Manav Garima Yojana 2025 | માનવ ગરિમા યોજના 2025

Manav Garima Yojana 2025

Manav Garima Yojana 2025 : મિત્રો, સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના કલ્યાણ માટે વિવિધ વ્યસાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.  જેમાંની એક માનવ ગરિમા યોજના. જેમાં કામદારોને સીધી ટુલકીટ દ્વારા ₹ 25,000/- ની સીધી સહાય આપવામાં આપવામાં આવે છે.  આ યોજના હેઠળ  અરજદારને કુલ- 28 જેટલા વ્યવસાય કરવા માટે કીટ સાધન સહાય આપવામાં આવે છે. જેના થકી આ સાધનોનો ઉપયોગ કરી કોઈ વ્યવસાય ધંધો શરૂ કરી શકે છે. પોતાના પરિવારનું સન્માન સાથે ગુજરાન કરી શકે સાથે સાથે પોતાની જાત-મહેનત દ્વારા અર્થિક સમૃદ્ધતા તરફ આગળ વધી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો આજના Manav Garima Yojana 2025 આર્ટિકલમાં આપણે માનવ ગરિમા યોજના યોજનાનો ઉદે્શ , અરજી ક્યાં કરવાની?,  લાભાર્થીની પાત્રતાનો ધોરણો, તેમાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે? વગેરે વિશે વિગતે ચર્ચા કરીશુ.

Bullet Point of  Manav Garima Yojana 2025

યોજનાનું નામ માનવ ગરિમા યોજના 2025
અમલીકરણ કર્તા સરકારી વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય
આપવામાં આવતી સહાય 28 પ્રકારના વ્યવસાયલક્ષી કીટની સહાય ₹.25,000/- ની મર્યાદામાં
આવક મર્યાદા વાર્ષિક આવક ₹ 6,00,000/-

ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે

લાભાર્થીની પાત્રતા 18 થી 60 વર્ષ
અરજી ક્યા કરવાની રહેશે. esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર

માનવ ગરિમા યોજના 2025 વિશે જાણો.

સમાજના પછાત વર્ગના લોકો પોતાની જાત મહેનત દ્વારા સમાજમાં સન્માન ભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે સરકાર માનવ ગરિમા યોજના 2025 દ્વારા વિના મુલ્યે ટુલકીટ સહાય આપવામાં આવે છે. ₹ 25,000/- મર્યાદામાં 28 પ્રકારના ધંધા માટેની વ્યવસાયલક્ષી કીટની સહાય ની કીટ આપવમાં આવે છે.

લાભાર્થીના પાત્રતાના ધોરણો.

  • લાભાર્થીની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ.
  • લાભાર્થી દ્વારા આ યોજના હેઠળ પહેલા લાભ મેળવ્યો હોય તો ફરી આ યોજના હેઠળ લાભ મળશે નહી
  • આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નાગરીકોને સહાય મળવા પાત્ર છે.

Manav Garima Yojana  Documents | માનવ ગરિમા યોજના ડોક્યુમેન્ટ

આ યોજના   હેઠળ નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • અરજદારનું આધાર કર્ડ
  • અરજદારનો જાતિનો દાખલો.
  • આવકનો દાખલાની નકલ
  • અરજદારે કોઈ વ્યવસાયિક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર.
  • બાહેધરી પત્રક
  • અરજદારનો ફોટો
  • રહેઠાણના પુરાવો (રેશન કાર્ડ, જમીનના દરસ્તાવેજ લાઈસન્સ, લાઈટ બીલ, ચૂંટણી ઓળખપત્ર, પૈકી કોઈપણ એક)
  • અરજદારના અભ્યાસનો પુરાવો.
  • સ્વધોષણા પત્ર.
  • ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે વાર્ષિક આવક ₹. 6,00,000/- રહેશે. અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઈ આવક મર્યદા લાગુ પડશે નહી

માનવ ગરિમા યોજના 2025  હેઠળ મળનાર સહાય

અરજદારની ઓનલાઈન અરજી મંજૂર થયા બાદ તેઓને પોતાના અનુભવ તથા વ્યવસાયને અનુરૂપ ₹ 25,000/- ની મર્યાદામાં 28 પ્રકારના વ્યવસાયલક્ષી કીટમાંથી કોઈ એક સહાય ની કીટ વિના મુલ્યે આપવામાં આવે છે. જેના દ્વારા અરજદાર પોતાનો સ્વ વ્યવસાય શરૂ કરી શકે છે.

28 પ્રકારના વ્યસાયલક્ષીની કિટની યાદી નીચે મુજબ છે.

Manav Garima Yojana Kit List

Manav Garima Yojana 2025 હેઠળ ડ્રો દ્વારા પસંદ કરાયેલ લાભાર્થીઓને નીચે મુજબની કીટ મળશે.

  • સેન્‍ટીંગ કામ
  • કડીયાકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • અથાણા બનાવટ
  • પ્લમ્બર કામ માટે
  • સુથારીકામ માટે
  • માછલી વેચનાર
  • બ્યુટી પાર્લર મહિલાઓ માટે
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • કુંભારીકામ
  • દરજીકામ
  • મોચીકામ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • વિવિધ પ્રકારની ફેરી માટે સહાય
  • ધોબીકામ માટે
  • દુધ-દહી વેચનાર
  • પાપડ બનાવટ માટેની કીટ
  • ફ્લોર મીલ બનાવવા માટે
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • ભરતકામ
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • પંચર કીટ માટે
  • મોબાઇલ રીપેરીંગની કીટ
  • મસાલા મીલ
  • હેર કટીંગ માટેની કીટ

Manav Garima Yojana 2025 Online Application.

  • માનવ ગરિમા યોજના હેઠળ અરજદારે gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને સરળતાથી લાભ મેળવી શકશે.
  • મિત્રો, હાલ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટેની પ્રોસેસ ચાલુ છે.

માનવ ગરિમા યોજના 2025 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

માનવ ગરિમા યોજના હેઠળ જાતે જ ઓનલાઈન અરજી કરવા માટે તમે  અહી નીચે દર્શાવ્યા મુજબના સ્ટેપને અનુસરશો.

Step- 1

  • સૌ પ્રથમ તમારે ગુગલ પર e Samaj Kalyan ની ઓફિશિયલ પોર્ટલની સાઈટ esamajkalyan.gujarat.gov.in પર લોગીન થવાનું રહેશે.
  • તેમાં નીચે મુજબનુ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલનું ડેસબોર્ડ ખુલશે.

Step- 2

  • ઈ-સમાજ કલ્યાણમાં જો આપે User Id ના બનાવેલ હોય તો આપે અહી ક્લીક કરીને નામ, આધાર કાર્ડ નંબર , મોબાઈલ નંબર અને આપે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલમાં લોગીન થવા જે પાસવર્ડ રાખવાનો હોય તે પાસવર્ડ બે વખત નાંખવાનો રહેશે
  • ત્યાર બાદ સબમીટ પર કલિક કરવાનું રહેશે.
  • સબમીટ કર્યા બાદ આપને યુઝર આઈ ડી તરીકે 9 અંકનો નંબર આપવામાં આવશે.
  • જે આપનું યુઝર આઈ.ડી રહેશે અને આપે જે પાસવર્ડ નાંખ્યો હશે તે પાસવર્ડ વડે લોગીન કરવાનું રહેશે.
Image Credit Government Official Website

Step- 3

  • લોગીન કર્યા બાદ આપે અરજદારની વિગતોમાં ફોટો સહીત બધી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ છેલ્લે અપડેટ કરવાનું રહેશે.

Step- 4

  • અપડેટ કર્યા બાદ આપે આ યોજનાના ડોક્યુમેન્ટ અપલોડ કરી છેલ્લે સબમીટ આપવાનું રહેશે.
  • સબમીટઆપ્યા બાદ આપને અરજી નંબર જનરેટ થશે. જે સાચવીને રાખવાનો રહેશે.
  • અરજી સબમીટ કર્યા બાદ આપે અરજીની પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે.

માનવ ગરીમા યોજના અરજીનું સ્ટેટ્સ Manav Garima Yojana Application Status

અરજી સમમીટ કર્યા બાદ આપને મળેલ Application Number  થી આપની Manav Garima Yojana 2025 અરજીનું સ્ટેટ્સ જાણી શકો છો. જેના દ્વારા આપને ડ્રો દ્વારા ટુલકીટ માટે પસંદગી થઈ છે કે નહિ? તે જાણી શકાશે.

જાણવા જેેેેેેવું:-

₹ 48,000/- સુધીના મફત સાધન સહાય માનવ કલ્યાણ યોજના 2024

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2025

Important Links Of Manav Garima Yojana 2025

Manav Garima Yojana Online Application

Click Here

Manav Garima Yojana Application Status

Click Here

Home

Click Here

Conclusion

સમાજના પછાત વર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે માનવ ગરિમા યોજના Manav Garima Yojana 2025 યોજના અન્વયે મળતી સાધન સહાય દ્વારા સ્વ રોજગારી મેળવી શકે છે. લાભાર્થીને આ ટુલકીટ વિના મુલ્યે આપવામાં આવે છે.  માનવ ગરિમા યોજના  અન્વયે સંપુર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હાલ આ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ છે. દરેક લાભાર્થીને યોજનાનો લાભ લેવા વિનંતી છે.

FAQ  વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) Manav Garima Yojana 2025 હેઠળ ઓનલાઈન અરજી ક્યા કરવાની હોય છે?

માનવ ગરિમા યોજના હેઠળ અરજી ઓનલાઈન esamajkalyan પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

(2) માનવ ગરીમા યોજનાનો લાભ કેટલી વાર લઈ શકાય છે?

માનવ ગરીમા યોજના હેઠળ લાભ ફક્ત એક જ વાર લઈ શકાય છે.

(3) Manav Garima Yojana 2025  હેઠળ કેટલી સહાય મળે છે?

માનવ ગરિમા યોજના હેઠળ સહાય મંજૂર થયે સ્વ રોજગાર માટે ₹ 25,000/- ની મર્યાદામાં વિના મુલ્યે કીટ આપવામાં આવે છે.

(4) આ યોજનાનો લાભ કોને મળશે?

સમાજના અનુસુચિત જાતીના નાગરીકોને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.

Leave a comment