પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા નથી થયો તો e-KYC અહિંથી કરો | PM Kisan Samman Nidhi Kyc In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Kisan 16Th Installment Not Received | PM Kisan Yojana E Kyc | PM Kisan Samman Nidhi Kyc | PM Kisan Installment Not Received

PM Kisan Samman Nidhi Kyc In Gujarati : પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ તાજેતરમાં 16મો હપ્તો લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યો છે. જેમાં 8 કરોડ જેટલા ભારતીય ખેડૂતોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્ફર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ તા.28/02/2024 ના રોજ પીએમ કિસાન યોજના 16મા હપ્તાની રકમ લાભાર્થીઓના ખાતામાં નાંખવામાં આવી છે. તેમાંથી ઘણા લાભાર્થીઓને પંદરમા હપ્તાની રકમ મળી નથી. તેવા ખેડૂત મિત્રોને આગળ સમયસર પૈૈસા મળતા રહે તે માટે e-KYC કરાવવું જરૂરી છે.  આજના PM Kisan Samman Nidhi Kyc In Gujarati આર્ટિકલમાં જે લાભાર્થીઓને સહાયની રકમ મળી નથી અથવા આગળ રેગ્યુલર સહાય ચાલુ રહે તે માટે, લાભાર્થીઓને આગળ શું પ્રોસેસ કરવી? તેની વિગતવાર માહિતી આ આર્ટિકલમાં જાણીશું.PM Kisan Samman Nidhi Kyc In Gujarati

Bullet Point of PM Kisan Samman Nidhi Kyc In Gujarati

આર્ટિકલનો વિષય પીએમ કિસાન યોજના KYC પ્રોસેસ
કે.વાય.સી પ્રોસેસ કેવી રીતે કરવી ઓનલાઈન
પીએમ કિસાન યોજના  KYC ક્યાંથી કરવી? ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અથવા

નજીકના CSC સેન્ટર ખાતેથી

પીએમ કિસાન યોજના KYC પ્રોસેસના લાભ લાભાર્થીની હયાતીની ખાતરી કરી રેગ્યુલર સહાય જમા કરવા.
ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/
હેલ્પલાઈન નંબર 155261

011 24300606

PM Kisan Samman Nidhi Kyc In Gujarati | પીએમ કિસાન યોજના KYC પ્રોસેસની જરૂરિયાત.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં તા.28/02/2024 ના રોજ પીએમ કિસાન યોજના હેઠળ સમાવેશ થયેલા લાભાર્થીઓના ખાતામાં ₹ 2,000/- નો હપ્તો જમા કરવામાં આવ્યો છે. તેમાંથી ઘણા લાભાર્થીઓને હપ્તાની રકમ જમા થઇ નથી. જે લાભાર્થીઓને ₹ 2,000/- નો હપ્તો જમા થયો નથી. તેવા લાભાર્થીઓને પોતાની હયાતીની ખરાઈ કરાવવી પડશે. તે માટે KYC ( Know Your Beneficiary) પ્રોસેસ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે. જો આપને હપ્તાની રકમ જમા ના થઈ હોય અથવા તો રેગ્યુુુલર પૈૈૈસા મળતા રહે તે માટે, નીચેની પ્રોસેસથી e-KYC કરાવી, હયાતીની ખરાઈ કરાવી લેવી જોઈએ.

હયાતીની ખાતરી કેવી રીતે કરવ? | How to e KYC  In PM Kisan Yojana?

પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીની હયાતીની ખાતરી ઓનલાઈન માધ્યમથી કરવાની હોય છે. જેની બે સરળ રીત છે.

 1. ઓફિસિલય https://pmkisan.gov.in/ દ્વારા આધારકાર્ડ નંબર મારફતે KYC કરી શકાય છે.
 2. આપના વિસ્તારના નજીકના CSC સેન્ટર ખાતેથી પણ પીએમ કિસાન યોજના KYC પ્રોસેસ કરી શકાય છે.

PM Kisan 17th installment Kyc Process | 17 મા હપ્તા માટે હયાતીની ખાતરી 

16 મા હપ્તા બાદ ઘણા ખેડૂત ભાઈઓને ખાતામાં મળતા પૈૈૈસા બંધ થઈ ગયા છે. પ્રધાનમંંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ લાભાર્થીઓને રેગ્યુલર ખાતમાં પૈૈૈસા મળતા રહે તે માટે હયાતીની ખાતરી ઓનલાઈન કરાવવી જરૂરી છે. જે ખેડૂત લાભાર્થીની હયાતીની ખાતરી થયેલ હશે તેવા લાભાર્થીઓને આગળ 17 હપ્તો બેંકમાં જમા કરાવવામાં આવશે.

PM Kisan Samman Nidhi Kyc In Gujarati Online | પીએમ કિસાન યોજના KYC પ્રોસેસ

મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ સહાય જમા ના થવાના કિસ્સામાં લાભાર્થીની હયાતીની ખરાઈ ના થઈ હોય તે મુખ્ય કારણ છે.  આ અર્ટિકલ PM Kisan Samman Nidhi Kyc In Gujarati  માં દર્શાવેલ માહિતીથી તથા  નીચે દર્શાવેલ સ્ટેપથી આપ જાતે જ મોબાઈલ દ્વારા ઓનલાઈન e-KYC પ્રોસેસ કરી શકો છો.

Step-1 pm kisan gov in Login

 • લાભાર્થીએ સૌ પ્રથમ ઓનલાઈન ગુગલ પર pm kisan gov in લખીને પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
 • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ હોમ પેેજ પર આવેલા  “e-KYC “ લખેલ બોક્સમાં ક્લિક કરવાનું રહેશે.
PM Kisan Samman Nidhi Kyc Process in Gujarati Online
Image Credit Government Official Website ( https://pmkisan.gov.in/)

Step-2 e-Kyc Process

 • ત્યાર બાદ આગળ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું “OTP Based e KYC”  લખેલ પેજ ખુલશે.
 • દર્શાવેલ બોક્સમાં લાભાર્થીએ પોતાનો આધાર કાર્ડ નંબર નાંખી ‘’Search’’ પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ મોબાઈલ OTP ની પ્રોસેસ કરવાની રહેશે.
PM Kisan Samman Nidhi Kyc Process in Gujarati Details
Image Credit Government Official Website ( https://pmkisan.gov.in/)

Step-3 Mobail OTP Verification

 • પછીના સ્ટેપમાં લાભાર્થીના આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર OTP આવશે.
 • લાભાર્થીએ આવેલ OTP નાંખવાનો રહેશે. જેથી આપને ઓનલાઈન e-KYC Success થઈ ગયુ હોવાનો મેસેજ બતાવશે.
 • જે લાભાર્થીઓને પહેલાથી જ હયાતીની ખરાઈ બાબતે KYC ની પ્રોસેસ કરી દીધી છે. તેઓ માટે EKYC is Already Done! નો મેસેજ બતાવશે. જેને આગળની પ્રોસેસ કરવાની જરૂર નથી.

આપ ઉપરના પ્રોસેસ દ્વારા આપ સરળતાથી પોતાના હયાતીની ખાતરી  PM Kisan Samman Nidhi Kyc In Gujarati માં જાણકારી  મારફતે સરળતાથી કરી શકો છો.

CSC સેન્ટર ખાતેથી પીએમ કિસાન યોજના KYC પ્રોસેસ

 • જે લાભાર્થીઓ પાસે પોતાનો સ્માર્ટ ફોન નથી, તેવા લાભાર્થીઓ પોતાના ગામમાં ઈ ગ્રામ સેન્ટર ખાતે આધાર કાર્ડની નકલ સાથે રૂબરૂ જઈને પીએમ કિસાન યોજના KYC પ્રોસેસ કરી શકે છે.
 • શહેરી વિસ્તારના લાભાર્થીઓ આપના વિસ્તારના નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) ખાતેથી આધારનંબરની વિગતો સાથે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ કરાવી શકે છે.

વધુ જાણો:- 

ખેેેેેેડૂતને પાવર થ્રેસર સહાય યોજના હેઠળ 2.50 લાખ સુધીની સહાય

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરુ કરીને રોજગારી મેળવો. 

PM Kisan Samman Nidhi Helpline Number

જે લાભાર્થીઓને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય જમા થતી નથી. તેવા લાભાર્થીઓ નીચે દર્શાવેલ ઓફિસિયલ ટોલ ફ્રિ નંબર પર સીધી ફરિયાદ કરી શકે છે.

(1) 155261

(2) 011 24300606

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ફરિયાદ નિવારણ સમિતિ.

મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીને સહાયની રકમ જમા થતી ના હોય તો, તેની સીધી ફરિયાદ તાલુકા લેવલે તથા જિલ્લા કક્ષાએ ઉચ્ચ અધિકારીશ્રીની અધ્યક્ષમાં ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવેલ હોય છે. આપને ત્યાં રૂબરૂ સંપર્ક કરી આપને પડતી તકલીફની સમિતિને ફરિયાદ કરી શકાય છે.

જાણવા જેવું:- 

PM Kisan ખેડૂત સહાય યોજના માટે નવા લાભાર્થીની રજીસ્ટ્રેશન પ્રોસેસ જાણો.

પીએમ કિસાન યોજના સ્ટેટસ ચેક કરો.

Important Links of PM Kisan Samman Nidhi Kyc In Gujarati

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

પીએમ કિસાન યોજના KYC પ્રોસેસ માટે

Click Here

લાભાર્થીના સ્ટેટ્સની જાણકારી માટે

Click Here

Home Page

Click Here

Conclusion

ભારતના 8 કરોડ જેટલા ખેડૂતને આર્થિક સહાય માટે દર વર્ષ ₹ 6,000/- ની રકમ ત્રણ હપ્તામાં ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધી ₹ 2,000/- ના 16 હપ્તા લાભાર્થીઓના ખાતામાં નંખાઈ ચુક્યા છે. છેલ્લા પીએમ કિસાન યોજના 16મા હપ્તાની સહાય તા.28/02/2024 ના રોજ જમા કરવામાં આવી છે. આપના ખાતામાં  સહાય જમા ના થઈ હોય તો, હયાતીની ખરાઈની પ્રોસેસ માટે આજના  PM Kisan Samman Nidhi Kyc In Gujarati આર્ટિકલમાં વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. આપના ખાતામાં 17 મા હપ્તાની રકમ જમા થાય તે માટે  પીએમ કિસાન યોજના KYC પ્રોસેસ કરાવી લેવા તથા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) PM Kisan Samman Nidhi Kyc In Gujarati ની પ્રોસેસ કેવી રીતે કરી શકાય?

પીએમ કિસાન યોજના KYC પ્રોસેસ માટે ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ pm kisan gov in પરથી તથા આપના વિસ્તારના નજીના CSC કોમન સર્વિસ સેન્ટર ખાતેથી હયાતીની ખરાઈની પ્રોસેસ કરી શકો છો.

(2) પીએમ કિસાન યોજના 16મો હપ્તો ક્યારે જમા થયો?

PM Kisan 15th Installment તા.28/02/2024 ના રોજ જમા થયેલ છે.

(3) Pm Kisan Yojana Helpline Number

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ બે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરેલ છે. (1) 155261 (2) 011 24300606

 

Disclaimer

PM Kisan Samman Nidhi Kyc In Gujarati અર્ટિકલમાં આપેલ વિગતો લાભાર્થીને સામાન્ય સમજ મળી રહે તે માટે ગુજરાતીમાં આપેલ છે. જેમાં કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી છે. સંપુર્ણ વિગતે માહીતી માટે સરકારની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવા સુચન છે.

Leave a comment