પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના | PM Surya Ghar Yojana Online Apply Gujarat

PM Surya Ghar Yojana Online Apply Gujarat : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ગરીબ અને મધ્મવર્ગના પરીવારોને મફત વીજળી મળી રહે તે  માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના લોન્ચ કરી છે. ભારતના દરેક પરિવારને સોલર શક્તિથી મફત વીજળી મળી રહે તે માટે 1 કરોડ જેટલા ઘરો પર સબસિડીવાળી સોલર પેનલ લગાવવાનું આયોજન છે. PM Surya Ghar Yojana Online Apply Gujarat માટે પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. પીએમ સૂર્ય ઘર યોજનામાં નોંધણી કરીને આપનાને લાગુ પડતી વીજ વિતરણ કંપની મારફતે સબસિડી સાથે સોલાર પેનલ લગાવી શકશો. મિત્રો, આજના આર્ટિકલમાં ઘર પર સોલાર પેનલ લગાવવા માટે કેટલી સબસિડી મળશે? તથા ઓનલાઈન અરજી પ્રક્રિયા વિશે સંપુર્ણ માહિતી મેળવીશું.

Contents hide

PM Surya Ghar Yojana Online Apply Gujarat

Bullet Point of PM Surya Ghar Yojana Online Apply Gujarat

યોજનાનું નામ પીએમ સૂર્ય ઘર યોજના
યોજનાનો હેતું ભારતના 1 કરોડ જેટલા પરીવારોના ઘર પર સબસિડીવાળી સોલાર પેનલ લગાવવાનો ઉદ્દેશ.
પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ 300 યુનિટ સુધી મફત વીજળી આપાશે.
મળનાર સબસિડી સોલાર પેનલ લગાવવા માટે 60% સુધીની સબસિડી
અરજી પ્રક્રિયા https://pmsuryaghar.gov.in/પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સંપર્ક નંબર આપના વિસ્તારની સંબંધિત વીજકંપની

પીએમ સૂર્ય ઘર યોજના વિશે જાણો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ યોજના હેઠળ સૂર્યશક્તિનો મહત્તમ ઉપયોગ કરીને દેશવાસીઓને મફત વીજળી મળી રહે તે  માટે આશરે 1 કરોડ જેટલા પરીવારોના ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવશે. નાગરિકોને સીધો લાભ થાય તે માટે  સોલાર પેનલ લગાવવા કુલ ખર્ચના 60% જેટલી સબસિડી આપવમાં આવશે. એટલે કે 2 થી 3 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવનો અંદાજિત ખર્ચ ₹ 1,45,000/- થાય તો  સરકાર દ્વારા ₹ 78,000/- ની સબસિડી આપવામાં આવશે. જેનાથી કુટુંબના વીજબીલની બચત થશે અને વધારાની વીજળી વીજકંપનીને વેચીને વધારાની આવક પણ મેળવી શકશે. આગળ PM Surya Ghar Yojana Online Apply Gujarat માટે અરજી પ્રક્રિયા તથા કિલોવોટ વાઈઝ સબસિડીની રકમ વિશે જાણીશું.

પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મળનાર લાભ.

PM Surya Ghar Yojana હેઠળ લાભાર્થીઓને નીચે મુજબના લાભો મળવાપાત્ર થશે.

  • પરીવાર દીઠ 300 યુનિટ મફત વીજળી આપવાનું આયોજન.
  • મફત વીજળી સાથે વીજબીલમાં બચત થતાં વાર્ષિક અંદાજિત ₹ 15000/- ની બચત થશે.
  • અંદાજિત 5 વર્ષ સુધીનો મેન્ટેનન્સ ખર્ચ સોલાર પેનલ લગાવનાર કંપની ભોગવશે.
  • સોલાર પેનલ ક્ષેત્રે સંકળાયેલ લોકોમાં રોજગારીની તકો વધશે.

PM Surya Ghar Yojana Online Apply Gujarat માટે લાભાર્થીની પાત્રતા.

નીચે મુજબની પાત્રતા ધરાવતી વ્યક્તિ  PM Surya Ghar Yojana Online Apply Gujarat હેઠળ લાભ મેળવી શકશે.

  • અરજદાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના નાગરીકો અરજી કરી શકશે.
  • અરજદારના ઘર પર સોલાર પેનલ લગાવાની હોય તો પાકું મકાન હોવું જરૂરી છે.
  • અરજદારના પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ.
  • ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારોને આ યોજના હેઠળ લાભ મેળવવા પ્રાથમિકતા આપવામાં આવશે.

પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

PM Surya Ghar Yojana Online Apply Gujarat માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.

  • અરજદારનું આધારકાર્ડ
  • સરનામાના પુરાવા તરીકે રેશનકાર્ડ
  • લાઈનબીલની નકલ
  • આવકનો દાખલો
  • બેંક ખાતાની નકલ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

વધુ જાણો:- 

પ્રધાનમંત્રી સુર્યોદય યોજના 2024 વિશે જાણો.

ખેડૂતને મળશે મફત વીજળી સૂર્યશક્તિ કિસાન યોજના 2024

પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મળનાર સબસિડી. | PM Surya Ghar Yojana Subsidy Calculator

આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના નાગરિકોને મફત વીજળી મળી રહે તે માટે અરજદારના ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવશે. આપને કેટલા કિલોવોટ કેપીસીટીની સોલાર પેનલ નાંખાવવાની જરૂર પડશે? તેનો આધાર આપના વીજ વપરાશ પર રહેલો છે. અને કેટલા કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ લગાવવાથી કેટલી સબસિડી મળશે તેની પણ માહિતી નીચેના કોષ્ટક દ્વારા મેળવીશું.

ક્રમ પરીવારનો મહિનાનો વીજ વપરાશ (યુનીટમાં) સોલર રૂફટોપ પ્લાન્ટની કેપેસીટી (કિલોવોટ) મળનાર સબસિડી.
1 0-150 યુનિટ 1 થી 2 Kw ₹ 30,000/- થી ₹ 60,000/-
2 150-300 યુનિટ 2 થી 3 Kw ₹ 60,000/- થી ₹ 78,000/-
3 300 યુનિટથી વધુ 3 Kwથી વધુ ₹ 78,000/-
  • આમ જો અરજદાર એક કિલોવોટની ક્ષમતાવાળા સોલાર પેનલો લગાવે છે. તો તેને ₹ 30,000/- જેટલી સબસિડી મળવાપાત્ર થાય.
  • બે કિલોવોટની ક્ષમતાવાળા સોલાર પેનલો લગાવે છે. તો તેને ₹ 60,000/- જેટલી સબસિડી મળવાપાત્ર થાય.
  • ત્રણ કિલોવોટ કે તેથી વધુની ક્ષમતાવાળા સોલાર પેનલો લગાવે છે. તો તેને ₹ 78,000/- જેટલી સબસિડી મળવાપાત્ર થાય.

ઉપર મુજબ મળવાપાત્ર સબસિડીને ધ્યાને લઈને છત પરની જગ્યાને અનુરૂપ PM Surya Ghar Yojana Online Apply Gujarat હેઠળ ઓનલાઈન અરજી પ્રોસેસ કરવાની રહેશે.

Pm Surya Ghar Yojana Online Registration | પીએમ સૂર્ય ઘર યોજનાઓનલાઈન અરજી

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજદારે National Portal For Rooftop Solar પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આપ અહિં દર્શાવેલ સ્ટેપથી જાતે જ ઓનલાઈન અરજી કરી શકશો.

Step-1 National Portal for rooftop solar Portal Login

  • અરજદારે સૌ પ્રથમ ગુગલ પર gov.in ટાઈપ કરીને ઓફિસિયલ પીએમ સુર્ય ઘર યોજનાના પોર્ટલ પર લોગીન થવાનું રહેશે.
  • જેની નીચે દર્શાવેલ ઈમેજ મુજબ PM Surya Ghar Yojana Online Apply Gujarat માટેની ઓફિસિલય વેબસાઈટ ખુલશે.
  • હવે બાદવેબસાઈટના હોમ મેનું પર આવેલ  ‘‘Apply For Rooftop Solar’’  બટન પર ક્લિક કરવાનું રહેશે.
PM Surya Ghar Yojana Online Apply
Image Credit Government Official website (www.pmsuryaghar.gov.in)

Step-2 Pm Surya Ghar Yojana Online Registration

  • ત્યાર બાદ આગળના પેજમાં PM Surya Ghar Yojana Online Apply Gujarat Registration Form ખુલશે.
  • જેમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ ‘‘Registration for Login’’ માં નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે.
  • State માં ગુજરાત પસંદ કરવાનું રહેશે.
  • District માં આપનું ઘર જે જિલ્લામાં હોય તે જિલ્લો પસંદ કરવાનો રહેશે.
  • Electricity Distribution Company / Utilityમાં આપને લાગુ પડતી વીજ વીતરણ કંપની UGVCL કે Torrent Powar Limited પસંદ કરવાનું રહેશે. અને પછી લાઈટબીલમાં દર્શાવેલ ગ્રાહક નંબર નાંખીને NEXT બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આગળ મોબાઈલ નંબર નાંખીને, Sent OTP for SMS પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી મોબાઈલમાં આવેલ OTP નાંખીને કેપ્ચાકોડ નાંખવાનો રહેશે.
  • અને છેલ્લે ‘‘Submit’’ બટન પર ક્લિક કરવાથી આપના મોબાઈલ પર રજીસ્ટ્રેશન નંબર મોકલવામાં આવશે.
PM Surya Ghar Yojana Online Apply Gujarat
Image Credit Government Official website (www.pmsuryaghar.gov.in)

Step-3 Pm Surya Ghar Yojana Login

  • હવે આગળ ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ પર આવેલા ‘‘Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાથી ઓનલાઈન અરજી ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ચકાસણી કરીને, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પુરી કરવાની રહેશે.
  • ત્યારબાદ આપને લાગુ પડતી વીજ વીતરણ કંપની મારફતે સોલાર પેનલ લગાવવામાં આવશે, સોલાર પેનલ લગાવવા તમામ કામ પુરું થયા પછી લાભાર્થીના ખાતામાં સબસિડીની રકમ જમા કરવામાં આવશે.

જાણવા જેવું:- 

પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા નથી થયો તો e-KYC અહિંથી કરો

પશુપાલન માટે ₹ 1,00,000/- ની લોન અહિંથી અરજી કરો.

Important Links of PM Surya Ghar Yojana Online Apply Gujarat

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

ગુજરાતના માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓની યાદી માટે

Click Here

Conclusion

મિત્રો, વીજળી એ દરેક પરીવારની અગત્યની જરૂરીયાત છે. સૈર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળીના ઉત્પાદનમાં સ્વનિર્ભર બનવા માટે અને દરેક ઘરમાં મફત વીજળી પુરી પાડવા માટે સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના 2024 અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીના ઘર પર સોલાર પેનલ લગાવવા માટે ₹ 78,000/- સુધીની સબસિડી આપવામાં આવશે. PM Surya Ghar Yojana Online Apply Gujarat હેઠળ રજીસ્ટ્રેશન તથા ઓનલાઈન અરજી માટે વિગતે માહિતી આપવામાં આવી છે. જે આપને ચોક્કસ ઉપયોગી સાબિત થશે.

FAQ

(1) PM Surya Ghar Yojana Online Apply Gujarat હેઠળ 2 કિલોવોટના સોલાર પેનલ લગાવવા માટે કેટલી સબસિડી મળશે?

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 2 કિલોવોટના સોલાર પેનલ લગાવવા માટે ₹ 60,000/- સુધીની સબસિડી મળશે.

(2) PM surya ghar yojana official website કઈ છે?

પીએમ સુર્યઘર યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ www.pmsuryaghar.gov.in છે.

(3) શું ઘરના છત પર આ યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટ બેંકમાંથી લોન મળી શકશે?

હા, પીએમ સુર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે બેંકમાંથી લોન મળી શકશે.

Leave a comment