પીએમ કિસાન યોજના 2024ની અપડેટ | PM Kisan Samman Nidhi Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Kisan Beneficiary Status | પીએમ કિસાન સન્માન નિધિ યોજના સ્ટેટસ | PM Kisan KYC | પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ | PM Kisan Status Check | પીએમ કિસાન સન્માન નિધિ યોજના | પીએમ કિસાન યોજના 2024

મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના આપ સૌ જાણો છો તેમ ખેડૂતોને આર્થિક સહાય આપવાની આ યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતોને ત્રણ હપ્તામાં કુલ ₹ 6,000/- સીધી સહાય  DBT દ્વારા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે. PM Kisan Samman Nidhi Gujarat  દ્વારા ખેડૂતોને ખેતી વિષયક સાધનો ખરીદવા તથા ખેત પાક માટે આર્થિક સહાય કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. મિત્રો આ આર્ટિકલ દ્વારા આપણે પીએમ કિસાન યોજનામાં ઓનલાઈન નોંધણી કેવી રીતે કરી શકાય? PM Kisan KYC, PM Kisan Status Check તથા સહાય આજીવન ચાલુ રહે તે માટે શું કરવુ? વગેરે જેવી માહિતી વિગતે જાણીશું. જે માટે આ લેખને સંપુર્ણ વાંચવા વિનંતી છે. નવું જાણવા મળશે.

PM Kisan Samman Nidhi Gujarat

Contents hide

Bullet Points of PM Kisan Samman Nidhi Gujarat 2024

આર્ટિકલનું નામ PM Kisan Samman Nidhi Gujarat | પીએમ કિસાન યોજના
યોજનાનો અમલ કયાર્થી થયો. તા.01/12/2018 થી.
સંબંધિત સરકારી વિભાગ કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
લાભાર્થીની પાત્રતા. રાજ્યના જમીન ધારક ખેડુતો
મળનાર સહાય ત્રણ હપ્તામાં કુલ ₹ 6,000/- સીધી સહાય.
અરજી ક્યાં કરવી? ગામના ઈ ગ્રામ સેન્ટર પરથી Digital Gujarat Portal પર.
 ઓફિસિલય વેેેેબસાઈટ pmkisan.gov.in
Helpline Numbers (1) 155261

(2) 011 24300606

પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે?

PM Kishan એટલે  પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ. ખેડૂતોને ખેત સામગ્રીની ખરીદી તથા પાકનું રક્ષણ કરી શકે તે માટે આર્થિક મદદરૂપ બનવાનો મુખ્ય ઉદ્દેશ છે. ખેડૂત મિત્રો માટે કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવા માટે સંકલિત ડેટા એક જ સ્થળેથી મળી રહે તે માટે પણ PM Kisan Samman Nidhi ઉપયોગી સાબિત થાય છે. PM Kisan Samman Nidhi Gujarat ના અમલીકરણથી ખેડૂતો ખેતી વિષયક ખર્ચ  બાબતે  સહાય મળશે અને નાણાધીરનારના વ્યાજમાંથી મુક્તિ મળી શકશે. પીએમ કિસાન સન્માન નિધિના ભંડોળમાંથી ખેડૂતને દર ચાર મહિને  ₹ 2,000/- સહાય જમા કરાવામાં આવે છે.

પીએમ કિસાન યોજના 2024 માહિતીના જાણવા જેવા મુ્દ્દા.

 • તા.01/12/2018 થી માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
 • એક ખાતામાં (8 અ) એકથી વધુ કુટુંબોનો સમાવેશ થતો હશે તો, દરેક કુટુંબ દીઠ ₹ 6,000/- સીધી સહાય જમા થશે
 • આ યોજનાનું ભારત સરકાર તથા રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમલીકરણ છે.
 • ખેડૂતોની ઓનલાઈન નોંધણી થયેથી મળેલ લાભાર્થીઓને લીસ્ટને ગ્રામ સભા મંજૂરી આપે છે. અને અંતિત મંજૂરીને અધારે ગામનું આખરી પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ તૈયાર થાય છે.
 • ખેડૂતને પોતાની હયાતીની ખાતરી કરાવવા e-KYC કરાવવું પડે છે.
 • PM Kisan Samman Nidhi Gujarat હેઠળ જો કોઈ લાયક લાભાર્થીને સહાય મળતી નથી. તો તાલુકાકક્ષાએ અને જિલ્લા  કક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવેલ છે. તેમાં લેખીત ફરિયાદ કરી શકશો.
 • જે ખેડૂત કુટુંબ પહેલા નોંધણી કરીને સહાય મેળવતા હોય તેઓને બીજીવાર અરજી કરવાની જરૂર રહેતી નથી.

પીએમ કિસાન યોજના અન્વયે ખેડૂત કુટુંબ.

ખેડૂત કુટુંબ એટલે જે કુટુંબ ખેતી લાયક જમીન ધરાવતા હોય. જેમાં પતિ, પત્ની અને સગીર બાળકો( 18 વર્ષથી ઓછી ઉંમરના) નો સમાવેશ થાય છે. જેઓ સંયુક્તપણે ખેતીલાયક જમીન ધરાવતા હોય એટલે કે એક ખાતામાં એકથી વધુ કુટુંબોનો સમાવેશ થતો હોય તેવા તમામ કુટુંબને  સહાય મળશે.

PM Kisan Samman Nidhi Gujarat  હેઠળ શું લાભ મળશે?

 • ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ ત્રણ હપ્તામાં ₹ 6,000/- ની સહાય મળશે.
 • લાભાર્થી ખેડૂતોનું લીસ્ટ દર ત્રણ મહિને અગાઉથી જાહેર કરવામાં આવશે. જેઓને સીધી સહાય આપવાની છે.
 • ખેડૂતને આ સહાય DBT (Direct Benefit Transfer)ના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે.

₹ 6,000/- ની સહાય મેળવવા અરજી ક્યાં કરવી? | PM Kishan Portal

 • અરજદાર ખેડૂતે PM Kisan Samman Nidhi Gujarat હેઠળ સહાય મેળવવા માટે ગ્રામ્ય કક્ષાએ  તલાટી-કમ-મંત્રીનો સંપર્ક કરી ઈ- ગ્રામ સેન્ટરના VCE  મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે.
 • દુધ મંડળી, સહકારી મંડળી, તથા અન્ય કોઈ સરકારી વ્યક્તિ કે સંસ્થા જેઓને Digital Gujarat Portal નું સરકારી લોગીન ફાળવેલ હોય તેવા સરકારી વ્યક્તિ કે સંસ્થા મારફતે ઓનલાઈન અરજી કરી શકાશે.
 • સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ સેન્ટર મારફતે પણ ઓનલાઈન અરજી કરાવી શકાશે.
 • અરજદાર PM Kishan Portal પર ઓનલાઈન નોંધણી કરીને પણ અરજી કરી શકશે.
 • PM Kishan App મોબાઈલ એપ્લીકેશન મારફતે Farmer Conner માં જઈ ઓનલાઈન અરજી કરી શકશે.

PM Kisan Samman Nidhi Gujarat Online Application

અરજદારે સરકાર દ્વારા ફાળવાયેલ હોય તેવા ઈ- ગ્રામ સેન્ટરના VCE મારફતે , દૂધ મંડળી, વહીવટીતંત્ર દ્વારા નક્કી કરેલ સરકારી સંસ્થા મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.  નીચે કાર્યપ્રણાલી નીચે મુજબ છે.

 • સંસ્થા કે વ્યક્તિને ફાળવેલ Digital Gujarat Portal ના આઈડી પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.
 • જેમાં PM Kishan Scheme પર ક્લિક કરવાથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું પેજ ઓપન થશે.
PM Kisan Samman Nidhi Gujarat Digital Gujarat
Image Credit Government Website (https://pmkisan.gov.in/)
 • ત્યાર બાદ ખેડૂત અરજદારની જમીનની વિગતો નાંખવાની રહેશે.
 • આગળની પેજમાં અરજદારની વ્યક્તિગત વિગતો જેવી કે કેટેગરી, આધાર કાર્ડ નંબર, અને મોબાઈલ નંબર જેવી વિગતો નાંખીને Save & Next પર ક્લિક કરવાથી આગળનું પેજ ખુલશે.
PM Kisan Samman Nidhi Gujarat Details
Image Credit Government Website (https://pmkisan.gov.in/)
 • આગળના સ્ટપમાં અરજદારની બેંક ખાતાની વિગત નાંખવાની રહેશે.
 • કુટુંબના સભ્યોની વિગતો અપડેટ કરવી.
 • ત્યાર બાદ નીચે દર્શાવેલ પેજ ઓપન થશે જેમાં લાભાર્થીએ બેંક પાસબુકની નકલ, અરજદારનું સ્વઘોષણા પત્ર, 8અ નો દાખલો તથા 7/12 ના ઉતારા ની નકલ અપલોડ કરવાની રહે છે.

PM Kisan Samman Nidhi Gujarat Document Upload

Image Credit Government Website (https://pmkisan.gov.in/)

 • ત્યાર બાદ અરજદારનો ફોટો અપલોડ કરીને ફાઈનલ સબમીટ કરવાનું રહેશે.
 • જેથી અરજદારની ઓનલાઈન નોંધણી પ્રોસેસ પુુુરી થશે. અને અરજદારને PM Kisan Registration Number આપવામાં આવશે .

PM Kisan Samman Nidhi Gujarat Documents.

 • આધાર કાર્ડની નકલ
 • 8અ નો દાખલો
 • 7/12 ના ઉતારા
 • આધાર સાથે લીંક મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો.
 • બેંક પાસબુકની નકલ

PM Kisan Yojnana  લાભાર્થીની પાત્રતા | PM Kisan Beneficiary

 • PM Kisan Samman Nidhi Gujarat ના લાભ માટે જમીન ધારકતાની ગણતરી તા. 01/02/2019 ની સ્થિતિએ ગણતરી ધ્યાને લેવાની રહેશે.
 • 8અ ખાતામાં એકથી વધુ કુટુંબોના નામોનો સમાવેશ થયેલ હોય તો તમામ કુટુંબને આ યોજના હેઠળ લાભ મળશે.
 • વ્યક્તિગત ખેડૂત તરીકે ખેડાણ લાયક જમીન ધારણ કરેલ હોવી જોઈએ.

કોને સહાય મળશે નહી?

 • ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડુતોને સહાય મળવાપાત્ર નથી.
 • રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા કર્મચારી વ્યક્તિને સહાય મળવાપાત્ર થશે નહી.
 • જેઓને ₹ 10,000/- થી વધુ પેન્શન મળતું હોય તેવા વ્યક્તિ.
 • ડોક્ટર, વકીલ, એકાઉન્ટન્ટ જેવા વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિને.
 • જે જમીનધારક સંસ્થાકીય જમીન ધરાવે છે. તેને લાભ મળશે નહી.
 • વર્તમાન કે પહેલા બંધારણિય હોદ્દો ધરાવતા વ્યક્તિને.
 • જે અરદદાર આવક વેરો ભરતા હોય તેવા તમામ લોકોને PM Kisan Samman Nidhi Gujarat યોજનાનો લાભ મળશે નહી.

નોંધઃ- અરજદાર વ્યક્તિએ કરેલ એકરારનામામા ગેર પાત્રતા ધરાવતા વ્યક્તિઓમાં સમાવેશ થતો નથી તેવા એકરારનામાને આધારે પાત્રતા નક્કિ થાય છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ | PM Kisan Samman Nidhi Gujarat 

ખેડૂતની ઓનલાઈન અરજીને અધારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ બનાવવામાં આવે છે. જેમાં નીચે મુજબની પ્રોસેસ  થાય છે.

 • યોજનાનો લાભ માટે ખેડૂતની એકરારનામા અને ડોક્યુમેન્ટ સાથેની ઓનલાઈન ડેટા એન્ટ્રી.
 • જેથી એક લીસ્ટ તૈયાર થાય થાય છે જેને ગ્રામસભા મંજૂર કરે છે.
 • ગ્રામસભા દ્વારા યાદી મંજૂર થયા બાદ આખરી યાદીનું સબમીશન કરવામાં આવે છે.
 • ત્યાર બાદ જિલ્લાકક્ષાએથી અને રાજ્ય કક્ષાએથી ચકાસણી થઈને ભારત સરકારના PM Kishan Portal માં અપડેટ થાય છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના સ્ટેટસ કેવી રીતે ચેક કરવુ?  | PM Kisan Status Check

અરજદાર PM Kisan Status બે રીતે ચેક કરી શકે છે.

PM Kisan Beneficiary Status Mobile Number

PM Kisan Beneficiary Status Aadhaar Number

 • અરજદારે પોતાની અરજી કે PM Kisan Status Check કરવા ભારત સરકારની ઓફિસીયલ વેબસાઈટ pmkisan.gov.in  પર જઈ વેબસાઈટ ઓપન કરવી.
 • ત્યાર બાદ જમણીબાજુ પર Know Your Status પર ક્લિક કરવાથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબ પેજ ઓપન થશે.
 • જેમાં લાભાર્થીએ પોતાના અધારકાર્ડ કે મોબાઈલ નંબર નાંખીને PM Kisan Status Check કરી શકે છે.
PM Kisan Samman Nidhi Gujarat Status
Image Credit Government Website (https://pmkisan.gov.in/)

વધુ જાણો.

ખેડૂત મોબાઈલ સહાય યોજના ખેડૂતને સ્માર્ટ ફોન ખરીદવા મળશે ₹ 6000/-

ખેડૂત પોર્ટલ યોજના લીસ્ટ 2024 ખેડૂત માટે કલ્યાણકારી યોજનાઓ.

પીએમ કિસાન અમલીકરણ, મોનીટરીંગ અને ફરિયાદ નિવારણ સમિતિ.

PM Kisan Samman Nidhi Gujarat   સહાય મેળવવા બાબતે કોઈપણ સમસ્યા હોય તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકાકક્ષાએ અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવેલ હોય છે. ગ્રામ સભામાં ગ્રામજનો ને જિલ્લા કક્ષાની અને તાલુકાકક્ષાની સમિતિની માહિતી આપવાની હોય છે.જેની વિગતે માહિતી નીચે મુજબ છે.

(1) તાલુકા કક્ષાની પીએમ કિસાન અમલીકરણ, મોનીટરીંગ અને ફરિયાદ નિવારણ સમિતિ જેમાં પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવે છે.

(2) જિલ્લા કક્ષાની પીએમ કિસાન અમલીકરણ, મોનીટરીંગ અને ફરિયાદ નિવારણ સમિતિ માં જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવે છે.

નોંધ- સમિતિને ફરિયાદ મળ્યા બાદ 2 અઠવાડિયામાં ફરિયાદનો નિકાલ લાવવાનો હોય છે.

Importan Link of PM Kisan Samman Nidhi Gujarat 2024  

ઓનલાઈન નોંધણી કરાવવા

અહીં ક્લિક કરો.

PM Kisan KYC માટે

અહીં ક્લિક કરો.

PM Kisan Status Check

અહીં ક્લિક કરો.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ

અહીં ક્લિક કરો.

ઓનલાઈન નોંધણીનું સ્ટે્ટસ ચેક કરવા.

અહીં ક્લિક કરો.

અમારા Whatsapp Grup માં જોડાવા માટે.

અહીં ક્લિક કરો.

HOME PAGE

અહીં ક્લિક કરો.

Conclusion

PM Kisan Samman Nidhi Gujarat  યોજના મારફતે ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં કુલ ₹ 6,000/- સીધી સહાય આપવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે વિગતવાર સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપને સહાય મેળવવા કોઇપણ સમસ્યા હોય તો સરકાર દ્વારા જાહેર કરેલ  હેલ્પલાઈન નંબર. (૧) 155261 (૨) 011 24300606 પર કોલ કરીને માર્ગદર્શન મેળવી શકો છો.

FAQ

(1) પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ કઈ છે?

પીએમ કિસાન નિધિ યોજના માટે  pmkisan.gov.in છે. જેના મારફતે PM Kisan Samman Nidhi Gujarat  વિશે કોઈપણ માહિતી મેળવી શકો છો.

(2) પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ કોણ જાહેર કરે છે?

ગ્રામ સભાની મંજૂર મળ્યે જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ વેરીફાઈ થઈને ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ જાહેર કરે છે.

(3) ફરિયાદ નિવારણ સમિતિમાં ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં કરવામાં આવે છે?

2 અઠવાડિયામાં ફરિયાદ નિવારણ સમિતિમાં ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે.

(4) સહાય બાબતે કોઈપણ સમસ્યા હોય તો ક્યાં ફરિયાદ કરવી?

તાલુકા કક્ષાની પીએમ કિસાન અમલીકરણ, મોનીટરીંગ અને ફરિયાદ નિવારણ સમિતિ

જિલ્લા કક્ષાની પીએમ કિસાન અમલીકરણ, મોનીટરીંગ અને ફરિયાદ નિવારણ સમિતિ માં ફરિયાદ કરી શકાય.

(5) ગ્રામ્ય કક્ષાએ PM Kisan Samman Nidhi Gujarat  નોંધણી ક્યાં થાય છે.

ગ્રામ પંચાયતના ઈ ગ્રામ સેન્ટરના VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકાય છે.

2 thoughts on “પીએમ કિસાન યોજના 2024ની અપડેટ | PM Kisan Samman Nidhi Gujarat”

Leave a comment