સખી વન સ્ટોપ સેન્ટર યોજના | One Stop Centre Scheme

WhatsApp Group Join Now
Telegram Group Join Now

One Stop Centre Scheme : ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ મહિલાઓને એક જ છત્ર નીચે આશ્રય મળી રહે તે માટે સખી વન સ્ટોપ યોજના વર્ષ 2016 થી અમલમાં મુકવામાં આવી છે. ભયમાં મુકાયેલ કે હિંસાગ્રસ્ત મહિલાએ તાત્કાલિક આશ્રય અને સુરક્ષા માટેની સેવાઓ One Stop Centre Scheme દ્વારા નિશુલ્ક પુરી પાડવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં મુખ્ય મથકે શરૂ કરવામાં આવી છે. દિવસના 24 કલાક 365 દિવસ સતત મહિલાઓની સેવાઓમાં સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત રહે છે. મિત્રો, આજના One Stop Centre Scheme આર્ટિકલમાં આ યોજનાનો લાભ કોને મળશે તથા સંપર્ક ક્યાં કરવો? વગેરે જેવી બાબતોએ વિગતે માહિતી મેળવીશું.

One Stop Centre Scheme

Bullet Point of One Stop Centre Scheme

યોજનાનું નામ ‘‘સખી’’ વન સ્ટોપ યોજના
સંબંધિત સરકારી વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
મળવાપાત્ર લાભ હિંસા ગ્રસ્ત કોઈપણ મહિલાને આશ્રય, સારવાર તથા કાનૂની મદદ
કોને લાભ મળશે? હિંસાથી પીડીત હોય કે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ કોઈપણ મહિલા કે કિશોરી
વન સ્ટોપ સેન્ટરનું સ્થળ દરેક જિલ્લાના મુખ્ય મથક ખાતે
વન સ્ટોપ સેન્ટર ખાતે કેવી રીતે પહોંચવું મહિલા જાતે અથવા 181 હેલ્પલાઈન દ્વારા સેન્ટરની સેવા લઈ શકે છે.

‘‘સખી’’ વન સ્ટોપ સેન્ટર (OSC) યોજનાનો હેતું.

One Stop Centre Scheme હેઠળ હિંસાથી પિડિત કે ભયગ્રસ્ત પરિસ્થિતિમાં મુકાયેલ કોઈપણ મહિલા કે કિશોરીને આશ્રય આપીને એક જ સ્થળેથી તેની આવશ્યક હોય તેવી તમામ સુવિધાઓ નિશુલ્ક પુરી પાડવામાં આવે છે. સખી વન સ્ટોપ દ્વારા મહિલા કે કિશોરીને આશ્રય, તબીબી સારવાર, કાયદાકીય માર્ગદર્શન/સલાહ, કાનૂની મદદ તથા કાઉન્સેલીંગ જેવી સુવિધાઓ તાત્કાલીક ધોરણે પુરી પડવામાં આવે છે. હિંસાગ્રસ્ત મહિલા હંગામી ધોરણે આશ્રય લેવા માંગતી હોય તો ત્યા વિના મુલ્યે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય મેળવી શકે છે.

Sakhi One Stop Centre માં મળતી સુવિધાઓ.

ગુજરાતના કોઈપણ જિલ્લામાં હિંસાગ્રસ્ત મહિલા કે ભયગ્રસ્ત પરિસ્થિતિમાં મુકાયેલ મહિલા ફક્ત અભયમ મહિલા હેલ્પલાઈન 181 પર કોલ કરતા 181 પોલીસ વાન મહિલાનું લોકેશન ટ્રેશ કરીને તે સ્થળે પહોંચી જાય છે અને મહિલાને જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય પુરો પાડે છે. ત્યાં તેને નીચે મુજબની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે.

  • ઘરેલું હિંસા કે શારિરીક હિંસાનો ભોગ બનેલ મહિલાને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવે છે.
  • મહિલાને ભયગ્રસ્ત પરિસ્થિતિમાંથી બહાર લાવવા કાઉન્સેલીંગ કરવામાં આવે છે.
  • મહિલા કે કિશોરીને જરૂરી હોય તો પોલીસ રક્ષણ પુરું પાડવામાં આવે છે.
  • મહિલાને જરૂર પડ્યેથી કાયદાકીય માર્ગદર્શન અને કાનૂની સલાહ આપવામાં આવે છે.
  • પિડીત મહિલાને રહેવાની સગવડ ના હોય તો હંગામી ધોરણે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રહેવા, જમવા તથા રક્ષણની સુવિધા પુરી પાડવામાં આવે છે.

One Stop Centre Scheme નો લાભ કોને મળશે?

આ યોજના હેઠળ કુટુંબમાં, ખાનગી કે જાહેર સ્થળો પર, કામ કાજના સ્થળે કે સમુદાયના સ્તરે કોઈપણ હિંસાનો ભોગ બનેલ મહિલા કે કિશોરી આ યોજનાનો લાભ મેળવી શકશે. ખાસ કરીને નીચે દર્શાવેલ એવી કોઈપણ હિંસા કે પરિસ્થિતિમાંથી બચવા મહિલા કિશોરી સખી વન સ્ટોપ સેન્ટરની મદદ મેળવી શકે છે.

  • જાતિય સતામણી
  • કિશોરી/ મહિલાઓનો અનૈતિક દેહ વ્યપાર
  • ડાકણપ્રથા
  • ઘરેલું હિંસા
  • શારિરીક, માનસિક કે જાતિગત પ્રકારની કોઈપણ હિંસા
  • અજાણી જગ્યાએ ભયગ્રસ્ત પરિસ્થિતીમાં મુકાયેલ કોઈપણ કિશોરી કે મહિલા.

 વન સ્ટોપ સેન્ટર યોજના | One Stop Centre Scheme

  • મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે One Stop Centre Scheme નો અમલ કરવામાં આવે છે.
  • વન સ્ટોપ સેન્ટર યોજનાનો મુખ્ય ઉદ્દેશ હિંસાથી પિડિત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાની સુરક્ષા તથા આશ્રય આપવાનું છે.
  • One Stop Centre Guidelines મુજબ વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ મહિલાને ટુંકાગાળાનો આશ્રય, ભોજન, તાત્કાલિક મેડીકલ સારવાર, કાનૂની માર્ગદર્શન, તથા પરામર્શ જેવી સુવિધાઓ એક જ છત્ર નીચે આપવામાં આવે છે.
  • સેન્ટર દ્વારા મહિલાની સુરક્ષા સાથે મહિલા કલ્યાણને લગતી યોજનાઓ જેવી કે ભાગ્યલક્ષ્મી બોંડ યોજના, ટેક હોમ રાશન યોજના, તથા સુપોષિત માતા અને સ્વસ્થ બાળ યોજના ના પ્રચાર-પ્રસાર તથા મહિલાઓને લગતા કાયદાઓની માહિતી સામાન્ય પ્રજાજન સુધી પહોંચે તે માટે સમયાંતરે કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
  • બાળકોને જાતિય શોષણ સામે રક્ષણ આપતા અધિનિયમ -2012 તથા જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ-200 હેઠળ કાનૂની માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત બાળકી તથા કિશોરીઓને પણ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મદદ પુરી પાડવામાં આવે છે.

વન સ્ટોપ સેન્ટર પર કેવી રીતે પહોંચવું?

  • સરકાર દ્વારા દરેક જિલ્લામાં મહિલાઓની સુરક્ષા તથા સલામતી નિશ્ચિત થાય તે માટે જિલ્લાના મુખ્ય મથકોએ સખી વન સ્ટોપ સેન્ટર બનાવવામાં આવ્યા છે.
  • હિંસાગ્રસ્ત મહિલા જાતે આ સેન્ટર પર આવીને આશ્રય મેળવી શકે છે. અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ હોય તો મહિલા હેલ્પલાઈન નંબર 181 પર કોલ કરીને વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય મેળવી શકે છે.
  • વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને તબીબી સારવાર, કાનૂની મદદ અને આશ્રય માટેની સુવિધા આપવામાં આવે છે.

વધુુ જાણો:- 

વહાલી દીકરી યોજના 2024 દીકરીને મળશે ₹ 1,10,000/- સહાય

કન્યાના લગ્ન સમયે 2 લાખની સહાય યોજના

સખી વન સ્ટોપ સેન્ટરની કાર્યપદ્ધતિ.

સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશ્રિત મહિલાની સંપૂર્ણ માહિતી ગૃપ્ત રાખવામાં આવે છે અને તેને જેની સામસ્યાનું સમાધાન માટે નીચે મુજબના પ્રયત્નો હાથ ધરાય છે.

  • Sakhi One Stop Centre ખાતે આવતી પિડીત મહિલા જો ઘરેલું હિંસાનો ભોગ બનેલ હોય તે પરિવાર સાથે કાઉન્સેલીંગ અને સમજાવટ દ્વારા સમસ્યાનું સમાધાન લાવવામાં આવે છે.
  • સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કોઈપણ હિંસાનો ભોગ બનેલ મહિલાને જરૂરી તમામ સેવાઓ નિશુલ્ક પુરી પાડવામાં આવે છે.
  • આશ્રિત મહિલાનુ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરીને સમાસ્યાઓના નિકાલ માટે નિર્ણય લેવા સક્ષમ કરવામાં આવે છે.
  • મહિલાને જરૂરી હોય તે કાનૂની મદદ તથા મફત કાયદાકીય માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
  • આશ્રિત મહિલા સાથે સહાનુંભૂતિથી વર્તન કરવામાં આવે છે અને તેની સમસ્યાનો નિકાલ કરીને સમાજમાં પુન:સ્થાપન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
One Stop Centre Scheme Gujarat
Image Credit Government Scheme (One Stop Centre Scheme)

Conclusion

સરકાર દ્વારા મહિલા કલ્યાણ અને ઉત્કર્ષલક્ષી ઘણી યોજનાઓ અમલમાં મુકેલ છે. તેની સાથે – સાથે સખી વન સ્ટોપ જેવી યોજના દ્વારા મહિલાઓની સુરક્ષા તથા સલામતી માટે મદદ પુરી પાડવામાં આવે છે. હિંસા પિડિત મહિલાને તમામ સુવિધાઓ એક જ જગ્યાએથી અને નિશુલ્ક મળી રહે તે માટે One Stop Centre Scheme દ્વારા શક્ય તે તમામ મદદ પુરી પાડવામાં આવે છે. જેમાં મહિલાને આશ્રય સાથે સાથે આવી પડેત આફતથી તાત્કાલિન સુરક્ષા આપવામાં આવે છે.

જાણવા જેવુુુ:- 

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દર મહિને ₹ 1,250/- ની આજીવન પેન્શન રૂપે સહાય

ડિલેવરી યોજના, મહિલાઓને ડીલેવરી માટે ₹ 37,500 ની સહાય

FAQ

(1) One Stop Centre Scheme નો અમલ કોના દ્વારા કરવામાં આવે છે?

ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી દરેક જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર  યોજનાનો અમલ કરવામાં આવે છે.

(2) વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે કોનો સંપર્ક કરવાનો રહેશે?

જિલ્લા મથક ખાતેના વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલા જાતે સંપર્ક કરીને અથવા 181 મહિલા હેલ્પલાઈન મારફતે સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી શકે છે.

(3) What is One Stop Centre Scheme?

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કોઈપણ પ્રકારની હિંસાથી પિડિત કે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક આશ્રય, તબીબી સારવાર, કાનૂની માર્ગદર્શન કે કાયદાકીય સલાહ,તથા કાઉન્સેલીંગ સેવાઓ નિશુલ્ક પુરી પાડવમાં આવે છે.

Leave a comment