Ayushman Bhav Abhiyan Yojana | આયુષ્માન ભવ અભિયાન
Ayushman Bhav In Gujarati | Ayushman Bhava Scheme Details | Ayushman Bhav Abhiyan
જાણવા જેવુ, મિત્રો ભારત સરકાર દ્વારા 4 April 2018 છત્તિસગઢથી આયુષ્યમાન ભારત યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં ₹ 5 લાખ અને ગુજરાતના નાગરિકોને ₹ 10 લાખની આરોગ્યલક્ષી મફત સારવાર કરવામાં આવે છે. આ અરોગ્ય લક્ષી યોજનાનો લાભ તમામ નાગરિકોને મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા Ayushman Bhav Abhiyan Yojana શરૂ કરવામાં આવનાર છે. તા.17/09/2023 થી સમગ્ર દેશમાં આયુષ્માન ભવ અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે જેમાં વિવિધ કાર્યક્રમો થકી દેશ અને ગુજરાતના તમામ નાગરીકોને અરોગ્યલક્ષી લાભોની માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. મિત્રો આર્ટિકલમાં આ યોજના હેઠળ ગ્રામ્ય લેવલે અને શહેરીકક્ષાએ ક્યા કાર્યક્રમો થનાર છે. તેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of Ayushman Bhav Abhiyan Yojana
આર્ટિકલનું નામ | Ayushman Bhav Abhiyan Yojana |
આ યોજનાનો ઉદ્દેશ | દેશના દરેક નાગરિકોને સ્વસ્થ્ય સંબંધિત સેવાઓ મફત પુરી પાડવી. |
આયુષ્યમાન ભવ અભિયાનની શરૂઆત | તા.17/09/2023 થી સમગ્ર દેશમાં |
સંબંધિત વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. |
આયુષ્માન ભવ અભિયાન શું છે? Ayushman Bhav Abhiyan Yojana
ભારતની સંસ્કૃતિને પ્રાચીન સમયથી જ સમગ્ર ભારતને નિરામય બનાવવાની સંકલ્પ કરેલો છે. આ સંકલ્પને જીવન રાખવા માટે ભારત સરકાર સ્વસ્થ ભારત બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે અને ભારતના છેવાડા નાગરિક સુધી ભારતની બધી જ સ્વાસ્થ્ય અને ઉપચારની સેવાઓ પહોંચે તેવા સધન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજ પ્રયાસોને આગળ વધારવા માટે ભારતમાં તા.17/09/2023 થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બર થી એક મહા અભિયાન આયુષ્યમાન ભવ અભિયાન નો આરંભ થઈ રહ્યો છે આયુષ્યમાન ભવ એક એવું હેલ્થ અભિયાન છે. જેમાં ભારતમાં અને ગુજરાતના દરેક ગામ અને દરેક શહેર માં સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે
આયુષ્માન ભવ અભિયાન યોજનાની વિગત.| Ayushman Bhava Scheme Details
તા. 17/09/2023 થી 02/10/2023 કુલ-15 દિવસ સુધી ચાલનાર સેવા પખવાડીયું ગરીબો અને માધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ લાઈને આવશે. આશીર્વાદ સમાન આયુષ્યમાન અભિયાન માનનીય ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગરીબીનું સૌથી મોટું કારણ બીમારી છે. ભારત તથા ગરીબોને આર્થિક સહાયમાં મદદરૂપ થવા માટે ભારતના સૌથી મોટા અભિયાન, આયુષ્યમાન ભવ અભિયાન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિવિધ કાર્યક્રમો દ્વારા આયુષ્યમાન ભારત યોજનાનો વધુમાં વધુ લોકો લાભ મેળવે તેવા પ્રયાસો કરવામાં આવનાર છે.
આયુષ્માન ભવ અભિયાન યોજનાનો ઉદ્દેશ.
- ભારત દેશના તમામ નાગરીકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આરોગ્યલક્ષી સારવારનો લાભ આપવાનો.
- દેશના છેવાડા લોકો સુધી સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓની જાણકારી આપવાનો
- દરેક ગામ અને શહેરમાં સભાઓ અને મેળાઓ દ્વારા સામુહિક આરોગ્ય તપાસ.
- દરેક CSC સેન્ટર ખાતે મફત દવા વિતરણ.
- નાગરીકોને અંગદાન અને સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતી માટે પ્રોત્સાહન.
Ayushman Bhav Abhiyan Yojana હેઠળ થનારા કાર્યક્રમો.
(1) આયુષ્યમાન આપના દ્વારે.
(2) આયુષ્યમાન મેળાઓનું આયોજન.
(3) આયુષ્યમાન સભાઓનું આયોજન.
(4) સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓ માટે પ્રોત્સાહન.
(5) આરોગ્યલક્ષી કાર્યક્રમો.
મિત્રો, Ayushman Bhav Abhiyan Yojana હેઠળ સરકાર દ્વારા જે વિવિધ કાર્યક્રમો થનાર છે. તેની વિગતે માહિતી મેળવીશું.
આ પણ જાણો:-
(1) આયુષ્યમાન આપના દ્વારે | Ayushman Card
- જેના એક ભાગરૂપે પ્રથમ ચરણનું નામ છે આયુષ્યમાન આપની દ્વાર.
- આ અભિયાન હેઠળ ભારતમાં અને ગુજરાતના જે નાગરિકોને Ayushman Card નથી કઢાવ્યા કે નથી મેળવ્યા, તે તમામના ઘરે રૂબરૂ જઈને આયુષ્ય કાર્ડ બનાવવામાં અને Ayushman Card Apply ની કામગીરી શરૂ કરવામાં આવશે.
- જેથી દરેક લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ નો લાભ મળી શકે તેના સાથે સાથે આયુષ્યમાન મેળાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
(2) આયુષ્યમાન મેળાઓનું આયોજન.
- આયષ્યમાન મેળાઓ તા.17/09/2023 ના રોજ ભારતના દરેક હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે દર અઠવાડિએ Csc Ayushman Card મેળાનું આયોજન કરવામાં આવશે.
- જેનો મુખ્ય ધ્યેય સ્વાસ્થ્ય સંબંધિત સરકારી યોજનાઓનો લોકોનો લાભ મળે અને લોકોને જાગૃતતા લાવવાનો છે.
- જેમાં વિવિધ રોગો કે ટીબી, કેન્સર, સિક્સ સેલ અને માનસિક રોગોના લક્ષણોનું નિરાકરણ લાવવામાં આવશે અને મહિલા અને બાળકો માટે ખાસ રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે.
- તે ઉપરાંત તમામ રોગો માટે મફત દવા આપવામાં આવશે. ભારતના દરેક હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ કોલેજના સહયોગથી મેળાઓનું આયોજન કરવામાં આવનાર છે.
- આયુષ્યમાન ભવ અભિયાનના મેળાઓમાં સ્ત્રી રોગ નિષ્ણાત, આંખની કાન રોગ નિષ્ણાત, બાળકના રોગોના નિષ્ણાત, શારીરિક સર્જન અને માનસિક નિષ્ણાતો ડોક્ટરોની સેવા અપાશે.
(3) આયુષ્યમાન સભાઓનું આયોજન.
- Ayushman Bhav Abhiyan Yojana હેઠળ આયુષ્યમાન સભા તા. 02/10/2023 થી સ્વાસ્થ્ય,સ્વચ્છતા અને પોષણ સમિતિ ટૂંકમાં (વી એચ એચ એન સી) કહેવામાં આવે છે, જે ગ્રામ્ય સ્તરે ભારતના દરેક ગામડામાં ગ્રામસભાનો આયોજન કરશે.
- આ ગામ સભામાં સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ દરેક યોજનાની માહિતી આપવામાં આવશે. જેમાં આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ આઇડીનું વિતરણ કરવામાં આવશે.
- સાથે સાથે પોતાના ગામમાં પીએમ જય લાભાર્થીઓની લિસ્ટ અને તેના સંલગ્ન Ayushman Card Hospital List પણ આપવામાં આવશે. આ ગ્રામ સભામાં PM Jay Scheme નો લાભ લઈને સ્વસ્થ થયા છે તેઓ પોતાનો અનુભવ જણાવશે.
- ભારતના દરેક નાગરિક સુધી સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્યની જાણકારી માટે ગ્રામસભા એક મહત્વની પગલું સાબિત થશે.
(4) સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓ માટે પ્રોત્સાહન.
Ayushman Bhav Abhiyan Yojana હેઠળ સરકાર દ્વારા વિવિધ ગામો અને શહેેરના વોર્ડને સન્માનિત કરાશે.
- આ અભિયાને આગળ રાખતા જે ગામના તમામ લોકો પાસે Ayushman Card અને આયુષ્યમાન ભારત આઇડી હશે તથા જે ગામના તમામ લોકોને ટીબી અને અન્ય રોગો સંબંધિત સ્વાસ્થ્ય તપાસ પૂરી થશે તે ગામ પંચાયતને આયુષ્યમાન ગ્રામ પંચાયત તથા શહેરી વિસ્તારના જે બોર્ડને આયુષ્યમાન વોર્ડ નું સન્માન આપવામાં આવશે.
- આ સમગ્ર પખવાડિયામાં આયુષ્યમાન ભવ અભિયાન યોજના હેઠળ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવશે જે તેઓ પોતાના અંગોનો દાન માટે આગળ આવ્યા છે.
જાણવા જેવુ:-
(5) આરોગ્યલક્ષી કાર્યક્રમો.
- Ayushman Bhav Abhiyan Yojana હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
- વિવિધ મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલો દવાખાનામાં સ્વચ્છતા અભિયાન પણ શરૂ કરવામાં આવશે.
Important Links of Ayushman Bhav Abhiyan Yojana
આયષ્યુમાન ભારત યોજનાઓ વેબસાઈટ | |
Ayushman Card Hospital List |
|
Helpline Contact Number | |
Home Page |
Conclusion
મિત્રો, આયુષ્યમાન ભારત યોજના હેઠળ ભારતવાસીઓને મફત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં ભારતના કરોડ નાગરિકોને સ્વાસ્થ્ય સંમતિથી ખર્ચ સાથે બચાવવા લાવ્યા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પથી આ અભિયાન ભારતના દરેક નાગરિક સુધી સ્વાસ્થ્ય સંપતિ લાભ પહોંચાડવા માટે કટિબદ્ધ છે ઘર ઘરની ખુશાલી રાખવા માટે બહુ મહત્વનું યોગદાન આપશે. Ayushman Bhav Abhiyan Yojana દરેક ભારતીય સાથે આરોગ્યનું વરદાન સાકાર થશે સાકર કરશે.
FAQ
(1) Ayushman Bhav Abhiyan Yojana નો ઉદ્દેશ શું છે?
ભારતના દરેક નાગરીકોને આયુષ્યમાન ભારત યોજનાથી મફત સારવારનો લાભ મળી રહે તે માટે આયુષ્માન ભવ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.
(2) આયુષ્યમાન ભવ અભિયાનની શરૂઆત ક્યારે કરવામાં આવનાર છે.
તા.17/09/2023 થી Ayushman Bhav Abhiyan Yojanaની શરૂઆત થશે.
(3) આયુષ્યમાન ભવ અભિયાન કયા વિભાગ મારફતે અમલમાં મુકવામાં આવે છે.
ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભવ અભિયાન અમલમાં મુકવમાં આવ્યુ છે.
1 thought on “Ayushman Bhav Abhiyan Yojana | આયુષ્માન ભવ અભિયાન”