PM Kisan Yojana Status Check Online 2024 | પીએમ કિસાન યોજના સ્ટેટસ

PM Kisan Yojana Beneficiary Status | PM Kishan Status | PM Kisan Yojana Beneficiary Status Check | PM Kisan Yojana 2024 Status Check | પીએમ કિસાન સન્માન નિધિ યોજના સ્ટેટસ

જાણવા જેવુ, પીએમ કિસાન યોજના દેશના ખેડૂતોને આર્થિક મદદ કરવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુલ ₹ 6,000/- વાર્ષિક  સહાય ખેડૂતના ખાતામાં સીધી DBT દ્વારા જમા કરવામાં આવે છે.ઘણા લોકોને આ યોજનાનો લાભ લાંબા સમયથી નથી મળી રહ્યો તથા તેમના બેંક ખાતામાં પૈસા જમા થાય છે કે નહી? તેની જાણ નથી હોતી. મિત્રો, આજના આર્ટિકલ PM Kisan Yojana Status દ્વારા લાભાર્થી ખેડૂતનું નામ લીસ્ટમાંથી નિકળી ગયુ તો નથી ને? તે જાણવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકાશે. આપને આજીવન સહાય સહાય મળતી રહે તે માટે ઘરે બેઠા મોબાઈલ નંબર કે આધાર નંબરથી પીએમ કિસાન યોજનાનું  સ્ટેટસ જાણવાની સરળ રીતની જણાવીશું.તો ચાલો કંઈક નવું જાણીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Kisan Yojana Status

Bullet Point of PM Kisan Yojana Status Check Online

આર્ટિકલનું નામ PM Kisan Yojana Status
યોજનાનું નામ પીએમ કિસાન યોજના
યોજના હેઠળ મળતી સહાય કુલ 3 હપ્તામાં કુલ ₹ 6,000/- વાર્ષિક  સહાય.
PM Kisan Yojana Status Check ની રીત.
  1. લાભાર્થીના મોબાઇલ નંબરથી
  2. લાભાર્થીના આધાર નંબરથી
સ્ટેટસ ચેક કરવાનો હેતું. આજીવન સહાય મળતી રહે માટે.
ઓફિસિયલ વેબસાઈટ www.pmkisan.gov.in
હેલ્પલાઈન નંબર

155261

011 24300606

પીએમ કિસાન યોજના વિશે જાણો.

પીએમ કિસાન યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ.  આ યોજનાની શરૂઆત વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા તા.01/12/2018 ના રોજથી અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ ભારતના ખેડૂતોને 3 હપ્તામાં કુલ ₹ 6,000/- વાર્ષિક  સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીએ આજીવન સહાય મળતી રહે તે માટે લાભાર્થીની હયાતીની ખરાઈ કરવાનું હોય છે. તે માટે ભારત સરકાર દ્વારા નક્કી કરેલ રીતથી ઓનલાઈન હયાતીની ખરાઈ એટલે કે  લાભાર્થીનું KYC કરાવવાનું હોય છે. જેથી આ યોજના હેઠળ સમયાંતરે સહાય મળતી રહે.

PM Kisan Yojana Status કેવી રીતે ચેક કરવુ.

મિત્રો, PM Kisan Yojana હેઠળ લાભાર્થી ખડૂતોને આજીવન સહાય મળે તે માટે PM Kisan Yojana Status  ચેક કરવું જરૂરી છે. જેથી ખબર પડે કે  લાભાર્થી આ યોજના હેઠળ નોંધણી થયેલ છે અને તેઓને  આગામી હપ્તાની સહાય મળવાપાત્ર છે. તો નીચે દર્શાવેલ સ્ટેપથી આપ ઘરે બેઠા PM Kisan Yojana Status ચેક કરી શકો છો. PM Kisan Yojana Beneficiary Status બે રીતથી ચેક કરી શકાય છે.

(1) લાભાર્થીના મોબાઇલ નંબર દ્વારા સ્ટેટ્સ ચેક કરો. 

(2) લાભાર્થીના આધાર નંબર દ્વારાસ્ટેટ્સ ચેક કરો. 

Pm Kisan Yojana Know Your Status

પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીનું સ્ટે્ટસ ચેક કરવા માટે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન નંબર મેળવવો જરૂરી છે. આ નોંધણી નંબર કઈ રીતે મળશે? જે નીચે સરળ રીતે સમજાવેલ છે.

Step -1 Get Registration Number

  •  સૌ પ્રથમ લાભાર્થીએ ગુગલ મારફતે ઓનલાઈન ભારત સરકારની વેબસાઈટ www.pmkisan.gov.in સર્ચ કરવાનું રહેશે.
  • જેથી આપને નીચે દર્શાવેલ ઈમેજ મુજબ દર્શાવેલ “Know Your Status” પર ક્લિક કરવાનું રહેશે.
PM Kisan Yojana Status chek
Image Credit Government Website ( https://pmkisan.gov.in/)
  • લાભાર્થીને PM Kisan Yojana Status કરવા માટે રજીસ્ટ્રેશન નંબરની ખબર હોવી જરૂરી છે. જે નંબર નાંખીને આપ Captcha Code નાંખીને Get Data પર ક્લિક કરવાથી સ્ટેટસ જાણી શકો છો.
  • પણ આપની પાસે રજીસ્ટ્રેશન નંબર નથી તો રજીસ્ટ્રેશન નંબર મેળવવા આપે “ Know Your Registration No” પર ક્લિક કરવાનું રહેશે. જે માટે આપની પાસે આધાર કાર્ડ નંબર અથવા અધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ હોવો જોઈએ.

વધુુ જાણો:-

પીએમ વિશ્વકર્મા યોજના 2024 મેળવો ₹ 3,00,000/-સુધીની લોન 

પ્રધાનમંત્રી સુર્યોદય યોજના 2024 વિશે જાણો.

Pm Kisan Yojana Status Check By Aadhar Card

Step – 2 Fill AAdhar Details

  • નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ લાભાર્થીને પોતાનો આધાર કાર્ડ નંબર નાંખવાનો રહેશે. ત્યાર બાદ Captcha કોડ નાંખવાનો રહેશે.
  • ત્યાર બાદ Get Mobail OTP પર ક્લિક કરવાનું રહેશે.
  • આધાર સાથે લિક થયેલ મોબાઈલ પર OTP આવશે, જે નાંખવાનો રહેશે અને Get Details પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આપને નવા પેજ પર GJ થી શરૂ થતો કુલ 11 આંકડા સાથે Registration No. અને લાભાર્થીના નામની વિગતો મળશે.
PM Kisan Yojana Beneficiary Status
Image Credit Government Website ( https://pmkisan.gov.in/)

Step -3  Pm Kisan Yojana Status

  • ત્યાર બાદ મળેલ Registration No અને Captcha કોડ નાંખીને Get Details પર ક્લિક કરવાથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું લાભાર્થીનું સ્ટેટ્સ બતાવશે.
  • જેમાં લાભાર્થીની Personal Details માં લાભાર્થીનો રજીસ્ટ્રેશન નંબર, રજીસ્ટ્રેશનની તારીખ, ખેડૂત લાભાર્થીનું નામ, સરનામું અને મોબાઈલ નંબરની વિગતો જોવા મળશે.
  • નીચે Eligibility Details માં FTO Processed માં બ્લુ ટીક માર્ક, અત્યાર સુધી કેટલા હપ્તા મળ્યા, આધાર બેઝ પેમેન્ટ, જે બેંકમાં સહાય આવતી હોય તે બેંકનું નામ અને ખાતાની વિગતો તથા છેલ્લો હપ્તો ક્યારે ચુકવામાં આવ્યો તેની વિગતો ઓનલાઈન જોઈ શકાશે.

આમ લાભાર્થી પોતાના આધારની વિગતોથી ઓનલાઈન PM Kisan Yojana Status જાણી શકશે. જો અપને ઉપરના પીએમ કિસાન સન્માન નિધિ યોજના સ્ટેટસ બતાવતું નથી તો PM Kisan Yojana હેઠળ KYC ની પ્રોસેસ કરવા માટે સુચન છે.

PM Kisan Yojana Status Details
Image Credit Government Website ( https://pmkisan.gov.in/)

PM Kisan Yojana Status Check By Mobail Number

મિત્રો, લાભાર્થી પોતાના આધાર લિક મોબાઈલ નંબર મારફતે પણ નીચે દર્શાવેલ સ્ટેપને અનુસરીને PM Kisan Yojana Status ની વિગતો મેળવી શકે છે.

  • પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ www.pmkisan.gov.in ની મુલાકાત લો.
  • Know Your Status પર ક્લિક કરો.
  • ત્યાર બાદ લાભાર્થીનો આધાર લીંક મોબાઈલ નંબર નાંખીને, OTP નાંખી,  રજીસ્ટ્રેશન નંબર મેળવો.
  • રજીસ્ટ્રેશન નંબર મેળવ્યા બાદ, રજીસ્ટ્રેશન નંબર અને Captcha Code નાંખીને Get Details પર ક્લિક કરો.
  • ત્યાર બાદ આપને નવા પેજ પર PM Kisan Yojana Beneficiary Status ની બધી વિગતો ઓનલાઈન મળી જશે.

પીએમ કિસાન યોજના હેઠળ ફરિયાદ નિવારણ સમિતિ.

પ્રધાન મંત્રી કિસાન યોજના હેઠળ લાભાર્થીને સહાય મળતી નથી અથવા સહાય કોઈ કારણસર બંધ થઈ જાય છે તો લાભાર્થી તાલુકા કક્ષાની અથવા જિલ્લા કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિમાં પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. અને પોતાની સમસ્યાનું સમાધાન મેળવી શકે છે.

(1) તાલુકા કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિમાં માન. પ્રાંત અધિકારીશ્રી દ્વારા ફરિયાદોનું નિવારણ લાવવામાં આવે છે.

(2) જિલ્લા કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિમાં માન. ક્લેકટરશ્રી દ્વારા ફરિયાદોનું નિવારણ લાવવામાં આવે છે.

આ પણ જાણો.

પીએમ કિસાન યોજનામાં નવા નામની નોંધણી કરાવો. 

પીએમ આવાસ યોજના વિશે જાણો. 

PM Kisan Helpline Number

ભારત સરકાર દ્વારા ખેડૂત લાભાર્થીઓને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કોઈપણ મુશ્કેલીના નિવારણ માટે બે હેલ્પલાઈન નંબરોની જાહેરાત પણ કરવામાં આવી છે. જેની વિગતો નિચે મુજબ છે.

  • 155261
  • 011 24300606

Importan Link of PM Kisan Yojana Status Check Online

PM Kisan Yojana Status જાણવા

Click Here

નવા લાભાર્થીની ઓનલાઈન નોંધણી કરાવવા

Click Here

PM Kisan KYC માટે

Click Here

પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ

Click Here

PM Kisan ઓફિસિયલ વેબસાઈટ

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, આ અર્ટિકલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના સ્ટેટસ ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે ચકાસવું? જેની વિગતે મહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે કોઈ લાભાર્થી ખેડૂતનું ઓનલાઈન સ્ટે્ટસ બતાવતું નથી તો PM Kisan KYC કરાવાનું સૂચન છે.ખેડૂત લાભાર્થીઓને આજીવન PM Kisan Yojana નો લાભ મળી રહે તે માટે PM Kisan Yojana Status કરાવી લેવું.  લાભાર્થીને સહાય આવતી બંધ થઈ ગઈ હોય તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરિયાદ સમિતિનું નિર્માણ કરવામાં આવેલ હોય છે. તેમાં ફરિયાદ કરી શકો છો.  તથા ભારત સરકાર દ્વારા (1) 155261 (2) 011 24300606 ટોલ ફ્રિ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલ છે. જેના દ્વારા આપ માર્ગદર્શન પણ લઈ શકો છો.

FAQ

(1) PM Kisan Yojana Status Online અપડેટ ના હોય તો શું કરવુ?

જો PM Kisan Yojana Status ઓનલાઈન અપડેટ ના હોય તો આ યોજના હેઠળ KYC કરાવી લેવું તથા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને માર્ગદર્શન મેળવી લેવું.

(2) પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હેલ્પલાઈન નંબર ક્યો છે?

ભારત સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ (1) 155261 (2) 011 24300606 ટોલ ફ્રિ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલ છે.

(3) નવા લાભાર્થી તરીકે નોંધણી કેવી રીતે કરાવવી?

અરજદારે ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ ખાતે VCE પાસે અને શહેરી કક્ષાએ CSC (કોમન સર્વિસ સેન્ટર)  ખાતે  ડોક્યુમેન્ટ સાથે જઈને નવા લાભાર્થી તરીકેની નોંધણી કરાવી શકે છે.

(4) PM Kisan Yojana Status જાણવા રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે જાણવો.

www.pmkisan.gov.in વેબસાઈટ પરથી લાભાર્થીના આધાર નંબર અને અધારનંબર સાથે લીંક મોબાઈલ નંબરથી પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર જાણી શકાશે.

2 thoughts on “PM Kisan Yojana Status Check Online 2024 | પીએમ કિસાન યોજના સ્ટેટસ”

Leave a comment