મુખ્યમંત્રી કિસાન સહાય યોજના | Mukhyamantri Kisan Sahay Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Kisan Sahay Yojana Gujarat | કિસાન સહાય યોજના  | Mukhyamantri Kisan Sahay Yojana Gujarat List | Mukhyamantri Kisan Sahay Yojana Gujarat Online Apply | CM Kisan Sahay Yojana Gujarat | Kisan Sahay Yojana Gujarat 2023 | Mukhyamantri Kisan Sahay Yojana Beneficiary Status

જાણવા જેવું: મિત્રો, ખેડૂતોને ખરીફ પાકની સીઝનમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ (દુષ્કાળ), કમોસમી વરસાદને કારણે કયારેક તૈયાર પાક પર ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. આવી અણધારી વારંવાર આવી પડતી કુદરતી આફતો સામે ખેડૂતને રક્ષણ આપવા  તથા તેઓને ખેતીમાં નુકસાન ના થાય તે માટે સરકાર દ્વારા Mukhyamantri Kisan Sahay Yojana Gujarat યોજના અમલમાં મુકવામાં આવી છે. આજ ના આ અર્ટિકલમાં આજે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કેવા સંજોગોમાં મળે છે?, આ સહાય કોને મળશે? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વગેરે જેવી બાબતોની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Mukhyamantri Kisan Sahay Yojana Gujarat

Contents hide

Bullet Point of Mukhyamantri Kisan Sahay Yojana Gujarat

યોજનાનું નામ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના
યોજનાનો હેતું ખેડૂતોને અતિવૃષ્ટિ કે માવઠાને કારણે પાકમાં થયેલ નુકસાનનું વળતર આપવા માટે.
લાભ કોને મળશે? જ્યારે કોઈ સિઝનમાં કુદરતી આફતને કારણે પાકને નુકસાન થાય ત્યારે સરકાર દ્વારા સહાય જાહેર થયેથી ખેડૂતોને લાભ મળશે.
કેટલી સહાય અપાશે 33% થી  60% નુકસાનીમાં પ્રતિ હેક્ટરે ₹ 20,000/-

60% થી વધુ નુકસાનીમાં પ્રતિ હેક્ટરે ₹ 25,000/-

અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન
અરજી ક્યાં કરવી? ગામના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે VCE મારફતે ઓનલાઈન.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના યોજનાનો હેતું.

રાજ્ય સરકાર ખેડૂત કલ્યાણના માટે અનેક યોજનાઓ અમલમાં મુકી  રહી છે. રાજ્યના વિકાસમાં ખેતી અને ખેડૂતોનો અમૂલ્ય ફાળો રહેલો છે. ખેતીની સિઝન અને તેમાં ખરીફ સીઝનમાં ખેતી તૈયાર પાકોમાં અનાવૃષ્ટિ(દુષ્કાળ), કમોસમી વરસાદ(માવઠું) અને અતિવૃષ્ટિ, વાદળ ફાટવુંજેવા આકસ્મિક કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. આ જોખમો સામે રક્ષણ માટે 33% કે તેથી વધુ પાક નુકસાનના પ્રસંગોએ S.D.R.F (State Disaster Response Fund) અંતર્ગત સહાય ચુકવવામાં આવે છે.

કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ કે જેમાં રાજ્યના બધાજ ખેડુતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે કુદરતી આપત્તિથી થયેલ પાક નુકસાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લેવાના Mukhyamantri Kisan Sahay Yojana Gujarat  અમલમાં મુકવામાં આવેલ છે.

Mukhyamantri Kisan Sahay Yojana Gujarat યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા.

જયારે રાજ્યમાં કમોસમી વરસાદ કે કુદરતી આપત્તિને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર આપવા સહાય જાહેર કરે છે. Mukhyamantri Kisan Sahay Yojana Gujarat  હેઠળ નીચે મુજબના પાત્રતા ધરાવતા લાભાર્થીને સહાય મળે છે.

  • સમગ્ર રાજ્યમાં મહેસુલી રેકોર્ડમાં નોંધાયેલા 8-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ (Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડુત લાભાર્થી ગણાશે.
  • આ યોજનાના લાભ માટે ખેડૂત દ્વારા ખરીફ ઋતુમાં પાકનું  વાવેતર કરેલ હોવું જોઈશે
  • અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું) જેવી કુદરતી આફતોને કારણે ઉભા ખરીફ પાકના ૩૩% કે તેથી વધુ નુકસાનના પ્રસંગોએ જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • ખરીફ ઋતુમાં આ યોજના હેઠળ કોઈપણ એક જોખમનો જ લાભ મળશે.
  • એક 8-અ ખાતા દીઠ એક જ સહાય વધુમાં વધુ 4 હેક્ટરની (નક્કી થાય તે) મર્યાદામાં મળવાપાત્ર થશે,
  • જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા મંજુર કરેલી યાદી જાહેર કર્યાના સમયમર્યાદામાં યાદીમાં સમાવિષ્ટ ખેડૂતોએ ઓનલાઇન અરજી માટે જરુરી સાધનિક કાગળો સહિત ઇ-ગ્રામ સેન્ટર ઉપર જવાનું રહેશે.
  • અનાવૃષ્ટિ (દુષ્કાળ)ના કિસ્સામાં કેનાલ આધારિત કમાન્ડ એરિયાના ખેડૂતોને આ જોખમનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.
  • આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને D.R.F યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો મળશે.

વધુ જાણોઃ-

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કેવા સંજોગોમાં ચુકવાશે?

સંબંધિત વર્ષમાં ખરીફ ઋતુ માટેના તમામ પાક વાવેતર વિસ્તારને આવરી લઇ અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ, અને કમોસમી વરસાદ(માવઠું)ના કુદરતી આપત્તિથી થતા જોખમોથી ખેડૂતને થતા પાક નુક્સાન સામે રાજ્ય સહાય આપવાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નીચે મુજબના સંજોગોમાં સહાય ચુકવાશે.

(1) અનાવૃષ્ટિ (દુષ્કાળ)

(2) અતિવૃષ્ટિ

(3) કમોસમી વરસાદ (માવઠું) જોખમોથી થયેલ પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે.

(1) અનાવૃષ્ટિ(દુષ્કાળ).

તાલુકાના મહેસુલી રેઇન ગેજ મુજબ જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી 31 ઑગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં સિંચાઇ વિભાગ દ્વારા પિયત માટે કમાન્ડ એરિયાના ખેડૂતોને અનાવૃષ્ટિ જોખમનો લાભ મળવાપાત્ર રહેશે નહી.

(2) અતિવૃષ્ટિ.

તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત ક્ષેત્રના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા  48 કલાકમાં 25 ઇંચ કે તેનાણી વધારે વરસાદ નોંધાયેલ હોય અને તેનાથી  ખેતરના ઊભા પાકમાં નુકસાન થયેલ હોય તો તેને અતિવૃષ્ટિનું જોખમ ગણી સહાય આપવામાં આવશે.

(3) કમોસમી વરસાદ (માવઠું).

સહાય માટે જાહેર કરેલા વર્ષમાં કોઇ નિશ્ચિત સમયગાળા સુધીમાં તાલુકાના રેઇન ગેજમાં સળંગ છેલ્લા  48 કલાકમાં 50 મી.મી. થી વધુ અરધાર્યેા વરસાદ પડે અને  જેનાથી ખેતીના પાકને નુકસાન થાય તો તેને કમોસમી વરસાદ(માવઠું)નું જોખમ ગણી સહાય આપવમાં આવશે.

Mukhyamantri Kisan Sahay Yojana Gujarat Details

આ યોજના હેઠળ પાકના નુકસાની સર્વેની કામગીરીની વિગતો.

ઉપર દર્શાવ્યા મુજબ અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું)ના કારણે પાકને નુકસાન થયેલ હોય તેવા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી સામાન્ય રીતે જિલ્લા કલેકટરશ્રી દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે અને તેને ઘટના બન્યાના સાત દિવસની અંદર રાજ્ય સરકારની (મહેસુલ વિભાગની) મંજૂરી માટે મોકલી આપવાની રહે છે. જેના અધારે મહેસુલ વિભાગ દ્વારા Mukhyamantri Kisan Sahay Yojana Gujarat હેઠળ સહાય ચુકવણીના આદેશો કરવામાં આવે છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં લાભાર્થીનું લીસ્ટ | Mukhyamantri Kisan Sahay Yojana Gujarat List

  • રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામો/તાલુકા/ વિસ્તારની યાદી જાહેર થયેથી સંબંધિત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સર્વે ટીમો બનાવી અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારના અસરગ્રસ્ત ખેતરોનો પંચનામા સહિતનો સર્વે નિયત કરેલ સમયમર્યાદામાં કરાવી લેવાનો હોય છે.
  • સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સહી વાળા હુકમથી જાહેર કરવામાં આવતી હોય છે.
  • આ યાદીમાં સરકારશ્રીના સંબંધિત વર્ષમાં નક્કિ કરેલ ધોરણો મુજબની યાદી જાહેર કરવમાં આવ છે. જેમાં લાભાર્થીનું નામ, 8-અ ખાતા નંબર, અસરગ્રસ્ત સર્વે નંબર, અસરગ્રસ્ત સર્વે નંબરનું ક્ષેત્રફળ, પાક નુકસાનગ્રસ્ત વિસ્તારનું ક્ષેત્રફળ અને પાકના નામ વગેરેનો સમાવેશ થતો હોય છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સરકાર દ્વારા કુદરતી આફતના જોખમોને ધ્યાને લઈ તેનાથી થયેલ નુકસાનને આધારે સહાય જાહેર કરવામાં આવે છે.

ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનની ટકાવારી યોજના હેઠળ(રાજ્ય બજેટમાંથી) સહાય રૂ. પ્રતિ હેક્ટરે. (મહત્તમ ચાર હેકટરની મર્યાદામાં)
33% થી  60% ₹ 20,000/- ની સહાય
60% થી વધુ ₹. 25,000/-

નોંધ – ઉપર મુજબની સહાય વર્ષ 2021-22 માં જાહેર કરેલ હતી.

જાણવા જેવુંઃ- 

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • યોજના માટે નક્કી કરવામાં આવેલ પોર્ટલ ઉપર જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મંજુર કરેલ યાદીના લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જવાનું રહેશે.
  • ઇ-ગ્રામ સેન્ટરના VCE એ ખેડૂતના સાધનિક કાગળો તપાસીને પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અને અરજીની પ્રિન્ટ આઉટ મેળવી અરજદારની જરૂરી સહી/અંગુઠો કરાવી સાધનિક કાગળો સહિતની અરજી VCE એ મેળવી લેવાની રહેશે તથા યાદી સાથે તમામ અરજીઓ સાધનિક કાગળો સહિત સંબંધિત ગ્રામસેવકને દિન-૦૩માં આપવાની રહેશે.

કિસાન સહાય યોજના   હેઠળ લાભાર્થીએ રજુ કરવાના ડોક્યુમેન્ટ.

  • 8-અ ની નકલ.
  • 7/12 ની નકલ/ગામના નમુના નંબર-12 માં પાક વાવેતરની નોંધણી થયેલ ન હોય તો તે કિસ્સામાં તલાટી કમ મંત્રીનો પાક વાવેતરનો દાખલો.
  • ખેડૂત લાભાર્થીના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેક.
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બીજા ખાતેદારોનું સંમતિ પત્રક આપવાનું રહેશે.
  • આધાર કાર્ડની નકલ
  • ખેડૂતનું કબૂલાતનામું: જેમાં અરજી કરનાર લાભાર્થી ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલ ખરીફ પાકને ચોક્કસ ક્ષેત્રફળમાં અનાવૃષ્ટિ(દુષ્કાળ)/અતિવૃષ્ટિ/કમોસમી વરસાદ (માવઠું)થી નુકસાન થયેલ છે અને મારા આ નુકસાન પામેલ સર્વે નંબર/નંબરોમાં છેલ્લા ત્રણ વર્ષથી ખરીફ ઋતુમાં પાક વાવેતર કરું છું અને આ અંગે મળનાર સહાય ખોટી લીધેલ છે તેમ માલૂમ પડશે તો સરકારશ્રીમાં પરત કરવાની બાહેધરી આપું છું. આવુ કબુલાતનામું જોડવાનું રહેશે.

અરજી મંજૂર કરવાની કાર્યપદ્ધતિ.

  • ઓનલાઇન મળેલ અરજી અને તે અન્વયે મળેલ અરજીની પ્રિન્ટ નકલ સહિતના સાધનિક કાગળોને ધ્યાનમાં રાખીને ગ્રામસેવક દ્વારા અરજીની ચકાસણી કરી પાક નુકસાનની ટકાવારી ઓનલાઇન તેમજ પ્રિન્ટ નકલમાં દર્શાવી સહાય મંજુર/નામંજુર કરવાની ભલામણ કરવાની રહેશે.
  • ગ્રામસેવકની ભલામણના આઘારે સંબંધિત તાલુકાના તાલુકા અમલીકરણ અધિકારી ઓનલાઈન અરજી મંજુર કરશે.
  • તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવેલ અરજીઓને આધારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાય ચુકવવાની કાર્યવાહી જિલ્લા ખેતીવાડી અધિકારી કરશે.

Important Links of Mukhyamantri Kisan Sahay Yojana Gujarat

કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની વેબસાઈટ

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, ખેડૂતોને કુદરતી આફતો સામે રક્ષણ આપવા તથા તેઓને થયેલ પાક નુકસાનીમાં ભરપાઈ કરવા માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સંબંધિત વર્ષમાં જાહેર કરવામાં આવે છે.નુકસાનીની ટકાવરી તથા જોખમને ધ્યાને રાખીને ખેડૂતને પ્રતિ હેક્ટર દીઠ સહાય નક્કિ કરવામાં આવે છે.આ આર્ટીકલમાં આપણે Mukhyamantri Kisan Sahay Yojana Gujarat હેઠળ આ યોજનાની સંપુર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને આ યોજના વિશે સહાયમાં કોઈ સમસ્યા હોય તો આપના ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

પ્રશ્નઃ (1) Mukhyamantri Kisan Sahay Yojana Gujarat હેઠળ સહાય ક્યારે જાહેર કરવામાં આવે છે?

જવાબ- સંબંધિત વર્ષમાં કુદરતી આફતને ધ્યાને રાખીને સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સહાય જાહેર કરવામાં આવે છે.

પ્રશ્નઃ (2) મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કેવા સંજોગોમાં સહાય ચુકવાય છે?

જવાબ- ખરીફ પાકની સીઝનમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ (દુષ્કાળ), કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનના વળતર રૂપે સહાય ચુકવાય છે.

પ્રશ્નઃ (3) મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કેટલી સહાય ચુકવાય છે?

જવાબ- 33% થી  60% નુકસાનીમાં પ્રતિ હેક્ટરે ₹ 20,000/- અને 60% થી વધુ નુકસાનીમાં પ્રતિ હેક્ટરે Rs.25,000/-ની સહાય ચુકવાય છે. અથવા સરકાર દ્વારા નુકસાનીના અંદાજને ધ્યાને રાખીને સહાય ચુકવાય છે.

Leave a comment