholarship 2023-24 માટે અરજી કરી શકે છે.

(3) શૈક્ષણિક વર્ષ 2023-24  માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો શું છે?

શૈક્ષણિક વર્ષ 2023-24  માટે તા.22/09/2023 થી ઓનલાઈન અરજી શરૂ થાય છે અને Digital Gujarat Scholarship 2023-24 Last Date તા. 20/12/2023 છે.

(4) Digital Gujarat Portal Scholarship હેલ્પલાઈન નંબર જણાવો.

ટોલ ફ્રિ નંબર 18002335500 Digital Gujarat Scholarship 2023-24 માટે  હેલ્પલાઈન નંબર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

(5) Digital Gujarat Login માં વારંવાર લોગ આઉટ થઈ હોમ પેજ પર આવી જવાય તો શું કરવુ?

વેબસાઈટ પર વધુ લોડને કારણે આવી સમસ્યા આવી શકે તે આવા સંજોગોમાં Internet Explorer બ્રાઈઝરનો ઉપયોગ કરી Digital Gujarat Login કરી શકો છો.

Leave a comment