Sanman Portal Kushal Shramik Yojana 2024 | સન્માન પોર્ટલ કુશળ શ્રમિક યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sanman Portal Kushal Shramik Yojana : શ્રમયોગીના કલ્યાણ અને વિકાસ માટે ગુજરાત રાજ્ય શ્રમયોગી બોર્ડ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. શ્રમયોગી અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આર્થિક રીતે સદ્ધર બની શકે તે માટે ઉચ્ચ શિક્ષણ ફીની સંપુર્ણ રકમ પરત આપતી યોજના  એટલે સન્માન પોર્ટલ કુશળ શ્રમિક યોજના. જેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણ માટે ફીમાં સંપુર્ણ માફી આપવામાં આવે છે. મિત્રો આજના આર્ટિકલ Sanman Portal Kushal Shramik Yojana હેઠળ યોજનાની સંપુર્ણ જાણકારી તથા ઓનલાઈન અરજીની પ્રક્રિયા વિશે વિગતે માહિતી મેળવીશું.તો ચાલો કંઈક નવું જાણીએ.

Sanman Portal Kushal Shramik Yojana

Bullet Point of Sanman Portal Kushal Shramik Yojana 2024

યોજનાનું નામ સન્માન પોર્ટલ કુશળ શ્રમિક યોજના
સરકારી વિભાગ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર
યોજનાનો હેતું શ્રમિક અને કામદારના પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં ફી માફી.
મળવાપાત્ર લાભ વિદ્યાર્થીઓને ટેકનિકલ અને વ્યાવસાયિક કોર્ષની સંપુર્ણ ફી માફી આપવામાં આવશે.
લાભાર્થીની પાત્રતા કામદારના કામ કરતા, બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ, શ્રમયોગી પરિવારનોના વિદ્યાર્થીઓ.
અરજી ક્યાં કરવી Sanman Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓફિસિયલ વેબસાઈટ www.sanman.gujarat.gov.in
Contents hide

સન્માન પોર્ટલ કુશળ શ્રમિક યોજનાનો હેતું

શ્રમયોગી, કારખાના કામ કરતા કામદારોના બાળકો તથા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ હોય તેવા પરિવારોના હોશિયાર વિદ્યાર્થીઓને મફતમાં ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે Sanman Portal Kushal Shramik Yojana અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ ‘‘કૌશલ્યા’’ ધી સ્કિલ યુનિવર્સિટી અને તેની સાથે સંકાળાયેલ સંસ્થાઓમાં ચાલતા અભ્યાસક્રમમાં એડમિશન મેળવેથી, સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સંપુર્ણ ફી પરત કરવામાં આવે છે,  જેથી આર્થિક રીતે સદ્ધર ના હોય તેવા પરિવાર પર શિક્ષણનો બોજ ઘણો ઓછો થશે.

Sanman Portal Kushal Shramik Yojana લાભાર્થીની પાત્રતા.

Kushal Shramik Sahay Yojana હેઠળ સમાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે મફત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ નીચેના પરિવારના વિદ્યાર્થીઓને મળશે.

  • બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ પરિવારના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.
  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ તમામ શ્રમયોગીના વિદ્યાર્થીઓને.
  • કારખાનામાં કામ કરતા કામદાર પરિવારના વિદ્યાર્થીઓને.

કુશળ શ્રમિક યોજના 2024 હેઠળ મળવાપાત્ર સહાય

Sanman Portal Kushal Shramik Yojana માટે વર્ષ 2023-24 ના બજેટમાં ₹ 200 લાખની જોગવાઈ કરવામાં આવી છે. યોજનાના લાભોની વિગત નીચે મુજબની છે.

  • જો અભ્યાસક્રમનો સમયગાળો એક વર્ષ કરવા વધુ હોય તો વર્ષવાર બધી જ ફી પરત કરવામાં આવશે.તે માટે અભ્યાસક્રમના દર વર્ષે અરજી કરવાની રહેશે.
  • આ યોજના હેઠળ Kaushalya The Skill University અને તેની સાથે સંકાળાયેલ સંસ્થાઓમાં ચાલતા અભ્યાસક્રમમાં એડમિશન મેળવે તો તેના ઉચ્ચ અભ્યાસની સંપર્ણ ફી રિએમ્બર્સ કરવામાં આવે છે.
  • જે અભ્યાસક્રમની સમયગાળો એક વર્ષ કે તેથી ઓછો હોય તો કોર્ષની સંપુર્ણ પરત કરવામાં આવશે.

સન્માન પોર્ટલ કુશળ શ્રમિક યોજના હેઠળ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ ફી પરત મેળવવા માટે સનમાન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • વિદ્યાર્થીના અધારકાર્ડની નકલ
  • વિદ્યાર્થીના બેંકખાતાની વિગત.
  • વિદ્યાર્થીએ અરજીના તરત પહેલાના વર્ષમાં પાસ કરેલ ધોરણ અથવા અભ્યાસક્રમની માર્કશીટ રજુ કરવાની રહેશે.
  • વિદ્યાર્થીના હાલના અભ્યાસ માટે ‘‘બીજી કોઈપણ સરકારી સહાય મેળવતા નથી.’’ તે બાબતનું સોગંધનામું રજુ કરવાનું રહેશે.
  • શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિક કે તેના બાળકના સહાય માટે બાંધકામ શ્રમિકનું ઓળખકાર્ડ રજુ કરવાનું રહેશે.
  • રેશનકાર્ડની નકલ
  • વિદ્યાર્થી જે કોર્ષ/અભ્યાસક્રમમાં એડમિશન મેળવ્યુ હોય તો એડમિશન ફીની રસીદ જોડવાની રહેશે.
  • જે સંસ્થામાં એડમિશન મેળવ્યુ હોય તે સંસ્થાના આચાર્યશ્રી દ્વારા શ્રમયોગી બોર્ડ દ્વારા નિયત થયેલ નિયતનમૂનાનું પ્રમાણપત્ર.

How to Apply Sanman Portal Kushal Shramik Yojana | કુશળ શ્રમિક યોજના હેઠળ ઓનલાઈન અરજી

શ્રમયોગી પરિવારના વિદ્યાર્થઓને Kushal Shramik Yojana હેઠળ ફી સહાય મેળવવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.  શૈક્ષણિક વર્ષમાં એડમિશન મળ્યેથી 03 (ત્રણ) માસની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના Steps મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

વધુ જાણો:- 

શ્રમિક અન્નપૂર્ણા યોજના ફક્ત ₹ 5 માં એક ટાઈમનું પૌષ્ટિક ભોજન.

Sanman Portal Scholarship ₹ 30,000/- સુધીની સ્કોલરશીપ. 

Step- 1 Sanman Portal Registration

  • સૌ પ્રથમ અરજદારે ગુગલ પર sanman gov in ટાઈપ કરીને સન્માન પોર્ટલની ઓનલાઈન વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યાર બાદ અરજદારે સૌ પ્રથમ સન્માન પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની રહેશે.
  • જેમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ ‘‘Register Yourself’’ મેનુ ક્લિક કરવાનું રહેશે.
Sanman Portal Kushal Shramik Yojana Registration
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in/)
  • જેમાં અગાળ ઓપન થયેલ નવા પેજમાં શ્રમયોગીનું આધારકાર્ડ નંબર નાંખવાનો રહેશે અને યુઝરનો પ્રકાર બાંધકામના શ્રમિક પંસંદ કરીને E Nirman Card Number નાંખી ‘Fetch’’ પર ક્લિક કરીને રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની રહેશે.

Step-2 Sanman Portal Kushal Shramik Yojana Online Application

  • ત્યાર બાદ વેબસાઈટના હોમ મેનું પર આવેલા Building and Other Constructions Workers Welfare Board યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી Shamyogi Yojana List ખુલશે. તેમાંથી શિક્ષણ સહાય યોજનાની કુશળ શ્રમિક યોજના પસંદ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજીમાં વિદ્યાર્થીએ નામ, સરનામું, ઈ-નિર્માણ કાર્ડની વિગતો, અભ્યાસક્રમનો વિગતો, તથા માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે.

Sanman Portal Kushal  Shramik Yojana Application Status

અરજી કર્યા પછી, વેબસાઈટના હોપ પેજ પર આવેલ ‘‘Application Status’’ મેનું પર ક્લિક કરીને, અરજી નંબર અને અરજદારની જન્મ તારીખ નાંખીને ‘Search’’ બટન પર ક્લિક કરવાથી, આપની ઓનલાઈન અરજીનું સ્ટે્ટસ જાણી શકાશે.

જાણવા જેવું:-

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, શ્રમયોગીને મળશે દર મહિને ₹ 3000/- નું પેેેેેન્શન.

ડિલેવરી યોજના મહિલાઓને ડીલેવરી માટે ₹ 37,500 ની સહાય

‘‘કૌશલ્યા’’ ધી સ્કિલ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની વિગત

કુશળ શ્રમિક યોજના હેઠળ ‘‘કૌશલ્યા’’ ધી સ્કિલ યુનિવર્સિટી અને તેની સાથે સંકાળાયેલ સંસ્થાઓમાં ચાલતા અભ્યાસક્રમમાં એડમિશન મેળવેથી તેના ઉચ્ચ અભ્યાસની સંપર્ણ ફી પરત કરવામાં આવે છે.  કૈાશલ્યા યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની વિગતો નીચે મુજબની છે.

Sanman Portal Kushal Shramik Yojana pdf
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in/)

સન્માન પોર્ટલ કુશળ શ્રમિક યોજનાની મહત્વની જાણકારી

  • સહાય માટે અરજી કરતી વખતે શ્રમયોગી બાંધકામ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ઈ નિર્માણ પોર્ટલનું  સમયસર રિન્યુ કરાવેલ ઓળખકાર્ડ (ઈ નિર્માણ કાર્ડ) રજુ કરવાનું રહેશે.
  • બાંધકામ શ્રમિક અથવા તેના બે બાળકો પુરતી આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે.
  • Kaushalya The Skill University અથવા તેની સાથે સંકળાયેલ સંસ્થામાં એડમિશન મળ્યેથી ત્રણ મહિનાની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યુ હોય તો ફીની રસીદ અરજી સાથે જોડવાની રહેશે અને જો ફી વર્ષવાર ભરવાની હોય તો કોર્ષની સંપુર્ણ ફી દર્શાવતું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • શ્રમયોગી પરિવારના વિદ્યાર્થીની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહી. દિવ્યાંગ વિદ્યાર્થીઓના કિસ્સામાં ઉંમર મર્યાદા લાગુ પડશે નહી.

Important Links of Sanman Portal Kushal Shramik Yojana

ઓનલાઈન અરજી કરવા

Click Here

ઓનલાઈન અરજીનું સ્ટે્ટસ જાણવા

Click Here

Home Page

Click Here

Conclusion

મધ્યમવર્ગીય તથા કામદાર પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે Sanman Portal Kushal Shramik Yojana વરદાન રૂપ સાબિત થયેલ છે. સામાન્ય વર્ગના પરિવારો પોતાના બાળકોને આર્થિક પરિસ્થિત નબળી હોવાને કારણે આગળ ભણાવી શકતા નથી. પરંતું કુશળ શ્રમિક યોજના હેઠળ હેઠળ આવા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની ફી સંપુર્ણ માફ કરવામાં આવશે. ફી માફી તથા ‘‘કૌશલ્યા’’ ધી સ્કિલ યુનિવર્સિટીમાં એડમિશન માટેની જાણકારી માટે આપને જિલ્લાની શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત માટે સુચન છે.

FAQ

(1) Sanman Portal Kushal Shramik Yojana હેઠળ કોને ઉચ્ચ શિક્ષણની ફી માફી આપવામાં આવશે?

સન્માન પોર્ટલ કુશળ શ્રમિક યોજના હેઠળ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની ફી માફી આપવામાં આવશે

(2) આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની રહેશે?

Sanman Portal  Registration કરી ઓનલાઈન અરજી દ્વારા અથવા તો શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે અરજી કરીને આ યોજનાનો લાભ લઈ શકાશે.

(3) કયા અભ્યાસક્રમ માટે ફિ રિએમ્બેસ (ફી માફી) કરવામાં આવશે?

‘‘કૌશલ્યા’’ ધી સ્કિલ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ સંસ્થામાં અભ્યાસ માટેની ફી રિએમ્બેસ કરવામાં આવશે.

Leave a comment