Shramik Annapurna Yojana | અન્નપૂર્ણા યોજના ફોર્મ Pdf | Shramik Annapurna Yojana Details | માં અન્નપૂર્ણા યોજના ફોર્મ Pdf | Annapurna Yojana Gujarat Form | Annapurna Yojana | Annapurna Yojana Gujarat | અન્નપૂર્ણા યોજના અરજી ફોર્મ | Shramik Annapurna Yojana Details | અન્નપૂર્ણા યોજના | Maa Annapurna Yojana
Shramik Annapurna Yojana Gujarat : બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ કામદારોના કલ્યાણ માટે ગુજરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. બાંધકામ સંબંધિત કામદારોને ખુબ શારિરીક શ્રમને લગતુ કામ હોવાથી, શ્રમિકને પોષકતત્વો યુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં શ્રમિક કામદારને એક સમયનું પૌષ્ટિક ભોજન ફકત નજીવી કિંમતે આપવામાં આવે છે. મિત્રો, આજના Shramik Annapurna Yojana Gujarat હેઠળ શ્રમિકને એક સમયના ભોજનમાં શું આપવામાં આવે છે? અને આ યોજનાનો લાભ લેવા માટે નોંધણી ક્યાં કરાવવી? વગેરે જેવી વિગતો જાણીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of Shramik Annapurna Yojana Gujarat
યોજનાનું નામ | શ્રમિક અન્નપૂર્ણા યોજના |
લાભાર્થીની પાત્રતા | બાંધકામક્ષેત્રે નોંધણી થયેલ કોઈપણ કામદાર |
મળવાપાત્ર લાભ | ફક્ત ₹ 5 એક ટાઈમનું પૌષ્ટિક ભોજન. |
ભોજન ક્યાં મળશે? | શહેરના જાણીતા કડીયા નાકે |
ઓફીસિયલ વેબસાઈટ | https://glwb.gujarat.gov.in/ |
શ્રમિક અન્નપૂર્ણા યોજના વિશે જાણો. | Shramik Annapurna Yojana Details
શ્રમયોગીને ખુબ જ નજીવી કિંમતે ભોજન આપતી શ્રમિક અન્નપુર્ણા યોજનાનો પ્રારંભ 2017 થી કરવામાં આવેલ. ત્યાર બાદ કોવિડ મહામારીને કારણે આ યોજના હંગામી ધોરણો અમલીકરણ બંધ કરીને, ફરી સરકાર દ્વારા 08/10/2022 ના રોજથી અમલ શરૂ કરવામાં આવ્યો. Shramik Annapurna Yojana Gujarat હેઠળ શ્રમિક કામદારને બપોરનું પૌષ્ટિક ભોજન ફક્ત ₹ 5માં આપવામાં આવે છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ કોને મળશે. | Shramik Annapurna Yojana 2024
- જે કામદારની શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી થયેલ છે તથા ઈ નિર્માણ કાર્ડ આપવામાં આવેલ છે. તે શ્રમયોગીને સરળતાથી આ યોજનાનો લાભ મેળવી શકશે.
- ગુજરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ કોઈપણ શ્રમિક કામદારને મળશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના એક સમયના ભોજન ક્યાંથી મળશે.
જ્યાં બાંધકામના શ્રમિકો એવી જગ્યાએ વધુ ભેગા થતા હોય તેવા શહેરના જાણીતા કડીયા નાકેથી એક ટાઈમનું ભોજન મળી રહેશે. તથા જે સાઈટ પર વધુ શ્રમિકો કામ કરતા હોય તો પણ તે સ્થળે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. તે માટે શ્રમિકે ઈ નિર્માણ કાર્ડ ઓળખપત્ર બતાવવાનું રહેશે. જો કાર્ડ ન કઢાવેલ હોય તો બુથ પર હંગામી નોંધણી કરીને ભોજન મેળવી શકાશે.
વધુ જાણોઃ-
ઈનિર્માણ કાર્ડ કઢાવવાની પ્રોસેસ જાણો.
કામદારને ઈલેક્ટિક બાઈક માટે ₹ 30,000/- સુધીની સબસિડી.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ મળનાર ભોજનનો લાભ
અન્નપુર્ણા યોજના હેઠળ ફક્ત ₹ 5માં બપોરે એક ટાઈમનું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. જેમાં કઠોળનું શાક, બટાકાનું મિક્ષ શાક, દાળ, ભાત, ગોળ, દર ગુરૂવારે ખીચડી-કઢી તથા અઠવાડીયામાં એકવાર સુખડી કે શીરો આપવામાં આવે છે. ભોજનની સબસીડી સરકાર દ્વાર નિયત થયેલ એજન્સીને ચુકવવામાં આવે છે અને એજન્સી દ્વારા શ્રમિકોને કડીયા નાકે ગરમ ભોજન પુરું પાડવામાં આવે છે.
અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં આ યોજના હેઠળ બાંધકામ સાઈટ પર સીધી ભોજનની ડીલીવરીની સુવિધા ઉભી કરવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શ્રમિકને બાંધકામ સાઈટ પર સીધી ભોજન ડીલીવરી આપવાની યોજના છે.
અન્નપૂર્ણા યોજના ફોર્મ Pdf | Annapurna Yojana pdf Gujarati Form
Shramik Annapurna Yojana Gujara હેઠળ લાભ લેવા માટે કોઈ અરજી ફોર્મ નિયત કરવામાં આવેલ નથી. પરંતુ શ્રમયોગીની બાંધકામ બોર્ડમાં નોંધણી થવી જરૂરી છે. નોંધણી થયેથી કામદારને શ્રમ યોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ નિર્માણ કાર્ડ ઓળખપત્ર આપવામાં આવશે. ઈ નિર્માણ કાર્ડ ઓળખપત્ર કઢાવવા માટે આપ નીચેની લીંક પરથી અરજીપત્રક pdf માં ડાઉનલોડ કરી શકાશે. આપ આપના જિલ્લાની શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે સંપર્ક કરીને પણ ઈ નિર્માણ કાર્ડ કે ઈ શ્રમ કાર્ડ સરળતાથી કઢાવી શકો.
જાણવા જેવું:-
બધી જ યોજનાઓનો લાભ એક જ સ્થળે સન્માન પોર્ટલ.
Important Links of Shramik Annapurna Yojana Gujarat
ઓફિસિયલ વેબસાઈટ | |
શ્રમિક અન્નપૂર્ણા ભોજન માટે ઓળખપત્ર કઢાવવા ફોર્મની pdf | |
Home Page |
Conclusion
સરકાર દ્વારા શ્રમિક કામદારોને ₹ 5 માં એક ટાઈમનું પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ કામદારને શહેરના જાણીતા કડીયા નાકે ગરમ ભોજન આપવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલમાં શ્રમિકને Shramik Annapurna Yojana Gujarat હેઠળ ભોજન કેવી રીતે મેળવી શકે? અને ભોજન મેળવવા શું કરવું? તેની વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજના માટે કોઈ પણ સમસ્યા હોય તો આપને આપના જિલ્લાના શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
પ્રશ્ન:(1) Shramik Annapurna Yojana Gujarat કેટલી કિંમતમાં ભોજન આપવામાં આવે છે?
જવાબ-આ યોજના હેઠળ પહેલા ₹ 10 માં યોજન આપવામાં આવતું હતું, હવેથી ભાવ ઘટાડીને ₹ 5 માં ભોજન આપવામાં આવે છે.
પ્રશ્ન: (2) શ્રમિક અન્નપૂર્ણા યોજના કોના દ્વારા અમલમાં મુકવામાં આવી છે?
જવાબ- Shramik Annapurna Yojana Gujarat યોજનાનો અમલ ગુજરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે.
પ્રશ્ન:(3) આ યોજનાનો લાભ લેવા ઓળખપત્ર માટે નોંધણી ક્યાં કરવી?
જવાબ-Shramik Annapurna Yojana Gujarat હેઠળ લાભ લેવા શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે અરજી કરીને નોંધણી કરી શકાય છે.