Vahli Dikri Yojana 2024 | દીકરીને મળશે ₹ 1,10,000/- વહાલી દીકરી યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vahli Dikri Yojana Form | Vahli Dikri Yojana Online Form 2024 | વહાલી દીકરી યોજના | Vahli Dikri Yojana Age Limit | Vahali Dikri Yojana Documents | Vahali Dikri Yojana Application Form| Vahli Dikri Yojana Documents | Vahli Dikri Yojana Form Pdf | Vahli Dikri Yojana Form Online Apply| Vahli Dikri Yojana Gujarat | વ્હાલી દીકરી યોજના

Vahli Dikri Yojana 2024 :  ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ  દ્વારા  દીકરીઓના કલ્યાણ, તેમજ સમુદ્ધિ માટે  માટે જુદી-જુદી યોજનાઓ કાર્યરત છે.તેવી જ એક યોજના જેમાં દીકરીઓને ભણતર અને લગ્ન સહાયના ઉદ્દેશને સાર્થક કરતી યોજના એટલેે વહાલી દીકરી યોજના.મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના તા. 02/08/2019 ના રોજથી અમલમાં મુકવામાં આવેલ છે.  જેમાં લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં ₹ 1,10,000/- સહાય મળે છે. Vahli Dikri Yojana યોજના ની લેટેસ્ટ અપડેટ સાથે આપની સમક્ષ મારો અર્ટિકલ લઈને આવી રહ્યો છુ.આ આર્ટિકલમાં આપને વહાલી દીકરી યોજના અંગેની લેટેસ્ટ સુધારા સાથેની માહિતી પુરું પાડવામાં આવી છે. જેની વિગતો માહિતી મેળવીએ અને કંઈક નવું જાણીએ.

Vahli Dikri Yojana

Contents hide

Bullet Points of Vahli Dikri Yojana 2024

યોજનાનું નામ

વ્હાલી દીકરી યોજના

ગુજરાત સરકાર દ્વારા યોજનાની શરૂઆત

તા. 02/08/2019

ગુજરાત સરકાર દ્વારા છેલ્લે થયેલો સુધારો

તા. 20/09/2022

યોજનાનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, દીકરીઓને શિક્ષણને ઉત્તેજન આપવા તથા સમાજમાં સ્ત્રીઓના સ્થાને વધુ મજબુત કરવાના ઉદ્દેશ સાથે વહાલી યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
લાભાર્થીની પાત્રતા આ યોજનાના તા.02/08/2019 રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળે છે.
લાભાર્થી દીકરીને મળનાર સહાય ₹ 1,10,000/- ની રકમ ત્રણ હપ્તામાં ચુકવામાં આવશે.
અરજી ક્યાં કરવી? ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ પંચાય કચેરીનાના e-Gram સેન્ટર ના VCE દ્વારા
શહેરી વિસ્તાર માટે તાલુકા મામલતદારની કચેરી ખાતે  જરૂરી આધાર પુરાવા સાથે  ઓનલાઈન અરજી કરી શકાશે.
vahli dikri yojana official website https://wcd.gujarat.gov.in/
vahli dikri yojana form pdf vahli dikri yojana form

વહાલી દીકરી યોજના નો  ઉદ્દેશ/હેતું.

દીકરીઓના આર્થિક ઉત્કર્ષ અને કલ્યાણ માટે હાલ ઘણ બધી યોજનાઓ કાર્યરત છે. જેમાં  બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, દીકરોઓને પોષણ માટે પુર્ણા યોજના, વિધવા બહેનોને સહાય માટે  ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના)  ગર્ભવતી મહિલાઓ માટે પ્રસુતિ સહાય યોજના વગેરે જેવી કલ્યાણકારી યોજનાઓનો  સમાવેશ થાય છે. મહિલા દીકરીઓની સુરક્ષા તથા સલામતી માટે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના 2024 , સંકટ સખી મોબાઈલ એપ્લીકેશન, જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જેમાંની વહાલી દીકરી યોજના ગુજરાત સરકારની શ્રેષ્ઠ યોજનાઓમાં તેની ગણતરી થાય છે. આ યોજનાના ઉદ્દેશ્યો નીચે મુજબ છે.

  • સમાજમાં દીકરીઓના જન્મ દરને સુધારવા તેમજ તેના શિક્ષણ દરને વધારવા રાજ્યમાં વ્યાપક અભિયાન રૂપે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલ છે.
  • દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ધટાડી, દીકરીઓના શિક્ષણને ઉત્તેજન આપવું.
  • દીકરી અને મહિલાઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું. તથા બાળ લગ્ન અટકાવવા.

લાભાર્થી દીકરીની પાત્રતા.

  • લાભાર્થી દીકરીનો જન્મ તા. 02/08/2019 ના રોજ અને ત્યાર બાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ લાભ મળવાપાત્ર છે. દંપતિના બાળ લગ્ન ન થયેલ હોવા જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં દીકરીના માતા- પિતાની સંયુક્ત આવક ₹ 2,00,000/- (રૂપિયા બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ. દીકરીને એકલ માતા કે પિતા હોય તો માતા કે પિતાની આવક ધ્યાને લેવાશે.
  • અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી (ગાર્ડીયન)ના આવકના પ્રમાણપત્રને ધ્યાને લેવાશે.
  • દત્તક લીધેલ દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપત્તિની આવક મર્યાદા ધ્યાને લેવાશે.

Vahli Dikri Yojana Documents

વહાલી દીકરી યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરવા આપને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશેે.

  • લાભાર્થી દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  • લાભાર્થી દીકરીનું આધારકાર્ડ (ફરજીયાત)
  • લાભાર્થી દીકરીના માતા-પિતાના આધાર કાર્ડ
  • લાભાર્થી દીકરીના લગ્ન નોંધણી પ્રમાણપત્ર.
  • આવકનો દાખલો (દીકરીના માતા-પિતા અથવા એકલ માતા/પિતા/વાલીનો આવકનું પ્રમાણપત્ર.
  • લાભાર્થી અથવા માતા/પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • લાભાર્થી દીકરીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • નિયત નમૂનાનું સ્વ-ઘોષણાપત્ર

(નોંધ- વ્હાલી દીકરી યોજનામાં  સોગંધનામું રદ્દ કરેલ છે)

જાણવા જેેેેેવુઃ-

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના

ભાગ્યલક્ષ્મી બોંંડ યોજના, દીકરીને જન્મ વખતે મળશે  ₹ 25,000/- સહાય.

લાભાર્થી દીકરીને મળવાપાત્ર લાભ.

વહાલી દીકરી યોજનામાં દીકરીના ભણતર, ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી સહાય આપવામાં આવે છે. જેમાં લાભાર્થીને ₹ 1,10,000/- ( એક લાખ દશ હજારની સહાય) ત્રણ હપ્તામાં નીચે મુજબ મળવાપાત્ર છે.

પ્રથમ હપ્તો ₹ 4,000/- દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે .
બીજો હપ્તો ₹  6,000 /- દીકરીને નવમાં ધોરણમાં પ્રવેશ વખતે
આખરી હપ્તો ₹ 1,00,000/-  લાભાર્થી દીકરીની 18 વર્ષે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે  મળવાપાત્ર રહેશે. પરંતું લાભાર્થી દીકરીના બાળ લગ્ન થયેલ ના હોવા જોઈએ.

Vahali Dikri Yojana 2024 માં થયેલ અગત્યના સુધારા

  • અરજી કરવાની પ્રક્રિયાની સરળતા ખાતર સરકારશ્રી દ્વારા વહાલી દીકરી યોજના અન્વયે સોગંધનામું લેવાનું રદ્દ કરીને તેને સ્થાતે સ્વ-ઘોષણા પત્રક Self Declaration Form  ભરીને અરજી સાથે જોડવાનું રહે છે.  સ્વ-ઘોષણા પત્રક Self Declaration Form નીચેની લીંકથી ડાઉનલોડ કરી શકાશે.
  • લાભાર્થીની દીકરીના જન્મ થયાને બાદ એક વર્ષમાં ઓનલાઈન અરજીની પ્રક્રિયા પુર્ણ કરવાની રહે છે.
  • સહાય મંજૂર થયા બાદ લાભાર્થી દીકરીના પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિનું 18 થી 60 વર્ષની વય દરમ્યાન નિધન થાય તો સરકારશ્રી દ્વારા ₹ 10,000/- સહાય આપવામાં આવે છે. આવા કિસ્સામાં નિધન પામનાર મુખ્ય કામાનાર વ્યક્તિના મરણ પ્રમાણપત્ર અને જન્મતારીખના પુરાવા સાથે જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે અરજી મોકલી આપવાની રહે છે.

Vahli Dikri Yojana Pdf Form ક્યાંથી મેળવવું?

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજનાનું વાહલી દીકરી યોજના ફોર્મ  નિયત નમૂનામાં તૈયાર કરવામાં આવ્યુ છે. જે નીચે દર્શાવેલ કચેરી ખાતેથી  મળી રહેશે.

  1. Vahli Dikri Yojana Official Website https://wcd.gujarat.gov.in/ પરથી ઓનલાઈ ફોર્મ ડાઉનલોડ કરી શકશો.
  2. ગ્રામ્ય વિસ્તારના નાગરીક માટે ગ્રામ પંચાયતના e-Gram સેન્ટર ખાતેના VCE (Village Computer Entrepreneur ) પાસેથી મળી શકશે.
  3. શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે તાલુકા મામલતદારશ્રીની કચેરી ખાતેથી મળી શકશે.
  4. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી Vahli Dikri Yojana Form મળી રહેશે.
  5. આપ વહાલી દીકરી યોજનાનું ફોર્મ Vahli Dikri Yojana Form નીચેની આપેલ લીંક પરથી પર સહેલાઈથી ડાઉનલોડ કરી શકો છો

Vahli Dikri Yojana pdf form

 

Vahli Dikri Yojana Form Pdf Download

Vahli Dikri Yojana Self Deceleration pdf

Vahli Dikri Yojana Self Decleration Form Downlaod

વ્હાલી દીકરી ઓનલાઈન અરજી | Vahli Dikri Yojana Form Online Apply

મિત્રો, વહાલી દીકરી યોજના હેઠળ કુલ ત્રણ જગ્યાએથી અરજી કરી શકાય છે.

  • ગ્રામ્ય વિસ્તારના નાગરીક માટે ગ્રામ પંચાયતના e-Gram સેન્ટર ખાતેના VCE (Village Computer Entrepreneur ) મારફતે Digital Gujarat Portal પર અરજી કરી શકાય છે. અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે તાલુકા મામલતદારશ્રીની કચેરી ખાતે  ને નિયત નમૂનાનું એપ્લીકેશન ફોર્મ સાથે ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટની નકલ રજુ કરવાની રહેશે.
  • પંચાયતના e-Gram સેન્ટર ખાતેના VCE કે તાલુકા મામલતદારશ્રીની કચેરી ઓપરેટર લાભાર્થી દીકરીના અરજી પત્રક સાથે ડોક્યુમેન્ટની નકલ તથા બધા ઓરિજનલ ડોક્યુમેન્ટ ચકાસણી કરી તેઓને ફાળવવામાં આવેલ સરકારી લોગીનથી Digital Gujarat Portal પર અરજી કરે છે. જેની ઈમેજ નીચે આપેલ છે.
  • જિલ્લાકક્ષાએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી ફોર્મ ભરીને સબમિટ કરી શકાય છે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને વહાલી દીકરી યોજનાની અરજી કર્યા બાબતની પહોંચ આપવામાં આવે છે. જે સાચવીને રાખવાની હોય છે.

Vahli Dikri Yojana Digital Gujarat

Vahli Dikri Yojana Online Form ભરવા માટે સંબંધિત સરકારી કચેરીઓઃ-

વહાલી દીકરી યોજના હેઠળ Digital Gujarat  Portal ઓનલાઈન અરજી કરવાનો રહે છે. જે માટે આપ નીચે દર્શાવેલ કચેરીઓનો સંપર્ક કરી શકો.

ગ્રામ્ય લક્ષાએ ગ્રામ પંચાયતના e-Gram સેન્ટર ખાતેના VCE  મારફતે
તાલુકા લેવલે તાલુકા મામલતદારની કચેરી ખાતે ગંગા સ્વરૂપા અર્થિક સહાયની કામગીરી સંભાળતા ઓપરેટર/જનસેવા કેન્દ્ર  મારફતે.
જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી વહાલી દીકરી યોજનાની તમામ માહિતી મળી શકશે. અને આ કચેરી ખાતે રૂબરૂ ડોક્યુમેન્ટ સાથેનું અરજીફોર્મ જમા કરાવી શકાશે.

અરજી કર્યા બાદ શું કરવું?

  • અરજી કર્યા બાદ આપની અરજીના સંદર્ભ જરૂરી નિયમોનુસારની ચકાસણી થયા બાદ જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સહાય મંજૂરીનો હૂકમ આપવામાં આવે છે. જે લાભાર્થીની દીકરીની ઉંમર ૧૮ વર્ષની થાય ત્યા સુધી સાચવી રાખવાનો હોય છે.

વધુ જાણોઃ- 

નમો શ્રી યોજના હેઠળ ડિલેવરી માટે મળશે ₹ 12000

મહિલા સ્વાવલંબન યોજના ₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી

Vahli Dikri Yojana Age Limit

વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટેે દીકરી જન્મના એક વર્ષ પુરું થતા પહેલા અરજી કરવી જરૂરી છે. જેથી સમયમર્યાદામાં અરજી કરી શકાય. એક વર્ષ બાદ દીકરીની જન્મ તારીખ સિસ્ટમમાં ઓનલાઈન લેશે નહી અને અરજી કરી શકાશે નહી. જેથી દીકરી ઉંમરની એક વર્ષની થતા દીકરીનું આધાર કાર્ડ કઢાવીને અરજી કરી દેવા સુચન છે.

Importtant Links of Vahli Dikri Yojana 2024

Official Website

Click Here

vhali dikri yojana form pdf

Click Here

સ્વ-ઘોષણા પત્રક Self Declaration Form

Click Here

અમારા Whats app Group માં જોડાવા

Click Here

HOME

Click Here

વહાલી દીકરી યોજનાની માહિતી સાથેનું એક જિલ્લાનું પ્લેમ્ફલેટ  આપેેલ છે. જેનો હાથવગો ઉપયોગ કરી શકો છો.

Vahli Dikri Yojana Plmphlet

Conclusion

દીકરીઓના જન્મદર વધારવા તથા શિક્ષણ ઉદ્દેશની અમલમાં આવેલ વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકારની ફ્લેગશીપ યોજના છે. Vahli Dikri Yojana Age Limit  દીકરી જન્મના એક વર્ષની સમયમર્યદામાં અરજી થાય તે માટે દીકરીનું આધારકાર્ડ સમયમર્યાદામાં કઢાવી લેવું જોઈએ. તથા સાથે-સાથે જો દંપતિ પાસે લગ્ન નોંધણી પ્રમાણપત્ર ના હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવવાની સત્વરે કાર્યવાહી પુર્ણ કરવી જોઈએ. જેથી દરેક દીકરીને વહાલી દીકરી યોજનાનો લાભ મળી રહે. વ્હાલી દીકરી યોજના બાબતે આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારી ટીમ દ્વારા આપની સમસ્યાના સમાધાન માટે માર્ગદર્શન આપવામાં આવશે.

FAQ  

(1) વ્હાલી દીકરી યોજનાનું Vahli Dikri Yojana Application Form ક્યાથી મળે તથા ક્યાં જમા કરવાનું ?

  • ઓનલાઈન- Vahli Dikri Yojana Official Website https://wcd.gujarat.gov.in/ પરથી
  • ગ્રામ્ય લક્ષાએ આપના ગ્રામ પંચાયતના e-Gram સેન્ટર ખાતેના VCE પાસેથી.
  • તાલુકા મામલતદારની કચેરી ખાતે ગંગા સ્વરૂપા અર્થિક સહાયની કામગીરી સંભાળતા ઓપરેટર પાસેથી/જનસેવા કેન્દ્ર માંથી.
  • જિલ્લા કક્ષાએ આપના જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી ફોર્મ મળી શકશે તથા ભરેલ ફોર્મ જમા કરાવી શકાશે.

(2) Vahli Dikri Yojana 2024 હેઠળ કેટલી સહાય મળે છે?

પ્રથમ હપ્તો ₹ 4,000/- ,બીજો હપ્તો ₹ 6,000/-,આખરી હપ્તો ₹ 1,00,000/- એમ કુલ- 1,10,000/- ની  સહાય મળશે.

(3) Vahli Dikri Yojana 2024 માં અરજી કરવાની પાત્રતા શું છે?

દીકરીનો જન્મ તા. 02/08/2019 ના રોજ કે ત્યાર બાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

(4) આ યોજનામાં અરજીપત્રક મંજૂર થયુ છે કે નહી તે કેવી રીતે ખબર પડે?

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અરજીપત્રક નિમયોનુસાર ચકાસવામાં આવે છે. અને અરજી મંજૂરી થયેથી મંજૂરી હૂકમ આપવામાં આવે છે.

(5) વહાલી દીકરી યોજનાનો લાભ લેવા દીકરીનું આધાર કાર્ડ કઢાવવું ફરજિયાત છે?

હા, વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા દીકરીનું આધાર કાર્ડ ફરજિયાત છે.