સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના 2024 | SMSBY Yojana Gujarat [1000 Divas]

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SMSBY | SMSBY Gujarat | સુપોષિત માતા અને સ્વસ્થ બાળ યોજના માટેનું અરજી ફોર્મ | SMSBY App | SMSBY 1000 | SMSBY gujarat gov in | 1000 SMSBY | 1000 Divas smsby | 1000 Divas | Suposhit Mata Swasth Bal Yojana | 1000 દિવસ | 1000 Divas MMY

SMSBY Yojana Gujarat : રાજ્યમાં બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં સુધાર કરવા કરવા માટે ગર્ભવતી મહિલાઓ તથા  બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં છે. ગર્ભાસ્થામાં મહિલાઓને તથા બાળક જન્મના બે વર્ષ સુધી માતા-બાળકને વિશેષ પોષણ આપતી યોજના સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત છે. મિત્રો, આજના SMSBY Yojana Gujarat આર્ટિકલમાં મહિલાના ગર્ભાવસ્થાથી 1000 દિવસ સુધીની કાળજી માટે કેટલો પોષ્ટિક આહાર મળશે? તથા આ યોજના હેઠળ લાભાર્થીના નામની નોંધણી ક્યાં કરાવવી તેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.SMSBY Yojana Gujarat

Bullet Point of SMSBY Yojana Gujarat 2024

યોજનાનું નામ સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના
સંબંધિત સરકારી વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
લાભાર્થીની પાત્રતા તમામ ગર્ભવતી મહિલાઓ
મળવાપાત્ર લાભ ગર્ભાવસ્થાથી 1000 દિવસ સુધી મફત પૈાષ્ટિક આહાર
નામની નોંધણી ક્યાં કરાવવી નજીનની આંગણવાડી ખાતે
ઓફિસિયલ વેબસાઈટ https://1000d.gujarat.gov.in/
હેલ્પલાઈન નંબર 155209

સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના વિશે જાણો

પોષણસ્તર સુધારવા  અને  ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમ્યાન પુરતું પોષણ મળી રહે  તથા જન્મનાર બાળકનો યોગ્ય શારિરીક વિકાસ થાય તે માટે SMSBY Yojana  એટલે કે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના અમલમાં મુકેલ છે. SMSBY યોજનાને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના MMY Yojana તરીકે પણ ઓળખવામાં આવે છે. મહિલાને ગર્ભધારણ પછીનો આશરે 1000 દિવસનો સમયગાળો ધણો મહત્યવનો હોય છે. જેમાં બાળક તથા માતાના પોષણની પુુુુરતી તકેદારી રાખવાની રહોય છે. આ હેઠળ ગર્ભવતી મહિલાને આંગણવાડી મારફતે 1000 Divas સુધી દર મહિને વિના મુલ્યે 2 કિલો ચણા, 1 લીટર સિંગતેલ, 1 કિલો તુવેરની દાળ આપવામાં આવે છે.

1000 દિવસની કાળજી | 1000 Divas smsby

Suposhit Mata Swasth Bal Yojana હેઠળ ગર્ભસ્થ મહિલાને ગર્ભાવસ્થાના 9 મહિલા એટલે કે 270 દિવસ,  બાળક જન્મ થી 2 વર્ષ એટલે કે 730 દિવસ સુધી આમ કુલ  1000 દિવસ સુધી પોષકતત્વો સભર આહાર આપવામાં આવે છે. 1000 દિવસનો સમયગાળો ગર્ભસ્થ માતા તથા તેના બાળકના સર્વાંગી વિકાસ માટેની પ્રથમ પગથિયું છે. જેમાં ગર્ભાવસ્થાનાની જાણ થતા નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે નામ નોંધવીને 1000 દિવસ સુધીનો આહાર નિશ્ચિત કરી શકાય છે.

SMSBY Yojana Gujarat  લાભાર્થીની પાત્રતા

SMSBY Yojana Gujarat હેઠળ લાભાર્થીની પાત્રતા નિચે મુજબ છે.

 • ગર્ભવતી મહિલાની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.
 • કોઈપણ ગર્ભવતી મહિલાને આ યોજના હેઠળ લાભ મળશે.
 • મહિલા ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.

વધુ જાણોઃ- 

કુંવરબાઈનું મામેરું યોજના ₹ 12,000/-ની સહાય.

₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના

Suposhit Mata Swasth Bal Yojana  Benefits 

ગર્ભવતી મહિલાને નામનો નોંધણી થયેથી દર મહિનાના અંદાજિત ચોથા મંગળવારે નીચે મુજબનો પોષ્ટિક આહારનો જથ્થો મફત મળવાપાત્ર થશે.

 • 1 લીટર સિંગતેલ
 • 2 કિલો ચણા
 • 1 કિલો તુવેરની દાળ

મહિલાને 1000 દિવસ સુધી એટલે કે ગર્ભાવસ્થાની બાળક જન્મ બાદ બાળક 2 વર્ષનું થાય ત્યા સુધી પોષ્ટિક આહારનો જથ્થો મળવાપાત્ર રહેશે. જેના દ્વારા મહિલા પોષ્ટિક આહારનું સેવન કરીને પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખી શકે છે.

સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્ટ.

SMSBY Yojana Gujarat હેઠળ લાભ લેવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થી મહિલા માટે નક્કી કરેલ ડોક્યુમેન્ટની વિગત નીચે મુજબ છે.

 • લાભાર્થી મહિલાનું આધારકાર્ડની નકલ.
 • રેશન કાર્ડની નકલ
 • મોબાઈલ નંબર
 • મમતા કાર્ડ કઢાવેલ હોય તો તેની નકલ(જો હોય તો)
 • ફોટો.

SMSBY Yojana Gujarat Application | સુપોષિત માતા અને સ્વસ્થ બાળ યોજના માટેનું અરજી ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે ગર્ભાવસ્થાની જાણ થયેથી મહિલા બે રીતે પોતાના નામની નોંધણી કરાવી શકે છે. આપણે નામ નોંધણીની બંને રીતની માહિતી મેળવીશુ.

જાણવા જેેેેેેવુંઃ-

નમો શ્રી યોજના 2024 હેઠળ ડિલેવરી માટે મળશે ₹ 12000

પ્રસુતિ સહાય યોજના 2024 ડીલેવરી માટે મળશે 37000/- ની સહાય.

ઓફલાઈન આંગણવાડી કેન્દ્ર ખાતે નોંધણીઃ-

મહિલાએ પોતાના વિસ્તારના નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપર દર્શાવેલ ડોક્યેમેન્ટની નકલ સાથે જઈને પોતાના નામની જાતે આંગણવાડી સંચાલક પાસે નામની નોંધણી કરાવી શકે છે. નોંધણી થયા બાદથી લાભાર્થી મહિલાને પોષ્ટિક આહારનો જથ્થો મળવાપાત્ર થશે.

ઓનલાઈન 1000d gujarat gov in પર નોંધણી.

નીચે દર્શાવેલ સ્ટેપ દ્વારા મહિલા જાતે જ  આ યોજનાનો લાભ લેવા ઓનલાઈન પોતાના નામની નોંધણી કરાવી શકે છે.

 • સૌ પ્રથમ ગુગલ પર 1000d gujarat gov in ટાઈપ કરવાનું રહેશે.
 • ત્યાર બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબની વેબસાઈટ ઓપન થશે. જેમાં સર્વિસ મેનુંમાં સ્વયં નોંધણી પર ટીક કરવાનું રહેશે.
SMSBY Yojana Gujarat Login
Image Credit Government Official Website (https://1000d.gujarat.gov.in/)
 • ત્યાર બાદ લભાર્થીનો અધાર કાર્ડનો નંબર , લાભાર્થીનું નામ અંગ્રેજીમાં , જન્મ તારીખ અને જાતીની વિગતો નાંખીને Validate Aadhar પર ક્લિક કરવાનું રહેશે.
 • પછી લાભાર્થીની રેશન કાર્ડની વિગતો, નજીકની આંગણવાડી કેન્દ્રનું નામ, આંગણવાડી કાર્યકર કે તેડાગરનું નામ તથા લાભાર્થીનો મોબાઈલ નંબર નાંખવાનો રહેશે.
 • બધી વિગતો ભરીને Save & Next પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ લાભાર્થીની ગર્ભાવસ્થા સંબંધિ માહિતી નાંખવાની રહેશે. જેમાં લાભાર્થીઓ ઓળખ નંબર કે મમતા કાર્ડનો નંબર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સરનામુ અને ડીલેવરી માટેની સંભવિત તારીખ નાંખીને Confirm and Submit બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ત્યાથી એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે આપવાની રહેશે. આમ લાભાર્થીની ઓનલાઈન નોંધણી કરી શકાશે.

SMSBY App

 • SMSBY Yojana Gujarat હેઠળ નામ નોંધણી તથા લાભાર્થીના ડેટાની માહિતી મેળવવા માટે મોબાઈલ એપ્લિકેશન SMSBY App પણ ડાઉનલોડ કરી શકો છો. જેની પ્રોસેસ નીચે મુજબની છે.
 • લાભાર્થી દ્વારા 1000d gujarat gov in કરીને વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
 • જેમાંથી ડાઉનલોડ મેનું પર ક્લિક કરીને નીચે દર્શાવેલ ઈમેજ મુજબ મોબાઈલ એપ્લિકેશન સામે ડાઉનલોડ બટન પર ક્લિક કરીને મોબાઇલ એપ ફોનમાં ડાઉનલોડ કરવાનીર રહેશે.
SMSBY Yojana Gujarat App
Image Credit Government Official Website (https://1000d.gujarat.gov.in/)

Important Links of SMSBY Yojana Gujarat

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન નામની નોંધણી કરવા

Click Here

હેલ્પલાઈન નંબર

Click Here

Home Page

Click Here

Conclusion

ગર્ભાવસ્થામાં મહિલાને તથા ગર્ભમાં રહેલ બાળકને પુરતું પોષણ મળી રહે તે માટે આ સમયગાળામાં મહિલાને પુરતો પોષ્ટિકતત્વો સભર આહાર લેવો જરૂરી હોય છે. ગર્ભસ્થ મહિલાઓ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની SMSBY Yojana Gujarat એટલે કે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ 1000 દિવસ પોષણના ગણીને દર મહિને આંગણવાડી ખાતેથી નિશ્ચિત મફત આહારનો જથ્થો આપવામાં આવે છે. જેના ઉપયોગની મહિલા પોતાના તથા બાળકના સ્વાસ્થ્યની સારી કાળજી રાખી શકે છે. આપને આ યોજનાના લાભ લેવા માટે નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) SMSBY યોજનાનું આખુ નામ શુ છે?

જવાબ- SMSBY યોજના એટલે Suposhit Mata Swasth Bal Yojana જેને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

(2) સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ શું લાભ મળશે?

જવાબ- SMSBY Yojana Gujarat હેઠળ ગર્ભવતી મહિલાને 1000 Divas સુધી દર મહિને વિના મુલ્યે 2 કિલો ચણા, 1 લીટર સિંગતેલ, 1 કિલો તુવેરની દાળ આપવામાં આવે છે.

(3) 1000 Divas smsby નો લાભ લેવા નોંધણી ક્યાં કરવી?

જવાબ- SMSBY Yojana Gujarat યોજનાનો લાભ લેવા નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે નોંધણી કરીને આ યોજનાનો લાભ લઈ શકાય છે.

(4) SMSBY Yojana Gujarat હેઠળ કેટલા સમય સુધી પોષકતત્વો યુક્ત જથ્થો મળશે?

જવાબ- ગર્ભવતી લાભાર્થીના નામનો નોંધણી થયેથી બાળક જન્મના 2 વર્ષ સુધી આ યોજનાનો લાભ મળશે.

1 thought on “સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના 2024 | SMSBY Yojana Gujarat [1000 Divas]”

Leave a comment