Caste Certificate Gujarat| Jati No Dakhlo Online Form Gujarat | Caste Certificate Gujarat Download Pdf | Caste Certificate Gujarat Download Pdf | Jati No Dakhlo Documents | જાતિનો દાખલો Online | Jati No Dakhlo Form | જાતિનો દાખલો ફોર્મ pdf | જાતિનો દાખલો ડોક્યુમેન્ટ | Jati No Dakhlo Gujarati Pdf | Jati No Dakhlo Documents List pfd
Jati No Dakhlo Gujarat : ગુજરાતના કોઈપણ જાતી કે સમુદાયની ચોક્કસ ઓળખ છે તેઓનો જાતિનો દાખલો. જાતિના દાખલાથી કોઈપણ વર્ગના લોકોની આર્થિક સદ્ધરતાને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ ધારા ધોરણો મુજબ જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જાતિના દાખલા આધારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બિન અનામત વર્ગ વગેરેની ઓળખ કરીને નક્કિ થયેલ અનામતનો તથા કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. મિત્રો, આજના Jati No Dakhlo Documents List આર્ટિકલમાં જાતિનો દાખલો કેવી રીતે કઢાવવો? તથા તેના માટે ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તેની વિગતે ચર્ચા કરીશું.
Bullet Point of Jati No Dakhlo Documents List
આર્ટિકલનું નામ | જાતિનો દાખલો કઢાવવાની પ્રોસેસ |
પાત્રતા | ગુજરાતના વસવાટ કરતા SC, ST, OBC, અને EWS વર્ગના લોકો. |
પ્રમાણપત્ર આપનાર અધિકારી | સંબંધિત મામલદારશ્રી
સંબંધિત જાતિ સમાજકલ્યાણ અધિકારીશ્રી |
જાતિનો દાખલો કોણ કઢાવી શકશે? | ગુજરાતના રહેવાસી તમામ નાગરીક |
અરજી ક્યાં કરવી | ઓફલાઈન – મામલતદારશ્રીની કચેરી ખાતે
ઓનલાઈન – ડીજીટલ ગુજરાત પોર્ટલ પર |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.digitalgujarat.gov.in/ |
જાતિના દાખલાની જરૂરિયાત.
સમાજના SC, ST, OBC અને EWS જાતિના લોકોને વ્યક્તિને તેઓની કેટેગરીને ધ્યાને રાખીને જાતિનો દાખલો આપવામાં આવે છે. જાતિના દાખલાથી નીચે મુજબના લાભ મળવાપાત્ર થાય છે.
- સરકારની દરેક યોજનાઓ કોઈ ચોક્કસ સમુદાયને ધ્યાને રાખીને અમલમાં મુકવામાં આવે છે. જેના લાભ માટે જાતિના દાખલાની જરૂરિયાત રહે છે.
- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નક્કિ થયેલ આરક્ષણના ક્વોટાનો લાભ લેવા માટે જાતિનો દાખલો આવશ્યક છે.
- સરકારી નોકરીમાં અનામત શીટમાં ઉમેદવારી નોંધાવવા માટે જાતિનું પ્રમાણપત્ર જરૂરી છે.
- વિદ્યાર્થીઓ માટે સરકારી સ્કોલરશીપ માટે જાતિનું પ્રમાણપત્ર અનિવાર્ય છે.
- શાળા કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ફી માં રાહત કે છુટછાટ મેળવવા માટે પણ જરૂરી છે.
Jati No Dakhlo કોણ કઢાવી શકે?
સમાજના આર્થિક રીતે નબળા વર્ગેાને મુખ્ય પ્રવાહમાં લાવીને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે જાતિનો દાખલો આપવામાં આવે છે. નીચે મુજબની પાત્રતા ધારાવતી વ્યક્તિઓ જાતિ પ્રમાણપત્ર કઢાવી શકશે.
- સરકારી યોજનાઓનો લાભ લેવા માટે SC, ST, OBC અને EWS વર્ગના લોકો જે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ સુધી વસવાટ કરે છે તેઓ જાતિનો દાખલો કઢાવી શકે છે.
- ગુજરાત સરકાર કે ભારત સરકાર દ્વારા વખતો વખત બહાર પડવામાં આવેલ અનામત જાતિઓના વર્ગમાં અરજદારનો સમાવેશ થયેલ હોવો જોઈએ.
- અરજદાર ભારતના નાગરિક હોવા જોઈએ.
જાતિનો દાખલો ડોક્યુમેન્ટ | Jati No Dakhlo Documents List
અરજદાર દ્વારા મામલતદારશ્રીની કચેરી ખાતે ઓફલાઈન અરજીના કિસ્સામાં નીચે મુજબના ડોક્યુમેન્ટ અરજીપત્રક સાથે જોડીને જનસેવા કેન્દ્ર ખાતે જમા કરાવવાના રહેશે. Jati No Dakhlo Documents List નીચે મુજબનું રહેશે.
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
- આધાર કાર્ડની નકલ
- રેશનકાર્ડની નકલ
- અરજદારનું સોગંધનામું
- તલાટી કમ મંત્રી, કે સરપંચ દ્વારા આપવામાં જાતિ પ્રમાણપત્ર.
- ઓળખપત્રની નકલ ( ચુંટણી કાર્ડ/પાન કાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ પૈકી કોઈપણ એક)
- કુટુંબના કોઈપણ સભ્ય કાકા, પિતા, દાદા, કે લોહીના સંબંધ ધરાવતા ભાઈ-બહેનનો જાતિનો દાખલો. (મરજિયાત)
નોંધઃ- ઉપરના તમામ પ્રમાણપત્રો અરજદાર દ્વારા સ્વયં પ્રમાણિત કરવાના રહેશે.
Cast Certificate Gujarat માંથી મેળવવાની પ્રકિયા
મિત્રો, અરજદાર દ્વારા Cast Certificate Gujarat ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મળવી શકાય છે. ઓફલાઈન અરજી માટે મામલતદાશ્રીની કચેરી કે સંબંધિત સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી ખાતે Jati No Dakhlo Documents List સાથે જોડીને અરજી કરીને અને ઓનલાઈન ડીજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરીને મેળવી શકાય છે. આપણે આ આર્ટિકલમાં બંને રીતો વિશે માહિતી મેળવીશું.
વધુ જાણોઃ-
જાતિના દાખલા માટે ઓફલાઈન અરજીની પ્રોસેસઃ
- ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારના અરજદાર દ્વારા પોતાના તાલુકાને સંબંધિત મામલતદારશ્રીની કચેરી ખાતેના જનસેવા કેન્દ્રથી જાતિના દાખલાનું ફોર્મ લેવાનું રહેશે.
- અરજી ફોર્મ સાથે ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટની સ્વયંપ્રમાણિત નકલ જોડીને ફોર્મમાં દર્શાવેલ વિગતો ભરવાની રહેશે.
- જો અરજદાર પાસે પોતાની જાતિની ઓળખ કરતો કોઈપણ પુરાવો ના હોય તો નિયન નમૂનામાં સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
- ભરેલ ફોર્મમાં તલાટીશ્રીના સહી સિક્કા કરાવીને જનસેવા કેન્દ્ર ખાતે જમા કરાવવાનું રહેશે.
- જનસેવા કેન્દ્ર ખાતે અરજદારનો લાઈવ ફોટો લેવામાં આવશે અને જાતિના દાખલાની ફી ₹ 20 લેવામાં આવશે. ફી વસુલાતની બદલ જનસેવા કેન્દ્ર ખાતેથી અરજદારને પહોચ આપવામાં આવશે.
- અરજીફોર્મની મામલતદારશ્રી દ્વારા જરૂરી ચકાસણી કરીને પ્રમાણપત્ર આપવામાં આવશે.
- અરજદારે જાતિના દાખલાનું પ્રમાણપત્ર જનસેવા કેન્દ્ર ખાતેથી મેળવી લેવાનું રહેશે.
ઓનલાઈન અરજીની પ્રક્રિયા.
- અરજદાર દ્વારા સૌ પ્રથમ ગુગલ પર digitalgujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે.
- જેની નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું ડીજીટલ ગુજરાતનું પોર્ટલ ઓપન થશે.
- આપ આ પોર્ટલ પર પ્રથમ વખત અરજી કરતા હોવ તો આપે Citizen Registration પર ક્લિક કરીને રજીસ્ટ્રેશનની પ્રોસેસ પુરી આઈ.ડી અને પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે.
- ત્યાર બાદ મોબાઈલ નંબર અને પાસવર્ડથી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે.
- પછી નીચે મુજબની ઈમેજમાં દર્શાવ્યા મુજબના Request a New Service ઓપશન પસંદ કરવાનું રહેશે.
- ત્યાર બાદ અરજદારની જાતિને અનુરૂપ દાખલો કઢાવવા માટે નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું ઓપશન પસંદ કરવાનું રહેશે.
- ત્યાર બાદ નવા પેજમાં દર્શાવેલ વિગતો વાંચીને Continue to Service બટન પર ક્લિક કરવાનું રહેશે.
- આગળ નવા પેજમાં આપને Request id તથા અરજી નંબર આપવામાં આવશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધીને Continue પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ અરજદારની વ્યક્તિગત માહિતી, સરનામા જેવી વિગતો ભરીને આગળ Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ આગળના સ્ટેપમાં અરજદારે Jati No Dakhlo Document અપલોડ કરવાના રહેશે.
- પછી આગળના સ્ટેપમાં અરજદારે પોતાની અરજી સબમીટ કરવાની રહેશે. અરજી સબમીટ કર્યા બાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
- છેલ્લે ઓનલાઈન પેમેન્ટની પ્રોસેસ પુરી કર્યા બાદ, આપની ઓનલાઈન અરજીની પ્રોસેસ પુરી થઈ જશે.
જાણવા જેવુંઃ-
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે જાણકારી મેળવો.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹ 2,67,000/-ની સહાય
Important Links of Jati No Dakhlo Documents List
ડીજીટલ ગુજરાતની ઓફિસિલય વેબસાઈટ | |
રજીટ્રેશન માટે | |
SC/ST જાતિ પ્રમાણપત્ર અરજી ફોર્મ pdf | |
OBC જાતિ પ્રમાણપત્ર અરજી ફોર્મ pdf | |
Home Page |
Conclusion
મિત્રો, ભારતના નાગરિકોને ઓળખ તથા જાતિ નક્કિ કરીને આર્થિક પરિસ્થતિને ધ્યાને રાખીને તેઓના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. આ યોજનાઓના લાભ લેવા માટે અરજદારે જાતિનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહે છે. Jati No Dakhlo Documents List આર્ટિકલમાં જાતિના દાખલો કઢાવવા માટે ઓફલાઈન પ્રોસેસ તથા ઓનલાઈન પ્રોસેસ અને જરુરી ડોક્યુમેન્ટ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને જાતિના દાખલો મેળવવા કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો મામલતદારશ્રીની કચેરી કે સંબંધિત સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવા સુચન છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
પ્રશ્ન (1) ગ્રામ્ય વિસ્તારના અરજદારોને જાતીનો દાખલો મેળવવા અરજી ક્યાં કરવાની રહેશે?
જવાબ- ગ્રામ્ય વિસ્તારના અરજદારોને જાતિનો દાખલો મેળવવા માટે તાલુકાના મામલતદાશ્રીની કચેરી ખાતે Jati No Dakhlo Documents List સાથે ઓફલાઈન અરજી કરવાની રહેશે.
પ્રશ્ન (2) અરજદારની Jati No Dakhlo Documents List વિશેની વિગતો કયાંથી મળી રહેશે?
જવાબ- અરજદારને પોતાની Jati No Dakhlo Documents List વિગતો સંબંધિત સમાજ કલ્યાણ કચેરી ખાતે કે મામલતદારશ્રીની કચેરી ખાતેથી મળી રહેશે.
પ્રશ્ન (3) શું સમાજ કલ્યાણ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિ પ્રમાણપત્ર માન્ય ગણાશે?
જવાબ- હા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિ પ્રમાણપત્ર માન્ય ગણાય છે.