લેપટોપ સહાય યોજના 2024 | Laptop Sahay Yojana Gujarat 2023 24

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Laptop Sahay Yojana Gujarat | Laptop Sahay Yojana Gujarat 2024 Official Website | Laptop Sahay Yojana Gujarat 2024 Registration | લેપટોપ સહાય યોજના | Laptop Sahay Yojana Gujarat 2024 Apply Online | Laptop Sahay Yojana Gujarat 2024 For Students

જાણવા જેવું, મિત્રો આજના ટેકનોલોજીના યુગમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ બને તે માટે એક લેપટોપની આવશ્યકતા રહેતી હોય છે. જેના દ્વારા વિદ્યાર્થી મિત્રો પોતાના પ્રોજેક્ટના કામ, ટેકનિકલ કામો તથા પોતાના વિષય વસ્તુ સંબંધિત વર્ક કરવા માટે સરકાર દ્વારા Laptop Sahay Yojana Gujarat 2023 અમલમાં મુકવામાં આવી છે. લેપટોપ સહાય યોજના 2024 દ્વારા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવામાં સહાય આપવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે વિદ્યાર્થીઓને લેપટોપ સહાય માટે અરજી ક્યાં કરવી? ક્યા વિદ્યાર્થીઓને મળશે સહાય? સહાય મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તથા યોજનાની નિયમો શરતોની જોગવાઈ વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Laptop Sahay Yojana Gujarat 2023

Contents hide

Bullet Point of Laptop Sahay Yojana Gujarat 2024

યોજનાનું નામ લેપટોપ સહાય યોજના 2024
સંબંધિત સરકારી વિભાગ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ.
લેપટેપ ખરીદવા કોને સહાય મળશે. બાધકામ શ્રમિક અને શ્રમયોગી પરિવારના વિદ્યાર્થીઓને,
સહાયની રકમ લેપટોપ ખરીદ કિંમતના 50%  અથવા ₹ 25,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.
ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ enirmanbocw.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર 079-22773304-5-6

Laptop Sahay Yojana Gujarat 2024 વિશે જાણો.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા બાંધકામ શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ અને સહાય માટે ઘણી બાધી યોજનાઓ અમલમાં મુકેલી છે. આ યોજનાના અમલ માટે Gujarat labour welfare board અને Building and other construction Worker’s Welfare Board કાર્યરત છે. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ થવા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદીમાં સહાય કરવા માટેની યોજના અમલમાં મુકેલી છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટને લગતા તથા ટેકનિકલ વિષયોને અનુરૂપ અભ્યાસક્રમમાં મદદરૂપ થઈ શકે છે અને વિદ્યાર્થી પોતાની કારકિર્દી સફળ બનાવી શકે તે આ યોજનાનો મુખ્ય હેતું છે.

લેપટોપ સહાય યોજના 2024 અન્વયે મળતી સહાય.

વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે Laptop Sahay Yojana Gujarat 2023 હેઠળ લેપટોપ ખરીદવા, લેપટોપ ખરીદ કિંમતના 50% અથવા ₹ 25,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય કરવામાં આવે છે.

દા.ત, જો લેપટોપની કિંમત ₹ 60,000/- હોય તો તેના 50% એટલે  ₹ 30,000/- થાય. પરંતુ નિયમોની જોગવાઈ મુજબ લેપટોપની ખરીદ કિંમત ₹ 50,000/- ધ્યાને લઈને અહી વિદ્યાર્થીને લેપટોપ ખરીદ કિંમતના 50% અથવા ₹ 25,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે. એટલે કે વિદ્યાર્થીને ₹ 25,000/- ની સહાય મળવાપાત્ર થશે.

Laptop Sahay Yojana Gujarat માટે લાભાર્થીની પાત્રતા.

  • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના/ સંસ્થામાં કામ કરતા શ્રમયોગીના બાળકોને જ આપવામાં આવશે
  • વિદ્યાર્થીને વાલી જે કારખાનામાં અથવા સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા એક વર્ષનો લેબર વેલ્ફેર ફંડ લેબર કચેરી ખાતે ભરાયેલ હોવો જોઈએ.
  • પ્રોફેશનલ તથા ડિઝાઇન એમ.બી.બી.એસ./આર્યુવેદિક/હોમયોપેથીક /ફીઝીયોથેરાપી / ફાર્મસી તથા  મીકેનીક/ ઇલેકટ્રીક/ / ઇલેકટ્રીકલ જેવા  પ્રોફેશનલ ડીગ્રી કોર્ષ તથા  સી.એ/ આઇ.સી.ડબલ્યુ.એ/ આઇ.સી.એફ.એ./ સી.એસ.ના કોર્ષમા પ્રવેશ મેળવનારમાં પ્રવેશ મેળવનાર શ્રમયોગીના વિદ્યાર્થીઓ લેપટોપ સહાય યોજના હેઠળ અરજી કરી શકશે.
  • ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં થયેલ જે વિદ્યાર્થીઓને 70% તેથી વધુ ઓવરઓલ પર્સનટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
  • ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થીએ વિદેશમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવેલો હશે, તે વિદ્યાર્થીને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.
  • લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદેલ હોવું જોઈએ.
  • લેપટોપ ખરીદ કર્યા બાદ છ માસમાં અરજી કરવાની રહેશે.
  • બીલ નંબર, તારીખ, જીએસટી નંબર, રકમ અને લેપટોપ સીરીયલ નંબર સ્પષ્ટ વંચાય તેવા હોવા જોઈએ નહીં તો અરજી સ્વીકારવામાં આવશે નહીં.
  • સીએ માં પ્રવેશ મેળવવા માટે ઇન્ટરેસ્ટ એક્ઝામ આપી હશે તેના પુરાવા માન્ય રાખવામાં આવશે નહીં.
  • વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધા ડીબીટી દ્વારા નાણાં જમા કરવામાં આવશે.

Laptop Sahay Yojana Gujarat 2023 24 માટેના ડોક્યુમેન્ટ.

વિદ્યાર્થીને લેપટોપ સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • વિદ્યાર્થીની ધોરણ 12 ની માર્કશીટ ની નકલ.
  • વિદ્યાર્થીના પિતા શ્રમયોગીને કંપની દ્વારા આવેલ આપવામાં આવેલ ઓળખકાર્ડની નકલ.
  • જે પ્રોફેશન અથવા ડિઝાઇનિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હોય તેના પ્રવેશની એલોટમેન્ટ લેટર ની નકલ.
  • વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ.
  • શ્રમયોગીના આધારકાર્ડની નકલ.
  • એડમિશન કમિટીમાં અથવા સંબંધિત કોલેજની રસીદની.
  • વિદ્યાર્થીના કેન્સલ કરેલ ચેક અથવા બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ.
  • છેલ્લા એક વર્ષની લેબર વેલ્ફેરમાં પણ જમા કર્યાની રસીદ બીડવાની રહેશે.
  • બોનાફાઈડ સર્ટિફિકેટ.

Laptop Sahay Yojana Gujarat 2024 Official Website

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આ યોજનાનું અમલીકરણ થઈ રહ્યુ છે. આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટેની sanman.gujarat.gov.in ઓફિસિયલ વેબસાઈટ છે. હવે આ યોજના હેઠળ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી લેપટોપ માટે સહાય કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર માહિતી મેળવીશું.

જાણવા જેેેવુ:- 

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024

શ્રમિક અન્નપૂર્ણા યોજના 2024

લેપટેપ સહાય યોજના 2024 રજીસ્ટ્રેશન | Laptop Sahay Yojana Gujarat 2023 24 Registration

  • અરજદારે સૌ પ્રથમ ગુગલ સર્ચમાં gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે. જેથી Sanman Portal ની ઓનલાઈન વેબસાઈટ ઓપન થશે.
  • નીચે દર્શવેલ ઈમેજ મુજબ અરજદારે જો પ્રથમ વખત Sanman Portal પર અરજી કરતા હોય તો અરજદારે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. જે માટે અરજદારે ‘‘જાતે નોંધણી કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન પેજમાં અરજદારે શ્રમયોગી આધારકાર્ડ નંબર નાંખીને બાંધકામ શ્રમિક તરીકે લોગીન કરતા હોવ તો ઈ-નિર્માણ કાર્ડ નંબર નાંખવાનો રહેશે. જો કારખાના/સંસ્થાના કામદાર તરીકેની નોંધણી કરતા હોવ તો લેબર વેલફેર એકાઉન્ટ નંબર નાંખવાનો રહેશે. (જે કારખાના કે સંસ્થામાંથી મળી શકશે)
  • રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુર્ણ થયા બાદ નાંખવામાં આવેલ મોબાઈલ નંબર પર યુઝર આઈ.ડી અને પાસવર્ડ SMS દ્વારા મોકલવામાં આવશે. જેના દ્વારા આગળ ઓનલાઈન અરજી કરી શકાશે.
Laptop Sahay Yojana Gujarat 2023 Registration
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in)

લેપટેપ સહાય યોજના 2024 ઓનલાઈન અરજી | Laptop Sahay Yojana Gujarat 2023 24 Online Apply

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની લેપટોપ સહાય યોજનામાં અરજદારે લેપટોપ સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.જેથી આપ જાતે ઓનલાઈન અરજી કરી શકો છો.

Step-1 Laptop Sahay Yojana Gujarat 2023 Login

  • અરજદારે રજીટ્રેશનની પ્રક્રિયા પુર્ણ થયા બાદ અરજદારે સહાય મેળવવા માટે Sanman Portal પર લોગીન કરવાનું રહેશે.
  • જેમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓનું લીસ્ટ જોવા મળશે.
  • જેમાંથી આપે ‘‘લેપટોપ સહાય યોજના’’ ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
Laptop Sahay Yojana Gujarat 2023 Online Apply
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in)

Step-2 Personal Details

  • જેથી નવા પેજમાં ઓનલાઈન ફોર્મ ઓપન થશે. જેમાં વિદ્યાર્થીની Personal Details ભરવાની રહેશે. શ્રમિક ઓળખ કાર્ડની વિગતો, વિદ્યાર્થીનું નામ, સરનામું તથા અન્ય વિગતો ભરીને Save પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આગળના પેજમાં Scheme Details ભરવાની રહેશે. જેમાં વિદ્યાર્થીના અભ્યાસક્રમની વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે.

Step-3 Document Upload

  • ત્યાર બાદ આગળના પેજમાં વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ બાદ આગળના પેજમાં વિદ્યાર્થીઓએ નિયમો અને શરતો વાંચીને સહમતી આપવાની રહેશે. અને આગળ Save બટન પર ક્લિક કરીને અરજી સબમીટ કરવાની રહેશે.

Step-4 Print Application

  • અરજી સબમીટ કર્યા બાદ આપને અરજી નંબર મળશે. જે નોંધી રાખવાનો રહેશે.
  • આ અરજીનંબરથી આપ અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢી શકશો તથા અરજીના સ્ટેટ્સની ચકાસણી પણ કરી શકશો.

જાણવા જેવું:-

ઈ-કુટિર પોર્ટલ રજીસ્ટ્રેશન કરી મેળવી સરકારી યોજનાનો લાભ.

ટ્યુશન સહાય યોજના 2024 ધોરણ-11 અને 12 માં કોઈપણ પ્રવાહ મળશે પ્રતિવર્ષ 15000/-

લેપટોપ સહાય યોજના 2024 અરજીના સ્ટેટ્સની ચકાસણી.

વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજી અંગે  ઓનલાઈન સ્ટે્ટસની અરજીની સ્થિતિની ચકાસણી કરી શકે છે.નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીએ પોતાની અરજી નંબર અને જન્મ તારીખ નાંખીને Search બટન પર ક્લિક કરવાથી ઓનલાઈન અરજીની સ્થિતિની ચકાસણી કરી શકે છે.

અરજીપત્રક PDF માં ડાઉનલોડ કરો. 

Laptop Sahay Yojana Gujarat 2023 status
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in)

Important Links of Laptop Sahay Yojana Gujarat 2023

લેપટોપ સહાય યોજના 2024 ઓફિસિયલ વેબસાઈટ

Click Here

રજીસ્ટ્રેશન કરવા માટે.

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે.

Click Here

અરજીની સ્થિતિ જોવા માટે.

Click Here

હેલ્પલાઈન નંબર

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને પોતાની કારકિર્દીનું નિર્માણ કરી શકે તે માટે  Laptop Sahay Yojana Gujarat 2023 24 અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીને લેપટોપ ખરીદવા ₹ 25,000/-  જેટલી સહાય મળે છે. આ અર્ટિકલમાં આપને લેપટોપ સહાય યોજના 2023 હેઠળ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તથા યોજના વિશે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજના અંગે આપને કોઈપણ સમસ્યા હોય તો ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમયોગી કલ્યાણ ભવન, ‘જી’ કોલોની, પાણીની ટાંકી સામે, સુખરામનગર, અમદાવાદ-380021 ખાતે સંપર્ક કરવા વિનંતી છે.

FAQ

(1) Laptop Sahay Yojana Gujarat 2023 24 હેઠળ લેપટોપ ખરીદવા કેટલી સહાય મળશે?

લેપટોપ સહાય યોજના 2023 હેઠળ વિદ્યાર્થીને લેપટોપ ખરીદવા લેપટોપ ખરીદ કિંમતના 50% અથવા ₹ 25,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળશે.

(2) લેપટોપની ખરીદી બાદ કેટલા સમયમાં અરજી કરવાની રહેશે?

લેપટોપની ખરીદી બાદ છ મહિનામાં અરજી કરવાની રહેશે.

(3) લેપટોપ સહાય યોજના કોના દ્વારા અમલીકૃત છે?

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા લેપટોપ સહાય યોજના અમલમાં મુકાયેલ છે.

(4) ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડનું સરનામું જણાવશો.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમયોગી કલ્યાણ ભવન, ‘જી’ કોલોની, પાણીની ટાંકી સામે, સુખરામનગર, અમદાવાદ-380021

1 thought on “લેપટોપ સહાય યોજના 2024 | Laptop Sahay Yojana Gujarat 2023 24”

Leave a comment