Vikram Sarabhai Scholarship 2024 | વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vikram Sarabhai Scholarship In Gujarati | Vikram Sarabhai Scholarship Form | PRL Scholarship | Vikram Sarabhai Shishyavrutti Yojana | Vikram Sarabhai Protsahan Yojana | વિકાસ શિષ્યવૃત્તિ યોજના

જાણવા જેવું:- ભારતના અવકાશ સંશોધનના પિતા એવા વિક્રમ સારાભાઈને દરેક ભારતીય જાણતા હશે. વિક્રમ સારાભાઈ દ્વારા સ્થપાયેલ વિક્રમ સારાભાઈ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ઘણી ઉમદા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગુજરાતના અંતરિયાળ ગામોમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિને કારણે આગળ ભણી શકતા નથી. આવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે Vikram Sarabhai Scholarship 2024 શરૂઆત કરવામાં આવી છે. આજના આર્ટિકલમાં વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના-2024 માં ઓનલાઈન ફોર્મ ભરવા તથા વિદ્યાર્થીઓને મળનાર શિષ્યવૃત્તિની રકમ વિશે વિગતે ચર્ચા કરીશું.

Vikram Sarabhai Scholarship 2024

Bullet Point of Vikram Sarabhai Scholarship 2024

યોજનાનું: નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2024 (વિકાસ યોજના
કોને લાભ મળશે ગ્રામ્યકક્ષાના વિદ્યાર્થીઓને
મળનાર શિષ્યવૃત્તિ ₹ 1,00,000/-  (ચાર વર્ષના સમયગાળામાં)
અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન
ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ તા.12/01/2024  સાંજના 5.00 વાગ્યા સુધી
પરીક્ષા તારીખ તા. 21/01/2024
ઓફીસિયલ વેબસાઈટ https://www.prl.res.in/

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2024 વિશે જાણો.

Vikram Sarabhai Scholarship 2024 શિષ્યૃવત્તિ વિક્રમ સારાભાઈ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને વિજ્ઞાન ક્ષેત્રે નામના મેળવે તે હેતુંથી વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવામાં આવે છે. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનાને વિકાસ શિષ્યવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Vikram Sarabhai Scholarship 2024 ની મુખ્ય વિશેષતાઓ |Vikram Sarabhai Scholarship In Gujarati

  • વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ યોજના ફક્ત ગ્રામિણ વિસ્તારમાં ભણતા અને ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
  • જે પરિવારની વાર્ષિક આવક ₹ 1,50,000/- થી ઓછી હોય તેવા પરિવારના ધોરણ-8 માં ભણતા વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ અરજી કરી શકશે.
  • આ યોજના હેઠળ કુલ-10 વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાંથી 50% કન્યા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.
  • પસંદ થયેલ વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળા દરમ્યાન ₹ 1,00,000/- ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

Vikram Sarabhai Scholarship 2024 મળવાપાત્ર સ્કોલરશીપ.

વિકાસ શિષ્યવૃત્તિ યોજના હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળા દરમ્યાન ₹ 1,00,000/-ની સહાય નીચે મુજબ આપવામાં આવે છે.

ધોરણ મળનાર શિષ્યવૃત્તિની રકમ
ધોરણ-9 ₹ 20,000/-
ધોરણ-10 ₹ 20,000/-
ધોરણ-11 ₹ 30,000/ વિજ્ઞાન પ્રવાહ માટે
ધોરણ-12 ₹ 30,000/ વિજ્ઞાન પ્રવાહ માટે
કુલ ₹ 1,00,000/-

વધુ જાણોઃ- 

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ યોજના 

સ્પર્ધાત્મક પરીક્ષાઓની પુર્વ તૈયારી માટે કોચિંગ સહાય.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2024 કોણ અરજી કરી શકશે

  • હાલ ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વર્ષ 2024 ની શિષ્યવૃત્તિ માટે અરજી કરવા લાયક ગણાશે.
  • આ યોજના હેઠળ ધોરણ-7ની ટકાવારી, કુટુંબની વાર્ષિક આવક તથા લેવામાં આવનાર પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે વિદ્યાર્થીઓની પસંદગી થશે.
  • પસંદ થયેલ વિદ્યાર્થીઓને ધોરણ-9 થી શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

Vikram Sarabhai Scholarship Form | અરજી પ્રક્રિયા

હાલ ધોરણ-8 માં ભરણા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  • વિદ્યાર્થીએ સૌ પ્રથમ Physical Research Laboratory, Ahmedabad ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને નોંધણી કરવાની રહેશે.
  • જેમાં ‘‘વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન’’ મેનું પર ક્લિક કરવાનું રહેશે.
Vikram Sarabhai Scholarship 2024 Apply
Image Credit Government Official Website (https://www.prl.res.in/)
  • જેમાં ‘‘શું તમારી શાળ ગ્રામિણ વિસ્તારમાં છે?’’ તેમાં YES સિલેક્ટ કરીને માંગ્યા મુજબની વિગતો જેવી કે વિદ્યાર્થીનું નામ,સરનામું, શાળાનું નામ વગેરે જેવી વિગતો ભરીને યુઝરનેમ અને પાસવર્ડ બનાવવાનો રહેશે.
  • છેલ્લે વિદ્યાર્થીનો તાજેરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરીને Submit પર ક્લિક કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થયા બાદ ‘‘લોગઈન’’ મેનુંમાં જઈને યુઝરનેમ, પાસવર્ડ અને દર્શાવેલ કોડ નાંખીને Login કરવાનું રહેશે. જેમાં નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે.

વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ માટે જરૂરી ડોકયુમેન્ટ

વિદ્યાર્થીએ ઓનલાઈન અરજીમાં નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

  • આવકનો દાખલો
  • વિદ્યાર્થીનો ફોટો
  • જાતિનો દાખલો.
  • શાળાના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર.
  • ધોરણ-7 ની માર્કશીટ
  • બેંક ખાતાની વિગત (જો વિદ્યાર્થીની પસંદગી થશે તો આ શાખામાં સહાય જમા કરાશે)

જાણવા જેવું:-

વિદેશ અભ્યાસ લોન સહાય યોજના

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના કુલ ₹ 90,000/- ની શિષ્યવૃત્તિ. 

Vikram Sarabhai Scholarship 2024 માટે અગત્યની તારીખો

ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ તા.12/01/2024  સાંજના 5.00 વાગ્યા સુધી
પરીક્ષા માટેની તારીખ તા.21/01/2024 રવિવાર

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2024 માટે લેવામાં આવતી પરીક્ષાની માહિતી.

  • સ્કોલરશીપની પસંદગી માટે સ્ક્રિનીંગ ટેસ્ટ લેવામાં આવશે. આ પરીક્ષા તા. 21/01/2024 રવિવારના રોજ યોજનામાં આવનાર છે.
  • પરીક્ષાની સમય અને તારીખની વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે.
  • પરીક્ષાનો સમય એક કલાકનો રહેશે.
  • પરીક્ષામાં જનરલ નોલેજ અને યોગ્યતાની ચકાસણી કરતા MCQ (બહુ વિકલ્પીક પ્રશ્નો) ટાઈપના પ્રશ્નો હશે.
  • પરીક્ષાનું પ્રશ્નપત્ર અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં રહેશે. OMR શીટમાં જવાબો આપવાના રહેશે.
  • દરેક સાચા જવાબ માટે 3 માર્કસ અને ખોટા જવાબ માટે માઈનસ 1 માર્કસ ગણવામાં આવશે.
  • યોજનામાં આવનાર પરીક્ષા કેન્દ્રોનું લીસ્ટ ઓફિસિયલ વેબસાઈટ પર આપવામાં આવેલ છે. પરીક્ષા કેન્દ્રોનું લીસ્ટ જોવા અહીં ક્લિક કરો.

Important Links of Vikram Sarabhai Scholarship 2024

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે

Click Here

ઓનલાઈન લોગીન કરી ફોર્મ ભરવા માટે

Click Here

Home Page

Click Here

conclusion

Vikram Sarabhai Scholarship 2024 યોજના ગામડાના ગરીબ પરીવારો માટે વરદાન સાબિત થયેલ છે. જેમાં વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે ચાર વર્ષના સમયગાળામાં ₹ 1,00,000/-ની શિષ્યવૃત્તિના રૂપમાં આર્થિક મદદ કરવામાં આવે છે. મિત્રો, આજના આર્ટીકલમાં વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2024 શિષ્યવૃત્તિની વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.આ યોજના હેઠળ કોઈ વધુ માર્ગદર્શનની જરૂર હોય તો કોન્ટેક્ટ ફોર્મ ભરીને અમારો સંપર્ક કરી શકો છો.

FAQ

(1) Vikram Sarabhai Scholarship 2024 માટે કોણ અરજી કરી શકશે?

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2024 માટે હાલ ધોરણ-8 માં અભ્યાસ કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

(2) Vikram Sarabhai Protsahan Yojana યોજના હેઠળ કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2024 હેઠળ ₹ 1,00,000/-  (ચાર વર્ષના સમયગાળામાં) ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.

(3) Vikram Sarabhai Scholarship Form ક્યાં ભરવાનું રહેશે?

આ યોજના હેઠળ ઓફિસિલય વેબસાઈટ https://www.prl.res.in/ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

Leave a comment