શું તમારું મોબાઈલ સહાય યોજનાનું ફોર્મ ભરાયુ? | Khedut Mobail Sahay Yojana Online Apply 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Khedut Mobail Sahay Yojana Online Apply 2024 :  ગઈકાલ તા.18/06/2024થી ખેડૂત માટે મોબાઈલ સહાય યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. મોડી સાંજ બાદ ફોર્મ ભરવાના શરૂ થવાથી હજુ ઘણા મિત્રોના ફોર્મ ભરાઈ શકાયા નથી. આ યોજનામાં વહેલા તે પહેલા જિલ્લાના લક્ષ્યાંક મુજબ ફોર્મ ભરવાના હોય છે. તમારે કોઈ સાયબરકાફે કે કોમ્પ્યુટર સેન્ટરવાળા પાસે જવુ ન પડે તે માટે આપને Khedut Mobail Sahay Yojana Online Apply 2024 હેઠળ મોબાઈલથી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? કઈ ભાષાનો ઉપયોગ કરવો? વગેરે જેવી માહિતી આપવામાં આવી છે. જેથી આપ જાતે જ મોબાઈલ સહાય યોજનાનું ફોર્મ ભરી શકશો.

Khedut Mobail Sahay Yojana Online Apply 2024

Bullet Point of Khedut Mobail Sahay Yojana Online Apply 2024

યોજનાનું નામ ખેડૂત મોબાઈલ સહાય યોજના
લાભાર્થી ગુજરાતના તમામ ખેડૂત
આવક મર્યાદા કોઈ આવક મર્યાદા નથી.
ઓનલાઈન અરજી ક્યાં કરવી? Ikhedut Portal પર
અરજી કરવાનો સમયગાળો તા.18/06/2024 થી તા.24/06/2024 સુધી
ઓફિસિલય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024

સરકાર દ્વારા ખેડૂતને મોબાઈલ ખરીદવા માટે મોબાઈલની ખરીદ કિંમતના 40% અથવા ₹6,000/- સહાય આપવામાં આવે છે. ખેડૂત ₹ 15000/- સુધીનો મોબાઈલ ખરીદે તો તેને ₹6,000/- સુધીના પૈસા તેના ખાતામાં પરત નાંખવામાં આવે છે. આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના તા.18/06/2024 થી શરૂ થઈ ગયા છે. મિત્રો આ યોજનામાં વહેલા તે પહેલા ના ધોરણે અને એક ખાતા દીઠ એક જ વ્યક્તિનું ફોર્મ ભરાય છે. જેથી આપ મોબાઈલ દ્વારા જ ફોર્મ ભરવાની સરળ માહીતી અહીં આપવામાં આવી છે.

Khedut Mobail Sahay Yojana Online Apply 2024 | મોબાઇલ સહાય માટે ઓનલાઈન અરજી

મિત્રો, અહિં તમને મોબાઈલ દ્વારા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના ઘણl સરળ સ્ટેપની માહિતી આપવામાં આવી છે. જેનાથી આ જાતે ફોર્મ ભરી શકશો.

  • સૌ પ્રથમ મોબાઈલમાં gujarat.gov.in ટાઈપ કરીને ઓફિસિલય વેબસાઈટ ઓપન કરવાની રહેશે. જેમાં Ikhedut Gujarat લખેલ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની ઓફિસિલય વેબાસાઈટ ખુલશે. જેમાંથી હોમપેજ પર આવેલ ‘‘યોજનાઓ’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આગળના પેજમાં ખેડૂત યોજનાનું લીસ્ટ ખુલશે. જેમાંથી તમારે ‘‘ખેતીવાડીની યોજનાઓ માટે અહિં ક્લિક કરો.’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ખેતીવાડીની યોજનાઓના લીસ્ટમાંથી ‘‘સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય’’ યોજના પસંદ કરવાની રહેશે અને તેના પર ટીક કરવાનું રહેશે.
  • હવે સ્માર્ટ ફોન યોજનાની ખરીદી પર સહાય યોજનાનું બોક્સ ખુલશે. જેમાંથી ‘‘અરજી કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
Khedut Mobail Sahay Yojana 2024
Image Credit Government Official Website (Ikhedut.gujarat.gov.in)
  • આગળના પેજમાં ‘‘તમે રજીસ્ટર્ડ અરજદાર છો’’ તેમ પુછશે. જો આપ પ્રથમ વખત જ લોગીન કરતા હોવ તો ‘‘ના’’ પસંદ કરીને આગળ વધો.
  • ત્યાર બાદ ‘‘નવી અરજી કરવા ક્લિક કરો’’ બટન પર ક્લિક કરો.
  • હવે અરજદારનું નામ, સરનામુ, વગેરે ગુજરાતીમાં લખવું. જાતી, જિલ્લો, તાલુકો, અને ગામ સ્કોલડાઉન કરીને પસંદ કરવુ.
  • ત્યાર બાદ પીન કોડ, મોબાઈલ નં. અને આધાર કાર્ડનો નંબર અંગ્રેજી આંકડામાં લખવું અને આધાર સંમત્તિ માટે બોક્સમાં ટીક કરવું.
  • ત્યાર બાદ નીચેની મહિતીમાં હા કે ના પસંદ કરવાનું રહેશે.

ખેડૂતની બેંક ખાતાની વિગત.

  • બેંક ની વિગતોમાં IFSC કોડની વિગતો અંગ્રેજીમાં ભરવી.
  • ત્યાર બાદ બેંકની વિગતો પાસબુકમાં જોઈએ અંગ્રેજીમાં ભરવાની રહેશે.

જમીનની વિગત

  • જેમાં ખાતેદારની વિગતમાં જો આપ જમીન ધરાવતા હોય અથવા આદિવાસી વન અધિકાર (જમીન) ધરાવતા હોય તે બંનેમાંથી જે લાગુ પડતું હોય તે પસંદ કરવુ.
  • ત્યાર બાદ આપની જમીન જ્યાં હોય તે જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ 7/12 ના ઉતારા માંથી લખેલ ખાતા નંબર પસંદ કરાવાનો રહેશે.
  • ખાતેદાર નામમાંથી અરજદારનું નામ પસંદ કરવાનું રહેશે. જો ખાતેદાર નામના લીસ્ટમાં અરજદારનું નામ ના હોય તો જે નામ ખાતેદાર લીસ્ટમાં છે તેના નામે જ અરજી થઈ શઈ શકશે. અને બધી વિગતો તે અરજદાર નામની નાંખવાની રહેશે.

રેશનકાર્ડની વિગતો (મરજિયાત છે)

  • અરજદારનો રેશનકાર્ડ નંબર નાંખવાનો રહેશે.
  • બધી વિગતો ભરાઈ ગયા પછી કોપ્ચા કોડ નાંખવાનો રહેશે.
  • છેલ્લે અરજીની વિગતો ચકાસીને ‘‘અરજી સેવ કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

વધુ જાણો:- 

ગોડાઉન બનાવવા માટે સહાય યોજના 20244, ₹75,000/ની સબસિડી.

આઈ ખેડૂત પોર્ટલ 2024 યોજનાઓનું લીસ્ટ.

અરજી કન્ફર્મ કરવી.

  • હવે આપને એક અરજી નંબર મોબાઈલમાં દેખાશે. તેને કોપી કરીને સેવ કરી રાખવાનો અથવા લખી દેવાનો.
  • ત્યાર બાદ ‘‘અરજી અપડેટ કરવા ક્લિક કરો.’’ લખેલ ટેબ પર ક્લીક કરવાનું. જેથી અરજીપત્રમાં ભરેલ બધી વિગતો દેખાશે જેની ચકાસણી કરીને કેપ્ચાકોડ નાંખી Save and Next પર ક્લિક કરવું.
  • છેલ્લે અરજી કન્ફર્મ કરીને અરજીની પ્રિન્ટ મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાની રહેશે.

હવે આપના મોબાઈલમાં પણ અરજી નંબર અને રસીદ નંબરનો SMS આવી જશે. આમ આપ સરળતાથી Khedut Mobail Sahay Yojana Online Apply 2024 માટે ઓનલાઈન અરજી કરી શકાશે.

ઓનલાઈન અરજી બાદની પ્રોસેસ

અરજી કર્યા બાદ આપની અરજીની વિગતોને ધ્યાને લઈને અરજી મંજૂર કરવામાં આવશે.જેની જાણકારી આપને મોબાઈલ SMS થી કરવામાં આવશે. આપ જાતે ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ પર ચેક કરી શકો છો. અરજી મંજૂર થયા બાદ જ મોબાઈલની ખરીદી કરવાની રહેશે. પછી મોબાઈલ ખરીદીનું GST વાળું બીલ તથા સંબંધિત ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક કે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ત્યાર બાદ Khedut Mobail Sahay Yojana Online Apply 2024 હેઠળ આપના બેંક ખાતામાં સહાય જમા કરાશે.

જાણવા જેેેેેેવું:-

શું છે ટેકાના ભાવ? જાણો.

ખેડૂત પશુપાલન યોજના માટે દુધાળા પશુ ખરીદવા માટેની સહાય.

Important Links of Khedut Mobail Sahay Yojana Online Apply 2024

આઈ ખેડૂત પોર્ટલની વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લીંક

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, મોબાઈલ સહાય યોજના માટે વહેલા તે પહેલા ધોરણે અરજી કરવાની હોય છે. આપ સરળતાથી Khedut Mobail Sahay Yojana Online Apply 2024 માટે ઓનલાઈન અરજી કરી શકો તે માટે મોબાઈલ દ્વારા જ ઓનલાઈન અરજી કરવાની સરળ રીત જણાવામાં આવી છે. હાલ કોઈ ફોટો કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી. જેથી આપ સરળતાથી ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી મંજૂર થયા બાદ મોબાઈલની ખરીદી કરવાની રહેશે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

(1) Khedut Mobail Sahay Yojana Online Apply 2024 માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો શું છે?

Khedut Mobail Sahay Yojana Online Apply 2024 માટે તા.18/06/2024 થી તા.24/06/2024 સુધી વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે.

(2) ઓનલાઈન અરજીમાં હાલ કોઈ ડોક્યુમેન્ટ આપલોડ કરવાના છે?

ના હાલ કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી. અરજી મંજૂર થયેથી ઓરીઝનલ ડોક્યુમેન્ટની ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે ચકાસણી કરાવાની થશે.

(3) ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં કોણ અરજી કરી શકે?

જે ખેડૂતને જમીન હોય અથવા ખાતેદારમાં નામ હોય તે અરજદાર તરીકે અરજી કરી શકે. અને આજીવન એક વાર સહાય મળવાપાત્ર થશે.

Leave a comment