Karuna Abhiyan Gujarat | Karuna Abhiyan Helpline Number | Karuna Animal Ambulance | Animal Helpline Number 1962 | Bird Helpline Number
Karuna Abhiyan 2024: ઉતરાયણ પર્વના દિવસોમાં ચાઈનીઝ દોરી તથા માંજાને કારણે ઘણા પક્ષીઓ ધાયલ થતા હોય છે. આવા ધાયલ પક્ષીઓને સમયસર સારવારની જરૂરી હોય છે. તે માટે સરકાર દ્વારા ઉતરાયણના દિવસોમાં પક્ષીઓને સારવાર મળી રહે તે માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે, તેનું નામ છે કરુણા અભિયાન. ગુજરાત સરકારના વન વિભાગ તરફથી આ યોજના અમલમાં મુકાયેલ છે. કોઈપણ પક્ષી દોરીને કારણે જીવ ના ગુમાવે તે માટે ઝડપથી ઘટના સ્થળે ડોક્ટરોની ટીમ પહોંચે તે માટે Karuna Animal Ambulance ની પણ શરૂઆત કરેલ છે. મિત્રો, આજે આપણે કરુણા અભિયાન વિશે વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Karuna Abhiyan 2024
અભિયાનનું નામ | કરુણા અભિયાન 2024 |
ઉદ્દેશ | ઉતરાણના દિવસોમાં ઘાયલ પક્ષીઓની તાત્કાલીક સારવાર માટે |
સંબંધિત વિભાગ | વન વિભાગ, ગુજરાત સરકાર |
કરુણા અભિયાનનો સમયગાળો | તા.10-01-2024 થી તા.20-01-2024 |
કરુણા હેલ્પલાઈન નંબર | 1962 |
Whats App Number | 08320002000 |
ઓફિસિયલ વેબસાઈટ | forests.gujarat.gov.in |
કરુણા અભિયાન 2024 | Karuna Abhiyan 2024
ગુજરાત સરકાર Forest Department દ્વારા ઉતરાયણના દિવસોમાં પક્ષીઓને બચાવવા માટે તા.10-01-2024 થી તા.20-01-2024 સુધી કરુણા અભિયાન 2024 ની શરૂઆત કરવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન સરકાર દ્વારા પશુચિકિત્સા અધિકારીશ્રીઓ તથા પશુધન નિરિક્ષકોની અનેક ટીમ તૈનાત કરવામાં આવે છે. જે ખડેપગે પક્ષીઓની સારવાર માટે સેવા પુરી પાડે છે.
કરુણા અભિયાન 2024 વન વિભાગ
ઉતરાયણના દિવસોમાં વન વિભાગ દ્વારા પક્ષીઓને બચાવવા માટે જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં નીચેની બાબતેાએ ખાસ ધ્યાન રાખવા જણાવવામાં આવે છે.
- સવારે 00 વાગ્યા પહેલા અને સાંજે 5.00 વાગ્યા પછી પતંગ ના ચગાવવો. કેમ કે આ સમયે આકાશમાં પક્ષીઓની અવર જવાર વધુ હોવાના કારણે પક્ષીઓ વધુ પ્રમાણમાં ઘાયલ થઈ શકે છે.
- ચાઈનીઝ માંઝા તરીકે ઓળખાતી પ્લાસ્ટિકની દોરી કે કાચના માંજાવાળી દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ.
- કોઈપણ ઘવાયેલ પક્ષી જોવા માટે તે તેને તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્ર ખાતે પહોચાડીએ.
- કોઈપણ વ્યક્તિ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા જણાય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા વન વિભાગને જાણ કરવી.
- ઉતરાયણ પછી આપણા ઘરની આસપાસ પતંગની નકામી ચાઈનીઝ દોરી ભેગી કરીને તેનો નામ કરવો જોઈએ
Karuna Abhiyan Helpline Number
ઉતરણ પર્વના દિવસોમાં ધાયલ પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા ટો ફ્રી કરુણા હેલ્પલાઈન નંબર 1962 જાહેર કરેલ છે. આ નંબર ડાયલ કરીને આપ આપના નજીકના કરુણા હેલ્પ સેન્ટરની માહિતી મેળવી, ઘાયલ પક્ષીની સારવાર કરાવી પુણ્યનું કામ કરી શકો. તે માટે સરકાર દ્વારા દર વર્ષેે તા.10-01-2024 થી તા.20-01-2024 સુધી કરુણા અભિયાન ચલાવે છે.
વધુ જાણોઃ-
પશુપાલન યોજના વિશે માહિતી મેળવો.
વિદ્યાર્થીઓ માટેના પરીક્ષા પેે ચર્ચા કાર્યક્રમ 2024 વિશે જાણો.
Karuna Abhiyan 2024 Whatsapp Helpline Number
- Forest Department દ્વારા પક્ષીઓને તરત સારવાર મળે તે માટે તે માટે કરુણા વોટ્સ અપ નંબર- 8320002000 જાહેર કરેલ છે. જેમાં ફક્ત ‘‘Karuna’’ લખીને વોટ્સઅપ કરવાનું રહે. આ હેલ્પલાઈન પર ગુજરાતના તમામ જિલ્લાઓના તાલુકા લેવલના હેલ્પલાઈન નંબરો આપેલા છે. જેના માધ્યમથી આપ ધવાયેલ પક્ષીની માહિતી આપી શકો છો અને પક્ષીની સારવાર કરાવી શકો છો.
- વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ પર થતા અત્યાચાર અને વન્ય પ્રાણીઓના ગૃનાઓ માટેની ખાનગી બાતમી આપવા, પોતાના પશુના મારણનું વળતર મેળવવા માટે પણ Wildlife Crime Number 9727727826 જાહેર કરેલો છે. આ નંબર પર ફક્ત વન્ય પ્રાણીઓની બાબતે જ જાહેર કરેલ છે. તેના પર કોઈ પલતું પ્રાણીઓ, રખડતા ઢોર કે અન્ય પાલતું પ્રાણીઓને લાગુ પડશે નહી.
Karuna Abhiyan 2024 Helpline Centers Information
ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા દ્વારા દરેક જિલ્લાઓમાં તાલુકા લેવલે ક્યાં હેલ્પ સેન્ટર કાર્યરત છે. તેની માહિતી ગુગલ મેપ દ્વારા પ્રસિદ્ધ કરેલ છે. તે લીંક પર ક્લિક કરીને આપ પક્ષી નિદાન કેન્દ્રોની માહિતી ઓનલાઈન મેળવી શકશો. સાથે સાથે તમામ પક્ષી નિદાન કેન્દ્રોના નામ, સંપર્ક નંબર અને સરનામાની વિગત પણ જોઈ શકશો. જેની મદદથી ઘવાયેલ પક્ષીઓની મદદ માટે તાત્કાલીક સારવાર આપી શકાશે.
નોંધ: આ સેવાના ઉપયોગી માટે આપે આપનું Mobail Location On રાખવાનું રહેશે. જેથી આપ લીલા કલરના આઈકોન પર ક્લિક કરશો તો ઉપલબ્ધ સેન્ટરની માહિતી મળી જશે.
ગુગલ મેપની લીંક- જેના દ્વારા આપ આપના નજીકના પક્ષી નિદાન કેન્દ્રની માહિતી મેળવી શકો છો.
Conclusion
ઉતરાયણનો પર્વ હર્ષ અને ઉલ્લાસનો પર્વ છે. પરંતુ આ પર્વ નિર્દેશ પક્ષીઓ માટે જીવલેણ બને તે પણ વાજબી નથી.વન વિભાગ દ્વારા આપાયેલ સુચન મુજબ ચાઈનીઝ દોરી કે કાચવાળી દોરી પક્ષીઓ માટે પ્રાણધાતક ના બને તે માટે આપણે તેની તકેદારી રાખીશું. કોઈ ઘાયક પક્ષીને બચાવી તેને સારવાર આપવી તે પણ એક સારું કર્મ ગણાશે. આપણે સૌ સહિયારા પ્રયત્નોથી વન વિભાગના નિદર્શોનું પાલન કરી Karuna Abhiyan 2024 ને સફળ બનાવીએ.
જાણવા જેવું:-
ઈ નગર ગુજરાત પોર્ટલ રજીસ્ટ્રેશન કરી નગરપાલીકાની યોજનાઓનો લાભ મેળવો.
સૂર્યશક્તિ કિસાન યોજના 2024 વિશે જાણો.
FAQ
(1) Karuna Abhiyan 2024 helpline નંબર કયો છે?
ધાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા હેલ્પલાઈન એમ્યુલન્સ માટેનો હેલ્પલાઈન 1962 જાહેર કરેલ છે.
(2) કરુણા અભિયાન કોના દ્વારા શરૂ કરવામા આવેલ છે?
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
(3) Karuna Abhiyan 2024 Whatsapp Helpline Number?
કરુણા અભિયાન માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ હેલ્પલાઈ નંબર – 8320002000 જાહેર કરવામાં આવેલ છે.