પ્રસુતિ સહાય યોજના 2024 | Prasuti Sahay Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગર્ભવતી મહિલાને મળતી સહાય | Prasuti Sahay Yojana | Prasuti Sahay Yojana Gujarat Online Apply | Shramyogi Delivery Sahay Yojana  | ડિલેવરી સહાય યોજના

Prasuti Sahay Yojana Gujara 2024 : મિત્રો, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોના કલ્યાણ તથા આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકેલ છે. બાંધકામક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરૂષની પત્નીને ગર્ભાવસ્થા દરમ્યાન પુરતું પોષણ મળે અને ગર્ભમાં રહેલ બાળકનો સંપુર્ણ વિકાસ થાય તે માટે પ્રસુતિ સહાય યોજના અમલમાં મુકાયેલ છે. આ યોજના દ્વારા મહિલાઓને ડીલેવરી માટે ₹ 37,500 ની સહાય કરવામાં આવે છે. મિત્રો, આજના આ આર્ટિકલ હેઠળ Prasuti Sahay Yojana Gujarat યોજનામાં ગર્ભવતી મહિલાઓને સહાય માટે અરજી ક્યાં કરવી? સહાય કેવી રીતે ચુકવાશે? વગેરે બાબતોએ વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Prasuti Sahay Yojana Gujarat

Contents hide

Bullet Point of Prasuti Sahay Yojana Gujarat

યોજનાનું નામ શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના
સંબંધિત સરકારી વિભાગ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
કોને સહાય મળશે? બાંધકામક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરૂષની પત્નીને ગર્ભાવસ્થા દરમ્યાન અને બાદ સહાય મળશે.
સહાયની રકમ કુલ ₹ 37,500/-
ઓનલાઈન અરજી માટે sanman.gujarat.gov.in
ઓફલાઈન અરજી આપવા માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસે અથવા જિલ્લા શ્રમ, કૌશલ્ય અને રોજગારની કચેરીએ.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનાનો ઉદ્દેશ.

બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ મહિલા શ્રમયોગીને પ્રસુતિના સમયગાળા દરમ્યાન પુરતા પોષણ આહાર અને આરામની જરૂર રહેતી હોય  છે. મહિલા શ્રમયોગી તથા તેના બાળકને પુરતું પોષણ મળે તેવો પોષકયુક્ત આહાર સગર્ભાવસ્થા દરમ્યાન મળી રહે તેવા હેતુથી યોજના અમલમાં મુકવામાં આવી છે. બાળક તથા માતાના સ્વાસ્થ્ય તેમજ તંદુરસ્તી અને આ સમયગાળા દરમ્યાન મહિલા શ્રમિકને આર્થિક રાહત આપવાના ઉદ્દેશથી નોંધયેલ મહિલા બાંધકામ શ્રમિકને  કુલ ₹ 37,500/- ની  સહાય આપવાની જોગવાઈ આ યોજના હેઠળ થયેલ છે.  શ્રમયોગી પરિવારને દવાખાનાના ખર્ચમાંથી આર્થિક રાહત મળે તે માટે Prasuti Sahay Yojana Gujarat અમલમાં મુકવામાં આવેલ છે.

ડીલેવરી યોજના માટે લાભાર્થીની પાત્રતાના ધોરણો.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા  શ્રમયોગી પરિવાર કે કામદાર પરીવાર સાથે સંકળાયેલ મહિલાને પ્રસુતિ વખતે આર્થિક મદદ કરવામાં આવે છે. પ્રસુતિ સહાય માટે નીચે મુજબ લાભાર્થી પાત્રતા નક્કિ કરવામાં આવી છે.

  • લાભાર્થી ઈ નિર્માણ કાર્ડ ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ
  • નોંધણીની તારીખથી ત્રણ વર્ષે નોંધણી રીન્યુ કરાવેલ હશે તેવા મહિલા બાંધકામ શ્રમિકને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફત નોંધાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરૂષની પત્નીને Prasuti Sahay Yojana Gujarat હેઠળ સહાય મળવાપાત્ર રહેશે.
  • બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે

વધુ જાણોઃ- 

કામદારો અને શ્રમયોગીના બાળકોને મળશે ₹ 30,000/- સુધીની સ્કોલરશીપ

શ્રમયોગીને  ₹ 3000/- દર મહિને પેન્શન યોજના

પ્રસુતિ સહાય યોજના હેઠળ મળનાર સહાય.

  • બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલ નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકને પ્રસુતિ થયા પછી ₹ 20,000/- સહાય આપવાની જોગવાઈ થયેલ છે. તથા નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને ₹ 6,000/- ની સહાય આપવાની જોગવાઈ થયેલ છે.
  • પ્રથમ 2 (બે) પ્રસુતિની મર્યાદામાં પ્રત્યેક પ્રસુતિ સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

(1) પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર થતી સહાય.

₹ 2500+10,000 + 5,000 =  કુલ ₹ 17,500/-.ની સહાય મળવાપાત્ર થશે.

નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ સહાય પહેલા ગર્ભવતી મહિલાને મળતી સહાય ₹ 17,500/- સહાય માટે 06 (છ) માસમાં અરજી કરવાની રહેશે તથા ગાયનેક PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર/ ગાયનેક સર્જન/ સર્જન/મમતા કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં) ડોકટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી 06 (છ) પુર્ણ થાય તે પહેલા શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીમાં અરજી જમા  થયેલ હોવી જોઈએ.

(2) પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર થતી સહાય.

₹.5,000 + 10,000 + 5,000 =કુલ ₹ 20,000/- ની સહાય મળવાપાત્ર થશે.

પ્રસુતિ સહાય યોજનામાં અરજી કરવાનો સમયગાળો પ્રસુતિ થયા પછી 12 (બાર) માસની સમયમર્યાદામાં અરજી શ્રમ યોગી કલ્યાણ બોર્ડની કચેરીમાં કરવાની રહેશે.

આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને ઉપર મુજબ પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર થતી સહાય ₹ 17,500/-તથા પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર થતી સહાય ₹ 20,000/-  મુજબ કુલ ₹ 37,500/- ની સહાય ચુકવણી કરવામાં આવશે.

નોંધઃ- અગાઉની જોગવાઈ અનુસાર નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ- ₹ 12,000/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- ₹ 15,000/- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવતા હતા. જે વધારીને નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ- ₹ 17,500/- તથા પ્રસુતિ થયા બાદ ₹ 20,000/- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવે છે.

કસુવાવડના કિસ્સામાં મળવાપાત્ર સહાય.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલીકૃત Prasuti Sahay Yojana Gujarat નો લાભ કસુવાવડના કિસ્સામાં પણ મળવાપાત્ર થાય છે. મૃત બાળકના જન્મ થયે તથા કસુવાવડ થયેથી માન્યતા પ્રાપ્ત PHC ડોક્ટરનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. (ગર્ભ રહ્યા બાદ 26 મા અઠવાડીયા પહેલા અથવા એટલા સમયગાળા દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસુસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં કસુવાવડ માટે સહાય મળશે.)

Prasuti Sahayata Yojana Gujarat  માટે જરૂરી ડોક્યુમેન્ટ.

Prasuti Sahay Yojana Gujarat હેઠળ ઓનલાઈન  અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.

  • અરજીપત્રક.
  • રેશનકાર્ડની નકલ
  • બાળકના જન્મના પ્રમાણપત્રની નકલ
  • બોર્ડના ઓળખ કાર્ડની ઝેરોક્ષ
  • પ્રસુતિ સહાય યોજના સોગંદનામું pdf
  • અરજદારના બે પાસપોર્ટ સાઈઝના ફોટા
  • કસુવાવડ માટેની સહાયમાં PHC ડોક્ટરના સર્ટીફિકેટની ઝેરોક્ષ.
  • બેંકપાસબુકની પ્રથમ પાનાની કોપી/રદ્દ કરેલ ચેકની નકલ

ડીલેવરી યોજના હેઠળ અરજી ક્યાં કરવી? | Prasuti Sahay Yojana Gujarat Online Apply

મિત્રો, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તક ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીને Prasuti Sahay Yojana Gujarat માટે ઓનલાઈન અરજી કરવા માટેની સગવડ આપવામાં આવી છે. અરજદારે Sanman Portal Gujarat  પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. આપ નીચેના સ્ટેપ અનુસરીને જાતે ઓનલાઈન અરજી કરી શકો છો.

  • અરજદારે સૌ પ્રથમ ગુગલ સર્ચમાં sanman.gujarat.gov.in ટાઈપ કરીને સર્ચ  કરવાનું રહેશે.
  • જેથી Sanman Portal Gujarat ની વેબસાઈટ ખુલશે.
  • સન્માન પોર્ટલમાં નવા અરજદારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશની પ્રોસેસ પુુુુર્ણ કર્યેથી ,મોબાઈલમાં યુઝર આઈ.ડી અને પાસવર્ડ SMS દ્વારા આપવામાં આવશે.
  • રજીસ્ટ્રેશનની પ્રોસેસ થયા બાદ અરજદારે ઓનલાઈન નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ લોગીન કરવાનું રહેશે.
Prasuti Sahay Yojana Gujarat Login
Image Credit Government Website (https://sanman.gujarat.gov.in/)
  • ઓનલાઈન લોગીન થયા બાદ અરજદારને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલીકૃત યોજનાઓનું લીસ્ટ ઓપન થશે. જેમાંથી લાગુ પડતી યોજના એટલે કે પ્રસુતિ સહાય યોજના (પ્રસુતિ પહેલા)  યોજના પસંદ કરવાની રહેશે.
  • જેથી નવા પેજમાં ઓનલાઈન ફોર્મ ખુલશે.
  • જેમાં અરજદારની અંગત વિગતો નાંખવાની રહેશે. જેમાં શ્રમિક ઓળખ કાર્ડની વિગતો, અરજદારનું નામ, સરનામું તથા અન્ય વિગતો ભરીને Save બટન પર ક્લિક કરવાનું રહેશે.
Prasuti Sahay Yojana Gujarat Online Apply
Image Credit Government Website (https://sanman.gujarat.gov.in/)
  • પછીના પેજમાં અરજદારના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને આગળ Save બટન પર ક્લિક કરીને અરજી સબમીટ કરવાની રહેશે
  • અરજી ફાઈનલ સબમીટ કર્યા પછી આપને Application Number મળશે. જે આગળની પ્રોસેસ માટે નોંધી રાખવાનો રહેશે. પછી આગળ અરજીની પ્રિન્ટ પણ લઈ શકો છો.
  • સહાય મંજૂર થયેથી લાભાર્થીના બેંક ખાતામાં સીધી D.B.T મારફત સહાય જમા કરવામાં આવશે.

પ્રસુતિ સહાય યોજના હેઠળ ઓફલાઈન અરજી | ડીલેવરી યોજના અરજી

  • શ્રમયોગીના ઘરે પ્રસુતિના 12 (બાર) મહિનામાં ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • જેમાં અરજી પત્રક સાથે ઉપર દર્શાવેલ ડોયક્યુમેન્ટ જોડીને જિલ્લાની શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરી ખાતે અથવા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ખાતે જમા કરવાનીર રહેશે.
  • બોર્ડ દ્વારા જરૂરી ખરાઈ કરીને લાભાર્થીના ખાતામાં સધી સહાય જમા કરવામાં આવશે.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડનું સરનામું | Gujarat labour welfare board Address

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ

શ્રમયોગી કલ્યાણ ભવન, પાણીની ટાંકી સામે ,’જી’ કોલોની, સુખરામ નગર, અમદાવાદ-380021

ફોન નં : 079-22773304-05-06

જાણવા જેવુ:-

Important Link of Prasuti Sahay Yojana Gujarat

ઓનલાઈન અરજી કરવા

Click Here

અરજીનું સ્ટે્ટસ જાણવા

Click Here

રજીસ્ટ્રેશન કરવા માટે ડાયરેક્ટ લિંક

Click Here

હેલ્પલાઈન નંંબર

Click Here

Home

Click Here

Conclusion

મિત્રો, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ મારફતે શ્રમયોગીઓના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે. પ્રસુતિ સહાય યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને ગર્ભાવસ્થા દરમ્યાન આર્થિક સહાય આપવા અને સામાજિક સ્થિરતા આપવાનો કરવાનો છે. શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માં લાભાર્થીને કુલ ₹ 37,500/-  જેટલી સહાય અપાશે.  આ અર્ટિકલમાં Prasuti Sahay Yojana Gujarat હેઠળ સગર્ભા મહિલાઓને મળનારા લાભો વિશે વિગતે જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કોઈપણ સહાયતા માટે આપને બોર્ડના સંપર્ક નંબર પરથી માર્ગદર્શન મેળવવા સુચન છે.

FAQ

(1)  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના હેઠળ કુલ કેટલી સહાય મળે છે?

Prasuti Sahay Yojana Gujarat હેઠળ કુલ ₹ 37,500/-ની સહાય મળવાપાત્ર છે.

(2) Prasuti Sahay Yojana Gujarat હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે?

Sanman Portal Gujarat પર ઓનલાઈન અરજી કરવાની થાય છે.

(3) ગર્ભવતી મહિલાને મળતી સહાય માં કેટલા સમયમર્યદામાં અરજી કરવાની હોય છે?

Prasuti Sahay Yojana Gujarat માં સહાય માટે પ્રસુતિની સંભવિત તારીખથી અરજી 06 (છ) પુર્ણ થાય તે પહેલા અને પ્રસુતિ બાદ 12 (બાર) માસમાં અરજી કરવાની હોય છે.

(4) ડેલેવરી યોજના હેઠળ અરજીફોર્મ ક્યાંથી મળશે?

આ યોજના હેઠળ ડીલેવરી પહેલાની સહાય અને ડીલેવારી પછીની સહાયનું  અરજી ફોર્મ આપના જિલ્લામાં આવેલ શ્રમયોગી કલ્યાણ કચેરી ખાતેથી મળી રહેશે.

(5) પ્રસુતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના  કોના દ્વારા અમલીકૃત છે?

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા પ્રસુતિ સહાય દ્વારા બેટી પ્રોત્સાહન યોજના અમલકૃત છે.

1 thought on “પ્રસુતિ સહાય યોજના 2024 | Prasuti Sahay Yojana Gujarat”

Leave a comment