Ayushman Card Gujarat Online | આયુષ્યમાન કાર્ડના ફાયદા,હોસ્પીટલનું લીસ્ટ જાણો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ayushman Card Gujarat : મિત્રો, ભારત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે સ્વાસ્થ્ય સુખાકારી બાબતે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકી છે. જેવી કે પ્રધાનમંત્રી કિસાન સંમ્માન નિધિ , પ્રધાન મંત્રી સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના વગેરે. તેવી જ એક યોજના આયુષ્યમાન ભારત યોજના. આ યોજના હેઠળ લાભાર્થી ₹ 10,00,000/- (દશ લાખ) નો આરોગ્યની સારવાર મફતમાં મેળવી શકે છે. જેનાથી મધ્યમ તથા ગરીબ પરિવારોને ઘણી રાહત મળશે. આ લેખમાં આપણે જાણીશું કે  Ayushman Card Gujarat કેવી રીતે બનાવવુ? Ayushman Card Online Apply Gujarat, આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવુ?, આપના વિસ્તારની હોસ્પિટલનું લીસ્ટ કેવી રીતે મેળવીશુ? જેના વિશે આપણે આજે વિગતે જાણકારી મેળવીશુ. તો આ અર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે.

Ayushman Card Gujarat

Contents hide

Bullet Point Of Ayushman card Gujarat

યોજનાનું નામ Ayushman Bharat Yojana
યોજનાની શરૂઆત 4th April 2018  થી  છત્તિસગઢથી
લાભ ગુજરાત રાજ્યના નાગરિકને ₹ 10,00,000/- (રુપિયા દશ લાખ) નો આરોગ્ય વિમો મફત.
લાભાર્થીની ઉંમર 16 થી 59 વર્ષ.
Ayushman card Gujarat કઢાવવા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના V.C.E  અને

શહેરી વિસ્તારમાં કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવો. (હેલ્થ સેન્ટર)

યોજનાનો મુખ્ય ઉદ્દેશ મધ્યમ વર્ગીય પરિવારોને આરોગ્ય રક્ષણ
હેલ્પલાઈન નંબર 14477  અને  1800 11 4477
Official  Website pmjay.gov.in

Ayushman Bharat Yojana શું છે?

4 એપ્રિલ 2018 થી  છત્તિસગઢની શરૂ કરાયેલ આ યોજનામાં ઓછી આવક ધરાવતા મધ્ય વર્ગીય પરિવારોની  યાદી તૈયાર કરવામાં આવી આવી. જે લોકોને મફત હોસ્પિટલની સારવાર આપવા નિયત કરવામાં આવ્યુ.ભારત સરકાર દ્વારા મધ્યમ વર્ગીય પરિવારોને આરોગ્ય લક્ષી ખર્ચને પહોચી વળવા આયુષ્યમાન ભારત યોજના અમલમાં મુકવામાં આવી છે. તમને એક આયુષ્યમાન કાર્ડ  Ayushman Card Gujarat આપવામાં આવે છે. જેના દ્વારા આપ ગુજરાતની આયુષ્યમાન ભારત સાથે જોઈન્ટ હોસ્પિટલમાં એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર મફત  ₹ 10 લાખની સારવાર મેળવી શકો છો.

Note:- આપને ધ્યાન અપાવુ કે પહેલા આ યોજના હેઠળ ₹ 5 લાખ સુધીની સારવાર ખર્ચ મળતો હતો, હવે ₹ 10 લાખ સુધીનો સારવાર ખર્ચ મળે છે.

Ayushman Card Gujarat  નો હેતુ.

આ યોજનાનો ઉદ્દેશ ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોને આરોગ્યલક્ષી મફત સારવારનો છે. ભારતના આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. પરિણામે સરવાર ખર્ચ પાછળ ઘણીવાર દેવાદાર પણ બને છે. આવા પરિવારોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ ₹ 10 લાખની મફત સારવાર કરવામાં આવે છે . આ યોજના અંતર્ગત ઓળખકાર્ડ તરીકે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે.

આયુષ્યમાન કાર્ડના લાભ

આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે લાભાર્થી પોતાની નજીકની આયુષ્યમાન હેઠળની હોસ્પિટલ કે CSC સેન્ટર પર જઈ આયુષ્યમાન કાઢાવી શકે છે. જેના લાભો નીચે મુજબના છે.

 • આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાયકાત ધરાવતા લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે.
 • જેના દ્વારા આપ પોતાના વિસ્તારની નજીકની સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલનમાં ₹ 10 લાખની મફત સારવાર કારાવી શકો છો.
 • માનસિક બિમારીની સારવાર.
 • મહિલાઓને પ્રસુતિ વખતેની સારવાર.
 • હ્દય રોગ તેમજ કેન્સરના રોગોમાં મફત સારવાર
 • વૃદ્ધોની અસાધ્ય બિમારી તથા આકસ્મિક ધટનાનીની સારવાર.
 • આયુષ્યમાન કાર્ડ દ્વારા પેપરલેસ વર્ક કરવામાં આવે છે.
 • વૃદ્ધો, બાળકો અને માહિલાઓના સ્વસ્થ્ય માટેની હોસ્પિટલ હેઠળની તમામ સારવાર મફતમાં કરવામાં આવે છે.

Ayushman Card Gujarat  લાભાર્થીની પાત્રતા.

ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં આર્થિક સર્વેક્ષણ કરવામાં આવેલ. જેમાં ગરીબી રેખા નીચે જીવતા BPL પરિવારોની ઓળખ કરીને આયુષ્યમાન ભારત  યોજનાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. ગુજરાતમાં લાખો ગરીબ પરિવારોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે.

આયુષ્યમાન ભારત કાર્ડ આભા કાર્ડ કેવી રીતે કઢાવવુ | Ayushman card gujarat online apply 

આયુષ્યમાન ભારત કાર્ડ એટલે કે આભા કાર્ડ મેળવવા તમારે નીચેના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. જેની મદદથી તમે પોતાનું આયષ્યમાન કાર્ડ કાઢાવી શકો છો.

Step -1 Website Login

 • સો પ્રથમ તમારે  healthid.ndhm.gov.in ગુગલ પર ટાઈપ કરો.
 • જેથી ઓફિસીલય વેબસાઈટનું  નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું હોમ પેજ ઓપન થશે.
Ayushman Card Gujarat
Source of Image Government Website https://healthid.ndhm.gov.in/

Step-2 Enter  Aadhaa Number

 • ત્યાર બાદ નવું પેજ ઓપન થશે. જેમાં આપનો આધાર કાર્ડ નંબર નાંખી I Agree પર ક્લિક કરી.
 • Captcha Code નાંખવાનો રહેશે.તેમાં Using Aadhaar  સિલેક્ટ કરીને Next પર ક્લિક કરવાનું રહેશે.
Ayushman Card Gujarat Adhaar Details
Source of Image Government Website https://healthid.ndhm.gov.in/

Step-3 Verify Details

 • ત્યાર બાદ ઈમેજમાં દર્શાવ્યા મુજબનું નવું પેજ ઓપન થશે.
 • જેમાં આપના આધારકાર્ડની વિગત, ફોટો, જન્મતારીખ, નામ, વગેરે જેવી બાબતો વેરીફાઈ કરીને Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
Ayushman Card Gujarat Verify Details
Source of Image Government Website https://healthid.ndhm.gov.in/

Step-4 Download Ayushman Card

 • ત્યાર બાદ ઈમેજમાં દર્શાવ્યા મુજબનું નવું પેજ ઓપન થશે. જેમાં આપનું આયુષ્યમાન કાર્ડ અપડેટ થશે.
 • આ કાર્ડમાં આપના આધારકાર્ડમાં જે વિગતો હશે. તેવી જ વિગતો સાથેનું આયુષ્યમાન કાર્ડ બનશે. જેમાં તમે Edit Details પર ક્લિક કરીને, તમારો નવો ફોટો, ઈમેલ આઈ.ડી જેવી વિગતો સુધારીને સમબીટ કરી શકો છો. જેથી આપનું નવી અપડેટ સાથેનું આયુષ્યમાન કાર્ડ તૈયાર થઈ જશે.
 • નીચે જણાવેલ Download બટન પર ક્લિક કરીને આપ આપનું ફોટા સાથેનું  આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
Ayushman Card Gujarat Download
Source of Image Government Website https://healthid.ndhm.gov.in/

આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ.

આપના ગામના V.C.E પાસેથી અથવા નજીકના આરોગ્ય કેન્દ્ર પાસેથી નીચેના ડોક્યુમેન્ટ લઈને આયુષ્યમાન કાર્ડ કઢાવી શકો છો.

 • મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • અધારકાર્ડ નંબર
 • રેશન કાર્ડ

આપને આયુષ્યમાન કાર્ડ કઢાવવા  કોઈપણ પ્રશ્નો આવતા હોય તો આપ 1800 11 4477 અથવા 14477 આપેલા ટોલ ફ્રી નંબર પર કોલ કરીને  ફરિયાદ કે માર્ગદર્શન મેળવી શકો છો.

વધુ જાણો:- 

પીએમ કિસાન યોજનાના e-KYC પ્રોસેસ.

માનવ કલ્યાણ યોજના 2024 ₹ 48,000/- સુધીના મફત સાધન સહાય

આયુષ્યમાન મિત્ર તમારી મદદ કરશે.

આયષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સરકાર દ્વારા આયુષ્યમાન મિત્રની નિમણૂક કરવમાં આવેલ છે. હોસ્પિટલ વહિવટી તંત્ર દ્વારા તેનો સંપર્ક કરવાનો રહેશે. જે આપને Ayushman Card Gujarat કઢાવવામાં તથા  દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા થી દર્દીને ડીસ્ચાર્જ કરવા સુધીની પ્રક્રિયામાં આપને માર્ગદર્શક બનશે. આયુષ્યમાન મિત્ર હોસ્પિટલ, સરકાર અને વિમા કંપની સાથે સંકલન કરવાનું કામ પણ કરે છે.

Ayushman Card Pdf Downlond | આયુષ્યમાન કાર્ડની pdf Download 

મિત્રો, આયુષ્યામાન ભારત અભિયાન હેઠળ દરેક લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે આયુષ્યમાન ભારત એપના માધ્યમથી આપ આયુષ્યમાન કાર્ડ  Pdf Downlond  ડાઉનલોડ કરી શકો છો. જેથી ગમે ત્યારે આપને મોબાઈલમાંથી આયુષ્યમાન ભારત કાર્ડની વિગતો મળી રહે.

વધુ જાણો:- 

 નમો શ્રી યોજના હેઠળ ડિલેવરી માટે મળશે ₹ 12000

પ્રધાનમંત્રી આવાસ યોજના ₹ 2,67,000/-ની સહાય.

Ayushman Card Gujarat Hospital List  હોસ્પિટલનું લીસ્ટ.

 • મિત્રો, આપના વિસ્તારની હોસ્પિટલનું લીસ્ટ ડાઉનલોડ કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઈટ pmjay.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
 • તેમાં હોમ પેેજ પર આવેલ  “Fiend Hospital” મેનું પર કલીક  કરવાનું  રહેશે.
 • ત્યાર બાદ તેમાં આપના રાજ્યનું નામ, જિલ્લાનું નામ, જેવી વિગતો ભરીને સર્ચ કરવાથી આપના વિસ્તારની હોસ્પિટલનું નામ જાણી શકો છો.આપના વિસ્તારની હોસ્પિલનુંં લીસ્ટ જાણીએ કોઈને પણ  ઈમર્જન્સીના સંજોગોમાં  ઝડપથી સારવાર મળી રહે છે.
Ayushman Card Gujarat list
Source of Image Government Website https://hospitals.pmjay.gov.in/

Important Links For Ayushman Card Gujarat

Official Website

 Click Here

તમારા વિસ્તારનું હોસ્પિટલનું લિસ્ટ માટે

Click Here

Ayushman card online Download

Click Here

Join Our Whatsapp Group

Click Here

Home Page

Click Here

Conclusion

આ લેખમાં આયુષ્યમાન ભારત યોજના વિશે તથા આયુષ્યમાન ભારત કાર્ડ વિશે સંબંધિત તમામ મહત્વપુર્ણ માહિતી પ્રદાન કરેલ છે. જેમાં Ayushman Card Gujarat  કેવી રીતે કઢાવવું અને હોસ્પિટલનું લીસ્ટ કેવી રીતે મેળવવું વગેરે જાણકારી આપવાનો પ્રયત્ન કરેલ છે. આપને આ યોજના સંબંધિત કંઈ પણ સામસ્યા આવતી હોય તો આપ નીચેના કોમેન્ટ બોક્ષમાં વિગતો ભરી, સમબીટ કરશો, અમારી ટીમ દ્વારા આપનો સંપર્ક કરી સમસ્યાનો ઉકેલ લાવી આપીશુ.

FAQ

(1) આયુષ્યમાન ભારત યોજના કાર્ડ માટે અરજી કોણ કરી શકે?

16 થી 59 વર્ષ સુધીના તમામ ભારતીય નાગરીક  આયુષ્યમાન ભારત યોજના કાર્ડ મેળવવા અરજી કરી શકે છે.

(2) આયુષ્યમાન ભારત કાર્ડ યોજના હેલ્પલાઈન નંબર કયો છે?

આયુષ્યમાન ભારત કાર્ડ યોજનાના લાભાર્થીઓને કોઈ પણ સમસ્યા હોય તો  ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ ટોલ ફ્રી નંબર 14477  અથવા 1800 11 4477 પર કોલ કરી શકો છો.

(3) આયુષ્યમાન ભારત કાર્ડ ખોવાઈ જાય તો શું કરવુ?

આયુષ્યમાન ભારત કાર્ડ ખોવાઈ જાય તો નવુ કાર્ડ નીકળી શકે છે. તમારે આધાર કાર્ડ, ફોટો, મોબાઈલ નંબર લઈને નજીક CHC સેન્ટર પાસેથી બીજું કાર્ડ કઢાવી શકો છો.

(4)  Ayushman Card Gujarat હેઠળ કેટલા રકમની સારવાર ખર્ચ મળે છે?

આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ ગુજરાતમાં ₹ 10 લાખની સારવાર ખર્ચ મફત મળે છે.

(5)  આયુષ્યમાન ભારત  યોજનાની હોસ્પિટલનું લીસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવુ?

આયુષ્યમાન ભારત યોજનાની હોસ્પિટલનું લીસ્ટ ડાઉનલોડ કરવા તમારે WWW.PMJAY.GOV.IN  વેબસાઈટની મુલાકાત લઈ. વિગતો ભરીને હોસ્પિટલનું લીસ્ટ મેળવી શકો છો.

2 thoughts on “Ayushman Card Gujarat Online | આયુષ્યમાન કાર્ડના ફાયદા,હોસ્પીટલનું લીસ્ટ જાણો.”

Leave a comment