નમો શ્રી યોજના હેઠળ ડિલેવરી માટે મળશે ₹ 12000 | Namo Shree Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Namo Shree Yojana 2024 : સરકાર દ્વારા કિશોરીઓ , સગર્ભા તથા ધાત્રી માતાઓના પોષણ અને સ્વસ્થ્યને લગતી હાલ ઘણી યોજનાઓ અમલમાં છે. જેમાં તાજેતરના વર્ષ 2024-25 ના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા વધુ એક યોજના નમો શ્રી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં મહિલાઓને સરકારી કે ખાનગી સંસ્થામાં પ્રસુતિ માટેની સહાય ₹ 6000 થી વધારીને ₹ 12000 ત્રણ થી ચાર તબક્કામાં આર્થિક સહાય આપવામાં આવશે. જેમાં માતા તથા બાળકના પોષણનું પુુુુરતુંં ધ્યાન રાખવામાં આવશે. મિત્રો, આજના આર્ટિકલ Namo Shree Yojana 2024  હેઠળ સહાય માટે અરજી ક્યાં કરવી? તથા મળનાર સહાય વિશે વિગતે માહિતી મેળવીશું.

Namo Shree Yojana

Bullet Point of Namo Shree Yojana 2024

યોજનાનું નામ નમો શ્રી યોજના 2024
યોજનાની શરૂઆત એપ્રિલ-2024 થી
યોજનાનો હેતું મહિલાઓને ડીલેવરી વખતે આર્થિક સહાય આપવા માટે
મળનાર સહાય પ્રસુતિ સહાય તરીકે ₹ 12000 ની સહાય હપ્તાવાર ચુકવાશે
લાભાર્થીની પાત્રતા. SC/ST/NFSA/PM-JAY સહીતની 11 કેટેગરીની મહિલાઓનો સમાવેશ થશે.
અરજી ક્યાં કરવાની નજીકના આરોગ્ય કેન્દ્ર  આશા વર્કર મારફતે

નમો શ્રી યોજના વિશે જાણો.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તા. 02/02/2024 ના રોજ વર્ષ 2024-25 ના બજેટમાં નમો શ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે કુલ  ₹ 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને આ યોજના હેઠળ અંદાજિત 6 લાખ સગર્ભા બહેનોને લાભ આપવાનો અંદાજ કરવામાં આવ્યો છે. Namo Shree Yojana 2024 હેઠળ સગર્ભા મહિલાને પ્રસુતિ પહેલા અને પ્રસુતિ બાદ વિવિધ તબક્કામાં ₹ 12000 ની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

Namo Shree Yojana 2024 યોજનાનો ઉદ્દેશ

નમો શ્રી યોજના હેઠળ ગર્ભવતી મહિલાને પ્રસુતિના પહેલા અને બાદ આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ નીચે મુજબ છે.

  • સરકારી કે ખાનગી દવાખાનામાં પ્રસુતિ માટે પ્રોત્સાહન આપવું.
  • ગર્ભાવસ્થા દરમ્યાન માતાને તથા પ્રસુતી બાદ બાળકને પોષણ મળે તેવી વ્યવસ્થા કરવી.
  • માતા તથા બાળ મુત્યુ દરમાં ઘટાડો કરવો.
  • વર્ષ દરમ્યાન અંદાજે 6 લાખ સગર્ભા મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.

નમો શ્રી યોજનાના લાભાર્થીની પાત્રતા.

તાજેતરમાં જ જાહેર થયેલ આ યોજનાના  લાભાર્થીની પાત્રતા નીચે મુજબની છે.

નીચે દર્શાવેલ જુદી-જુદી કુલ 11 કેટેગરીની મહિલાઓને આ યોજના હેઠળ ડેલેવરી સહાય આપવામાં આવશે.

  • SC, ST, અને BPL કેટેગરીની મહિલાઓ,
  • દિવ્યાંગ બહેનોને,
  • e-Sharm કાર્ડ ધરાવતી મહિલાઓને,
  • દિવ્યાંંગ મહિલાઓને
  • NFSA કાર્ડ ધરાવતી મહિલાઓ,
  • PMJAY (આયુષ્યમાન ભારત યોજના)ના લાભાર્થીઓ
  • કિસાન સન્માન નિધિ હેઠળના લાભાર્થી મહિલા ખેડૂતને,
  • મનરેગા જોબકાર્ડ ધરાવતી મહિલાઓને,

ઉપર મુજબની કેટેગરીમાં સમાવેશ થતી અને જેઓને વાર્ષિક આવક  ₹ 8 લાખ કરતા ઓછી છે. તેવી તમામ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.

Namo Shree Yojana 2024 હેઠળ મળનાર સહાય.

સરકાર દ્વારા હાલ અમલમાં રહેલી યોજનાઓમાં સુપોષિત માતા સુપોષિત બાળ યોજના તથા બાળકના પોષણ માટે ચિરંજીવી યોજના અમલમાં છે. વધુમાં સરકારના હાલના બજેટની જાહેરાત મુજબ નમો શ્રી યોજના 2024 હેઠળ મહિલાઓને પ્રસુતિ માટે આર્થિક સહાય આપવામાં આવશે. મહિલાને પ્રસુતિ પહેલા અને પ્રસુતિ બાદ વિવિધ તબક્કાઓમાં કુલ ₹ 12000ની આર્થિક સહાય આપવામાં આવશે. મહિલાની પ્રસુતિ ખાનગી દવાખાને કે સરકારી દવાખાને થઈ હોય તે તમામ મહિલા લાભાર્થી આ યોજના હેઠળ લાભ મેળવવાપાત્ર બનશે.

નમો શ્રી યોજના હેઠળ વિવિધ તબક્કે મળનાર સહાય.

નમો શ્રી યોજના હેઠળ લાભાર્થીને કુલ પાંચ તબક્કામાં સહાય મળવાપાત્ર થશે. જેની વિગતો નીચે મુજબની છે.

ક્રમ હપ્તો તબક્કો પ્રથમ પ્રસુતિ બીજી પ્રસુતિ ત્રીજી પ્રસુતિ.
1 પ્રથમ હપ્તો સગર્ભાવસ્થાની નોંધણી કર્યેથી. ₹ 2,000/- ₹ 2,000/- ₹ 2,000/-
2 બીજો હપ્તો ગર્ભાવસ્થાના છ માસ પુરા થયેથી ₹ 2,000/- ₹ 3,000/- ₹ 3,000/-
3 ત્રીજો હપ્તો સંસ્થાકીય પ્રસુતિ થયેથી ₹ 3,000/- ₹ 6,000/-
4 ચોથો હપ્તો નવજાત બાળકનું સંપુર્ણ રસીકરણ થયેથી. ₹ 1,000/- ₹ 1,000/-
5 પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ મળવાપાત્ર સહાય ₹ 3,000/-  (નોંધણી થયાના 6 માસમાં) ₹ 6,000/-

સંસ્થાકીય પ્રસુતિ વખતે.

0
કુલ સહાયની રકમ ₹ 12,000/- ₹ 12,000/- ₹ 02,000/-

વધુ જાણો:- 

નમો લક્ષ્મી યોજના 2024 કન્યાને મળશે ₹ 50000/- ની સહાય.

નમો સરસ્વતી યોજના 2024 વિદ્યાર્થીને મળશે કુલ ₹25,000/-

નમો શ્રી યોજના ફોર્મ | Namo Shree Yojana Application Form

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં તા.02/02/2024 ના રોજ નમો શ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો હાલ જાહેરાત થયેલ હોવાથી નમો શ્રી યોજના ફોર્મ ઓનલાઈન ભરવાનું થાય છે કે ઓફલાઈન ફોર્મ ભરવાનું થાય. તેની સ્પષ્ટતા હજુ થયેલ નથી. આ બાબતે જ્યારે વિગતવાર જાહેરાત થશે ત્યારે આ વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે.

Namo Shree Yojana 2024
Image Credit Government Official Website (www.cmogujarat.gov.in)

Conclusion

સ્વસ્થ માતા તેનું સ્વસ્થ બાળ યુક્તિને સાર્થક કરતી નમો શ્રી યોજનાની જાહેરાત તા.02/02/2024 ના રોજ થઈ ચુકી છે. જેમાં ખાનગી કે સરકારી દવાખાને પ્રસુતિ કરાવનાર મહિલાને વિવિધ તબક્કે ₹ 12000 ની સહાય આપવામાં આવશે. જેમાં માતાની સાથે બાળકના સ્વાસ્થની સંભાળ રાખવામાં આવશે. મિત્રો, આજના આર્ટિકલ Namo Shree Yojana 2024 આ યોજનાની સંપુર્ણ માહિતી આપવામાં આવી છે. તથા ક્યા તબક્કે કેટલી સહાય મળવાપાત્ર થશે તેની જાણકારી આપવામાં આવી છે.  આ નવી યોજના હેઠળ હવે કોઈપણ અપડેટ આવશે ત્યારે આ વેબસાઈટ પર જરૂરી અપડેટ કરવામાં આવશે.

જાણવા જેેેેેેવું:-

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દિકરી જન્મ વધામણા માટે મળશે ₹ 25,000/-

FAQ

(1) Namo Shree Yojana 2024 હેઠળ શું સહાય મળશે?

સગર્ભા મહીલાઓને પ્રસુતિ પહેલા તથા પ્રસુતિ બાદ વિવિધ તબક્કે કુલ ₹ 12000ની સહાય આપવામાં આવશે.

(2) નમો શ્રી યોજના ના લાભાર્થીની પાત્રતા જણાવો.

આ યોજના હેઠળ જે મહિલાની આવક ₹ 8 લાખ કરતા ઓછી છે તેવી ST,SC અને BPL લાભાર્થી મહિલા, NFSA કાર્ડ ધરાવનાર, આયુષ્યમાન કાર્ડ ધરાવનાર, દિવ્યાંગ બહેનો, e-sharm કાર્ડ ધરાવનાર, મહિલા ખેડૂત, મનરેગા જોબ કાર્ડ ધરાવનાર મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.

(૩) નમો શ્રી યોજના 2024 હેઠળ ફોર્મ ક્યાંથી ભરવાનું થશે?

આ યોજના હેઠળ આપના વિસ્તારની આશા વર્કર મારફતે ફોર્મ ભરવાનું થશે.

(4) નમો શ્રી યોજના ગુજરાતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

સગર્ભા મહિલાઓને પુરતું પોષણ આપીને માતા તથા બાળ મુત્યુદર ધટાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

(5) Namo Shree Yojana 2024ની શરૂઆત ક્યારથી થશે?

આ યોજનાની જાહેરાત વર્ષ 2024-25 ના બજેટમાં કરવમાં આવી છે.જેથી નવા નાણાકીય વર્ષ એપ્રિલ-2024થી આ યોજના અમલી બનશે.

Disclaimer : આ લેખમાં આપેેલ માહિતી લાભાર્થીઓને સામાન્ય સમજ મળી રહે તે માટે મુકવામાં આવી છે. કોઈપણ વિસંગતતાના સંજોગોમાં આ યોજનાનો  સરકારશ્રીનો મુળ ઠરાવ માન્ય રહેશે.

Leave a comment