કોરોનામાં અનાથ થયેલ દીકરીને ₹ 2 લાખ લગ્ન સહાય યોજના | Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Marriage Sahay 2 Lakh Yojana Gujarat | Mukhyamantri Bal Seva Labharthi Dikri Lagna Sahay | 2 Lakh Marriage Sahay  | PMPY Labharthi Dikri Lagna Sahay Yojana | MBSY Labharthi Dikri Lagna Sahay Yojana | પાલક માતા પિતા યોજના લાભાર્થી દીકરી લગ્ન સહાય યોજના | મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાભાર્થી દીકરી લગ્ન સહાય યોજના

જાણવા જેવું: મિત્રો, સરકાર દ્વારા માતા-પિતા વગરના અનાથ બાળકોના પરિવારોને  આર્થિક મદદ માટે પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મુકેલ છે.  તેમાં વધુ એક સહાયની જાહેરાત કરતા કોરોના વખતે અનાથ થયેલ દીકરીના પરિવાર તથા માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીના લગ્ન સમયે  ₹ 2,00,000/-ની સહાય આપવામાં આવશે. ગુજરાત સરકારની Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay સૈાથી મોટી લગ્ન સહાય યોજના છે જેમાં કન્યાને લગ્ન માટે ₹ 2,00,000/- સહાય અપાશે. મિત્રો, આ આર્ટિકલમાં આપણે હાલ જ અમલી બનેલી આ યોજનામાં લાભાર્થીની પાત્રતા, અરજી ક્યાં કરવાની? આ યોજનાના નિયમો અને શરતો વિશે વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay

Contents hide

Bullet Point of Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay

આર્ટિકલનું નામ કોરોનામાં અનાથ થયેલ દીકરીને લગ્ન સમયે 2 લાખની સહાય યોજના.
યોજનાનો ઉદ્દેશ કન્યાના લગ્ન સમયે આર્થિક સહાય કરવાનો.
યોજનાનો લાભ કોને મળશે. (૧) પાલક માતા પિતા યોજના લાભાર્થી દીકરીને તથા

(૨) મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાભાર્થી દીકરીને આ યોજનાનો લાભ મળશે.

સંબંધિત સરકારી પ્રભાગ સમાજ સુરક્ષા પ્રભાગ
અરજી ક્યાં કરવી. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે.
ઓફિસિયલ વેબસાઈટ sje.gujarat.gov.in

કન્યાના લગ્ન સમયે 2 લાખની સહાય નવી યોજના વિશે જાણો.

માતા કે પિતાની છત્રછાયા વગર અનાથ બાળકોનું જીવન ઘણું  મુશ્કેલીમય હોય છે. સરકાર દ્વારા આવા બાળકોના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો અમલ કરી રહી છે. આ દિશામાં રાજ્યના નાગરિકોના વધુ લાભ મળે તે માટે વર્ષ 2023 થી ગુજરાત સરકાર દ્વારા એક તદ્દત નવી યોજના અમલમાં મુકવામાં આવી છે . જેમાં  કોરોના વખતે અનાથ  થયેલ દીકરીના લગ્ન સમયે આર્થિક રીતે સહાય રૂપ બનવા વર્ષ 2023-24 ના બજેટમાં નવી યોજના તરીકે ₹ 2000 લાખ મંજૂર કરેલ છે. જેના કારણે દર વર્ષે લાખો કન્યાઓના લગ્ન સમયે આર્થિક મદદ મળી રહેશે.

PMPY Labharthi Dikri Lagna Sahay Yojana  નો ઉદ્દેશ.

નિયામકશ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કન્યાના લગ્ન સમયે ₹ 2,00,000/- સહાય આપવાની નવી યોજના ચાલુ નાણાકીય વર્ષ 01/04/2023થી સમગ્ર ગુજરાત રાજ્યમાં  અમલમાં મુકેલી છે.

 • આ યોજના પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાનો લાભ લઈ રહેલા પરિવારોની કન્યાને લગ્ન સમયે ₹ 2,00,000/- ની આર્થિક મદદ કરવામાં આવે છે.
 • અનાથ દીકરીનો પરિવાર લગ્ન સમયે દેવાના બોજ હેઠળ કે વ્યાજના વિષચક્રમાં ના ફસાય અને દીકરીના લગ્ન ધુમધામથી કરાવે તે માટે પરિવારને મદદરૂપ બનવાનો Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના શું છે.

મિત્રો, જે પરિવારના સભ્યો પાલક માતા પિતા યોજના અથવા  મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ લાભ મેળવે છે. તેવા કોરોનામાં અનાથ થયેલ પરિવારની કન્યાને લગ્ન સમયે Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay યોજનાનો લાભ મળવાપાત્ર થશે. જેથી અહી પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની ટુંકી વિગત રજુ કરી છે.

Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay gr

પાલક માતા પિતા યોજના

પાલક માતા પિતા યોજના સમાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ કાર્યરત સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા અમલીકૃત છે. આ યોજનામાં જે અનાથ બાળકના માતા-પિતા હયાત અવસાન પામ્યા તેવા 0 થી 18 વર્ષના તમામ બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને દર મહિને ₹ 3,000/- ની સહાય આપવામાં આવે છે. પાલક માતા પિતા યોજનામાં બાળકને 18 વર્ષની ઉંમર સુધી યોજનાના નિયમોનુસાર અભ્યાસ તથા ભરણપોષણનો ખર્ચ આપવામાં આવે છે.

વધુ જાણો:-

મુખ્ય મંત્રી બાળ સેવા યોજના

મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ કોરોના કે અન્ય કારણોથી જે બાળકના માતા કે પિતા પૈકી કોઈપણ એકનું અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં બાળક દીઠ દર મહિને ₹ 2,000/- ની સહાય બાળકની 18 વર્ષની ઉંમર સુધી આપવામાં આવે છે. જેમાં નિયમોનુસારના ધારા ધોરણો પુર્ણ થયા બાદ લાભાર્થીના પરિવારને સહાય આપવામાં આવે છે.

કન્યાના લગ્ન સમયે 2 લાખની સહાય લાભાર્થીની પાત્રતા.

સમાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay યોજનાના લાભ માટે નીચે મુજબની લાભાર્થીની પાત્રતા નક્કિ કરવામાં આવી છે.

 • પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી પૈકી તા. 01/04/2023 કે ત્યાર બાદ લગ્ન કરનાર કન્યાને જ આ યોજનાનો લાભ મળશે.
 • લાભાર્થી દીકરી પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવાનો લાભ મેળવતા હોવા જોઈએ

કન્યાના લગ્ન સમયે 2 લાખની સહાય માટેના ડોક્યુમેન્ટ.

Palak Mata Pita Dikri Marriage Sahay યોજના હેઠળ કન્યાના લગ્ન સમયે 2 લાખની સહાયની મેળવવા  માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે..

 • કન્યાનું આધાર કાર્ડ
 • કન્યા જેની સાથે લગ્ન કરવાની છે તે યુવકના જન્મ તારીખનો પુરાવો.
 • કન્યાના જન્મ તારીખનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર, સ્કુલ લિવિંગ શર્ટિફિકેટ (C) પૈકી કોઈપણ એક)
 • કન્યાના બેંક ખાતાની વિગત (રદ્દ કરેલ ચેક અથવા બેંક ખાતા નંબરવાળી પ્રથમ પાનાની નકલ)
 • રહેઠાણનો પુરાવો.
 • લગ્ન નોંધણી પ્રમાણપત્ર.

કન્યાના લગ્ન સમયે 2 લાખની સહાય અરજી ક્યાં કરવી.

Marriage Sahay 2 Lakh Yojana Gujarat  તા.01/04/2023થી અમલમાં મુકવામાં આવી છે. જેથી હાલ આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા હાલ શરૂ થયેલ નથી. પરંતું લાભાર્થીને સમયમર્યાદામાં અરજી કરવાની હોય પોતાના જિલ્લાના નજીકની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ District Child Protection Unit  (D.C.P.C) ખાતે ઓફલાઈન અરજી કરી શકાશે. મળેલ અરજી તથા સંબંધિત ડોક્યુમેન્ટની ચકાસણી કરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નિયમોનુસાર અરજી મંજૂર કરશે. અરજી મંજૂર થયા બાદ કન્યાના બેંક ખાતામાં સસ

જાણવા જેવુંઃ-

કન્યાના લગ્ન સમયે 2 લાખની સહાય નિયમો અને શરતો.

 • કન્યાના બાળ લગ્ન થયેલ ના હોવા જોઈએ એટલે કન્યાની લગ્ન 18 વર્ષની વય બાદ થયેલ હોવા જોઈએ.
 • આ યોજના હેઠળ લાભાર્થીએ લગ્ન થયા તારીખથી 2 વર્ષની અંદર અરજી કરી લેવાની રહેશે.
 • Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay યોજનાનો લાભ એક જ વાર મળવાપાત્ર થશે.
 • સરકાર દ્વારા યોજનાને સુચારું અમલીકરણ માટે વખતોવખતના સુધારા લાભાર્થીને બંધન કર્તા રહેશે.
 • નિયમોનુસારની સહાય મંજૂર થયેથી લાભાર્થીના બેંક ખાતામાં સીધી DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરવામાં આવશે.

Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay યોજનાના સંપર્ક નંબર

 • આ યોજનાનું અમલીકરણ નિયામકશ્રી સમાજસુરક્ષા, ગાંધીનગર, બ્લોક નં. 16, ડો.જીવરાજ મહેતા ભવન ની કચેરી દ્વારા કરવામાં આવે છે.
 • જિલ્લા કક્ષાએ આ યોજનાની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સરક્ષા અધિકારી કે જિલ્લા બાળ સુરક્ષા એકમ District Child Protection Unit (D.C.P.U) ખાતે સંપર્ક કરવાનો રહેશે.

Important Link of Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay

નિયામકશ્રી સમાજ સુરક્ષાની વેબસાઈટ

Click Here

સંપર્ક નંબરોની વિગતો.

Click Here

યોજનાનો ઓફિશિયલ ઠરાવ ડાઉનલોડ કરવા

Click Here

પાલક માતા પિતા યોજના વિશે જાણો.

Click Here

Home Page

Click Here

conclusion

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તાજેતરમાં જ તા. 01/04/2023 થી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમા; કોરોના વખતે અનાથ થયેલ દીકરીને લગ્ન માટે ₹ 2,00,000/- ની સહાય આપવામાં આવે છે.  આ  યોજનાનું ઓફિસિયલ અરજીપત્રક અમલમાં આવ્યુ નથી. અરજીપત્રક તથા ઓનલાઈન  અરજી કરવાની પદ્ધતિ  જ્યારે કાર્યરત થશે ત્યારે આપને તરત જાણકારી આપવામાં આવશે.હાલના સંજોગોમાં Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay હેઠળ સહાય મેળવવા માટે આપ ઓફલાઈન અરજી સાથે ડોક્યુમેન્ટ એટેચ કરીને જિલ્લા સમાજ સરક્ષા અધિકારી કે જિલ્લા બાળ સુરક્ષા એકમ District Child Protection Unit  (D.C.P.U) ખાતે અરજી કરી શકો છો.

FAQ વારંવાર પુુુુુછાતા પ્રશ્નો. 

પ્રશ્ન (1) દીકરીના લગ્ન સમયે 2 લાખની સહાય યોજનાનો અમલ ક્યારે થયો.

જવાબ- તા. 01/04/2023 ના રોજથી કન્યાના લગ્ન સમયે 2 લાખની સહાય યોજનાનો અમલ થયો છે.

પ્રશ્ન (2) આ યોજના હેઠળ અરજી ક્યાં કરવાની રહેશે?

જવાબ- Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay યોજના હેઠળ આપના જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે અરજી કરવાની રહેશે.

પ્રશ્ન (3) Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay યોજના હેઠળ લાભ કોને મળશે.

જવાબ- પાલક માતા પિતા યોજના અથવા  મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતા લાભાર્થીને આ યોજનાનો લાભ મળશે.

પ્રશ્ન (4) આ યોજના હેઠળ લગ્ન થયા બાદ કેટલા સમયમાં અરજી કરવાની રહેશે?

જવાબ- Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay  યોજના હેઠળ સહાય મેળવવા કન્યાના લગ્ન બાદ 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.

પ્રશ્ન (5) Palak Mata Pita Labharthi Dikri Lagna Sahay યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકાય છે?

જવાબ- આ યોજનાનો અમલ તાજેતરમાં થયેલ હોવાથી હાલ ઓનલાઈન અરજી કરી શકાતી નથી. ઓનલાઈન અરજી પ્રક્રિયા અમલમાં આવ્યેથી જણાવામાં આવશે.

Leave a comment