મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2025 | Mukhyamantri Matru Shakti Yojana 2025 (MMY)

Mukhyamantri Matru Shakti Yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2025 : મિત્રો, ગુુુુુજરાત સરકાર સ્ત્રીઓ તથા બાળકોના પોષણ માટે સતત કાર્ય કરતી રહે છે. સ્ત્રીના ગર્ભવસ્થાનો સમય બાળક અને માતા માટે ઘણો મહત્વનો હોય છે. સગર્ભા માતા તથા બાળકની તંદુરસ્તી માટે ખોરાકમાં પુરતા પોષકતત્વો મળી રહે, ગર્ભમાં રહેલ બાળકનો શારિરીક તથા માનસિક વિકાસ થાય તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની મફતમાં રાશન આપતી Mukhyamantri Matru Shakti Yojana અમલમાં છે.

આ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા માતાઓને દર મહિને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગતેલ મફત આપવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં નોંધણી કેવી રીતે કરવી? MMY Yojana Gujarat હેઠળ અન્ય કયાં ક્યાં લાભો મળવાપાત્ર છે? ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે? વગેરે જેવી વિગતે માહિતી મેળવીશું.તો ચાલો કંઈક નવું જાણીયે.

 

Contents hide

Bullet Point of Mukhyamantri Matru Shakti Yojana 2025

યોજનાનું નામ Mukhyamantri Matru Shakti Yojana (MMY)
યોજનાનો હેતું સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર પુરો પાડવો.
અમલીકરણ કર્તા સરકારી વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ.
લાભાર્થી જુથ સગર્ભા માતાઓ.
નોંધણી કેન્દ્ર નજીકની આંગણવાડી ખાતે./ ઓનલાઈન
નોધણી માટેની વેબસાઈટ https://1000d.gujarat.gov.in/
હેલ્પલાઈન નંબર 155209

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શું છે? | MMY 1000 Divas

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત Mukhyamantri Matru Shakti Yojana સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર પુરો પડતી યોજના છે. આ યોજના માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા તા. 15/06/2022ના રોજથી અમલમાં મુકવામાં આવેલ છે.
  • ગર્ભવતી મહિલાને ગર્ભ ધારણથી બાળક જન્મના 2 વર્ષ સુધીના દિવસો ઘણા જ મહત્વના હોય છે. આ સમયગાળા દરમ્યાન મહિલાના સ્વાસ્થયની વિશેષ કાળજીની જરૂર હોય છે.
  • જેથી ગર્ભ ધારણથી 1000 દિવસ એટલે કે ગર્ભ ધારણના 9 મહિના (270 દિવસ)થી બાળકના જન્મથી  2 વર્ષનું થાય ત્યાં સુધી (730 દિવસ)  એમ કુલ 1000 દિવસ માટે  માતા અને બાળકના સ્વાસ્થય માટે  વિનામુલ્યે પોષણ યુક્ત આહાર આપવામાં આવે છે.
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગર્ભ ધારણ સમયે માતાની આંગણવાડી ખાતે કે ઓનલાઈન પોર્ટલ મારફતે નોંધણી કરી શકાય છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો હેતુ.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માતા અને બાળકના પોષણ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેના મુુુખ્ય ઉદ્દેશ નીચે મુજબના છે.

  • સગર્ભા માતાઓ તથા ગર્ભમાં રહેલ બાળકના શારિરીક તથા માનસિક વિકાસ માટે પુરતા પોષકતત્વો જેવા કે પ્રોટીન, ફેટ તથા વિટામીન મળી રહે તે માટે પોષકતત્વોયુક્ત આહાર પુરો પાડવો આ યોજનાનો મુખ્ય હેતું છે.
  • જો સ્તનપાન કરતી માતાને પુુુુુરતું પોષણ મળશે તો તેના બાળકને પણ માતાના દૂધ દ્વારા પુુુુુરતા પોષક તત્વો મળી રહેશે. આવા ઉદ્દેશથી આ યોજના હેઠળ માતા-બાળકના પોષણ માટે પુુુુુરતું ધ્યાન રાખવામાં આવ્યુ છે.
  • બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા તથા માતાઓને કુપોષણ, પાંડુરોગથી રક્ષણ માટે માતાના ગર્ભ ધારણથી લઈને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગતેલ મફત આપવામાં આવે છે. જેમાં 1000 Divas MMY પર મુખ્ય ભાર મુકવામાં આવ્યો છે.
  • મહિલા અને બાળકનાના પોષણ યુક્ત આહાર મળી રહે અને કુપોષણ તથા એનેમિયાનુ પ્રમાણ ધટે તે માટે આયોજન કરવામાં આવે છે.

MMY Yojana Gujarat નો લાભ કોને મળશે.

ગુજરાતની દરેક સગર્ભા માતાને કોઈપણ આવક મર્યાદાને ધ્યાને લીધા વગર આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે.

  • જે સ્ત્રી સગર્ભા બને છે તે સ્ત્રીઓને ગર્ભ ધારણના પ્રથમ માસથી બાળકના જન્મબાદ 2 વર્ષનું થાય ત્યાં સુધી રાશન મળશે.
  • રાજ્યની તમામ સગર્ભા માતાઓને કોઈપણ ભેદભાવ વગર 1000 દિવસ સુધી પોષણયુક્ત આહાર આપવામાં આવનાર છે.
  • ગ્રામ્ય વિસ્તાર તથા અંતરિયાળ વિસ્તારોમાં લાભાર્થી બહેનોને ઓળખ કરીને આ યોજના હેઠળ લાભ આપવામાં આવેે છે.
  • સગર્ભા સ્ત્રી ઓનલાઈન પણ પોતાની જાતે 1000 gujarat.gov.in વેબસાઈટ પર નોંધણી કરી શકે છે. અથવા
  • આ યોજના હેઠળ લાભ લેવા સગર્ભા માતાએ નજીકની આંગણવાડી ખાતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે પોતાના નામની નોંધણી કરાવવાની હોય છે.

Mukhyamantri Matru Shakti Yojana (MMY) Plemplet

MMY યોજના હેઠળ મળનાર લાભો.

આ યોજના હેઠળ માતા તથા બાળકના સ્વાસ્થ્યની પુુુુરતી સંભાળ રાખવામાં આવી છે.   Mukhyamantri Matru Shakti Yojana  હેઠળ દરેક સગર્ભા માતાઓને નીચે મુજબ દર મહિને આંગણવાડી ખાતેથી પોષકતત્વો યુક્ત મફત રાશન આપવામાં આવશે.

  • 1 કિલો તુવેર દાળ
  • 2 કિલો ચણા
  • 1 લીટર સિંગતેલ

જાણવા જેવું:-

વહાલી દીકરી યોજના.

કુંવરબાઈનું મામેરું યોજના. 

મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાના લાભ માટેના ડોક્યુમેન્ટ | MMY Document

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લેવા માટે  નજીકની આંગણવાડી ખાતે નામની નોંધણી કરવાની હોય છે. જેમાં  મહિલાને નીચેે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • રેશનકાર્ડની નકલ.
  • લાભાર્થીની સ્ત્રીનો મોબાઈલ નંબર
  • સગર્ભા સ્ત્રીનું આધાર કાર્ડ

Mukhyamantri Matru Shakti Yojana (MMY) Details

MMY યોજનામાં લાભાર્થીની નોંધણી  કેવી રીતે કરવી | 1000 Divas MMY Login

મુુુુુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાઓમાં લાભાર્થીનું નામની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન એમ બે રીતે કરવામાં આવે છે.  આપણે ઓફલાઈન આંગણવાડી ખાતે નોંધણી તથા ઓનલાઈન મોબાઈલ એપ દ્વારા નોંધણી એમ બંને રીતેની  વિગતે માહિતી મેળવીશું.

આંંગણવાડી કેન્દ્ર ખાતે નોંધણીઃ

સગર્ભા મહિલા જાતે આધાર કાર્ડની વિગતો સાથે નજીકની આંગણવાડી ખાતે જઈને આ યોજનાનો લાભ લેવા પોતાના નામની નોંધણી આંગણવાડી કેન્દ્ર સંચાલક પાસે કરાવી શકે છે. અથવા જરૂર પડે આંગણવાડી કાર્યકર કે કેન્દ્ર સંચાલક જાતે બહેનના ઘરે જાઈને પર લાભાર્થી તરીકેની નોંધણી કરી શકે છે.

ઓનલાઈન નોંધણીઃ

લાભાર્થી મહિલા જાતે મહિલા અને બાળ વિકાસ  વિભાગ દ્વારા સંચાલિત સરકારી વેબસાઈટ 1000 gujarat gov in પરથી  લભાર્થી મહિલા  જાતે જ નોંધણી કરાવી શકે.

વધુ જાણોઃ-

નમો શ્રી યોજના હેઠળ ડિલેવરી માટે મળશે ₹ 12000

ડિલેવરી સહાય યોજના

Mukhyamantri Matru Shakti Yojana Online Registration | MMY 1000 Divas Login 

સગર્ભા મહિલાએ MMY  યોજના  એટલે કે મુુુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લેવા માટે  સગર્ભા માતા ઓનલાઈન નોંધણી તથા MMY એપ  દ્વારા નોંધણી  કરાવી શકાય છે. ઓનલાઈન વેબસાઈટ મારફતે નોંધણી કરાવવી હોય તો નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

Step – 1 MMY Registration

  • લાભાર્થી દ્વારા સૌ પ્રથમ ગુગલ પર 1000 Divas gujarat gov in ટાઈપ કરવાનું રહેશે.
  • ત્યારબાદ નીચે દર્શવેલ ઈમેજ મુજબ પેજ ઓપન થશે.
  • જેમાં સર્વિસ પર ટીકને ‘‘સ્વયં નોંધણી’’ પર  ટીક કરવાનું રહેશે.
Mukhyamantri Matru Shakti Yojana
Image Credit Government Website (https://1000d.gujarat.gov.in/)

Step – 2 Details

  • ત્યાર બાદ ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે.
  • જેમાં લાભાર્થીનો આધારકાર્ડ નંબર, લાભાર્થીનું નામ અંગેજીમાં આધારકાર્ડ મુજબ લખવાનું રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીની જન્મ તારીખ નાંખવાની રહેશે.
  • ત્યાર બાદ Validate Adhaar પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ લાભાર્થીની નજીકની આંગણવાડીનું નામ, તેડાગર/કાર્યકરતાનું નામ, અને લાભાર્થીનો મોબાઈલ નંબર નાંખવાનો રહેશે.
  • ત્યાબ બાદ મોબાઈલ પર OTP આવશે, તે OTP નાંખીને Save and Next ક્લિક કરવાનું રહેશે.
Mukhyamantri Matru Shakti Yojana Registration
Image Credit Government Website (https://1000d.gujarat.gov.in/)

Step – 3 Submit

  • આગળના સ્ટેપમાં લાભાર્થી સંબંધિ પ્રાથમિક માહિતી તથા લાભાર્થીની ગર્ભાઅવસ્થા સંબંધિત માહિતી ભરવાની રહેશે.
  • ત્યાર બાદ Confirm and Submit બટન પર ક્લિક કરવાથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુર્ણ થઈ જશે.

MMY Yojana Registration Status કેવી રીતે જાણવું

Mukhyamantri Matru Shakti Yojana માં લાભાર્થીએ પોતે કરેલા રજીસ્ટ્રેશનનું સ્ટેટ્સ જાણવા નીચે દર્શાવેલ ઈમેજ મુજબ આધારકાર્ડ નંબર અથવા Techo Unique Number નાંખીને પોતાના રજીસ્ટ્રેશન તથા લાભાર્થીની માહિતી મેળવી શકશે.

Mukhyamantri Matru Shakti Yojana Status
Image Credit Government Website (https://1000d.gujarat.gov.in/)

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એપ Download | MMY 1000 Divas App Download 

લાભાર્થીએ 1000 d.gujarat.gov.in વેબસાઈટ પરથી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એપ MMY Download  કરી શકો છો. જેને આપના મોબાઈલમાં ઈન્ટલ કરીને  લાભાર્થીની નોંધણી તથા  વિવિધ   ઓનલાઈન સેવાઓ મેળવી શકો છો.

Important Link of Mukhyamantri Matru Shakti Yojana 2025

મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ અહીં ક્લિક કરો.
Mukhyamantri Matru Shakti Yojana (MMY) માટે અહીં ક્લિક કરો.
જાતે ઓનલાઈન નોધણી કરવા માટે. અહીં ક્લિક કરો.
લાભાર્થીની વિગતો જાણવા અહીં ક્લિક કરો.
MMY APP ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
આવી જ બીજી યોજનાઓની માહીતી મેળવવા અહીં ક્લિક કરો.
HOME PAGE અહીં ક્લિક કરો.

Conclusion

સરકારના 2047 ના વિઝન વિકસિત ભારતની સંકલ્પના મહિલા અને બાળકોના સ્વાસ્થ્ય તથા વિકાસ વગર અશક્ત છે. જેથી અત્યારથી જ સરકાર દ્વારા બાળક અને માતાના સ્વસ્થય પ્રત્યે પુુુુુરતુ ધ્યાન રાખવામાં આવે છે. મિત્રો  આ આર્ટિકલ દ્વારા Mukhyamantri Matru Shakti Yojana   હેઠળ સગર્ભા માતાઓને મળતા લાભો, ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી? તથા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એપ MMY APP ડાઉનલોડ કરવા બાબતની વિગતે માહિતી પુરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજનાના લાભ લેવા માટે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો આપ નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકો છો તથા કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો આ યોજનાના હેલ્પલાઈન નંબર 155209 પર કોલ કરી શકો છો.

FAQ વારંવાર પુુુુુછાતા પ્રશ્નો. 

(1) મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરવાનો રહેશે.?

જવાબ- આ યોજનાન લાભ માટે નજીકની આંગણવાડી કેન્દ્રો ખાતે સંપર્ક કરવાનો રહેશે.

(2) Mukhyamantri Matru Shakti Yojana (MMY) યોજનાનો લાભ કોને મળશે?

જવાબ- મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાનો લાભ સગર્ભા સ્ત્રીઓને મળવાપાત્ર છે.

(3) Mukhyamantri Matru Shakti Yojana   હેઠળ કેટલા દિવસ સુધી લાભ મળશે?

જવાબ- MMY Yojana Gujarat હેઠળ કુલ 1000 દીવસ સુધી સગર્ભા માતાઓને દર મહિને પોષ્ટિક રાશનનો લાભ મળશે.

(4) MMY APP મોબાઈલ એપ ક્યાંથી ડાઉનલોડ કરી શકાય?

જવાબ- https://1000d.gujarat.gov.in/ વેબસાઈટ પરથી અથવા ગુગલ પ્લે સ્ટોરમાંથી   MMY APP મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકો છો.

1 thought on “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2025 | Mukhyamantri Matru Shakti Yojana 2025 (MMY)”

Leave a comment