Sanman Portal Gujarat | સન્માન પોર્ટલ તમામ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sanman Portal Gujarat : મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈને તેઓને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે  શ્રમ, કૈશલ્ય  અને રોજગાર વિભાગ દ્વારા Sanman Portal Gujarat બનાવવામાં આવેલ છે. કામદારો અને સંગઠીત તથા અસંગઠીતક્ષેેેેેત્રે કામ કરતા શ્રમયોગીઓના  સર્વાંગી સુખાકારી માટે વિવિધ સમુદાયોની કલ્યાણકારી યોજનાઓના અમલ માટે સન્માન પોર્ટલ ઓનલાઈન પ્લેટફોર્મ પુરું પાડે છે. સન્માન પોર્ટલ ગુજરાતમાં યોજનાઓ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?, સન્માન પોર્ટલ ગુજરાત પર કઈ કઈ યોજનાઓ કાર્યરત છે? વગેરે જેવી માહિતી આ  આર્ટિકલમાં આપણે મેળવીશું. જેથી આ આર્ટિકલ અંત સુધી વાંચવા વિનંતી. તો ચાલો કંઈક નવું જાણીએ.

Sanman Portal Gujarat

Contents hide

Bullet Point of Sanman Portal Gujarat

યોજનાનું નામ

Sanman Portal Gujarat

સરકારી વિભાગ

શ્રમ, કૈશલ્ય  અને રોજગાર વિભાગ

લાભાર્થી સમુદાય

ગરીબ તથા મધ્યમવર્ગીપ પરિવારના લોકો, કારખાના કામ કરતા, બાંધકામક્ષેેેેેત્રે કાર્યરત કામદારો વગેરે

અરજદારની ઉંમર મર્યાદા

18 થી 60 વર્ષ

Sanman Portal નો હેતું

શ્રમયોગી તથા કામદારોને કલ્યાણકારી યોજનાઓના લાભ માટે.

Official Website

glwb.gujarat.gov.in

Sanman Portal Online Application

sanman.gujarat.gov.in

Sanman Portal Gujarat નો ઉદ્દેશ.

ગુજરાતના શ્રમયોગીઓ અને કામદારોના સર્વાંગી વિકાસ માટે ઓનલાઈન અરજી કરી, યોજનાઓના વિવિધ લાભો મેળવે તે માટે  Sanman Portal બનાવવામાં આવ્યુ છે. ગુજરાતના મુખ્મંત્રીશ્રી દ્વારા તા.08/10/2022 ના રોજ Sanman Portal Gujarat નો સુભારંભ કરવામાં આવેલ છે. જે મારફતે કામદારો અને કારીગર વર્ગ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો સહેલાઈથી લાભ લઈ શકશે. ગુજરાત અધિનિયમ 1961 ની કલમ 47 થી ગુજરાત સરકાર દ્વારા લેબર વેલફેર બોર્ડની સ્થાપના કરેલ છે. સન્માન પોર્ટલ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત છે. જેના મારફતે શ્રમયોગીઓ અને કામદારોની વિવિધ યોજનાઓનો અમલ થાય છે.

e Sanman Portal ના લાભો.

કામદારો તથા શ્રમયોગીઓને તમામ યોજનાઓના લાભ એક જ જગ્યાએથી મળી રહે તે માટે ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા Gujarat Sanman Portal બનાવવામાં આવ્યુ છે. જેના લાભો નીચે મુજબ છે.

  • શ્રમિકો અને કામદારોના ઉત્કર્ષ માટે માનવ પ્રવૃતીઓનો વિકાસ કરવો.
  • મહિલાઓને સિલાઈ કામ તથા ભરતકામની તાલીમ આપવી.
  • મહિલા શ્રમયોગીને ડેલેવરી વખતે આર્થિક સહાય આપવી.
  • શ્રમ યોગીઓ અને તેઓના આશ્રિતોનું જીવનધોરણના વિકાસ માટે કલ્યાણકારી યોજનાઓની અમલવારી.
  • મકાન બાંધકામ માટે આર્થિક મદદ કરવી.
  • કામદારોના બાળકોના ઉચ્ચ  શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ આર્થિક સહાય કરવી.
  • બેરોજગાર યુવકોને સ્વ રોજગાર માટે ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટની તાલીમ.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિશે જાણો.

ગુજરાત અધિનિયમ 1961 ની કલમ 47 થી ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી કલ્યાણ બોર્ડની સ્થાપના કરેલ છે. જેમાં શ્રમયોગીઓ તથા કામદારો માટે વ્યવસાયલક્ષી તાલીમ  અને આરોગ્યલક્ષી પ્રવૃતીઓ તથા  સ્વરોજગારલક્ષી તાલીમ, મહિલાઓ માટે ભરત-ગુંથળ અને સિવણની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.

નોંધઃ-  યોજનાઓનો લાભ લેવા અરજદારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવી ફરજિયાત છે.

સન્માન પોર્ટલ ગુજરાત પર કાર્યરત વિભાગો.

Sanman Portal Gujarat હેઠળ બે વિભાગોની યોજનાઓ કાર્યરત છે.

  1. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
  2. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ

Gujarat Sanman Portal

Sanman Portal Gujarat હેઠળ કાર્યરત યોજનાઓ માહિતી.

ગુજરાત સન્માન પોર્ટલ હેઠળ શ્રમયોગી કલ્યાણને લગતી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કલ્યાણ બોર્ડની યોજનાઓ અને  ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓ કાર્યરત છે. જેમાં શ્રમયોગી પોતાને લગતી યોજનાઓને સરળતાથી માહિતી મેળવી શકે છે. અને ઓનલાઈન અરજી પણ કરી શકે છે. જેની તમામ વિગતો નીચે મુજબ છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓ.

તબિબિ સહાય યોજના.

શ્રમયોગી કે કામદારને તબિબિ સહાય યોજના હેઠળ મફત ડોક્ટરી તપાસ તથા દવાઓ પુુુરી પાડવામાં આવે છે.

પ્રસુતિ સહાય યોજના

શ્રમયોગી મહિલાને કે શ્રમ યોગી પુરૂષની પત્નીને ડીલેવરી માટે  કુલ ₹37,500/- ની સહાય કરવામાં આવે છે.

વિશિષ્ટ કોચિંગ સહાય યોજના

શ્રમયોગીના બાળકને આગળ પરિક્ષાની તૈયારી માટે  આર્થિક સહાય કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી જીવનજ્યોત બીમા યોજના.

₹2,00,000/- નું વિમા કરચ પુુુરુ પાડવામાં આવે છે.

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોંડ યોજના

શ્રમયોગીને દીકરી જન્મ વધામણા પ્રસંગે દીકરીને નામે  ₹25,000/- ના ભાગ્યલક્ષ્મી બોંંડ ખરીદવામાં આવે છે. જે તેના શિક્ષણ માટે સહાયરૂપ બનશે.

નાનાજી દેશમુખ આવાસ માટેની યોજના

નાનાજી દેશમુુખ આવાસ યોજના હેઠળ શ્રમયોગીને પોતાનું પાકું મકાન બનાવવા માટે ₹1,60,000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.

શ્રમયોગીને ઈલક્ટ્રિક ટુ વ્હિલર ખરીદવા સહાય.

બાંધકામ ક્ષેેેેેત્રે કામ કરતા શ્રમિકને ગો ગ્રીન યોજના યોજના હેઠળ ઈલેક્ટ્રિ્ક ટુ વ્હિલર ખરીદવા માટેે શો રૂપ કિંમતના 50%  અથવા  ₹30,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

શ્રમયોગીઓને વ્યવસાયિક રોગો માટેની સહાય.

કામદારને પોતાના વ્યવસાયને કારણે કોઈ રોગના ભોગ બને તો  ₹3,000,000/- ની સહાય. જો 90%  થી ઓછી આશક્તતા આવે તો દર મહિને ₹15,000/- ની સહાય અને જો 90%  થી વધારે  આશક્તતા આવે તો દર મહિને ₹3,000/- ની સહાય આપવામાં આવે છે.

અંત્યેષ્ઠી સહાય યોજના

અંંત્યેષ્ઠી યોજના હેઠળ કામદારના આકસ્મિક અવસાન થતા પરિવાર પર આવેલ આફતના સમયે ₹5,000/- ની આર્થિક  સહાય કરવામાં આવે છે.

ધનવંતરી આરોગ્ય રથ.

ધનવંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમયોગી તથા કામદારોનેે  મફત અરોગ્ય તપાસ તથા વિના મુુુુુલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

કામદારો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના

શ્રમયોગીના કામના સ્થળે આકસ્મિક મૃત્યુ થાય ત્યારે પરિવારના વારસદારને  ₹3,000,000/- આર્થિક સહાય આપવામાં આવે છે. તથા કામદારના કાયમી આશક્તાના કિસ્સામાં પણ ₹3,000,000/- આર્થિક સહાય આપવામાં આવે છે.

શિક્ષણ સહાય યોજના | Sanman Portal Scholarship

બાળકના શિક્ષણ માટે ધોરણ -10 થી ધોરણ -12 સુધીમાં આર્થિક સહાય કરવામાં આવે છે.

શ્રમયોગી યોગી માનધન પેેેેન્શન યોજના. 

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ 18 થી 40 વર્ષના કામદારને શ્રમયોગી તરીકે નોંધણી થયેથી 60 વર્ષની ઉંમર પછી આજીવન ₹ 3000/- દર મહિને પેન્શન આપવામાં આવશે.

Gujarat Labour Welfare Fund Scheme | ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફતે અમલીકૃત યોજનાઓ.

મિત્રો, આ બધી કામદારો માટે કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે Sanman Portal Gujarat હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ જાણો.

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2024 ભારત સરકારની યોજનાઓનો લાભ મેળવો.

ઈ નિર્માણ કાર્ડ ના ફાયદા 

Sanman Portal For Online Application | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

મિત્રો, નીચે આપેલ Step by Step ની માહિતી દ્વારા આપ જાતે Sanman Portal Gujarat પર ઓનલાઈન  અરજી કરી, યોજનાના લાભ મેળવી શકો છો. ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા  અરજી કરવાની સંપુુુુર્ણ માહિતી નીચે મુજબ છે.

Step-1 Website Visit

  • સૌ પ્રથમ, અરજદારે ગુગલ પર sanman gujarat gov in સર્ચ કરવાનું રહેશે.
  • જેથી નીચે ઈમેજમાં દર્શાવેલ પેજ ઓપન થશે.
  • જેમાં અરજદારે નીચેના સ્ટેપ અને સરવાના રહેશે.
Sanman Portal Gujarat home
Image Credit Government Website https://sanman.gujarat.gov.in/

Step-2 Registration જાતે નોંધણી કરો.

  • જેમાં અરજદારે પહેલી વખત લોગીન કરે ત્યારે આધારકાર્ડ નંબર નાંખી અને યુઝરનો પ્રકાર સિલેકટ કરવાનો રહેશે.
  • ત્યાર બાદ માંગેલ વિગતો ભરીને આપ રજીસ્ટ્રેશન કરી શકશો.
  • જેથી આપને રજીસ્ટ્રેશન નંબર મળશે જે નોંધી લેવાનો રહેશે.

Step-3 Sanman Portal Login

  • રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજદારે મળેલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાંખી Captcha Code ટાઈપ કરવાનો રહેશે.
  • ત્યાર બાદ લોગીન કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step-4 Sanman Portal Online Application

  • લોગીન થયા બાદ આપને આગળના પેજમાં અરજીફોર્મ ખુલશે.
  • જેમાં બધી વિગતો ભરવાની રહેશે. વિગતો ભરીને આગળ સેવ કરવાનું રહેશે.
Sanman Portal Gujarat Application
Image Credit Government Website https://sanman.gujarat.gov.in/

Step- 5 Submission

  • અરજદારે ઓનલાઈન અરજીમાં બધી વિગતો ભર્યા બાદ, ડોક્યુમેન્ટની વિગતો ભર્યા બાદ બધી વિગતોની ચકાસણી કરીને અરજી Submit કરવાની રહેશે.
  • ત્યાર બાદ આપને આપની અરજી અન્વયે Application Number મળશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Sanman Portal Gujarat Application Status.

અરજદારે મળેલ અરજી નંબર અને અરજી ફોર્મ દર્શાવેલ જન્મ તારીખ નાંખીને પોતાની અરજીના સ્ટેટ્સની ચકાસણી કરી શકે છે. આપ સીધી જ નીચે દર્શાવેલ લીંકની મદદની અરજીના સ્ટે્ટસની ચકાસણી કરી શકો છો.

અરજીનું સ્ટેટ્સ ચકાસવા અહીં ક્લિક કરો.

Helpline Number

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડઃ-

ઓફિસનું સરનામું –શ્રમયોગી કલ્યાણ  ભવન, પાણીની ટાંકી સામે, ‘જી’ કોલોની, સુખરામનગર

અમદાવાદ- 380021

ફોન નં. 079-22773304,  079-22773305, 079-22773306

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડઃ-

સરનામુઃ- શ્રમભવન કંપાઉન્ડ, ગનહાઉસની બાજુમાં, રુસ્તમકામા રોડ, ખાનપુર,

અમદાવાદ- 380021

ફોન નં. 079- 25502271

Important Link of Sanman Portal Gujarat

Official Website

 Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અરજીનું સ્ટેટ્સ ચકાસવા માટે.

Click Here

Helpline Number

Click Here

અમારા Whatsapp Group માં જોડાવા.

Click Here

Home Page

Click Here

Conclusion

શ્રમ, કૈશલ્ય  અને રોજગાર વિભાગની યોજનાઓનો લાભ જન સમુદાય સુધી પહોંચે તે માટે Sanman Portal  બનાવામાં આવ્યુ છે. આ લેખમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? અને તેનું સ્ટે્ટસ કેવી રીતે ચકાસવુ? વગેરે જેવી વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. છતાં Sanman Portal Gujarat માં અરજી બાબતે આપને કોઈ સમસ્યા જણાય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે. અમારા  દ્વારા આપની સમસ્યાના સમાધાન માટે માર્ગદર્શન અપાશે.

FAQ પ્રશ્નોતરી.

પ્રશ્ન. (1) Sanman Portal Gujarat પર ઓનલાઈન અરજી કોણ કરી શકે છે.?

જવાબ- Sanman Portal Gujarat પર શ્રમયોગીઓ તથા કારીગરો અને બાંધકામક્ષેેેેેત્રના સંગઠીત લોકો ઓનલાઈન  અરજી કરી યોજનાઓનો લાભ લઈ શકે છે.

પ્રશ્ન. (2) અરજદારની ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી ફરજિયાત છે.

જવાબ- હા, અરજદારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલીકૃત યોજનાઓનો લાભ લેવા નોંધણી કરાવવી જરૂરી છે.

પ્રશ્ન (3) જિલ્લા કક્ષાએ યોજનાઓનો લાભ લેવા કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

જવાબ- જિલ્લા કક્ષાએ શ્રમ અને રોજગારની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

પ્રશ્ન. (4) Sanman Portal  કયા સરકારી વિભાગ દ્વારા અમલીકૃત છે?

જવાબ- શ્રમ, કૈશલ્ય  અને રોજગાર વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.

પ્રશ્ન (5) શું બાંધકામ શ્રમિકને રજીસ્ટ્રેશન માટે ઈ-નિર્માણ કાર્ડ જરૂરી છે.

હા, બાંધકામ શ્રમિકને સનમાન પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે ઈ-નિર્માણ કાર્ડ કઢાવેલ હોવું જોઈએ.

2 thoughts on “Sanman Portal Gujarat | સન્માન પોર્ટલ તમામ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરો.”

Leave a comment