Poshan Abhiyaan 2023 | પોષણ અભિયાન 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Poshan Abhiyaan | Poshan Abhiyaan ICDS| Poshan Abhiyaan 2023 registration | Poshan Abhiyaan Government In | Poshan Abhiyaan Chart | Poshan Abhiyaan Images | Poshan Abhiyaan Logo | Poshan Abhiyaan Pdf

જાણવા જેવું, મિત્રો, સરકાર દ્વારા બાળકો, સગર્ભા મહીલાઓ, ધાત્રીમાતાઓ તથા કિશોરીઓના સ્વસ્થ્ય તથા પોષણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો માટે વહાલી દીકરી યોજના, આંગણવાડી કાર્યક્રમ, તથા સગર્ભા મહિલાઓ તથા કિશોરીઓના પોષણ માટે પુર્ણા યોજના, MMY 1000 Divas તથા પોષણ સુધા  જેવી યોજનાઓ અમલમાં છે.મિત્રો, આ આર્ટિકલમાં આજે આપણે સરકારનો ફ્લેગશીપ કાર્યક્રમ Poshan Abhiyaan 2023 વિશે જાણીશુ. પોષણ અભિયાન 2023 કોના દ્વારા ચલાવવામાં આવે છે?, પોષણ અભિયાન નો ઉદ્દેશ શું છે? તે અંતર્ગત કયા કયા કાર્યક્રમો થાય છે. વિશે વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Poshan Abhiyaan 2023

Bullet Point of Poshan Abhiyaan 2023

યોજનાનું નામ પોષણ અભિયાન
સંબંધિત સરકારી વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
યોજનાની શરૂઆત શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 માર્ચ 2018 રાજસ્થાનના ઝુંઝૂનું જિલ્લામાંથી
યોજનાનો ઉદ્દેશ સર્ગભા મહિલા, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોના પોષણની સ્થિત સુધારવી.
ઓફિસિયલ વેબસાઈટ poshan abhiyan gov.in

પોષણ અભિયાન 2023 શું છે?

પોષણ અભિયાનની શરૂઆત માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 માર્ચ 2018 ના રોજ રાજસ્થાનના ઝુંઝૂનું જિલ્લામાંથી કરેલ હતી. ભારતના છેવાડા સુધીની ગામની માહિલાઓ, બાળકો અને કિશોરીઓ કુપોષણ મુક્ત રહે તે માટે એક અભિયાન રૂપેે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. Poshan Abhiyaan 2023 હેઠળ 0 થી 6 વર્ષ વય નીચેના બાળકો, સ્તનપાન કરાવતી માતાઓ, સગર્ભા મહિલાઓ, 14 થી 18 વર્ષ સુધીની કિશોરીઓને આંગણવાડી મારફતે પોષણક્ષમ આહાર પુરો પાડવામાં આવે છે.

પોષણ અભિયાનની શરૂઆત કેમ કરવામાં આવી?

ભારત દેશ હાલ વિકાસશીત દેશ બનવા માટે પ્રગતીના પથ પર છે. આ સમયે મહિલાઓની ભાગીદારી આવશ્ય છે. જેથી સગર્ભા મહિલાઓ, કિશોરીઓમાં પોષણ સ્થર જળવાઈ રહે તે માટે પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી. કિશોરીઓમાં એમોનિયાનુ નિયંત્રણ કરવા, બાળકોને પોષણ સભર આહાર તથા પુર્વ પ્રાથમિક શિક્ષણ પુરું પાડવા Poshan Abhiyaan 2023ના મુખ્ય ઉદ્દેશો છે. આ અભિયાનને પંચાયતી રાજની સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, મહિલા મંડળોના સહાયથી વ્યાપક જન ભાગીદારી આવરી લઈને પોષણસ્તરને સુધારવા માટે એક જન અંદોલન રૂપે શરૂ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

પોષણ અભિયાન 2023 માટે લક્ષિત જુથ .

પોષણ અભિયાન હેઠળ શહેરી તથા ગ્રામિણ વિસ્તારના નીચે મુજબના લક્ષિત જુથો માટે કામગીરી થાય છે.

  • 0 થી 6 વર્ષ વય નીચેના આંગણવાડીમાં જતા બાળકો
  • 14 થી 18 વર્ષ સુધીની કિશોરીઓ
  • સ્તનપાન કરાવતી માતાઓ,
  • સગર્ભા મહિલાઓ,

પોષણ અભિયાનનું કાર્યક્ષેત્ર.

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી મારફતે પોષણ પંચાયતો, દર માસે તેમના ગામના બાળકો સ્ત્રીઓ તથા કિશોરીઓના કુપોષણ બાબતે બેઠકમાં ચર્ચા થાય છે જેમાં માતાઓનું જુથ, આંગણવાડી કાર્યકરો, અને કર્મચારીઓની હાજરી આપીને કુપોષણ બાબતે ખોરાક, પોષકતત્વો અને સ્વચ્છતા બાબતે જાણકારી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયતમાં પોષણને લગતી પ્રવૃતીઓના પરિણામ અને ગામની પરિસ્થિતિને ધ્યાને લઈ ‘‘કુપોષણ મુક્ત ગામ’’ પુરકાસ્કાર આપવામાં આવે છે.
  • આંગણવાડી ખાતે દર અઠવાડીએ પોષણ દીવસની ઉજવણી કરીને લક્ષિત જુથોને પોષકતત્વો સભર પુરક આહાર આપવામાં આવે છે.

પોષણ અભિયાનના વિવિધ કાર્યક્રમો.

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ, આયુષ મંત્રાલય તથા આરોગ્ય વિભાગના સંકલનથી કિશોરીઓ તથા બાળકોમાં એનિમિયામાં ધટાડો કરવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરાય છે.
  • ગ્રામ પંચાયતો ખાતે જન ભાગીદારીથી આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ વાનગી સ્પર્ધા, પોષણ સ્તરમાં સુધારો કરવા, એનિમિયા નિવારવા, પોષ્ટિક આહારનું મહત્વ, તથા આહારમાં વિવિધતા લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે.
  • પોષણ અભિયાનના ભાગરૂપે જન અંદોલન રૂપે વિવિધ સમુદાયો સુધી પહોચવા માટે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવામાં આવે છે. સાથે સાથે દર વર્ષ વર્ષે માર્ચ મહિનામાં પોષણ પખવાડીયાનું આયોજના થાય છે.

Poshan Abhiyaan ICDS

મહિલા અને બાળ વિકાસ વિભાગની ICDS શાખા દ્વારા પોષણ અભિયાને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવામાં આવે છે. આંગણવાડી મારફતે વિવિધ જન સમુદાયને સાથે રાખીને લોક જાગૃતિના કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓ દ્વારા શારિરીક આરોગ્ય અને સ્વચ્છતાનો સંદેશ જન સમુદાય સુધી પહોચાડવામાં આવે છે.

Poshan Abhiyaan 2023 દેખરેખ અને નિયંત્રણ.

 સરકાર દ્વારા પોષણ વિતરણ પ્રણાલી વધુ મજબુત તથા પારદર્શક બનાવવા ડીજીટલ પ્રણાલી વિકસાવવામાં આવી છે. પોષણ ટ્રેકર એપ્લિકેશન તથા Poshan Abhiyaan 2023 registration દ્વારા બાળકોમાં ટેસ્ટિંગ, વેસ્ટીંગ તથા ઓછા વજનવાળા બાળકોની ઓળખ કરીને વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. પુરક પોષણનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોચે તે માટે દેખરેખ તથા નિયંત્રણની વ્યવસ્થિત પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

પોષણ અભિયાન એન્ટ્રી | Poshan Abhiyan Entry

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે  લાભાર્થીઓને પુરક પોષણનો લાભ મળે છે તેના દેખરેખ અને મોનિટરિંગ માટે ઓનલાઈન https://gujposhanabhiyan.gujarat.gov.in/ પર ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે. જેમાં મુખ્યમંત્રી સુપોષિગ ગુજરાત નિધિ લખેલ બોક્સમાં ક્લિક કરવાથી કર્મચારીના  યુઝરનેમ અને પાસવર્ડથી લોગીન કરી શકાશે અને ઓનલાઈન ડેટા ભરી શકાશે. પોષણ અભિયાનની એન્ટ્રીમાં નીચેની વિગતો જાણી શકાશે.

  • 6 માસથી 3 વર્ષના બાળક લાભાર્થીની સંખ્યા.
  • 3 માસથી 6 વર્ષના બાળક લાભાર્થીની સંખ્યા.
  • સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતા લાભાર્થીઓની સંખ્યા.
  • લાભ લેનાર કિશોરીઓની સંખ્યા.

પુરક પોષણ અભિયાને રાષ્ટ્રીય વ્યાપી ઓળખ મળે તે માટે પુરક પોષણ અભિયાનનો લોગો તૈયાર કરવામાં જેને આપ નીચે દર્શાવેલ લીંકથી ડાઉનલોડ કરી શકો છો.

Poshan Abhiyaan 2023 logo

Important Link of Poshan Abhiyaan 2023

મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ

Click Here

SMSBY Yojana વિશેની માહિતી

Click Here

Poshan Abhiyaan 2023 Image

Click Here

સંપર્ક નંબરોની માહિતી

Click Here

Home Page

Click Here

Conclusion

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 0 થી 6 વર્ષ વય નીચેના બાળકો, સ્તનપાન કરાવતી માતાઓ, સગર્ભા મહિલાઓ, 14 થી 18 વર્ષ સુધીની કિશોરીઓને સ્વાસ્થ્ય અને પોષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને પોષણ અભિયાન 2023 રૂપે રાષ્ટ્રીય આંદોન શરૂ કરેલ છે. મિત્રો, આ આર્ટિકલમાં પોષણ અભિયાન વિશે અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપના વિસ્તારમાં 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ  તથા કિશોરીઓ આંગણવાડી ખાતે નામની નોંધણી કરવાવા સુચન છે.

FAQ

(1) પોષણ અભિયાનની શરૂઆત ક્યારથી કરવામાં આવી?

શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 માર્ચ 2018 રાજસ્થાનના ઝુંઝૂનું જિલ્લામાંથી પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી.

(2) પોષણ અભિયાનનું લાભાર્થી જુથ કોણ છે?

Poshan Abhiyaan 2023 હેઠળ 0 થી 6 વર્ષ વય નીચેના બાળકો, સ્તનપાન કરાવતી માતાઓ, સગર્ભા મહિલાઓ, 14 થી 18 વર્ષ સુધીની કિશોરીઓ પુરક પોષણનો લાભ આપવામાં આવે છે.

(3) પોષણ અભિયાનના લાભ માટે કોનો સંપર્ક કરવાનો રહેશે?

આંગણવાડી ખાતે નામની નોંધણી કરાવની પુરક પોષણનો લાભ લઈ શકાય છે.

(4) Poshan Abhiyan Entry ક્યાં કરવાની હોય છે?

પોષણ અભિયાન માટે ડેટા એન્ટ્રી poshan abhiyan gov.in વેબસાઇટ પર કરવાની હોય છે.

1 thought on “Poshan Abhiyaan 2023 | પોષણ અભિયાન 2023”

Leave a comment