મેળવો ₹ 3,00,000/-સુધીની લોન પીએમ વિશ્વકર્મા યોજના 2024 | PM Vishwakarma Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Vishwakarma Yojana Details | PM vishwakarma yojana in Gujarati | PM Vishwakarma Yojana Gujarat | PM Vishwakarma Kaushal Samman Yojana | PM Vishwakarma Yojana 2024 | PM Vishwakarma Portal | PM vishwakarma yojana Beneficiary List | PM Vishwakarma Yojana in Gujarati |  PM Vishwakarma Yojana Benefits| PM Vishwakarma Yojana Online Apply|  Registration |  PM Vishwakarma Yojana Eligibility | Beneficiary | Benefit|  Documents |Official Website| PM Vishwakarma Yojana Helpline Number| Training Amount| Loan| Loan  Interest Rate

જાણવા જેવુ, મિત્રો વિશ્વકર્મા જયંતિના ઉજવણીના ભાગરૂપે કારગીરો જે પરંપરાગત કૌશલ્ય વિકાસના લોકો જે પોતાના હાથથી અને ઓજારોથી કામ કરે છે તે લોકો સુથાર, કડીયાકામ અને દરજીકામ જેવા જુદા- જુદા કુલ 18 પ્રકારના વ્યાવસાયમાં રોકાયેલ હોય તેવા તમામ લોકોને એક નવી તાકાત આપવા અને આર્થિક કલ્યાણ માટે તા. 17/09/2023 ના રોજ વિશ્વકર્મા જયંતી પર PM Vishwakarma Yojana અમલમાં મુકવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ  વિશ્વકર્મા વ્યવસાય સાથે સંકળાયેલ ભાઈ બહેનોને આર્થિક રીતે સશક્ત કરી બહુ જ ઓછા વ્યાજ દર (5% દરે) ₹ 3,00,000/- સુધીની  લોન આપવામાં આવશે. આ આર્ટિકલમાં પીએમ વિશ્વકર્મા યોજના હેઠળના લાભાર્થીની પાત્રતા, તેઓને ક્યા લાભ મળશે?, ઓનલાઈન અરજી ક્યાં કરવી? અને ધંધા રોજગાર અર્થે મળનારી લોન વિશે વિગતે જાણીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

PM Vishwakarma Yojana

Contents hide

Bullet Point of PM Vishwakarma Yojana 2024

યોજનાનું નામ PM Vishwakarma Yojana | પીએમ વિશ્વકર્મા યોજના
યોજનાની જાહેરાત ક્યારે કરાઈ ભારતના વર્ષ 2023-24 ના બજેટમાં
ક્યારે અમલમાં મુકાઈ માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ તા. 17 September 2023 ના રોજ.
યોજનાનો ઉદ્દેશ. વિશ્વકર્મા વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને તાલીમ અને લોન આપવી.
લાભાર્થી 18 પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ કારીગરો.
ઓફિસિયલ વેબસાઈટ www.pmvishwakarma.gov.in
હેલ્પલાઈન નંબર (1)    18002677777

(2)   17923

પી એમ વિશ્વકર્મા યોજના વિશે જાણો | PM Vishwakarma yojana Gujarat 

તા.17/09/2023 ના રોજ ભગવાન શ્રી વિશ્વકર્માની જન્મ જયંતિ દિવસે વિશ્વકર્મા વ્યવસાય સાથે સંકળાયેલ કારીગર વર્ગના ઉત્થાન માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. ગુજરાતના કારીગર વર્ગ ભગવાન શ્રીવિશ્વકર્માના ભક્ત હોવાથી, આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના યોજના રાખવામાં આવ્યુ છે. ભારતના જે કારીગરો પોતાના પરંપરાગત વ્યવસાયથી પોતાની આગવી ઓળખ ઉભી કરી કે પોતાના હસ્તકળા અને કારીગરીથી જૂની પરંપરાઓને સાચવી રાખીને બેઠા છે તેવા  કારીગરોની કૌશલ્યનો વિકાસ કરવા માટે અને કારીગરોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  મિશન અને વિઝન ને ભાગરૂપે સરકારે આ PM vishwakarma yojana  અમલમાં મૂકી છે

PM Vishwakarma yojana 2024 નો ઉદ્દેશ.

વિશ્વકર્મા ભાઈ બહેનોને ઓળઅ અને તેઓની પરંપરાગત વ્યવસાયને કારણે  ભારતની આર્થિક વ્યવસ્થાની પ્રગતિમાં  વિશ્વકર્મા કારીગરો ઘણું મોટું યોગદાન છે. તેમના આ પરિશ્રમને આગળ લાવવા તથા પોતાના ધંધા રોજગારને અનરૂપ આર્થિક સહાય માટે આ  યોજના ઘણી મહત્વની બની રહેશે. જેના ઉદ્દેશો નીચે મુજબના છે.

 • વિશ્વકર્મા ભાઈ બહેનોને પોતાના સ્વરોજગાર વિકાસ અર્થે આર્થિક સહાય.
 • સસ્તા વ્યાજદરે  અને ગેરંંટી વગરની સરળ આપવી.
 • તાલીમ આપીને કુશળતામાં વધારો કરવો.
 • ઉત્પાદિત કરેલ વસ્તુંઓનું વેચાણ તથા માર્કેટીંગ.

પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓની પાત્રતા | PM Vishwakarma Yojana Eligibility

જે વિશ્વકર્મા ભાઈઓ બહેનો પોતાના સ્વ રોજગારના પરંપરાગત વ્યવસાયમાં રોકાયેલ છે. તેવા કુલ 18 પ્રકારના ધંધા રોજગાર કરનાર કારીગરોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. જેઓને વિવિધ ટુલકીટ સહાય, તાલીમ અને લોન સહાય વડે આર્થીક મદદ કરવામાં આવશે. આ યોજનામાં લાભાર્થીની પાત્રતા નીચે મુજબની છે.

 • નોંધણી વખતે લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
 • લાભાર્થીએ છેલ્લા 5 વર્ષમાં સ્વ-રોજગાર/વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ આધારિત યોજનાઓ હેઠળ લોન લીધી ન હોવી જોઈએ. દા.ત. PMEGP, PM SVANidhi, Mudra,
 • કુટુંબના એક સભ્યને પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લાભ આપવામાં આવશે.
 • સરકારી સેવામાં રહેલ વ્યક્તિ અને તેમના પરિવારના સભ્યો આ યોજના હેઠળ પાત્ર નથી
 • લાભાર્થી નોંધણીની તારીખે અરજદાર પોતાના વ્યવસાયની કામગીરીમાં રોકાયેલ હોવો જોઈએ

PM Vishwakarma Yojana Gujarat Document | યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્ટ.

PM vishwakarma yojana Online Apply માટે અરજદારને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. જેનું લીસ્ટ નીચે મુજબ છે.

 • આધાર કાર્ડનો નકલ.
 • આધાર સાથે લીંક મોબાઈલ નંબર.
 • જાતિનું પ્રમાણપત્ર.
 • ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર , LC, અન્ય માન્ય દસ્તાવેજ )
 • રેશન કાર્ડની નકલ.
 • વ્યવસાય અંગે કોઈ તાલીમ લીધી હોય તો પ્રમાણપત્ર (મરજીયાત)
 • બેંક ખાતાની વિગત
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

PM Vishwakarma Yojana Image

પીએમ વિશ્વકર્મા યોજના લાભાર્થીઓનું લીસ્ટ.| PM Vishwakarma Yojana Beneficiary List

નીચે મુજબના ઘંધા સ્વરોજગાર સાથે સંકળાયેલ ભાઈ બહેનોને  પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લાભો મળવાપાત્ર થશે.

ક્રમ

ધંધો રોજગારનું નામ

1

સુથાર/કારપેન્ટર

2

નાવ બનાવનાર

3

ઓજારો બનાવનાર

4

લોખંડ કામ કરનાર

5

ટોકર/ચટાઈ/ઝાડું બનાવનાર

6

કેચર વણકર

7

ઢીંગલી અને રમકડાં બનાવનાર (પરંપરાત)

8

ધોબીકામ કરનાર

9

કુંભાર

10

દરજીકામ કરના

11

પગરખા બનાવનાર મોચી

12

હથોડા અને ટુલકીટ બનાવનાર

13

તાળા બનાવનાર

14

મૂર્તિકાર, પથ્થરની કોતરણી કરનાર, પથ્થર તોડનાર

15

રાજમિસ્ત્રી

16

વાળંદ

17

માલાકાર

18

માછલી પકડવાની જાળ બનાવનાર

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળના લાભો | PM Vishwakarma Yojana Benefits

આ યોજના ભારતના જે કારીગરો પોતાના પરંપરાગત વ્યવસાયથી પોતાની આગવી ઓળખ ઉભી કરી કે  પોતાના હસ્તકળા અને કારીગરીથી જૂની પરંપરાઓને સાચવી રાખીને બેઠા છે તેવા  કારીગરોની કૌશલ્યનો વિકાસ કરવા માટે અને કારીગરોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  મિશન અને વિઝન ને ભાગરૂપે સરકારે આ વિશ્વકર્મા યોજના અમલમાં મૂકી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સીધા લાભો નીચે મુજબના છે.

 • વિશ્વકર્મા ભાઈ બહેનોને ₹3,00,000/- સુધીની ગેરંટી વગરની લોન.
 • ₹ 15,000/- સુધીની ટુલકીટ સહાય.
 • તાલીમ દરમ્યાન પ્રતિ દિન ₹ 500/- નું સ્ટાઈપેન્ડ
 • પોતાના વ્યવસાયના વિકાસ માટે તાલીમ.
 • સ્કીલ અપગ્રેડેશન માટે ઉચ્ચકક્ષાની તાલીમ.
 • ઉત્પાદકોની જાહેરાત.

પીએમ વિશ્વકર્મા યોજનાની વિશેષતાઓ | PM Vishwakarma Yojana in Gujarati

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ વિશ્વકર્મા ભાઈ અને બહેનો દેશની પ્રગતિમાં અને ભાગીદાર બને વિશ્વકર્મા યોજના દેશને આત્મ નિર્ભર બનાવવાનો એક મહત્વપૂર્ણ પગલું સાબીત થશે. જેની વિશેષતાઓ નીચે મુજબ ગુજરાતીમાં દર્શાવેલ છે.

આ પણ જાણો. 

કારીગરો માટે  E Nirman Card યોજના

પીએમ કિસાન યોજનાનું e-KYC કરો અને રેગ્યુલર 6000 મેળવો.

(1) વિશ્વકર્મા લોન સહાય.

 • શિક્ષણ અને તાલીમ મેળવ્યા બાદ કોઈપણ કારીગર પ્રથમ સ્ટેજમાં બેંક ગેરંટી વગર 5% વ્યાજ દરે ₹ 1,00,000/- લોન મેળવી શકશે. (18 મહિનાની ચુકવણી માટે પ્રથમ હપ્તો)
 • જેને સફળતાપૂર્વક ભરપાઈ થયા બાદ 5% વ્યાજ દરે ₹ 3,00,000/-   કોઈપણ ગેરંટી વગર લોન આપવામાં આવશે.
 • ક્રેડિટ ગેરંટી ફી ભારત સરકાર દ્વારા ચુકવવામાં આવશે.

(2) સ્કીલ ડેવલોપમેન્ટ તાલીમ.

 • કૌશલ્ય ચકાસણી પછી 5-7 દિવસ (40 કલાક) મૂળભૂત તાલીમ
 • જે ઉમેદવારોને આગળ વધું તાલીમ લેવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો 15 દિવસ (120 કલાક) અદ્યતન તાલીમ માટે પણ નોંધણી કરાવી શકે છે
 • ટ્રેનિંગ સ્ટાઈપેન્ડ ₹ 500/- પ્રતિ દિવસ

(3) વિશ્વકર્મા ભાઈ અને બહેનોની ઓળખ.

કારીગર પોતાના પરંપરાગત વ્યવસાયમાં રોકાયેલ હોય તેઓને પોતાના ધંધા સ્વરોજગારનું વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા આપવામાં આવશે.

(4) ટુલકીટ 

જે વિશ્વકર્મા મિત્રોને દરેક યોજનામાં ઉપયોગી ઓળખ પત્ર બની રહેશે ત્યારબાદ  ₹ 15000 રૂપિયાની એક ટુલ કીટ આપવામાં આવશે.

(5) ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન.

મહત્તમ ₹ 100 સુધીના વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹ 1 વળતર.

જાણવા જેવુંઃ-

₹ 48,000/- સુધીના મફત સાધન સહાય માનવ કલ્યાણ યોજના 2024

Sanman Portal Gujarat વિશે જાણો

(6) માર્કેટિંગ સપોર્ટ.

નેશનલ કમિટી ફોર માર્કેટિંગ (NCM) ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ અને પ્રમોશન, ઈ-કોમર્સ લિંકેજ, ટ્રેડ ફેરની જાહેરાત, પ્રચાર અને અન્ય માર્કેટિંગ પ્રવૃત્તિઓ જેવી સેવાઓ આપશે.

પીએમ વિશ્વકર્મા યોજના ઓનલાઈન અરજી |  PM Vishwakarma Yojana Online Apply

પીએમ વિશ્વકર્મા યોજના નો અમલ તા. 17/09/2023 થી થનારછે. જેથી આ યોજના હેઠળ હાલ www.pmvishwakarma.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન  પ્રકિયાથી ફોર્મ ભરીને તથા ઓફલાઈન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે માહિતી મેળવીને આ યોજના હેઠળ સહાય મેળવી શકાય છે.

PM Vishwakarma Yojana Website
Image Credit Government Website (https://pmvishwakarma.gov.in/)

ઓનલાઈન અરજી કરવાના માધ્યમ.

 • લાભાર્થી નજીકના S.C ( Common Service Center) સેન્ટર ખાતે ઉપર મુજબના ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ જઈ નોંધણી કરાવી શકાશે.
 • લાભાર્થીએ pmvishwakarma.gov.in પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીએ અરજી કરી શકાશે.
 • સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન અરજી કરવાની સુવિધા વિકસાવામાં આવનાર છે.
PM Vishwakarma Yojana Online Apply
Image Credit Government Website (https://pmvishwakarma.gov.in/)

ટૂલકીટ પુસ્તિકાPM Vishwakarma Yojana Tool kit Book

PM vishwakarma yojana 2024 Helpline Number

પી એમ વિશ્વકર્મા યોજના હેેેઠળ તમામ લાભાર્થીઓને લાભ આપવાનો લક્ષ્યાંક કરાવામાં આવ્યો છે. લાભાર્થી અરજદારને ઓનલાઈન અરજી કરવા માટે કોઈ મુશ્કેલી ના રહે તથા સરળતાથી લોન મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરોની જાહેરાત કરવામાં આવી છે. આપ આ નંબર પર સંપર્ક કરીને માર્ગદર્શન પણ મેળવી શકો છો.

(1)    18002677777

(2)   17923

important Links of PM vishwakarma yojana 2024

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

લાભાર્થી તરીકે અરજી કરવા માટે

Click Here

સંપર્ક નંબરોની વિગતો જાણવા

Click Here

C.S.C ( Common Service Center)ની વિગતો

Click Here

Home Page

Click Here

Conclusion

તા. 17/09/2023 ના રોજ માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસથી શરૂ થતી PM vishwakarma yojana 2024 હેઠળ કુલ 30 લાખ લાભાર્થીઓને લાભ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ આપની નજીકના C.S.C ( Common Service Center) ખાતેથી ઓનલાઈન નોંધણીની પ્રક્રયા શરૂ થઈ ગઈ છે. આપ ઓનલાઈન નોંધણી કરી શકો છો. મિત્રો, આ અર્ટિકલમાં આપને PM vishwakarma yojana ની ગુજરાતીમાં સંપુર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કોઈ સમસ્યા હોય તો આપને સરકાર દ્વારા જાહેર કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર  18002677777 અને  17923 પર સંપર્ક કરવા માટે સુચન છે.

FAQ

(1) PM Vishwakarma Yojana ક્યારે શરૂ કરવામાં આવી?

તા. 17/09/2023 ના રોજ માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસથી પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી.

(2) પીએમ વિશ્વકર્મા યોજના  હેઠળ લોન વ્યાજ દર કેટલો છે?

PM Vishwakarma Yojana  Loan  Interest Rate  5%  જેટલો છે.

(3) PM Vishwakarma Portal  પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ?

www.pmvishwakarma.gov.in થી લાભાર્થી PM Vishwakarma Yojana Online Registration કરી શકે છે.

(4) આ યોજના હેઠળ કેટલી લોન આપવામાં આવે છે?

PM Vishwakarma Yojana Loan  કુલ ₹ 3,00,000/-   કોઈપણ ગેરંટી વગર લોન આપવામાં આવશે.

(5) પીએમ વિશ્વકર્મા યોજના Helpline Number જણાવશો.

પીએમ વિશ્વકર્મા યોજના  હેઠળ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર  18002677777 અને  17923 શરૂ કરેલ છે.

Leave a comment