યોજનાનો લાભ એક જ સ્થળેથી સન્માન પોર્ટલ | Sanman Portal For Online Application 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sanman Portal Login | Sanman Portal Application Status | Sanman Portal Gujarat Login | Sanman Portal | Sanman Portal Gujarat |

Sanman Portal For Online Application : સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ તમામ યોજનાઓનો લાભ લેવા માટે સરકાર દ્વારા તા. 08/10/2022 નો રોજ સન્માન પોર્ટલનો સુભારંભ કરવામાં આવ્યો છે. શ્રમયોગીઓને તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે અને કામદાર વર્ગને કોઈ કચેરી સુધી જવું ના પડે તે હેતુંથી સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજીની વ્યવસ્થા કરવામાં આવી છે. સનમાન પોર્ટલથી શ્રમયોગી, કારખાનામાં કામ કરતા કામદાર  અને બાંધકામ ક્ષેેેેેત્રે સંકળાયેલા લોકોને ઘણો જ ફાયદો થશેે. આજના આર્ટિકલ  Sanman Portal For Online Application માં સન્માન પોર્ટલ પર કઈ કરી નોંધણી કરીને વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકાય અને અરજીનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું? જેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Sanman Portal For Online Application

Bullet Point of Sanman Portal For Online Application 2024

આર્ટિકલનું નામ સન્માન પોર્ટલ  રજીસ્ટ્રેશન
લાભાર્થીની પાત્રતા શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ કામદારો
અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન અરજી સન્માન પોર્ટલ પર

ઓફલાઈન અરજી જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે

અરજદારની વય મર્યાદા 18 થી 60 વર્ષના અરજદાર
ઓફિસિયલ વેબસાઈટ https://sanman.gujarat.gov.in/

Sanman Portal Gujarat | સન્માન પોર્ટલ વિશે જાણો.

સરકાર દ્વારા શ્રમિકોના કલ્યાણ તથા સર્વાંગી વિકાસ માટે ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફતે  શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ વિવિધ યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. કામદાર, શ્રમિક તથા બાંધકામ સાથે સંકળાયેલ કોઈપણ લાભાર્થીને ખાસ યોજનાકીય લાભો આ પોર્ટલ દ્વારા અપાય છે.સનમાન પોર્ટલ પર ધણી સરળતાથી ઓનલાઈન અરજી કરી શકાય છે. સરકારની  યોજનાઓના લાભ ઝડપથી મળે અને વહીવટી પારદર્શિતા માટે તા.08/10/2022 ના રોજ ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી  ભુપેેેેેન્દ્ર પટેલ દ્વરા  Sanman Portal નો સુભારંભ કરવામાં આવ્યો.

સન્માન પોર્ટલ પર કોણ અરજી કરી શકશે?

Sanman Portal  પર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ  શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકવામાં આવેલ યોજનાઓનું ઓનલાઈન અરજી કરવા માટે પ્લેટફોર્મ પુરું પાડે છે. Sanman Gujarat Gov In પર અરજી કરવા માટે લાભાર્થીઓની નીચે મુજબની લાયકાત નક્કિ કરવામાં આવી છે.

  • સન્માન પોર્ટલ પર ફક્ત બાંધકામ શ્રમિક અને કારખાનામાં કામ કરતા કામદારો  ઓનલાઈન અરજી કરી શકશે.
  • બાંધકામ શ્રમિક દ્વારા Gujarat Labour Welfare Board દ્વારા આપવામાં આવેલ E-Nirman Card ધરાવતો હોવા જોઈએ.
  • કારખાના/સંસ્થામાં કામ કરતા કામદારોએ સન્માન પોર્ટલ પર અરજી કરવા માટે લેબર વેલફેર એકાઉન્ટ નંબર નાંખવાનો રહેશે.
  • અરજદારે દર ત્રણ વર્ષ બાંધકામ ક્ષેત્ર નોંધણી રિન્યુ કરાવેલ હોવી જોઈએ.

ઓનલાઈન અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ | Sanman Portal Online Application Document

Sanman Portal Gujarat પર ઓનલાઈન અરજી કરવા માટે અરજદારને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરી રહેશે. જેથી Sanman Portal For Online Application કરીને   શ્રમયોગીને લગતી કોઈપણ યોજનાઓનો સળતાથી લાભ લઈ શકાશે.

  • ઈ નિર્માણ કાર્ડ.
  • અરજદારનો આધારકાર્ડ નંબર
  • અરજદાર જો કારખાનામાં કામદાર હોય તો લેબર વેલફેર ફંડ કપાત ખાતા નંબર
  • આધારકાર્ડ સાથે લીંક કરેલ મોબાઈલ નંબર
  • બેંક ખાતાની વિગતો.
  • પોતાને લગતા શૈક્ષણિક લાયકાત અથવા વ્યસાય બાબત બાબતનું પ્રમાણપત્ર.
  • રહેઠાણનો પુરાવો. (રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ કે લાઈટબીલ માંથી કોઈપણ એક

વધુ જાણોઃ- 

ઈ નિર્માણ પોર્ટલ  પર રજીસ્ટ્રેશન કરી શ્રમયોગી કલ્યાણ યોજનાઓના લાભ મેળવો.

શ્રમયોગીને મળશે ₹3000/- નું પેન્શન, શ્રમયોગી માનધન પેન્શન યોજના

સન્માન પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી? | Sanman Portal For Online Application

મિત્રો, શ્રમયોગીઓને તમામ યોજનાઓનો લાભ એક સ્થળેથી મળે તે માટે ખાસ સન્માન પોર્ટલ બનાવવામાં આવ્યુ છે. અહીં દર્શાવેલ Step By Step ની માહિતીથી આપ જાતે જ ઓનલાઈન અરજી કરી શકશો. જો આપ સન્માન પોર્ટલ પર પ્રથમ વખત જ અરજી કરતા હોવ તો સૌ પ્રથમ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની રહેશે. નામની નોંધણી થયા બાદ મળેલ પાસવર્ડ અને યુઝર આઈ.ડીથી સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે.

Sanman Portal Login

  • કારખાનામાંં કામ કરતા કામદાર,બાંધકામ સાથે સંકળાયેલ કારીગર વર્ગ અને શ્રમયોગીને ઈ-નિર્માણ કાર્ડ કઢાવવા અને  કામદારોને લગતી લગભગ 20 જેટલી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • સન્માન પોર્ટલ પર રજીસ્ટ્રેશન તથા લોગીન કરીને અરજદાર સરળતાથી કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકે છે. જે માટે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે.

Step -1 Sanman Gujarat Gov In

  • સૌ પ્રથમ અરજદારે ગુગલ પર sanman gujarat gov in ટાઈપ કરવાનું રહેશે.
  • જેથી નીચે ઈમેજમાં દર્શાવેલ મુજબ ઓફીસિયલ વેબસાઈટ ઓપન થશે.
  • જેમાં ‘‘Register Yourself’’  પર ટીક કરીને નોંધણી પ્રક્રિયા  કરવાની રહેશે.
  • આગળ નવું પેજ ખુલશે જેમાં અરજદાર જો બાંધકામ શ્રમિક હોય તો આધાર નંબર નાંખીને યુઝરના પ્રકાર તરીકે બાંધકામ શ્રમિક પર ટીક કરવાનું રહેશે.
  • ઈ-નિર્માણ કાર્ડ નંબર નાંખીને આગળ નોંધણીની પ્રોસેસ કરવાની રહેશે.
  • જો કારખાના કે સંસ્થાના શ્રમયોગી હોય તો લેબર વેલફેર એકાઉન્ટ નંબર નાંખીને આગળ નોંધણીની પ્રોસેસ કરવાની રહેશે.
Sanman Portal Gujarat For Online Application Registration
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in/)
  • અરજદારે પોતાનું નામ, મોબાઈલ નંબર અને સરનામાની વિગતો નાંખીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની રહેશે.
  • જેથી આપને મોબાઈલ પર User id અને Password મોકલવામાં આવશે.

Step -2 Sanman Portal Login

  • રજીસ્ટ્રેશનથી યુઝર આઈ.ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ Citizen Login માં અરજદારે યુઝર આઈ.ડી ,પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાંખીને Login બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી ઈમેજમાં દર્શાવ્યા મુજબની શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનું લીસ્ટ ખુલશે.જેમાંથી અરજદારે પોતાને લાગુ પડતી યોજના પર ક્લિક કરીને ઓનલાઈન Sanman Portal For Online Application પ્રોસેસ કરવાની રહેશે.
Gujarat Sanman Portal For Online Application
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in/)

Step-3 Sanman Portal For Online Application

  • હવે આગળ યોજના પર ક્લિક કર્યા બાદ આગળના પેજમાં Sanman Portal For Online Application માટેનુ પેેજખુલશે. જેમાં અરજદારની વ્યક્તિગત વિગતો, સરનામા, બેંક વિગતો, નોંધણી વિશેની વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ અરજદારે પોતાની યોજનાને લાગુ પડતા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ બાદ અરજીની વિગતો ચકાસણી કરીને અરજી સબમીટ કરવાની રહેશે. જેથી આપને Application Number જનરેટ થશે. જે આગળની પ્રોસેસ માટે સચવી રાખવાનો રહેશે.

જાણવા જેવુ:-

શ્રમયોગી ઈલેક્ટિક બાઈક ₹ 30,000/- સબસિડી યોજના

શ્રમયોગી કામદારના વિદ્યાર્થીને લેપટોપ ખરીદવા મળશે  ₹ 25,000/-  સહાય.

Sanman Portal Application Status Check

અરજદારે ઓનલાઈન કરેલ અરજીની સ્થિતિની જાતે ચકાસણી કરી શકે છે.

  • જે માટે હોમપેજ પર Application Status બટન પર ક્લિક કરવાથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે.
  • જેમાં અરજી નંબર અને અરજદારની જન્મ તારીખ નાંખીને Search બટન પર ક્લિક કરવાથી આપની અરજીનું ઓનલાઈન સ્ટેટ્સ જોવા મળશે.
Gujarat Sanman Portal Application status
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in/)

Important  Links of  Sanman Portal For Online Application

ઓફિસિલય વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અરજીના સ્ટેટ્સની ચકાસણી

Click Here

Helpline Numbers

Click Here

Home Page

Click Here

Conclusion

બાંધકામક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી તથા કારખાના કામ કરતા કામદારોની આર્થિક સ્થિતિ મોટે ભાગે સારી હોતી નથી. જેથી ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલ તમામ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે સન્માન પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યુ છે. મિત્રો, આ Sanman Portal For Online Application અર્ટિકલમાં શ્રમયોગીએ પોતાના લાભની યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ વિશે અને અરજીના સ્ટેટ્સ ચકસણી વિશે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  આશા રાખું છે કે તમને ઉપયોગી થઈ હશે. શ્રમયોગી કલ્યાકારી  યોજના વિશે કોઈ પ્રશ્ન હોય તો આપના જિલ્લાની શ્રમયોગી કલ્યાણની કચેરી ખાતે મુલાકાત કરવા સુચન છે.

FAQ 

(1) Sanman Portal For Online Application પર યોજનાનો લાભ લેવા અરજી કોણ કરી શકશે?

જવાબ- બાંધકામના કોઈપણ ક્ષેત્રે સંકળાયેલ બાંધકામ શ્રમિક  કે કારખાનામાં કામ કરતા કામદાર સન્માન પોર્ટલ પર અરજી કરી શકશે.

(2) શ્રમયોગી યોજનાઓનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ ક્યાં સંપર્ક કરવો?

જવાબ- દરેક જિલ્લામાં શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી આવેલી હોય છે.ત્યાં સંપર્ક કરી શકાશે.

(3) Sanman Portal Login માટે ઓફિસિલય વેબસાઈટ કઈ છે?

જવાબ- sanman portal.gujarat.gov.in વેબસાઈટ દ્વારા આપ ઓનલાઈન લોગીન કરી યોજનાઓના લાભ મેળવી શકો છો.

આ અર્ટિકલ અંત સુધી વાંચવા આપનો આભાર , મિત્રો આ આર્ટિકલ આપના સમાજના  ગૃપમાં વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. જેથી કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ આ યોજનાઓના લાભોથી વંચિત ના રહે.

(4) શું Sanman Portal For Online Application માટે ઈ-નિર્માણ કાર્ડ નંબર જરૂરી છે?

જવાબ- હા, બાંધકામ શ્રમિકે Sanman Portal For Online Application  માટે ઈ- નિર્માણ કાર્ડનો નંબર નાંખવાનો હોવાથી કાર્ડ કઢાવવું જરૂરી છે

Leave a comment