આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 | પશુપાલન યોજના ફોર્મ | પશુપાલન ઓનલાઇન અરજી | 12 દુધાળા પશુ યોજના| iKhedut Pashupalan Yojana | પશુપાલન લોન અરજી | પશુપાલન લોન યોજના 2024 | પશુપાલન યોજના ફોર્મ 2024
iKhedut Pashupalan Yojana 2024 : પશુપાલન ક્ષેત્રે સ્વરોજગારના વિકાસ માટે અને દુધ ઉત્પાદન વધારી રાજ્યના પ્રગતીશીલ વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેથી ખેતી તથા પશુપાલન વિષયક યોજનાઓન તમામ માહિતી એકજ સ્થળેથી મળી રહે તે માટે સરકાર દ્વારા ikhedut Portal બનાવવામાં આવેલ છે. જેના દ્વારા અરજદાર iKhedut Pashupalan Yojana 2024 હેઠળ સીધી ઓનલાઈન અરજી કરી શકે છે.
આઈ ખેડૂત પશુપાલન યોજના દ્વારા અરજદારને સ્વરોજગારી માટે ડેરી ફોર્મ કે પશુઓના તબેલો બનાવવા માટે કુલ 12 જેટલા દુધાળા પશુ માટે સહાય આપવામાં આવે છે. સાથે-સાથે પશુદાણ , દૂધ ઘર બનાવવા માટેની સહાય, સ્વરોજગારી માટે 50 દુધાળા પશુ માટે સહાય વગેરે જેવી સહાય માટેની માહિતી આજના આર્ટિકલ આ આર્ટિકલમાં iKhedut Pashupalan Yojana 2024 માંથી મેળવીશું. આ યોજનાઓ માટે ઓનલાઈન અરજી પ્રોસેસ, ડોક્યુમેન્ટની પણ વિગતે ચર્ચા કરીશું.
Bullet Points of iKhedut Pashupalan Yojana 2024
યોજનાનું નામ | આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 |
યોજનાનો હેતું | ખેડૂત મિત્રો તથા રાજ્યના નાગરિકોને પશુપાલન થકી સ્વરોજગાર. |
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો | તા.15/06/2024 થી તા.15/07/2024 સુધી. |
લાભાર્થી વર્ગ | અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ,બક્ષિપંચ, અન્ય પછાત વર્ગોના નાગરિકો, તથા ખેડૂત વર્ગ |
અરજી કેવી રીતે કરવી? | ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. |
Official Website | ikhedut.gujarat.gov.in |
આઈ ખેડૂત પશુપાલન યોજના 2024નો ઉદ્દેશ.
સરકાર દ્વારા પશુપાલનના ક્ષેત્રને વેગ આપવા તથા ખેડૂત મિત્રોની આવક બમણી કરવા વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. તેમાંની એક યોજના ખેડૂત મિત્રો તથા અરજદારને iKhedut Pashupalan Yojana હેઠળ સ્વરોજગારીના હેતું તથા પશુપાલનના હેતું માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેના થકી ડેરી ફાર્મ કે તબેલો બનાવીને અરજદાર સ્વરોજગાર મેળવી શકે છે. પશુપાલનની યોજનાઓ 2024 માટે સહાય મેળવવા માટે અરજદાર ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહે છે. જેની વિગતો આગળ મેળવીશુંં.
આઈ ખેડૂત પશુપાલન યોજનાના લાભાર્થીઓ.
- રાજયના નાના સિમાંત ખેડૂત તથા મહિલા ખેડૂત તેમજ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લાભાર્થીઓને વ્યાજમાં સહાય આપવામાં આવે છે.
- ગુજરાતમાં લાભાર્થીને પોતાની જમીન હોવી જરૂરી છે અનેે પશુપાલનનો વ્યવસાય કરતા હોવા જોઈએ
- રાજ્યના તમામ ખેડૂતો પશુપાલન યોજના માટે અરજી કરી શકે છે.
આઈ ખેડૂત પશુપાલનની યોજનાઓ 2024 25 માટેના લાભો.
ખેડૂતોને ખેતી વિષય યોજનાઓના લાભો લેવા માટે આઈ ખેડૂત પોર્ટલની વિવિધ યોજનાઓ અમલમાં છે. જેમાંથી પશુપાલન યોજના હેઠળ ખેડૂતો તથા અરજદારને પશુદાણ , દૂધ ઘર બનાવવા માટેની સહાય, સ્વરોજગારી માટે 50 દુધાળા પશુ માટે સહાય માટે સહાય આપવામાં આવે છે. જેનો લાભ લઈને લાભાર્થી ખેડૂત ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી આર્થિક રીતે સમૃદ્ધ બને છે. ખેડૂતને ખેતી તથા પશુપાલન માટે ઉપયોગી એવા સાધનો તથા પશુધન ખરીદવા સરકાર દ્વારા વિવિધ સહાય આપવામાં આવે છે. જેની નીચે મુજબ છે.
સાધન ખરીદી |
સહાય/સબસીડી |
જનરલ કેટેગરીના અરજદારને 1 થી 20 જેટલા દુધાળા પશુઓ ખરીદવા
રોજગારી માટે 50 જેટલા દુધાળા પશુ ખરીદવા માટે |
બેંક લોન પર 12% વ્યાજમાં સહાય
મહિલાઓ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાય ગીર/કાંકરેજી પશુઓની ખરીદી માટે 12% વ્યાજ સહાય. |
પશુ માટે કેટલશેટ બાંધકામ માટે | ખર્ચના 50% મહત્તમ ₹ 1,50,000/- ની સહાય
ગીર/કાંકરેજી પશુઓ માટે કેટલશેડના બાંધકામના કુલ ખર્ચના 75% મહત્તમ ₹ 2,25,000/- ની સહાય |
દુધાળા પશુઓના વિમા પ્રિમિયમ માટે
|
વિમાના પ્રિમિયમ માટે ખર્ચના 75% મહત્તમ ₹ 43,200/- ની સહાય
ગીર/કાંકરેજી પશુઓના વિમા પ્રિમિયમ માટે માટે ખર્ચના 90% મહત્તમ ₹ 51,840/- ની સહાય |
ઈલેક્ટ્રિક ચાફ કટર ખરીદી માટે | ખર્ચના 75% લેખે મહત્તમ ₹ 18,000/- ની સહાય
ગીર/કાંકરેજી પશુઓ માટે ચાફ કરટ ખરીદવા ખર્ચના 90% મહત્તમ ₹ 21,600/- ની સહાય |
પશુ માટે ફોગર સિસ્ટમની ખરીદી માટે | ખર્ચના 75% લેખે મહત્તમ ₹ 9,000/- ની સહાય
ગીર/કાંકરેજી પશુઓ માટે ફોરગ સિસ્ટમ ખરીદી માટે ખર્ચના 90% મહત્તમ ₹ 10,800/- ની સહાય |
પશુ માટે મિલ્કિંગ મશીન/દુધ કાઢવા માટેના મશીનની ખરીદી માટે | ખર્ચના 75% લેખે મહત્તમ ₹ 33,750/- ની સહાય
ગીર/કાંકરેજી પશુઓ દુધ કાઢવાનું મશીન ખરીદવા માટે ખર્ચના 90% મહત્તમ ₹ 40,500/- ની સહાય |
iKhedut Pashupalan Yojana 2024 માટેના ડોક્યુમેન્ટ| આઈ ખેડૂત પશુપાલન યોજના Documents List
Pashupalan Yojana 2024 માટે નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ નિયત કરવામાં આવેલ છે. Documents નું લીસ્ટ નીચે મુજબ છે.
- આધાર કાર્ડની નકલ
- સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ જાતિનો દાખલો.
- ઓળખપત્ર (ચુંટણી કાર્ડ, લાઈસન્સ, કોઈપણ ફોટોવાળું ઓળખપત્ર)
- લાભાર્થીનું બાંહેધરી પત્ર તથા સંમતિપત્ર.
- રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઈસન્સ કે ચુંટણી કાર્ડ માંથી કોઈપણ એક)
- બેંક પાસબુકની પ્રથમપાનાની નકલ.
- બેંક લોન મંજુર થયાનો આદેશ.
- પોતાની જમીન માટેનો અધાર પુરાવો.
- દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, (જો લાભાર્થી દિવ્યાંગ હોય તો)
પશુપાલન યોજના ફોર્મ 2024 માટેના નિયમો અને શરતો.
- પશુપાલન યોજના માટે ગુજરાત રાજ્યમાં પોતાની જમીન ધરાવતા ખેડૂત જ અરજી કરી શકશે.
- iKhedut Pashupalan Yojana હેડળ ફક્ત એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
- વર્ષ 2024-25 માં રાજ્યમાં ધણા લાભાર્થીઓને સહાય આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે,જેથી વહેલા તે પહેલા ધોરણે ફોર્મ ભરી લેવા વિનંતી છે.
- જે ખેડૂત ભાઈઓનુંં સંંયુક્ત ખાતુ હોય તો બીજા ખાતેદારોનું સંમતીપત્રક મેળવવાનું રહેશે
- યોજનાનો લાભ મેળવનાર ખેડૂતો કે સ્વસહાય જુથે બેંકમાંથી ધીરણ મેળવ્યા બાદ જ iKhedut Portal પર અરજી કરવાની રહેશે.
- માન્યતા પ્રાપ્ત બેંકો અથવા સહકારી સંસ્થા વર્ષ 2024-25 માં મેળવેલ ધીરાણ પર વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
ખેડૂત પશુપાલન ઓનલાઈન અરજી | iKhedut Pashupalan Yojana Online Applicatoin
અરજદારે Pashupalan Yojana 2024 માટે ઓનલાઈન ikhedut Portal પર અરજી કરવાની રહે છે. આપ જાતે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો તે માટે Step By Step આપણે વિગતે માહિતી મેળવીશું.
Step-1 ikhedut Login
- અરજદારે સૌ પ્રથમ ગુગલ પર ikhedut.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે.
- જેથી આપને નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું પેજ ખુલશે. જેમાં આપને ‘‘યોજનાઓ’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step-2 iKhedut Pashupalan Yojana 2024 25
- યોજનાઓ પર ક્લિક કર્યા બાદ આપને નીચે દર્શાવ્યા મુજબ ઈમેજનું પેજ ઓપન થશે.
- જેમાં ‘‘પશુપાલનની યોજનાઓ માટે’’ ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step-3 Pashupalan Yojana List
- ત્યાર બાદ આગળના પેજમાં ઈમેજમાં દર્શાવ્યા મુજબનું iKhedut Pashupalan Yojana List 2024 ઓપન થશે.
- જેમાં અરજદાર જેે યોજનામાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે યોજના પસંદ કરવાની રહેશે. જેમાંથી
Step-4 પશુપાલન યોજના ફોર્મ 2024 Information
- ત્યાર બાદ દર્શાવેલ સંપર્ણ માહિતી કાળજીપુર્વક વાંચીને ‘‘અરજી કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જેથી પશુપાલન યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની આગળ નવું પેેજ ઓપન થશે.
Step-5 Application
- ત્યાર બાદ આગળના પેજમાં આપેલ સુચનાઓ વાંચીને , લાભાર્થી જુથમાં વ્યક્તિગત કે સ્વયંસહાય જુથ (જે લાગુ પડતું હોય તે ) પસંદ કરીને ‘‘આગળ વધો’’ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાબ બાદ અપ રજીસ્ટ્રર્ડ અરજદાર છો? તેમ પુછશે. જો આપ રજીસ્ટ્રર્ડ અરજદાર ના હોવ તો પર ઓનલાઈન અરજી કરી શકો છો. હા કે ના પસંદ કરીને ‘‘આગળ વધો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ પેજ ઓપન થશે.જેમાં ‘‘નવી અરજી કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step-6 Save Application
- નીચે દર્શાવેલ ઈમેજ મુજબ આપને ઓનલાઈન અરજી કરવા માટેનું ફોર્મ ખુલશે.
- જેમાં તમામ માહિતી ચકાસણી કરીને ભરવાની રહેશે.
- માહિતી ભરાઈ ગયા બાદ ‘‘અરજી સેવ કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેથી આપની અરજી ઓનલાઈન સેવ થઈ જશે.
વધુ જાણો:-
પીએમ કિસાન યોજના 17મો હપ્તો 18 મી જૂનના રોજ જમા થશે. લીસ્ટમાં નામ ચેક કરો.
પ્રોપર્ટી કાર્ડની નકલ ઓનલાઈન ડાઉનલોડ પ્રોસેસ
Step-7 Ikhedut Print Application form
ત્યાર બાદ આપે યોજના સંબંધિ અરજી મુજબ લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ આપને Application Number મળી જશે. જે આગળની પ્રોસેસ માટે સુરક્ષિત નોંધી રાખવાનો રહેશે. ત્યાથી આપ આપની અરજીની પ્રિન્ટ પણ લઈ શકો છો. આપ આપ ઓનલાઈન અરજી ઘરે બેઠા પણ કરી શકો છો.
Ikhedut portal Status Check | અરજીના સ્ટેટ્સની ચકાસણી.
મિત્રો iKhedut Portalના ડેસબોર્ડ પર ‘‘ અરજદાર સુવિધા’’ બટન પર ક્લિક કરવાથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબ આપ અરજીક્રમાંક અને મોબાઈલ નંબર નાંખીને પોતાની અરજીનું સ્ટેટ્સની ચકાસણી કરી શકો છો.
અરજીના સ્ટેટ્સની ચકાસણી માટેની ડાયરેક્ટ લિંક
જાણવા જેેેેેેવુંઃ-
મધમાખી પાલન યોજના 2024 થી કરો આજીવન કમાણી
બાગાયતી પાકો માટેની તમામ યોજનાઓ વિશે જાણો.
Important Links of iKhedut Pashupalan Yojana 2024
iKhedut Portal Official Website | |
ઓનલાઈન અરજી કરવા. |
|
અરજીનું સ્ટેટ્સ ચકાસવા. |
અહીં ક્લિક કરો. |
અમારા Whatsapp Group માં જોડાવા. | |
Home Page |
Conclusion
મિત્રો,આપણે આ આર્ટિકલમાં iKhedut Pashupalan Yojana 2024 ની સંપુર્ણ માહિતી મેળવી.જેમાં 1 થી 20 જેટલા દુધાળા પશુઓ માટેની સહાય મેળવી સ્વરોજગારી મેળવી શકે છે. હાલ પશુપાલનો વ્યવસાય સૈથી વધુ કમાણી કરી આપતો વ્યવયાય તરીકે ઉભરી રહ્યો છે. આ લેખમાં આ સાથે સરકાર દ્વારા પશુપાલન સંબંધિ વિવિધ સાધનો ખરીદવા સહાય માટે ઓનલાઈન અરજી કરવાની વિગતે માહિતી આપવામાં આવી છે. આપને આ યોજનામાં ઓનલાઈન અરજીના સંદર્ભે કોઈ સમસ્યા હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે. અમે આપની સમસ્યા માટે માર્ગદર્શક બનીશું.
FAQ
(1) પશુપાલન સહાય માટે અરજી ફોર્મ ક્યારથી ભરાશે?
પશુપાલન સહાય માટે અરજી ઓનલાઈન iKhedut Portal પર થી તા.15/06/2024 થી તા.15/07/2024 સુધી ફોર્મ ભરાશે.
(2) i Khedut Portal Registration કરાવેલ ના હોય તો પણ ઓનલાઈન અરજી થઈ શકે?
હા, iKhedut Pashupalan Yojana 2024 હેઠળ પશુપાલનની સહાય માટે ઓનલાઈન Registration કરાવવું જરૂરી નથી.
(3) iKhedut Pashupalan Yojana 2024 કુલ 1 થી 20 દુધાળા પશુ સહાય માટે કેટલી વખત અરજી કરી શકીએ.
iKhedut Pashupalan Yojana 2024 સહાય માટે એક જ વખત અરજી કરી શકાય છે.
(4) પશુપાલનની યોજનાઓ માટે જિલ્લા કક્ષાએ કઈ કચેરીનો સંપર્ક કરવો?
ખેડૂૂત માટે પશુ પાલન યોજના કે ખેતી વિષયક કોઈ માહિતી જોઈતી હોય તો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.