મિશન શક્તિ યોજના ગુજરાત | Mission Shakti Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mission Shakti Yojana | Mission Shakti Guideline | What Is Mission Shakti | Mission Shakti Scheme In Gujarati | Mission Shakti Yojana In Gujarati | મિશન શક્તિ યોજના | મિશન શક્તિ ગાઈડલાઈન

જાણવા જેવું: મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી મહિલાઓ સશક્તિકરણ અને મહિલાઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. Women and Child Development Department દ્વારા હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓને તાત્કાલિક કાળજી, સમર્થન અને સહાય પુરી પાડવા Mission Shakti Yojana Gujarat અમલમાં મુકેલ છે. મિત્રો આ આટિકલ દ્વારા મિશન શક્તિ યોજના શું છે? મહિલાઓને તેનો લાભ કઈ રીતે મળશે? તેની વિગતે જાણકારી મેળવીશું, તો ચાલો કંઈક નવું જાણીએ.

Mission Shakti Yojana Gujarat

Bullet Point of Mission Shakti Yojana Gujarat

યોજનાનું નામ મિશન શક્તિ યોજના
સંબંધિત સરકારી વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
યોજનાનો હેતું મુશ્કેલ પરિસ્થિતમાં મુકાયેલ માહિલાઓને એક જ છત્ર નીચે સંરક્ષણ.
મહિલાઓને અપતી સહાય મહિલાઓને આશ્રય, કાયદાકીય મદદ, તબીબી સારવાર,તથા સરકારી યોજનાના લાભો આપવા.
યોજનાનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્ય

મિશન શક્તિ યોજના શું છે | Mission Shakti Scheme In Gujarati

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને સંજોગોવશ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાઓને તમામ યોજનાઓનો લાભ એક જ છત્ર નીચે મળી રહે તે માટે  વર્ષ 2023 થી Mission Shakti Yojana Gujarat અમલમાં મુકવામાં આવી છે.  આ યોજના હેઠળ કોઈપણ હિંસાગ્રસ્ત મહિલા પોતાની જાતના રક્ષણ તથા લાંબા કે ટુંકા ગાળાના રહેઠાણ તથા કાયદાકીય માર્ગદર્શન માટે વરદાનરૂપ સાબિત થાય છે.

મિશન શક્તિ યોજનાનો ઉદ્દેશ.

Mission Shakti Yojana Gujarat હેઠળ મહિલાઓને ભયમુક્ત વાતાવરણ મળે અને મહિલાલક્ષી યોજનાઓના તમામ લાભ એક જ છત્ર નીચેે મળી રહે તેવા આશયથી મિશન શક્તિ યોજનાની શરૂઆત કરાઈ છે.

  • મહિલાઓ અને કિશોરીઓને તેમના સર્વગ્રાહી વિકાસ કરવો.
  • મહિલા સશક્તિકરણ માટે દરેક મહિલા અને કિશોરીઓને સક્ષમ બનાવવી.
  • સામાજિક અને આર્થિક રીતે પછાત કે જેઓને કાળજી અને રક્ષણની જરૂરીયાત પુરી પાડવી.
  • લાંબાગાળાની અને ટૂંકાગાળાની મદદ અથવા માહિતીની જરૂર હોય તેઓને જરૂરી મદદ પૂરી પાડવી.

Mission Shakti Scheme હેઠળની યોજનાઓ.

મહિલાઓને પુરતી મદદ એક જ જગ્યાએ મળી રહે તે માટે મિશન શક્તિ યોજનામાં “સંબલ” અને “સામર્થ્ય” નામની બે પેટા યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો માહિતી નીચે મુજબ છે.

Mission Shakti Yojana Gujarat Image

સંબલ યોજના | Sambal Yojana Gujarat

સંબલ યોજના એ મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે કાર્ય કરે છે. જેમાં મુખ્યત્વે ચાર  યોજનાઓને આવરી લેવામાં આવી છે.

(1) સખી વન સ્ટોપ સેન્ટર, Sakhi One Stop Center

(2) 181મહિલા હેલ્પલાઇન, 181 Mahila HelpLIne

(3) બેટી બચાવો બેટી પઢાવો Beti Bacho Beti Padhao

(4) નારી અદાલત Nari Adalat યોજનાનો સમાવેશ

  • સંબલ યોજનામાં હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓને તાત્કાલિક કાળજી, સમર્થન અને સહાય પુરી પાડીને  મહિલાનું  પુનર્વસન કરવામાં આવે છે.
  • જાતિગત અસમાનતા અને લૈંગિક પસંદગી નાબુદ કરી માહિલાઓ તથા બાળકોનું અસ્તિત્વ, રક્ષણ, શિક્ષણ અને વિકાસ સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે.
  • જન સમુદાયને સરકારી યોજનાઓ/કાર્યક્રમો તથા કાયદાકીય જોગવાઈઓ વિશે જાગૃત માટે કાર્યરત રહે છે.
  • આ બધી યોજનાઓમાં 100% ભારત સરકારનો ફાળો રહેલો હોય છે.

સામર્થય યોજના | Samarthy Yojana Gujarat

Mission Shakti Yojana Gujarat ની પેટા યોજનામાં સામર્થય યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નીચે મુજબની પેટા યોજનાઓનો સમાવેશ થાય છે.

(1) શક્તિ સદન Sakti Sadan ( ઉજ્જવલા તથા  સ્વધાર ગૃહ)

(2) સખી નિવાસ Sakhi Nivas (Working Women Hostel)

(3) રાષ્ટ્રીય ક્રેસ યોજના,

(4) હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન ( National/State/District)

રાષ્ટ્રીય કક્ષાએ: National Hub for Empowerment of Women (NHEW)

રાજ્ય કક્ષાએ : State Hub for Empowerment of Women (SHEW)

જિલ્લા કક્ષાએ : District Hub for Empowerment of Women (DHEW)

સામર્થય યોજના હેઠળ મહિલાઓને વિવિધ યોજનાઓની જાણકારી તથા હિંસા ગ્રસ્ત મહિલાઓને આશ્રય સ્થાન આપવાનું મુખ્ય કાર્ય કરે છે.

આ યોજના હેઠળ મહિલાઓને તાલીમ, કાયદાકીય માર્ગદર્શન તથા ક્ષમતાવર્ધન બાબતે કાર્ય કરે છે.

Mission Shakti Yojana Gujarat info

Mission Shakti Yojana Gujarat નો લાભ કઈ રીતે લઈ શકાય. | What are the benefits of Mission Shakti Scheme?

મિશન શક્તિ યોજનાની ગાઈડલાઈન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગની ઘણી બધી યોજનાઓને આવરી લઈ એક જ છત્ર હેઠળ લાભ આપવામાં આવે છે.

  • સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ દરેક જિલ્લામાં મહિલાઓને ટુંકા ગાળાના આશ્રય આપવામાં આવે છે.
  • 181 મહિલા હેલ્પલાઈન આકસ્મિક સંજોગોમાં મહિલાઓને મદદ માટે હંમેશા તત્પર ફોન કોલ વડે મદદ મળી રહે છે. બેટી બચાવો બેટી પઢાવો યોજનામાં સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા, કિશોરીઓ તથા મહિલાઓના સશક્તિકરણ તથા સુરક્ષા માટે કાર્ય કરે છે.
  • નારી અદાલત દ્વારા મહિલાઓને કાનૂની સહાયતા આપવામાં આવે છે.
  • શક્તિ સદન Sakti Sadan દેહ વ્યાપાર સાથે સંકળાયેલ મહિલાઓ તથા પ્રતિકુળ પરિસ્થિતિમાં જીવતી મહિલાઓને આશ્રય આપી સમાજમાં પુન:સ્થાપન કરવામાં આવે છે.
  • સખી નિવાસ Sakhi Nivas માં રહેણાંકના સ્થળથી દુર નોકરી કરતી મહિલાઓને આશ્રય સ્થાન આપે છે.
  • રાષ્ટ્રીય ક્રેસ યોજનામાં સ્વરોજગાર કે નોકરિયાત મહિલાઓના 06 મહિનાથી 06 વર્ષ સુધીના બાળકને સુરક્ષિત વાતાવરણ આપીને બાળકને ઘોડીયા ઘરની જેમ સાચવવાનું કાર્ય કરે છે.
  • મહિલા સશક્તિકરણ કેન્દ્ર હેઠળ મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપી મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

આમ Mission Shakti Yojana Gujarat  યોજના મહિલાઓના સુરક્ષા તથા સર્વાગી વિકાસમાં પાયાનું કામ કરશે.

Mission Shakti Guideline

મિત્રો, ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં મિશન શક્તિ યોજનાના અમલીકરણમાં એકસુત્રતા જળવાઈ રહે તે માટે સાર્વજનીક સુચના મિશન શક્તિ ગાઈડલાઈન રૂપે આપવામાં આવે છે. આ નીચે દર્શાવેલ લીંક દ્વારા મિશન શક્તિ યોજના ગાઈડલાઈન ડાઉનલોડ કરી શકો છો.

Mission Shakti Guideline Download.

Important Links of Mission Shakti Yojana Gujarat

મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ

Click Here

ભારત સરકારની માહિલા અને બાળ વિકાસ વિભાગ વેબસાઈટ

Click Here

Mission Shakti Scheme Guideline

Click Here

Home Page

Click Here

Conclusion

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના સર્વાગી વિકાસ માટે તથા મહિલાઓને તમામ યોજનાઓ તથા સેવાઓનો લાભ એક જ જગ્યાએ મળી રહે તે માટે ચાલુ વર્ષ 2023 થી Mission Shakti Yojana Gujarat ની શરૂઆત કરી છે.મિત્રો આ આર્ટિકલમાં આપને મિશન શક્તિ યોજના હેઠળ વિગતે સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક મહિલા તરીકે આપને કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો આપને આપના જિલ્લાની માહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) Which ministry implements Mission Shakti scheme?

મિશન શક્તિ યોજનાનું અમલીકરણ Women and Child Development Department દ્વારા કરવામાં આવે છે.

(2) Mission Shakti Yojana Gujarat ક્યારથી શરૂઆત થઈ?

વર્ષ 2023 થી  મિશન શક્તિય યોજનાની ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી.

(3) આ યોજના હેઠળ કોઈ નાણાકીય સહાય આપવામાં આવે છે?

ના , Mission Shakti Yojana Gujarat હેઠળ સમસ્યાગ્રસ્ત મહિલાઓને આશ્રયસ્થાન, કાયદાકીય મદદ, તબીબી સારવાર અને સુરક્ષિત વાતાવરણ પુરું પાડવામાં આવે છે.

Leave a comment