સાઈકલ સહાય યોજના 2024 | Cycle Subsidy Yojana Gujarat

Cycle Subsidy Yojana Gujarat : ગરીબ અને સામાન્ય પરિવાર માટે સાયકલ એક મહત્વનું સાધન છે. કારખાનામાં કામ કરતા કામદાર હોય કે બાંધકામક્ષેત્રે સંકળાયેલ કામદાર દરેકને પેટ્રોલની મોંધી કિંમત પોષાય તેમ નથી. જેથી આવા લોકો સરળતાથી સાયકલ ખરીદી કરી શકે તે માટે સરકાર દ્વારા સાયકલ પર સબસિડી આપતી સાઈકલ સહાય યોજના અમલમાં છે. આ યોજના હેઠળ  ₹ 1500 ની સહાય આપવામાં આવશે. મિત્રો, Cycle Subsidy Yojana Gujarat હેઠળ સબસિડી મેળવવા ઓનલાઈ અરજી કેવી રીતે કરવી? તથા લાભાર્થીની પાત્રતા વિશે વિગતે ચર્ચા કરીશું.

Cycle Subsidy Yojana Gujarat

Bullet Point of Cycle Subsidy Yojana Gujarat

યોજનાનું નામ શ્રમયોગી સાઈકલ સબસિડી યોજના
યોજનાનો હેતું દરેક શ્રમયોગીને સાઈકલ ખરીદવા માટે સબસિડી આપવા
લાભાર્થીની પાત્રતા કારખાતામાં કામ કરતા કામદાર, બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી, તથા અસંગઠીત અને સંગઠીત ક્ષેત્રે કામ કરતા કામદાર
આપવામાં આવતી સબસિડી સાઈકલ ખરીદવા માટે ₹ 1500 ની સબસિડી
અરજી ક્યાં કરવી? સાઈકલ ખરીદીના 6 માસમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓફિસિલય વેબસાઈટ https://sanman.gujarat.gov.in/

સાઈકલ સહાય યોજના 2024 જાણો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગરીબ તથા શ્રમયોગી પરીવારને સાઈકલ ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. આજે કામના સ્થળે કે એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે સાઈકલ જેવું પોષાય તેવું સાધન કોઈ નથી. જેથી કામદાર વર્ગનો દરેક પરીવાર સાઈકલ ખરીદી શકે તે માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

શ્રમયોગી સાઈકલ સબસિડી યોજના માટે લાભાર્થીની પાત્રતા

Cycle Subsidy Yojana Gujarat  માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા લાભાર્થીની નીચે મુજબની પાત્રતા નીયત કરવામાં આવી છે.

  • શ્રમયોગી ઓછામાં ઓછા છેલ્લા એક વર્ષ સુધી કારખાના કે બાંધકામ ક્ષેત્રે કામ કરતા હોવા જોઈએ.
  • સાઈકલ ખરીદી ક્યા બાદ 6 માસ સુધીમાં સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • સાઈકલ ખરીદીનું પાકું GST વાળું બીલ હોવું જોઈએ.
  • સાઈકલની ચેચીસ 22 ઈચથી નીચે હોવી જોઈએ નહી.
  • અરજદાર ઈ-નિર્માણ કાર્ડ અથવા બાંધકામ બોર્ડ તરફથી આપવામાં આવેલ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • પાત્રતા ધરાવતા લાભાર્થીને સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે

Cycle Subsidy Yojana Gujarat હેઠળ મળનાર સબસિડી.

શ્રમયોગી સાઈકલ સબસિડી યોજના હેઠળ ગુજરાત શ્રમયોગી બાંધકામ બોર્ડ દ્વારા કામના સ્થળે આવવા-જવા માટે સાયકલ ખરીદવા માટે ₹ 1500 ની સબસિડી આપવામાં આવશે. નોકરીના સમગ્ર સમયગાળા દરમ્યાન એકવાર જ આ યોજનાનો લાભ મેળવી શકાશે.

Cycle Subsidy Yojana Gujarat online Apply
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in/)

Cycle Subsidy Yojana Gujarat Documents | સાઈકલ સહાય યોજના માટેના ડોક્યુમેન્ટ

સાઈકલ ખરીદી માટે સબસિડી મેળવવા માટે Sanman Portal Gujarat પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.

  • સાયકલ ખરીદીનું GST વાળું બીલ.
  • અરજદારનું આધારકાર્ડની નકલ.
  • ઈ-નિર્માણ કાર્ડની નકલ
  • રહેઠાણનો પુરાવો.
  • બેંક ખાતાની વિગત
  • બોનાફાઈડ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

વધુ જાણો:- 

માનવ કલ્યાણ યોજના 2024 ₹ 48,000/- સુધીના મફત સાધન સહાય

કુશળ શ્રમિક યોજના હેઠળ શ્રમિક પરીવારના વિદ્યાર્થીઓને મફત ઉચ્ચ શિક્ષણ.

સાઈકલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી

સાઈકલ સહાય યોજનાનમાં સબસિડી મેળવવા માટે અરજદારે સાઈકલ ખરીદી કર્યાના 6 મહિનાની અંદર sanman.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. અરજીની પ્રોસેસ નીચે મુજબની છે.

  • સૌ પ્રથમ અરજદારે ગુગલ પર sanman gujarat gov in ટાઈપ કરવાનું રહેશે. જેથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું ડેસબોર્ડ ખુલશે.
Cycle Subsidy Yojana Gujarat 2024
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in/)
  • જેમાં અરજદાર સૌ પ્રથમ વાર અરજી કરતા હોય તો રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની રહેશે.
  • રજીસ્ટ્રેશન કરવા માટે Register Yourself પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી આગળ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ નવા પેજમાં રજીસ્ટ્રેશન માટે ફોર્મ ખુલશે. આ રજીસ્ટ્રેશનની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની હોય છે. જેનાથી યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવે છે.
Cycle Subsidy Yojana Registration
Image Credit Government Official Website (https://sanman.gujarat.gov.in/)
  • કામદારની નોંધણી માટે શ્રમયોગી અરજદારનું આધારકાર્ડ નંબર નાંખવાનો રહે છે.
  • ત્યાર બાદ યુઝરના પ્રકારમાં અરજદાર બાંધકામ શ્રમિક હોય તો ‘‘બાંધકામ શ્રમિક’’ પસંદ કરીને ઈ-નિર્માણ કાર્ડ નંબર નાંખવાનો રહેશે.
  • જો અરજદાર કારખાના કે સંસ્થામાં શ્રમયોગી હોય તો લેબર વેલફેર એકાઉન્ટ નંબર નાંખીને fetch બટન પર ક્લીક કરવાનું રહેશે.
  • આગળ નવા ખુલેલા પેજમાં અરજદારની નામ સરનામા, મોબાઈલ નંબર તથા માંગ્યા મુજબની વિગતો નાંખીને રજીસ્ટ્રેશનની પ્રોસેસ પુરી કરવાની રહેશે. જેથી આપને યુજર આઈ.ડી અને પાસવર્ડ આપવામાં આવશે.
  • હવે હોમપેજ પર આવેલ ‘‘Citizen Login’’ માં યુજર આઈ.ડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાંખીને Login બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં ચાલતી બધી યોજનાઓનું લીસ્ટ ખુલશે. જેમાંથી ‘‘શ્રમયોગી સાઈકલ સબસિડી યોજના’’ પસંદ કરવાની રહેશે.
  • જેથી આગળ ઓનલાઈન અરજી ફોર્મમાં માંગ્યા મુજબની વિગતો ભરી, તથા ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી Save કરી છેલ્લે Submit કરવાની રહેશે.

સાઈકલ સહાય યોજનાના સ્ટેટસ ચેક

ઓનલાઈન અરજી ક્યા બાદ જરૂરી ચકાસણી કરીને અરજદારના ખાતામાં સીધી સહાય જમા કરવામાં આવે છે. તમે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની સ્થિતીની ચકાસણી ઓનલાઈન કરી શકો છો. તે માટે હોમ પેજ પર આવેલ ‘‘Application status” પર ક્લિક કરવાનું રહેશે. જેમાં Application Number તથા જન્મ તારીખ નાંખીને Search બટન પર ક્લિક કરવાથી અરજીનું સ્ટેટ્સ જાણી શકાશે.

જાણવા જેેેેેેવું:-

શ્રમિક પરિવારને મળશે પ્રસુતિ માટે ₹ 37,000/- ની સહાય.

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકને મળશે ફક્ત્ત  ₹ 5 માં ભોજન. 

Important Links of Cycle Subsidy Yojana Gujarat

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

ગરીબ તથા મધ્યમ વર્ગના કામદાર તથા શ્રમિક પરીવારને સાઈકલ ખરીદવા માટે શ્રમયોગી સાઈકલ સબસિડી યોજના હેઠળ  શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સહાય કરવામાં આવે છે. મિત્રો, આ આર્ટીકલમાં Cycle Subsidy Yojana Gujarat હેઠળ સાઈકલ માટે સબસિડી મેળવવા ઓનલાઈન અરજીની પ્રોસેસ તથા લાભાર્થીની પાત્રતા વિશે માહિતી આપવામાં આવી છે. આપને સબસિડીની સમસ્યાનો કોઈ પ્રશ્ન હોય તો આપના જિલ્લામાં આવેલી ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત કરવા સુચન છે.

FAQ

(1) શ્રમયોગી સાઈકલ સબસિડી યોજના હેઠળ સાયકલ ખરીદવા સબસિડી કોને મળવાપાત્ર થશે.?

આ યોજના હેઠળ કારખાતામાં કામ કરતા કામદાર, બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી, તથા  સંગઠીત ક્ષેત્રે કામ કરતા કામદારના પરીવારને સાઈકલ સબસિડી મળવાપાત્ર થશે.

(2) Cycle Subsidy Yojana Gujarat હેઠળ કેટલી સબસિડી મળશે?

સાઈકલ સહાય યોજના હેઠળ ₹ 1500 ની સબસિડી આપવામાં આવશે.

(3) આ યોજના હેઠળ સહાય માટે અરજી ક્યાં કરવાની રહેશે?

Cycle Subsidy Yojana Gujarat હેઠળ સહાય માટે સાઈકલ ખરીદીના 6 માસમાં Sanman Portal Gujarat પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a comment