વિદેશ અભ્યાસ લોન [₹.15.00 લાખ] | Videsh Abhyas Loan Sahay Yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જાણવા જેવું: મિત્રો, સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સંબંધિત સમાજના વિવિધ વિભાગો, નિગમો દ્વારા આર્થિક સહાય આપવા માટે લોન સહાય યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને એક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના ડિપ્લોમા, સ્નાતક(ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ), P.H.D સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમોના ખર્ચને પહોંચી વળવા માટે લોન રૂપે સહાય કરવામાં આવે છે. આજે આપણે આ આર્ટિકલમાં બિન અનામત આયોગ દ્વારા આપવામાં આવતી Videsh Abhyas Loan Sahay Yojana વિશે માહિતી મેળવીશું. જેમાં ઓનલાઈન અરજી કરવાની રીત, જરૂરી દસ્તાવેજો અને યોજનાના ધારા ધોરણો વિશે સંપુર્ણ માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Videsh Abhyas Loan Sahay Yojana

Contents hide

Bullet Point of Videsh Abhyas Loan Sahay Yojana

યોજનાનું નામ વિદેશ અભ્યાસ લોન સહાય યોજના
સંબંધિત સરકારી વિભાગ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ.
યોજનાનો હેતું બિન અનામત તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય.
લોનની રકમ મહત્તમ ₹.15.00 લાખ સુધીની લોન
લોન પર વ્યાજ ફક્ત 4% સાદુ વ્યાજ.
વિદ્યાર્થીની પાત્રતા ધોરણ 12 માં 60% કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ.
ઓફીસિયલ વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/
Online Application Website https://esamajkalyan.gujarat.gov.in/

Videsh Abhyas Loan Sahay Yojana નો ઉદ્દેશ.

  • તેજસ્વી વિદ્યાર્થીઓ IIM,CEPT,JEE અને  NLU જેવી પરિક્ષા પાસ કરીને વિદેશમાં જઈને વધુ આગળ ભરણા માટેની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન સહાય આપવામાં આવે છે.
  • ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આવા ધોરણ-12માં 60% કે તેથી વધુ માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટેની તક આપે છે.
  • આવા વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે ₹.15.00 લાખ સુધીની લોન ફક્ત 4% ના સાદા  વ્યાજે આપવામાં આવે છે.
  • લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્‍યાસક્રમ પૂર્ણ થયા પછી 12 માસ પછીથી શરૂ કરવામાં માટેની સુવિધા આપવામાં આવે છે.

વિદેશ અભ્યાસ લોન કોને મળશે?

ગુજરાત બીન અનામત આયોગ દ્વારા Videsh Abhyas Loan Sahay Yojana યોજના માટે નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને સહાય આપવાનું ઠરાવેલ છે.

  • ધોરણ 12માં 60% કે તેથી વધુ ગુણ હોવા જોઇએ.
  • આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં 15 વર્ષથી સ્થાયી વસવાટ કરતા હોય તેવા ગુજરાતના બિન અનામત જાતિઓના તેજસ્વી વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને જ મળવાપાત્ર થશે.
  • ધોરણ 12માં 60% એટલે ધોરણ 12ના તમામ વિષયના કુલ ગુણમાંથી મેળવેલ ગુણના 60% (પર્સેન્ટાઇલ ધ્યાને લેવાશે નહિ.) મેળવેલ હોવા જોઇશે.
  • લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની લોનની રકમ કરતા દોઢ ગણી જેટલી રકમની મિલકત સરકાર પક્ષે ગીરો કરવાની રહેશે.
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ₹6.00 લાખ કરતાં ઓછી હોવી જોઇશે.

Videsh Abhyas Loan Sahay Yojana કેટલી લોન મળવાપાત્ર થશે.

બિનઅનામત વર્ગના જ્ઞાતિના લોકોના આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે સરકાર દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય કરવામાં આવે છે. વર્ષ 2023-24 માટે વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ 2000 લાભાર્થીઓને સહાય આપવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે.જેમાં

લોનની રકમ: મહત્તમ ₹.15.00 લાખ સુધીની લોન

વ્યાજનો દર : વાર્ષિક ફક્ત 4% લેખે સાદુ વ્યાજની ગણતરી કરવાની રહેશે.

નોંધઃ- બજેટની ઉપલબ્ધતા ધ્યાને લઈ એક જ પરીવારના બીજા સભ્યને પણ Videsh Abhyas Loan Sahay Yojana નો લાભ મળવાપાત્ર થશે

વિદેશ અભ્યાસ લોન માટે જરૂરી દરસ્તાવેજો.

Videsh Abhyas Loan Sahay Yojana માટે વિદ્યાર્થી અને વિદ્યાર્થીના વાલીના સરકાર દ્વાર નિયત થયેલ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. જેની વિગતો નીચે આપેલી છે.

  • શાળા છોડ્યાનો દાખલો (લિવીંગ સર્ટીફીકેટ)
  • રહેઠાણનો પુરાવો
  • કુટુંબની આવકનું પ્રમાણ૫ત્ર
  • ધોરણ-10 અને ધોરણ-12 ની માર્કશીટ/ડીપ્લોમા સર્ટી
  • બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • ધોરણ-12 /સ્નાતક થયાથી અરજીની તારીખ વચ્ચે અભ્યાસ કરેલ હોય તો તે અંગેનો આધાર (જો હોય તો)
  • વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં સ્નાતક/અનુસ્નાતક/માસ્ટર કે PG ડીપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તેવા સંજોગોમાં તે પ્રકારનાં અભ્યાસક્રમ હોવાની કોલેજ/યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર રજુ કરવાનો રહેશે.
  • સ્નાતક કક્ષાના તેમજ ત્યાર બાદના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટીફિકેટની નકલ.
  • વિદ્યાર્થીના પિતાનું I.T. રીટર્ન (computation) /સ્વઘોષણા પત્ર
  • પ્રતિ વર્ષ ભરવાની થતી/ભરેલી ફીનો પુરાવો અને સમગ્ર કોર્ષની ફીનું માળખું રજુ કરવાનું રહેશે.
  • પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી (મિલકતના ફોટા સહિત) અને મિલકતના આધારો સહિત અરજી કરવાની રહે.
  • મિલકતનું ટાઈટલ ક્લીયર સર્ટી જોડવાનું રહેશે
  • વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર (કોર્સના સમયગાળાના ઉલ્લેખ સાથે) એડમિશન લેટર અંગ્રેજી ભાષા સિવાયનો હોવો જોઈએ, પ્રવેશપત્ર અંગ્રેજી ભાષામાં હોય તો લેટરનું અંગ્રેજી ભાષાંતર નોટરાઇઝડ કરાવી રજુ કરવું
  • વાલી/પિતાની મિલકત ગીરો કરવાનું સંમતિ પત્ર (પરિશિષ્ટ-1 મુજબ)
  • લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક (પરિશિષ્ટ-2 મુજબ) આપવાનું
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેક.
  • પાસપોર્ટ
  • જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગતાનું મેડિકલ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • એર ટિકિટ
  • અભ્યાસ માટે મળેલ વિઝા

વિદેશ અભ્યાસ લોન માટેના ધારા ધોરણો.

  • ઓનલાઈન અરજી કરતા સમયે વિદ્યાર્થી દ્વારા રજુ કરેલ મોબાઈલ નંબર તેમજ ઈ મેઈલ આઈ.ડી. અરજદારશ્રી/વાલીનું પોતાનું સમમીટ કરવાનું રહેશે તેમજ લોન મુદત પૂર્ણ ન થાય ત્યા સુધી ચાલુ રાખવાનું ફરજીયાત રહેશે.
  • લોન યોજના માટે અરજદાર દ્વારા અરજી કન્ફર્મ થયા ૫છી બિન અનામત આયોગ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા ૫છી અરજીની મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે
  • વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ધોરણ-12 ૫છી સ્નાતક તથા સ્નાતક ૫છી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા કે અન્ય સમકક્ષ અભ્યાસક્રમ અને Phd સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે લોન મેળવવા અરજી કરવાની રહેશે.
  • Videsh Abhyas Loan Sahay Yojana માટે લાભાર્થીએ વિદેશ ગયાના 06 માસ સુધીમાં અરજી કરવાની રહેશે
  • પરણિત મહિલા અરજદારના કિસ્સામાં પાસપોર્ટ/બેંક પાસબુક/આધાર કાર્ડ/વિઝા/ જેવા પુરાવા એકસરખા નામ મુજબના હોવા જોઈશે તથા તે મુજબના નામથી અરજી તેમજ સંબંધિત ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

વધુ જાણોઃ-

MYSY Scholarship 

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | Videsh Abhyas Loan Sahay Yojana Online Apply.

અરજદાર દ્વારા વિદેશ અભ્યાસ અર્થે વિદેશમાં ગયાના 06 મહિના સુધીમાં e samaj kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદારે નીચેના સ્ટેપ અનુસરીને સરળતાથી Videsh Abhyas Loan Sahay Yojana હેઠળ ઓનલાઈન અરજી કરી શકશે.

Step-1 Login

  • અરજદારે સૌ પ્રથમ ગુગલ સર્ચમાં gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે જેથી e samaj kalyan Portal નું પેજ ખુલશે.
  • ખુલેલા નવા પેજમાં ઈમેજમાં દર્શાવ્યા મુજબ નિગમના બોક્ષ પર ક્લિક કરીને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ પસંદ કરવાનું રહેશે.
Videsh Abhyas Loan Sahay Yojana Online Apply
Image Credit Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

Step-2 Registration

  • અરજદાર જો આ પોર્ટલ પર પ્રથમવાર અરજી કરતા હોય તો તેઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. રજીસ્ટ્શેનની પ્રકીયા પુરી થયા બાદ અરજદારને પોતાના મોબાઈલમાં યુઝર આઈ.ડી અને પાસવર્ડ SMS દ્વારા મોકલાવમાં આવે છે.
  • મળેલ યુઝર આઈ.ડી અને પાસવર્ડથી e samaj kalyan Portal પર લોગીન થવાનું રહેશે.
  • લોગીન થયા બાદ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓનું લીસ્ટ ખુલશે તેમાંથી વિદેશ અભ્યાસ લોન યોજના પસંદ કરવાનું રહેશે.
Videsh Abhyas Loan Sahay Yojana Application
Image Credit Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

Step- 3 Online Application

  • ત્યાર બાદ નવા ખુલેલ પેજમાં અરજદારે વ્યક્તિગત માહિતી નામ, સરનામું, મોબાઈલ નંબર નાંખીને પોતાનો તાજેતરનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યાર બાદ હાલના તથા કાયમી સરનામાની વિગતો નાંખીને Save & Next પર ક્લિક કરવાનું રહેશે.
  • આગળના સ્ટેપમાં અરજદારે અરજીની વિગતોમાં બીન અનામત વર્ગના પ્રમાણપત્રનો નંબર અને તારીખ તથા વાર્ષિક આવકની વિગતો તથા અભ્યાસક્રમની વિગતો ચકાસીને નાંખીતે Save & Next પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
  • આગળના સ્ટેપમાં અરજદારના મિકલતના અધારો તથા બેંક ખાતાની વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ આગળના સ્ટેપમાં અરજદારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને ત્યાર બાદ નીચે બાંહેધરી પત્રકની વિગતો વાંચીને સહમતી આપ્યા બાદ Save Application પર ક્લિક કરવાનું રહેશે. જેથી આપની અરજી સેવ કરીને કન્ફર્મ કરવાની રહેશે.
  • અરજી કન્ફર્મ કર્યા બાદ આપને ઓનલાઈન અરજી નંબર આપવામાં આવશે. જે આગળની પ્રોસેસ માટે સાચવીને રાખવાનો રહેશે. અને આપ અહીંથી ભરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

ઓનલાઈન અરજી કર્યા બાદની પ્રોસેસ.

  • બિન અનામત આયોગ દ્ધારા અરજી મંજૂર થયેથી અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરીને તેનું અરજદારના  જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા 30 (ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
  • અરજી મંજુર થયેલ અરજીઓના તમામ ડોક્યુમેન્ટ નિગમને મળ્યા ૫છી નિગમ દ્ધારા લોનની રકમ મંજુર કરી લાભાર્થીના બેંક ખાતામાં DBT થી આપયેલ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • અરજદારે અરજી મંજુર થયેથી ગીરોખત દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
  • અરજદાર દ્વારા બિન અનામત આયોગની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા) સહી કરેલા ચેક રજુ કરવાના રહેશે.

લોનની પરત ચુકવણી કેવી રીતે કરવી?

આ યોજના હેઠળ અરજદારને મહત્તમ ₹.15.00 લાખ સુધીની લોન આપવાની જોગવાઈ છે. અરજદારને જરૂરિયાત મુજબની લોન મળ્યા બાદ નીચે મુજબની પરત ચુકવણી કરી શકે છે.

  • ₹5.00 લાખ સુધીની કુલ લોન લીધેલ હોય તો અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 5 (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોન ચુકવવાની રહેશે.
  • ચુકવણી થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ બાબતે જમા લેવાનાં રેહેશે.
  • ₹5.00 લાખ લાખથી વધુની લોન લીધેલ હોય તો અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 6 (છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની ચુકવણી કરી શકે તેવી જોગવાઈ કરેલ છે.

જાણવા જેવુંઃ-

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

Important Links of Videsh Abhyas Loan Sahay Yojana

બિન અનામત આયોગની વેબસાઇટ

Click Here

e samaj kalyan Portal

Click Here

e samaj kalyan Portal  Online Application

Click Here

અરજીના સ્ટેટ્સની ચકાસણી

Click Here

Application form pdf

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરીને પોતાના રસ ધરાવતા વિષયમાં કારકિર્દી ઘડવા માટે સરકાર દ્વારા તમામ મદદ કરવામાં આવે છે.બસ જરૂર સાચી જાણકારીની. Videsh Abhyas Loan Sahay Yojana હેઠળ વિદ્યાર્થીને વિદેશમાં ભણતરના ખર્ચને પહોંચી વળવા માટે ₹.15.00 લાખ સુધીની લોન એકદમ નજીવા સાદા વ્યાજે આપવામાં આવે છે. મિત્રો, આ અર્ટિકલમાં આપને વિદેશ અભ્યાસ લોન વિશે વિગતે જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને સહયા લેવા બાબતે કોઈ સમસ્યા હોય તો ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

પ્રશ્ન: (1) એક જ પરિવારના બીજા સભ્યને લોન મળી  શકે ખરી?

જવાબ- હા, નક્કિ કરેલ લક્ષ્યાંક કરતાં ઓછી અરજીઓ મળે તો એક જ પરિવારના બીજા સભ્યને પણ આ યોજના હેઠળ લોન મળી શકે છે.

પ્રશ્ન: (2) Videsh Abhyas Loan Sahay Yojana હેઠળ કેટલી લોન મળવાપાત્ર છે?

જવાબ- વિદેશ અભ્યાસ લોન સહાય મહત્તમ ₹.15.00 લાખ સુધીની લોન મળવાપાત્ર છે.

પ્રશ્ન: (3) વિદેશ અભ્યાસ લોન સહાય માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?

જવાબ- કુલ ₹.6.00 લાખની વાર્ષિક આવક મર્યાદા ધ્યાને રાખીને અરજી કરી શકાય છે.

પ્રશ્ન: (4) વિદેશ અભ્યાસ લોન સહાય કોને મળશે?

જવાબ- જે વિદ્યાર્થીઓને ધોરણ-12 માં તમામ વિષયોમાં  60% કે તેથી વધું માર્કસ હોય તો વિદેશ અભ્યાસ માટે લોન સહાય માટે અરજી કરી શકે છે.

Leave a comment