Gujarat Electric Vehicle Subsidy Yojana : મિત્રો, વધતા જતા પેટ્રોલના ભાવ તથા પર્યાવરણ પ્રદુષણને ધ્યાને રાખીને સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આજના આધનિક યુગમાં બેટરી સંચાલિત વાહનોની માંગ તથા જરૂરિયાત છે. જેથી વિદ્યાર્થી વર્ગને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા તથા અન્ય વ્યક્તિઓને ઈલેક્ટ્રિક થ્રી વ્હિલર ખરીદવા માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા વાહન ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. આજના Gujarat Electric Vehicle Subsidy Yojana આર્ટિકલ હેઠળ બેટરી સંચાલિત ટુ વ્હિલર અને થ્રિ વ્હિલરની ખરીદી માટે કોને સબસિડી મળશે, માન્ય વિક્રેતાઓની માહિતી તથા અરજી કેવી રીતે કરવી? તેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of Gujarat Electric Vehicle Subsidy Yojana 2024
યોજનાનું નામ | ઈલેક્ટ્રિક વાહન સબસીડી યોજના 2024 |
સંબંધિત સરકારી કચેરી | ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી |
સહાય કોને મળશે | ઈલેકટ્રિક ટુ વ્હિલર માટે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ.
ઈલેક્ટિક થ્રિ વ્હિલર માટે વ્યક્તિગત કે સંસ્થાકીય અરજદારો |
મળવાપાત્ર સબસીડી | ઈલેકટ્રિક ટુ વ્હિલર માટે ₹ 12,000/- પ્રતિ વાહન સબસિડી
ઈલેક્ટિક થ્રિ વ્હિલર માટે ₹ 48,000/- પ્રતિ વાહન સબસિડી |
અરજી ક્યા કરવી? | ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની કચેરી, ગાંધીનગર ખાતે |
જેડાની ઓફિસિયલ વેબસાઈટ | www.geda.gujarat.gov.in |
હેલ્પલાઈન નંબર | 079-23257251, 53 |
ઈલેક્ટ્રિક વાહન સબસીડી યોજનાનો હેતું
આજના આધુનિક યુગમાં જ્યારે પેટ્રોલ-ડિઝલના ભાવો વધે છે ત્યારે લોકો ઈલેકટ્રોનિક્સ વહીકલ ખરીદવા પ્રેરાય છે. સરકાર દ્વારા પણ Gujarat Electric Vehicle Subsidy Yojana હેઠળ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ વધારવા માટે પ્રદુષણથી બચવા માટે ઈલેક્ટિક વાહનોની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે. જેનાથી ઉર્જા માટે મર્યાદિત એવા પેટ્રોલની બચત કરી શકીશું તથા વાતાવરણમાં વધતા જતા પ્રદુષણની સમસ્યાનો નિકાલ લાવી શકાશે. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા વધુમાં વધુ લોકો દ્વારા બેટરી સંચાલિત વાહનોની ખરીદી થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.
ઈલેક્ટ્રિક વાહન સબસીડી યોજના હેઠળ મળવાપાત્ર સબસિડી.
Gujarat Electric Vehicle Subsidy Yojana હેઠળ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા નીચે મુજબની સબસિડી આપવામાં આવે છે.
- વ્યક્તિગત અરજદારો કે સંસ્થાકીય અરજદારો પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે તે માટે ઈલેક્ટિક થ્રિ વ્હિલર ખરીદવા માટે ₹ 48,000/- પ્રતિ વાહન સબસિડી આપવામાં આવે છે.
- ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા કોલજ જવા માટે ઈલેક્ટ્રિક ટુ વ્હિલર ખરીદવા માટે ₹ 12,000/- સબસિડી આપવામાં આવે છે.
બેટરી સંચાલિત વાહન યોજનાના લાભાર્થીની પાત્રતા.
Gujarat Electric Vehicle Subsidy Yojana હેઠળ ઈલેક્ટિક વાહન માટે સબસિડીને પાત્ર નીચેની કેટેગરી નક્કિ કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓ માટે ટુ વ્હિલર માટેની પાત્રતા.
- ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટુ વ્હિલર ખરીદવા ₹ 12,000/- પ્રતિ વાહન સબસિડી આપવામાં આવે છે.
- જેમાં અરજદાર વિદ્યાર્થી પાસે પોતાનું ડ્રાઈવીંગ લાઈસન્સ હોવું ફરજિયાત છે.
વ્યક્તિગત અરજદાર તરીકેની પાત્રતા.
- વ્યક્તિગત અરજદાર તરીકે ઈલેક્ટિક થ્રિ વ્હિલર ખરીદવા માટે નીચે મુજબના લાભાર્થીઓ પત્રતા ધરાવે છે.
- રિક્ષાચાલક, મહિલા સાહસિક, યુવા સ્ટાર્ટઅપ સાહસિક, શિક્ષિત બેરોજગાર, અનુસૂચિત જાતિ, જનજાતિ તથા ઓ.બી.સી વર્ગના તમામ અર્થિક પછાત વર્ગના લોકો, દિવ્યાંગ, અને બિન અનામત વર્ગના આર્થિક પછાત અરજદારોને ઈલેક્ટિક થ્રિ વ્હિલર ખરીદવા માટે ₹ 48,000/- પ્રતિ વાહન સબસિડી મળવાપાત્ર થશે.
સંસ્થાકીય અરજદાર તરીકેની પાત્રતા.
- સહાકારી મંડળીઓ, યાત્રધામો, બિન નફાકારક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓના અરજદારોને ઈલેક્ટિક થ્રિ વ્હિલર ખરીદવા માટે ₹ 48,000/- પ્રતિ વાહન સબસિડી મળવાપાત્ર થશે.
Gujarat Government Electric Vehicle Subsidy Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ.
Gujarat Electric Vehicle Subsidy Yojana હેઠળ સબસિડી મેળવવા વિદ્યાર્થીઓને અરજીફોર્મ સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- વિદ્યાર્થીનું ઓળખપત્ર.
- આધારકાર્ડની નકલ
- નિયત નમૂનાનું અરજીપત્રક
- ચાલુ વર્ષનું બોનાફાઈડ સર્ટિફિકેટ.
- સ્વયં પ્રમાણિત કરેલ અગાઉના વર્ષની માર્કશીટની નકલ.
- ડ્રાઈવિંગ લાઈસન્સ (હાઈ સ્પીડ વાહન માટે)
- રહેઠાણો પુરાવો (લાઈટબીલ અથવા રેશનકાર્ડની નકલ)
- જાતિનું પ્રમાણપત્ર.
- બેંક ખાતાની વિગત.
નોંધઃ- તમામ પ્રમાણપત્રો અરજીપત્રક સાથે સ્વયં પ્રમાણિક કરીને જોડવાનો રહેશે.
વ્યક્તિગત અરજદાર ઈલેક્ટિક થ્રિ વ્હિલર સબસિડી માટેના ડોક્યુમેન્ટ.
- આધારકાર્ડની નકલ
- નિયત નમૂનાનું અરજીપત્રક
- થ્રિ વ્હિલર ચલાવવા માટે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ.
- જાતિનું પ્રમાણપત્ર.
- રહેઠાણનો પુરાવો
- બેંક ખાતાની વિગત.
સંસ્થાકીય અરજદાર માટે ઈલેક્ટિક થ્રિ વ્હિલર સબસિડી માટેના ડોક્યુમેન્ટ
- સંસ્થાની નોંધણીના પ્રમાણપત્રની નકલ.
- સંસ્થાના લાઈટબીલ/પ્રોપર્ટી ટેક્ષની નકલ.
- નિયત નમૂનાનું અરજીપત્રક
- થ્રિ વ્હિલર વાહન ખરીદવા તથા વપરાશ કરવા માટે મંજૂરીનો ઠરાવ.
વધુ જાણોઃ-
ખેડૂતોને વાહન ખરીદવા ₹ 75,000/- ની સબસીડી
ટેકટર ખરીદવા કુલ ખર્ચના 40% અથવા ₹ 45,000/- સબસિડી.
ઈલેક્ટ્રિક વાહન સબસીડી યોજના હેઠળ અરજી ક્યાં કરવી? | How To Apply For Electric Vehicle Subsidy In Gujarat
- આ યોજના હેઠળ સબસિડી માટે અરજીપત્રક સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને અધિકૃત કરેલ ઉત્પાદકોના ડીલર્સ અથવા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની કચેરી ગાંધીનગર ખાતે સબસિડી માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે.
- ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા Gujarat Electric Vehicle Subsidy Yojana ની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વાહનની ખરીદી કર્યા પછી તેઓના બેંક ખાતામાં સહાય જમાં કરવામાં આવશે.
- અરજી કર્યા બાદ Gujarat Electric Vehicle Subsidy Status Check કરવા માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની કચેરી ગાંધીનગર ખાતે સંપર્ક કરવાનો રહેશે.
ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા)નું સરનામું
Gujarat Electric Vehicle Subsidy Yojana હેઠળ સહાયની વધુ વિગતો જાણવા આપ નીચના સરનામે સંપર્ક કરી શકો છો.
ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી,
ચોથો મળા, બ્લોક નં. 11-12 , ઉદ્યોગ ભવન, સેક્ટર-11
ગાંધીનગર
ફોન નં. 079-23257251, 53
Gujarat Electric Vehicle Subsidy 2023 માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા માન્યતા પ્રાપ્ત થ્રિ વ્હિલર ડીલરોની યાદીઃ-
ક્રમ | માન્યતા પ્રાપ્ત ડીલર |
1 |
વર્ડ વિજાર્ડ ઈનોવેશન એનડ મોબિલિટી લિમિટેડ , વડોદરા |
2 |
ક્રાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ, પુણે |
3 |
મહન્દ્રા ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ, બેંગલોર |
4 |
અતુલ ઓટો લિમિટેડ, રાજકોટ |
5 |
દિલ્લી ઈલેક્ટ્રિક ઓટો પ્રાઈવેટ લિમિટેડ, હરિયાણા |
6 |
ઓક્યુલસ ઓટો ઈન્ડસ્ટ્રીઝ એલએલપી, હિંમતનગર |
7 |
ઈબઝ મોબિલિટી એલએલપી, અમદાવાદ |
સોર્સઃ- ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ઓફિસિયલ જાહેરાત
જાણવા જેવુંં:-
ઈલેક્ટ્રિક ટુ વ્હિલર ખરીદવા ગો ગ્રિન યોજના હેઠળ ₹ 30,000/- સુધીની સબસિડી
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના રજિસ્ટ્રેશન
Important Links of Gujarat Electric Vehicle Subsidy Yojana
ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ઓફિસિયલ વેબસાઈટ | |
ઈલેકટ્રિક ટુ વ્હિલર માટે અરજીપત્રક |
Click Here |
ઈલેક્ટિક થ્રિ વ્હિલર માટે અરજીપત્રક |
Click Here |
ઈલેકટ્રિક ટુ વ્હિલર ભાવ પત્રક |
Click Here |
ઈલેક્ટિક થ્રિ વ્હિલર ભાવ પત્રક |
Click Here |
Home Page |
Conclusion
સરકાર દ્વારા પેટ્રોલ બચાવવા અને પર્યાવરણનું જતન કરવા માટે બેટરી સંચાલિત ટુ વ્હિલર, થ્રિ વ્હિલર વાહન ખરીદવા માટે સબસિડી આપીને પ્રોત્સાહન પુરું પાડવામાં આવે છે. જેમાં ઈલેકટ્રિક ટુ વ્હિલર માટે ₹ 12,000/- તથા ઈલેક્ટિક થ્રિ વ્હિલર માટે ₹ 48,000/- સબસિડી આપવામાં આવે છે. રોજગાર વાંછુ અરજદાર ઈલેક્ટિક થ્રિ વ્હિલર ખરીદીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે. મિત્રો, Gujarat Electric Vehicle Subsidy Yojana આર્ટકલ હેઠળ આપને ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે અપાતી સબસિડી માટે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને સબસિડી બાબતે કોઈ સમસ્યા હોય તો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની કચેરી, ગાંધીનગર ખાતે સંપર્ક કરવા સુચન છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
પ્રશ્નઃ (1) ઈલેક્ટ્રિક વાહન સબસીડી યોજના માટે અરજી ક્યાં કરવાની રહે છે?
જવાબ- Gujarat Electric Vehicle Subsidy Yojana હેઠળ અરજીપત્રક સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને અધિકૃત કરેલ ઉત્પાદકોના ડીલર્સ અથવા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની કચેરી ગાંધીનગર ખાતે સબસિડી માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે.
પ્રશ્નઃ (2) Gujarat Electric Vehicle Subsidy Yojana હેઠળ ઈલેક્ટ્રિક વાહનની ખરીદી ક્યાંથી કરવાની રહેશે.?
જવાબ- ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓ પાસેથી ઈલેક્ટ્રિક વાહનની ખરીદી કરવાની રહેશે.
પ્રશ્નઃ (3) વિદ્યાર્થીઓને ઈલેકટ્રિક ટુ વ્હિલર ખરીદવા કેટલી સબસિડી મળશે?
જવાબ- ઈલેકટ્રિક ટુ વ્હિલર ખરીદવા માટે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ₹ 12,000/- સબસિડી મળે છે.
પ્રશ્નઃ (4) ત્રણ પૈડાવાળી ઈલેક્ટરિક રિક્ષા ખરીદવા કેટલી સબસિડી મળે છે?
જવાબ- ઈલેક્ટિક થ્રિ વ્હિલર ખરીદવા માટે ₹ 48,000/-ની સબસિડી આપવામાં આવે છે.