Manav Kalyan yojana | માનવ કલ્યાણ યોજના | e-Kutir Manav Kalyan Yojana | Manav Kalyan Yojana Gujarat2024| માનવ કલ્યાણ યોજના ગુજરાત 2024 | Manav Kalyan Yojana Application Status | Manav Kalyan Yojana Online Form | માનવ કલ્યાણ યોજના pdf
મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક હિતોને ધ્યાને રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, બાળકો માટે વહાલી દીકરી યોજના, ખેડૂત મિત્રો માટે I-Khedut Portal, સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે e-Samaj Kalyan Portal જેવા પ્લેટફોર્મ કાર્યરત છે. તેવી જ એક Manav KalyanYojana 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે e-Kutir Portal કાર્યરત છે. જેમાં રોજગાર વાંછુને પોતાનો ધંધો શરૂ કરવા ટુલકીટની સહાય આપવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલમાં આપણે માનવ કલ્યાણ યોજના 2024 શુ છે?, તેમાં લાભાર્થીની પત્રતાના નિયમો અને શરતો શું છે?, Manav Kalyan Yojana 2024 online apply કેવી રીતે કરવુ? ક્યા વ્યવસાય માટે કેટલી સહાય મળે છે? તે બધી જ વિગતે માહિતી આપણે આ અર્ટિકલમાં મેળવીશુ.
યોજનાનું નામ | Manav Kalyan Yojana 2024 |
યોજનાનો ઉદ્દેશ. | સાધન સહાય દ્વારા સ્વ રોજગારીનો તકો પુરી પાડવી. |
સંબંધિત સરકારી વિભાગ | કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ |
લાભાર્થીના પાત્રતાના ધોરણો. | રાજયના BPL લાભાર્થી જે નવો ધંધો કરવા ઈચ્છુક હોય. |
મળનાર સહાય | ₹ 48,000/- સુધીની મફત સાધન સહાય. |
Official Application Portal | https://e-kutir.gujarat.gov.in/ |
Online Application ક્યાં કરવી? | e-kutir Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશક કરી અરજી કરી શકાય. |
Helpline Number | 9909926280/ 9909926180 |
ગુજરાત સરકારના કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ મારફતે Manav Kalyan Yojana દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તથા રોજગાર વાંછુ યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય/ટુલ કીટ આપવામાં આવે છે. Manav Kalyan Yojana 2024 અન્વયે ફેરીયા, સિલાઈ કામ કરનાર, સુથારી કામ માટે, દરજી કામ વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા વ્યાસાય માટે ₹ 48,000/- સુધીની કેટેગરી વાઈઝ મફત સાધન સહાય આપવામાં આવે છે. જેમાં દર વર્ષ અરજી કરનાર લાભાર્થીઓની ડ્રો દ્વારા પસંદગી થાય છે. અને લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવે છે.
- અરજદારની વય 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ.
- અરજદાર BPL કાર્ડ ધરાવતો હોવો જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક ₹ 1,20,000/- અને શહેરી વિસ્તારના અરજદારની વાર્ષિક આવક ₹ 1,50,000/- થી ઓછી ના હોવી જોઈએ. (આવકનો દાખલો મામલતદાર, ચિફ ઓફિસર, જેવા સક્ષમ સત્તાધિકારી પાસેથી કઢાવેલ હોવો જોઈએ)
નોંધ – BPL યાદીમાં નામ ધરાવતા 0 થી 20નો સ્કોર ધરાવતા અરજદારોને આવકના દાખલાની જરૂર નથી.
સમાજના જુદા-જુદા વર્ગો માટે કુલ–28 પ્રકારના વ્યવસાય માટે અરજદારોને Manav Kalyan Yojana 2023 24 યોજના હેઠળ સાધન સહાય ટુલ કીટના સ્વરૂપે આપવામાં આવે છે. નીચે યાદી નીચે મુજબની છે.
28 પ્રકારના વ્યવસાય અને તેની સાધન સહાય કીટની અંદાજિત રકમ.
અ.નં | વ્યવસાયનું નામ | અંદાજિત કિંમત (₹) |
1 | કડીયાકામ | 14500 |
2 | સેન્ટિંગ કામ | 7000 |
3 | વાહન સર્વિસિંગ અને રિપેરિંગ | 16000 |
4 | મોચીકામ | 5450 |
5 | દરજીકામ | 21500 |
6 | ભરતકામ | 20500 |
7 | કુંભારીકામ | 25000 |
8 | વિવિધપ્રકારની ફેરી | 13800 |
9 | પ્લમ્બર | 12300 |
10 | બ્યુટી પાર્લર | 11800 |
11 | ઈલેક્ટ્રિક કામ | 14000 |
12 | ખેતીલક્ષી સુથારી/વેલ્ડિંગ કામ | 15000 |
13 | સુથારી કામ | 9300 |
14 | ધોબીકામ | 12500 |
15 | સાવરણી સુપડા બનાવનાર | 11000 |
16 | દુધ-દહી વેચનાર | 10700 |
17 | માછલી વેચનાર | 10600 |
18 | પાપડ બનાવટ | 13000 |
19 | અથાણા બનાવટ | 12000 |
20 | ગરમ , ઠંડાપીણા, અલ્યાહાર વેચાણ | 15000 |
21 | પંચર કીટ | 15000 |
22 | ફ્લોર મીલ | 15000 |
23 | મસાલા મીલ | 15000 |
24 | રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળ માટે) | 20000 |
25 | મોબાઈલ રિપેરિંગ | 8600 |
26 | પેપર કપ તથા પેપર ડીશ બનાવટ (સખી મંડળ માટે) | 48000 |
27 | હેર કટિંગ (વાળંદ કામ) | 14000 |
28 | રસોઈકામ માટે પ્રેસર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી) | 3000 |
સોર્સ- ઉદ્યોગ અને ખાણ વિભાગના તા. 11/09/2018ના ઠરાવ ક્રમાંક: TPA/10/2011/450007/ખ
ekutir Manav KalyanYojana 2024 યોજના અન્વયે સાધન સહાય/ટુલ કીટની સહાય માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
- અરજદારનું આધાર કાર્ડ
- BPL રેશન કાર્ડની નકલ
- વાર્ષિક આવકનો દાખલો
- ઉંમર અંગેનો પુરાવો.
- રહેઠાણનો પુરાવો( લાઈટબીલ, લાઈસન્સ, ચુંટણીકાર્ડ)
- જાતિનો દાખલો.
- જો કોઈ વ્યવસાઈક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર.
- એકારનામુ.
- અભ્યાસનો પુરાવો.
- સ્વઘોષણાપત્ર.
- પાસપોર્ટ સાઈઝનો ફોટો.
વધુ જાણોઃ-
દીકરીના લગ્ન સમયે ₹ 2,00,000/-ની સહાય યોજના.
પોતાનો ધંધો શરુ કરવા માટે ₹ 10.00/- લાખની લોન મેળવો.
માનવ કલ્યાણ યોજના હેઠળ લાભ લેવા અરજદારો માટે કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા e-Kutir Portal બનાવાવમાં આવેલ છે. જેના મારફતે અરજદાર ઘરે બેઠા બેઠા માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરીને ઉપરના લાયકાતના ધોરણેના લાભો મેળવી શકે છે.
સો પ્રથમ અરજદારે Google પર e-kutir.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે. જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબ e-Kutir Portal સાઈટ ઓપન થશે.
Step – 2 Create User Id and Password
- અરજદારે જો પહેલા રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો, નીચે દર્શાવ્યા મુજબની ઈમેજમાં ‘‘ New Individual Registration “ પર ક્લિક કરવાની e-Kutir Portal Gujarat Online Registration બોક્સ ખુલશે.
- જેમાં ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ભરવાની ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે.
- બાબતે નોંધણી કરેલ મોબાઈલ નંબર પર Usar Id અને Password અને પાસવર્ડ SMS મોકલવામાં આવે છે.
Image Credit Government Website https://e-kutir.gujarat.gov.in/
- અરજદારે મોબાઈલમાં મળેલ Usar Id અને Password વડે e-Kutir Portal પર લોગીન કરવાનું રહેશે.
- તેમાં પ્રથમ અરજદારે Usar Id ત્યાર બાદ Password અને બાદમાં Captcha Code નાંખીને Login બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જેથી Profile Page ખુલશે. જેમાં માંગ્યા મુજબની તમામ માહિતી ભરી અને ચકાસીને Update કરવાનું રહેશે.
- ત્યાર બાદના પેજમાં જુદી-જુદી યોજનાઓ બતાવશે. આપને તેમાંથી ‘‘માનવ કલ્યાણ યોજના’’ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદના પેજમાં ખુલેલ માનવ કલ્યાણ યોજના વિશેની સામાન્ય માહિતી વાંચીને OK પર ક્લિક કરવાનું રહેશે.
Step – 4 Applicant Details and Documents Upload
- ત્યાર બાદ ‘‘અરજદાર વિગતો’’ નું પેજ ખુલશે. જેમાં અરજદારે પોતાને લગતી માહિતી ભરીને અને તેની ચકાસણી કરીને Save & Next પર ક્લિક કરવાનું રહે.
- ત્યાર બાદ નવુ પેજ ઓપન થશે. જેમાં અરજદારને ‘‘અરજીની વિગતો’’ ભરવાની રહેશે. ટુલકીટનું નામ, શૈક્ષણિક લાયકાતની વિગત, ટેકનિકલ વિગતો , વાર્ષિક આવક અને વ્યવસાય વિશેની માહિતી ભરીને Save & Next પર ક્લિક કરવાનું રહે.
- ત્યાર બાદ ના નવા પેજમાં અરજદારે પોતાના ડોક્યુમેન્ટ Scan કરીને અપલોડ કરવાના રહેશે. જેમાં અરજદારનું રેશનકાર્ડ, આધારકાર્ડ, BPL અરજદાર બાબતે દસ્તાવેજ, વ્યવસાયને લગતા ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે.
- ત્યાર બાદના આગળ સ્ટેેપમાં Application સબમીટ કરવાથી અરજી નંબર અપડેટ થશે. જે સાચવી રાખવાનો રહેશે.
આપના રજીસ્ટ્રરર્ડ મોબાઈલ નંબર પર નીચે મુજબ અરજીની સ્થિતિએ SMS થી જાણ થશે.
- આપની અરજી સબમીટ થયેથી – ‘‘આપની અરજી સ્વીકારવામાં આવી છે.’’
- અરજી ડ્રોમાં પસંદ થયેથી – ‘‘આપની અરજી ડ્રોમાં પસંદ કરવામાં આવી છે.’’
- અરજી નામંજૂર થયેથી – ‘‘આપની અરજી નામંજૂર કરવામાં આવી છે.’’
- અરજી ડ્રો માં ના પસંદ થયેથી – ‘‘આપની અરજી ડ્રો માં પસંદ થયેલ નથી , જેથી આગામી વર્ષે ધ્યાને લેવામાં આવશે.’’
જાણવા જેવુંં:-
વિદેશમાં અભ્યાસ માટે ₹.15.00 લાખ સુધીની લોન
ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દીકરીને નામે ₹ 25,000/- સહાય.
અરજી સમમીટ કર્યા બાદ આપને મળેલ Application Number થી નીચે દર્શાવેેલ ઈમેજ મુજબ આપની અરજીનું સ્ટેટ્સ જાણી શકો છો. આપની અરજીનું સ્ટેટ્સ જાણવા માટે અરજી નંબર અને અરજદારની જન્મતારીખ નાંખી View Status પર ક્લિક કરવાથી આપની અરજીનું સ્ટેટ્સ જાણી શકાશે.
આપની અરજીનું ડાયરેક્ટ સ્ટેટ્સ જાણવા અહીં ક્લિક કરો.
- માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના પછાત વર્ગોના સમુહોને પુરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા વધારના ઓજારો/સાધનો વિના મુલ્યે આપવામાં આવે છે.
- Manav Kalyan Yojana દ્વારા રોજગાર વાંછુ યુવકો પોતાનો સ્વ વ્યવાસય શરૂ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે.
જેના કુટુંબની વાર્ષિક આવક નીચે મુજબની હોય અથવા BPL લાભાર્થી હોય તેવા લોકોને સહાય આપવામાં આવે છે.
- શહેરી વિસ્તારના અરજદાર માટે ₹ 1,50,000
- ગ્રામ્ય વિસ્તારના અરજદાર માટે ₹ 1,20,000/-
- 0 થી 20 નો સ્કોર ધરાવતા BPL લાભાર્થીઓને આવકનો દાખલો ફરજિયાત નથી.
જીલ્લા ઉદ્યોગ કેન્દ્રોના સરનામા હેલ્પલાઈન નંબર સાથે.
મિત્રો, નીચે દર્શાવેલ લિંકમાં માનવ કલ્યાણ યોજનાનું સંચાલન કરતા આપના જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રોના સરનામા અને સંપર્ક નંબર આપવામાં આવેલ છે. જેથી આપ આ યોજના અન્વયે કોઈપણ પ્રશ્ન હોય તો સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકો છો.
જીલ્લા ઉદ્યોગ કેન્દ્રોના સરનામા સંપર્ક નંબર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
તાજેતરમાં માનવ કલ્યાણ યોજના હેઠળ વર્ષ 2023 માટે અરજી કરનાર લાભાર્થીઓનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. મિત્રો તમે નીચે દર્શાવેલ લીંકની મારફતે વર્ષ 2023 માટે ડ્રો દ્વારા પસંદ કરાયેલ લાભાર્થીઓનું લીસ્ટ મેળવી શકો છો.
Manav Kalyan Yojana Online Application | |
28 પ્રકારના વ્યવાસાયની સહાય માટેનું લીસ્ટ. | |
અરજીપત્રક ડાઉનલોડ કરવા માટે. | |
સ્વઘોષણા પત્રક ડાઉનલોડ કરવા માટે. | |
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોના સંપર્ક નંબર માટે. | |
અમારા Whatsapp Grup માં જોડાવા માટે. | |
Home Page |
Conclusion
માનવ કલ્યાણ યોજના વિશે આપને રજીસ્ટ્રેશન થી લઈને Online Application સુધીની માહિતી પુરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો આપને e-Kutir Manav Kalyan Yojana વિશે ઓનલાઈન અરજીમાં કોઈ તકલીફ હોય તો આપ આપના જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે મુલાકાત લઈ શકો છો. આપને આ યોજનામાં કોઈ મુશ્કેલી જણાય તો નીચેની વિગતો ભરીને અમારો સંપર્ક કરી શકો છો. અમારી ટીમ દ્વારા આપની પુરતી મદદ કરવામાં આવશે.
FAQ
ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ઓનલાઈન અરજી કરવા ગ્રામ પંચાયતના વી.સી.ઈની મદદથી ગ્રામ પંચાયતમાંથી ઓનલાઈન અરજી કરી શકે છે.
(2) પોર્ટલમાં અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ ક્યા ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે?
અસલ ડોક્યુમેન્ટના ફોટો, JPEG કે PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
(3) જો ઘરના એક સભ્યને ટુલકીટ મળી હોય તો બીજી વખત ટુલકીટ મળી શકે?
ના, કુટુંબ દીઠ એક જ વાર ટુલકીટ મળવાપાત્ર થાય છે.
(4) શું ગુજરાતી ભાષામાં ઓનલાઈન અરજી કરી શકાય છે?
હા, e-Kutir Manav Kalyan Yojana પર હોમ પેજ પર ભાષા/લેગ્વેઝ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ અંગ્રેજી / ગુજરાતી વિકલ્પમાંથી ‘‘ગુજરાતી’’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
1 thought on “Manav Kalyan Yojana 2024 | ₹ 48,000/- સુધીના મફત સાધન સહાય માનવ કલ્યાણ યોજના 2024”