eNagar Gujarat Portal Registration | ઈ નગર ગુજરાત પોર્ટલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

eNagar Gujarat | eNagar gujarat gov in | eNagar Gujarat Login | eNagar Gujarat Gov

જાણવા જેવું: ડીજીટલ ગુજરાતને પ્રોત્સાહન આપવા માટે સરકાર નાગરિકોને મળતી બધી સુવિધાઓ ઓનલાઈન કરી રહી છે. જેમાં નગરપાલીકામાં રહેતા લોકોને મકાન બાંધકામની પરવાની, પાણી અને ગટર સંબંધી સેવાઓ, લગ્ન નોંધણી મિલ્કત વેરો, હોલ બુકિંગ જેવી સેવાઓ, જન્મ-મરણના પ્રમાણપત્ર  મેળવવા માટે કચેરી સુધી જવું ના પડે તે માટે ઈ નગર ગુજરાત પોર્ટલ હેઠળ બધી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. મિત્રો, આજના આ આર્ટીકલ eNagar Gujarat Portal Registration દ્વારા ઈ નગર પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરીને  કોઈપણ નગરપાલીકાની  સેવાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તેની વિગતે માહિતી મેળવીશું.

eNagar Gujarat Portal Registration

Bullet Point of eNagar gujarat portal registration

આર્ટિકલનો વિષય ઈ નગર ગુજરાત પોર્ટલ રજીસ્ટ્રેશન પ્રોસેસ
ઈ નગર ગુજરાત પોર્ટલના ફાયદા લોકો માટે જરૂરી સેવાઓ ઓનલાઈન મળી રહે
લાભાર્થી ગુજરાતની તમામ નગરપાલિકામાં રહેતા નાગરિકો
ઓફિસિયલ વેબસાઈટ www.enagar.gujarat.gov.in
eNagar gujarat gov Helpline કર્મયોગી ભવન, બ્લોક નંં.1, ગાંધીનગર

ઈ નગર ગુજરાત પોર્ટલ  વિશે જાણો.

ગુજરાત રાજ્યની તમામ નગરપાલીકાઓની સેવાઓ ઓનલાઈન એકજ પોર્ટલ પરથી મળી રહે તે માટે સરકાર દ્વારા eNagar Gujarat Gov પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે. જેના દ્વારા કોઈપણ નગરપાલિકાના રહેતા નાગરિક જરૂરી સેવાઓ ઓનલાઈન મેળવી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઈ નગર ગુજરાત પોર્ટલ દ્વારા નાગરિકોને મળતી સુવિધાઓનો વ્યાપ વધે, જાહેર પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે માટે અમલમાં મુકવામાં આવેલ છે. આ પોર્ટલ હેઠળ ઘણી બધી સેવાઓ માટે ઓનલાઈન સુવિધા આપવામાં આવે છે. જે વિગતે માહિતી મેળવીશું.

eNagar Gujarat Portal  પર ઉપલબ્ધ  સેવાઓ

ઈનગર ગુજરાત પોર્ટલ પર નગરપાલિકાના લોકોને સમય બગાડીને કચેરી સુધી જવું ના પડે તે માટે ઘણી સેવાઓ ઓનલાઈન કરેલ છે.  જેમાં ફકત eNagar Gujarat Portal Registration કરીને નીચે મુજબની સેવાઓ ઘરે બેેેઠા મેળવી શકે છે.

મકાન બાંધકામ માટેની પરવાનગી | Building Permission

નગરપાલિકા વિસ્તારના નાગરિકોને મકાન બાંધકામ માટેની પરવાનગી મેળવવા માટે કચેરી સુધી ના જવું પડે તે માટે ઓનલાઈન અરજી કરવા માટેની સુવિધા આપવામાં આવી છે.

ઓનલાઈન ફરિયાદ | Online Complains

  • પાણી અથવા ગટર સંબંધિત ફરિયાદ, કચરો અને સ્વચ્છતા, રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ અને રોડ રસ્તાના સમારકામ જેવી ફરિયાદો માટે ઓનલાઈન અરજીની સુવિધા આપવામાં આવી છે.
  • અરજી કર્યા બાદ પોતાની અરજીની સ્થિતિ પણ ટ્રેસ કરી શકાય છે.

હોલ બુકીંગની સુવિધા | Town Hall Booking

  • નાગરિકો માટે જાહેર પ્રસંગે નગરપાલિકા હોલના બુકીંગ માટે ઓનલાઈન સુવિધા આપે છે.
  • જેના દ્વારા હોલ રિઝર્વેશન, બુકીંગ રદ્દ કરવા, તથા બુકીંગની તારીખોમાં ફેરફાર કરવાની સુવિધા આપવામાં આવી છે.

લાઈસન્સ માટેની સુવિધા | License

eNagar gujarat portal મારફતે લોકોને નવી દુકાન શરૂ કરવા માટેનું લાઈસન્સ, દુકાનના રજીસ્ટ્રેશન માટે, ડ્યુબ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે, રજીસ્ટ્રેશન રદ્દ કરવા માટેની સુવિધા આપવમાં આવે છે.

લગ્ન નોંધણી પ્રમાણપત્ર | Marriage Registration Online

  • શહેરી જનોને લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે, લગ્ન નોંધણીના રેકર્ડ મેળવવા માટે તથા જરૂરી દસ્તાવેજો ડાઉનલોડ કરવા માટેની સુવિધા પુરી પાડે છે.
  • જેના દ્વારા આપ ઘરે બેઠા લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવી શકો છો.

વધુ જાણોઃ- 

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરુ કરો અને મેળવો સ્વરોજગાર.

તમારા લાઈટબીલની રકમ ચકાસો.

મિલકત વેરા બાબતેની સુવિધાઓ | Propriety Tax

eNagar gujarat portal દ્વારા મિલકત વેરાની ચુકવણી, વેરા બાબતે કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નોંધણી, મિલકતની આકારણી, પ્રોપર્ટી ટેક્ષ ભરવાની સુવિધા આપવમાં આવે છે.

પાણી અને ગટર કનેશન માટેની ઓનલાઈન અરજી | Water And Drainage

જરૂરી સુવિધાઓ જેવી કે પાણી અને ગટર કનેકશન માટે ઓનલાઈન અરજી કરવી, ગટર-પાણી કનેકશન બંધ કરવા માટે કે ખોલવા માટેની અરજી, પ્લમ્બર લાઈસન્સ મેળવવા અને લાઈસન્સ રિન્યુ કરવા માટેની ઓનલાઈન સુવિધા પુરી પાડવામાં આવે છે.

eNagar Gujarat Portal Registration

ઈ નગર પોર્ટલની ઓનલાઈન સુવિધાનો લાભ લેવા માટે ઈ નગર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઈનગર પર નોંધણી કરવી ઘણી સરળ છે. નીચે દર્શાવેલ સ્ટેપ દ્વારા આપ જાતે જ eNagar Gujarat Portal Registration કરી શકશો.

Step-1 eNagar Gujarat gov Login

  • અરજદાર દ્વારા સૌ પ્રથમ ગુગલ પર eNagar gujarat gov in ટાઈપ કરવાનું રહેશે.
  • જેની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની ઓફિસિલય વેબસાઈટ ઓપન થશે.
eNagar Gujarat Portal Registration online
Image Credit Official Website (https://enagar.gujarat.gov.in/)

Step -2 eNagar gujarat portal registration

જેથી હોમપેજ પરના “Register” મેનું પર ક્લિક કરવાનું રહેશે. જેથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું રજીસ્ટ્રેશન માટેનું પેજ ખુલશે.

eNagar Gujarat Portal Registration Online
Image Credit Official Website (https://enagar.gujarat.gov.in/)
  • જેમાં અરજદારે પોતાનો મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈ.ડી નાંખવાનું રહેશે.
  • ત્યાર બાદ અરજદારે એક Password બનાવવાનો રહેશે.
  • પછી કેપ્ચા કોડ નાંખીને ”Generate OTP” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ મોબાઈલ પર આવેલ OTP નાંખવાને સબમીટ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આપના મોબાઈલ નંબર પર User Id મોકલવામાં આવશે, જે મહદઅંશે આપનો મોબાઈલ નંબર હશે અને પાસવર્ડ જે ક્રિયેટ કર્યો હતો તે રહેશે.
  • આમ અરજદારને રજીસ્ટ્રેશન દ્વારા User id અને Password મળી જશે.

eNagar Gujarat Login | નગર ગુજરાત પોર્ટલ લોગીન

  • અરજદારને રજીસ્ટ્રેશન દ્વારા યુઝર આઈ.ડી અને પાસવર્ડ દ્વારા સેવાઓના લાભ લેવા માટે eNagar Gujarat Login કરવાનું રહેશે.
  • ઓનલાઈન લોગીન કર્યા બાદ આપ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની સેવાઓનો લાભ લેવા માટે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો.

eNagar Gujarat Portal Registration form

eNagar Gujarat Portal
Image Credit Official Website (https://enagar.gujarat.gov.in/)

Important Links of eNagar Gujarat Portal Registration

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા

Click Here

eNagar Gujarat Login માટે

Click Here

Home Page

Click Here

Conclusion

ઈ નગર ગુજરાત પોર્ટલ મારફતે નગરપાલિકાના રહીશોને ઓનલાઈન ફરિયાદ તથા સેવાઓની સુવિધા મળી રહે તે માટેની વ્યાવસ્થા કરવામાં આવી છે. eNagar Gujarat Portal Registration કરીને અરજદાર ઘરે બેઠા પોતાના ગટર, પાણી કનેક્શન, જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, દુકાન માટે રજીસ્ટ્રેશન તથા મિલકત વેરા માટેની જરૂરી સુવિધાઓ માટે  ઓનલાઈન પ્રોસેસ કરી શકે છે.

જાણવા જેવુ:- 

લગ્ન વખતે દીકરીને મળશે સહાય  કુંવરબાઈનું મામેરું યોજના 

ઈલેક્ટ્રિક વાહન સબસીડી યોજના

FAQ

(1) eNagar Gujarat Portal Registration માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

eNagar Gujarat Portal Registration માટેની કોઈપણ સેવા માટે eNagar gujarat gov in ઓફિસિયલ વેબસાઈટ છે.

(2) શું ગુજરાતની તમામ નગરપાલિકાના રહીશને ઈ નગર પોર્ટલ પર ઓનલાઈન સુવિધાનો લાભ મેળવી શકે છે?

હા, અરજદારે લોગીન કર્યા બાદ Citizen Registration માં ULB Name માં આપને લાગુ પડતી નગરપાલીકા પસંદ કરવાની રહેશે. પછી આપ સંબંધિત નગરપાલિકાની ઓનલાઈન સેવાઓ લાભ લઈ શકશો.

(૩) eNagar Gujarat કોના દ્વારા કાર્યરત કરવામાં આવ્યુ છે?

GUJARAT URBAN DEVELOPMENT MISSION દ્વારા ઈ નગર ગુજરાત પોર્ટલ કાર્યરત કરેલ છે.

Leave a comment