આંગણવાડી ભરતી 2023 જિલ્લા વાઈઝ જગ્યાનું લીસ્ટ | Gujarat Anganwadi Bharti 2023 Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Anganwadi Bharti 2023 Apply Online | eHRMS Gujarat Anganwadi 2023 | Anganwadi Bharti Gujarat 2023 Online Form | eHRMS Gujarat Anganwadi | આંગણવાડી ભરતી ફોર્મ | Gujarat Anganwadi Bharti 2023 Last Date |

જાણવા જેવુ: સરકાર દ્વારા તમામ વહીવટી અને યોજનાકીય માળખાઓની સેવાઓ ઓનલાઈન થાય તે માટે ડીજીટલ ઓનલાઈન પ્રક્રિયાને  પ્રોત્સાહીત કરવામાં આવે છે. જેમ કે સમાજ કલ્યાણની યોજનાઓના લાભ માટે E Samaj Kalyan Portal, ખેડૂતોના કલ્યાણ માટે Ikhedut Portal તથા શ્રમિકોને લગતી યોજનાઓના લાભ માટે  સન્માન પોર્ટલ અમલમાં મુકવામાં આવેલ છે. જેનાથી ઓનલાઈન અરજી કરવાની પ્રકિયા ઘણી પારદર્શન અને ઝડપી બને છે.

મહિલા અને બાળ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ઓનલાઈન પારદર્શિત બની રહે તે માટે eHRMS Gujarat Portal બનાવેલ છે. જેના મારફતે Anganwadi Bharti 2023 વિશેની સંપુર્ણ માહિતી તથા ઓનલાઈન અરજી કરવા માટેની સુવિધા આપવામાં આવી છે.  મિત્રો, આજના Gujarat Anganwadi Bharti 2023 Apply Online આર્ટિકલમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? ઉમેદવારો માટે સામાન્ય સુચનાઓ, જિલ્લાઓમાં ભારવાની જગ્યાઓના લીસ્ટ વિશે વિગતે માહિતી મેળવીશુ. તે માટે આ લેખ સંપુર્ણ અંત સુધી વાંચવા વિનંતી છે. તો ચાલો કંઈક નવું જાણીએ.

eHRMS Gujarat Anganwadi Bharti 2023 Apply Online

Contents hide

Bullet Point of Gujarat Anganwadi Bharti 2023 Apply Online

આર્ટિકલનું નામ Gujarat Portal  Anganwadi Bharti Bharti 2023
eHRMS Gujarat Portal  નો ઉદ્દેશ આંગણીવાડી કેન્દ્રો ખાતે ભરતી માટે ઓનલાઈન અરજી કરવા
ભરતી થનાર જગ્યાનું નામ આંગણવાડી વર્કર 3000 જગ્યાઓ.

આંગણવાડી કાર્યકર 7000 થી વધુ જગ્યાઓ.

અરજી કરવા માટેની વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in/
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ તા.08/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ તા. 30/11/2023ના રાત્રીના 12.00 વાગ્યા સુધી.

Gujarat Anganwadi Bharti 2023 Apply Online

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક કાર્યરત ICDS ( Integrated Child Development Services) વિભાગ દ્વારા 06 વર્ષથી ઓછા બાળકો માટે સુપોષિત માતા અને સ્વસ્થ બાળ યોજના ,કિશોરીઓ માટે પુર્ણા યોજના  તથા ગર્ભવતી મહિલાઓ તથા ધાત્રીમાતાઓ માટે પોષણ માટે પોષણ સુધા યોજના  સર્વાંગી વિકાસ માટે આંગણવાડી મારફતે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરે છે.

યોજનાઓના સુચારું અમલીકરણ માટે આંગણવાડી કેન્દ્રો ખાતેની સ્ટાફ ભરતી માટે વહીવટી પારદર્શિતા અને ભરતી પ્રકિયા ઝડપી બને તે માટે eHRMS Gujarat પોર્ટલ પર આંગણવાડી ખાતે ખાલી ભરતીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જેની સંપુર્ણ વિગતો આપણે આજે મેળવીશું.

eHRMS Gujarat Portal Details |  eHRMS Gujarat Portal વિશે જાણો.

eHRMS Gujarat Portal પર સરકારના 29 જેટલા વિભાગોની સેવાઓ તથા ભરતી વિષયક બાબતો આ પોર્ટલ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ગ્રામ્ય અને શહેરી કક્ષાએ મહિલા અને ૦૬ વર્ષથી નાના બાળકો, કિશોરીઓ અને માહિલાઓ માટે કામ કરતી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી eHRMS Gujarat Portal મારફતે કરવામાં આવે છે. આંગણવાડી ખાતે ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા ઝડપથી અને પારદર્શી રીતે યોજીને કુશળ અને શિક્ષિત આંગણવાડી ઉમેદવારોની ભરતી થાય તે માટે  eHRMS Gujarat Portal બનાવવામાં આવ્યુ છે.

Gujarat Anganwadi Bharati 2023

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના દરેક ગામ અને શહેરમાં આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જેમાં ઘણી જગ્યાએ જિલ્લા વાઈઝ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી કરવાની થાય છે. જેમાં વર્ષ 2૦૨૩ માં નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે.

જગ્યાનું નામ જગ્યાની સંખ્યા
આંગણવાડી કાર્યકર 3000
આંગણવાડી તેડાગર 7000 થી વધુ

ઉપરની તમામ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી ફોર્મ ehrms Gujarat gov in પર ઓનલાઈન ભરવાના થાય છે.

જિલ્લા વાઈઝ ખાલી જગ્યાઓનું લીસ્ટ | District Wise Anganwadi Bharti 2023 List

ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી ખાતે અલગ અલગ જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની ભરતી થનાર છે. જેનું લીસ્ટ નીચે મુજબ છે.

ક્રમ

જિલ્લા કે ઘટકનું નામ આંગણવાડી કાર્યકરની સંખ્યા ંગણવાડી તેડાગરની સંખ્યા

કુલ સંખ્યા

1

Rajkot Urban 25 50 75
2 Patan 95 244

339

3

Junagadh Urban 18 23 41
4 Navsari 95 118

213

5

Rajkot 137 224 361
6 Botad 39 71

110

7

Bhavnagar Urban 30 42 72
8 Amreli 114 213

327

9

Surendranagar 99 144 243
10 vadodara Urban 26 62

88

11

Devbhumi Dwarka 82 158 240
12 Narmada 55 111

166

13

Kheda 113 142 255
14 Surat Urban 41 118

159

15

Bharuch 102 177 279
16 Tapi 43 111

154

17

Morbi 106 184 292
18 Jamangar Urban 22 42

64

19

Arvalli 79 103 182
20 Gandhinagar 63 97

160

21

Gandhinagar Urban 12 20 32
22 Porbandar 33 60

93

23

Bhavnagar 120 253 373
24 Panchamahal 98 309

407

25

Mahisagar 57 156 213
26 Gir Somnath 56 79

135

27

Jamnagar 71 184 255
28 Dang 25 36

61

29

Chhota Udepur 51 286 337
30 Surat 100 231

331

31

Banaskantha 131 634 765
32 Dahod 130 342

472

33

Ahmedabad 127 160 287
34 Mehsana 139 212

351

35

Valsad 97 307 404
36 Kutch 253 394

647

37

Ahmedabad Urban 140 343 483
38 Junagadh 84 125

209

39

Sabarkantha 101 129 230
40 Anand 122 160

282

41

Vadodara 87 225

312

Source: https://e-hrms.gujarat.gov.in/ Website Anganwadi Bharti 2023

Gujarat Anganwadi Bharti 2023 Apply Online |આંગણવાડી ભરતી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક સમગ્ર રાજ્યમાં કાર્યરત અંગણવાડી કેન્દ્રો ખાતે  Anganwadi Worker  અને Anganwadi Helper ની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે Gujarat Anganwadi Bharti 2023 Apply Online પ્રક્રિયા હાથ ધરેલ છે. જેના માટે e-HRMS Gujarat Portal પર ઓનલાઈન અરજી કરવાની રહે છે.  મિત્રો, અહીં દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપની માહિતી દ્વારા આપ જાતે જ ઓનલાઈન અરજી કરી શકશો.

Step -1 eHRMS Gujarat gov in Login

અરજદારે સૌ પ્રથમ ગુગલ સર્ચમાં e hrms gujarat gov in ટાઈપ કરવાનું રહેશે.

જેની નીચે ઈમેજમાં દર્શાવેલ મુજબનું e-HRMS Gujarat Portal નું ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ  ઓપન થશે.

eHRMS Gujarat Anganwadi Bharti 2023 Apply Online Home page
Image Credit Government Official Website (https://e-hrms.gujarat.gov.in/)
  • જેમાં “Recruitment” બટન પર ક્લિક કરી “Apply” પર ક્લિક કરો.
  • Apply પર ક્લિક કરવાથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું નવુ પેજ ઓપન થશે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે જિલ્લા કે ઘટકમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ ખાલી છે, તમામ જિલ્લાઓનું લીસ્ટ ખુલશે.
eHRMS Gujarat Anganwadi Bharti 2023 Apply Online List
Image Credit Government Official Website (https://e-hrms.gujarat.gov.in/)

Step -2 આંગણવાડી ભરતી 2023 ફોર્મ 

  • આપને આપના પસંદગીનો જિલ્લામાં અરજી કરવાની હોય તેની આગળ “Apply” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ ભરતીને લગતી કેટલીક શરતો અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સુચનાઓ વાંચીને “I Agree” બટન પર ક્લિક કરશો.
Gujarat Anganwadi Bharti 2023 Apply Online Rules
Image Credit Government Official Website (https://e-hrms.gujarat.gov.in/)

Step-3 Registration | ઉમેદવારની નોંધણી

  • Agree બટન પર ક્લિક કરવાથી ઉમેદવાર માટે ઓનલાઈન રજીટ્રેશન કરવા માટેની વિગતો ખુલશે.
  • જેમાં અરજદારે પોતાની જિલ્લાની વિગતો જોઈને, ઉમેદવારે પોતાના જિલ્લો, તાલુકો, ગામ/શહેર, ઉમેદવારનું નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં, જાતિ, જગ્યા અને મોબાઈલ નંબર નાંખવાનો રહેશે.
  • ત્યાર બાદ Sent OTP પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી આપના મોબાઈલ પર આવેલ OTP નાંખ્યા બાદ Submit & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
eHRMS Gujarat Anganwadi Bharti 2023 Registration
Image Credit Government Official Website (https://e-hrms.gujarat.gov.in/)
  • ત્યાર બાદ એક બોક્સ ઓપન થશે જેમાં આપનો અરજી નંબર લખેલો હશે. જે અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધીને રાખવાનો રહેશે. અને બોક્ષમાં OK લખેલ પર ક્લિક કરવાનું રહેશે.

નોંધઃ– જગ્યા પર ક્લિક કરવાથી પસંદ કરેલ જિલ્લામાં આંગણવાડી કાર્યકર કે તેડાગરની જગ્યા ખાલી હશે તે વિગત બતાવશે.

Step-4 Applicant Details | ઉમેદવારની માહિતી

  • પછીના સ્ટેપમાં ઉમેદવારે જે જિલ્લામાં ઓનલાઈન અરજી માટે પસંદ કરેલ હશે તે જિલ્લામાં Gujarat Anganwadi Bharti 2023 Apply Online  માટેનું ફોર્મ ઓપન થશે.
  • જેમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની ઉમેદવારની વ્યક્તિગત માહિતી જેવી કે, ઉમેદવારનું નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં (ધોરણ-10ની માર્સશીટમાં દર્શાવ્યા મુજબનું), જન્મતારીખ, વગેરે જેવી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર મુજબના સરનામાની વિગતો અને પત્ર વ્યાવહાર માટેના સરનામાના વિગતો દર્શાવાની રહેશે.
  • ત્યાર બાદ નીચેના ચેક બોક્ષની વિગતો વાંચીને બોક્ષમાં ટીક કરીને સંમતિ આપવાની રહેશે અને “Submit & Next” બટન પર ક્લિક કરવાનું રહેશે.
eHRMS Gujarat Anganwadi Bharti 2023 Apply Online form
Image Credit Government Official Website (https://e-hrms.gujarat.gov.in/)

Step-6  Education Details | અભ્યાસની માહિતી.

  • આગળ નવા ખુલેલા પેજમાં ઉમેદવારે પોતાના અભ્યાસની માહિતી ભરવાની રહેશે. જેમાં ધોરણ-10 કે ત્યાર બાદ કરેલ અભ્યાસની વિગતો ગુણ કે ટકાવારી સહીત નાંખવાની રહેશે.
  • બધી વિગતો નંખાઈ ગયા પછી “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.

Step-7 આંગણવાડી ભરતી ડોક્યુમેન્ટ.  

અરજદારે નીચે મુજબના ડોક્યુમેન્ટ pdf ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

  • ઉમેદવારનો ફોટો
  • સ્વ ધોષણપત્ર અને આધાર કાર્ડની નકલ.
  • જન્મ તારીખ માટે જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ધોરણ-10ના ક્રેડીટ સર્ટિફિકેટ.
  • મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર.
  • જાતિનો પ્રમાણાપત્ર.
  • ધોરણ- 10 ની માર્કશીટ
  • ધોરણ- 12 ની માર્કશીટ
  • સ્નાતક,અનુસ્નાતક,પી.ટી.સી, બી.એડ વગેરે સર્ટીફીકેટ કોર્સ ડીગ્રીના તમામ સેમેસ્ટરની માર્કશીટ
  • દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાન રહેશે.

નોંધઃ- ઉમેદવારની જાતિ અને પસંદ કરેલ જગ્યા આંગણવાડી તેડાગર કે કાર્યકર મુજબ અલગ-અલગ ડોક્યુમેન્ટ હોઈ શકે.

eHRMS Gujarat Anganwadi Bharti 2023 Apply Online Document upload
Image Credit Government Official Website (https://e-hrms.gujarat.gov.in/)

Step -8 Confirm Application

  • ઉમેદવારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ “Draft Application” પર ક્લિક કરવાથી વિગતો ભરેલ અરજીપત્રકની જોઈ શકાશે.
  • જો તેમાં કોઈ સુધારો કરવાનો ના હોય તો આગળ “Confirm & Submit” બટન પર ક્લિક કરાવાનું રહેશે.

અરજી કન્ફર્મ કર્યા બાદ આપની Gujarat Anganwadi Bharti 2023 Apply Online ની પ્રોસેસ પુરી થાય છે.

eHRMS Gujarat Anganwadi Bharti 2023 Apply Online print
Image Credit Government Official Website (https://e-hrms.gujarat.gov.in/)

Gujarat Anganwadi Bharti 2023 ના નિયમો અને શરતો.

eHRMS Gujarat Anganwadi Bharti 2023 Apply Online હેઠળ આંગણવાડી કાર્યકર કે તેડાગરની ભરતી માટે ઉમેદવારી નોંધાવવાના હોવ તો આપને ઉમેદવારોની ભરતી માટેની સુચનાઓ કાળજીપુર્વક વાંચી પછી અરજી કરવી યોગ્ય રહેશે.

  • આંગણવાડી કાર્યકર અથવા તેડાગરની માનદ સેવામાં ઉમેદવારી નોંધાવવા માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર ભારતીય નાગરિકત્વ ધરાવતી હોવી જોઇએ.
  • આંગણવાડી કાર્યકર અથવા તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઇએ
  • આંગણવાડી તેડાગર માટે ઉમેદવાર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કરેલ હોવા જોઇએ.
  • એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અથવા તેડાગર એક જ કુટુંબના સભ્ય (સાસુ- વહુ, દેરાણી-જેઠાણી, બે બહેનો, નણંદ-ભાભી વગેરે) થશે તેવી પરિસ્થિતિ બનતી હોય તેવી વ્યકિત Gujarat Anganwadi Bharti 2023 Apply Online કરી શકશે નહી
  • અરજદાર અનામત વર્ગમાં આવતા હોય, તો તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • ગ્રામીણ વિસ્તારના અરજદારો માટે આંગણવાડી જે મહેસુલી ગામમાં સ્થાપન થયેલી હશે, તે મહેસુલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધીત નગરપાલિકા /મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડમાં ઓછામાં ઓછી એક વર્ષના નિવાસી હોવી જોઈએ.
  • આંગણવાડી કાર્યકર અથવા તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધીત, તાલુકા મામલતદારશ્રી દ્વારા આપવાના થતા નિયત નમુનાનું રહેઠાણના પ્રમાણપત્રની તારીખે, ઓછામાં ઓછી એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવા જોઇએ.
  • આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નક્કી કરેલ નિયત નમુનાનું, જન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું, સંબંધીત મામલતદારશ્રીની કચેરીનું જ પ્રમાણપત્ર જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખે 6 મહિનાથી પહેલાનું ન હોવું જોઇએ. જે ધ્યાને લેવા વિનંતી.
  • આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ -12 પાસ અથવા ધોરણ – 10પાસ પછીના એ.આઇ.સી.ટી.ઈ (AICTE) માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાં ઓછો 2 વર્ષનો ડીપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો
  • અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું વિધવા હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • અરજદારે ઓનલાઇન અરજીમાં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સ્કેન કરી Pdf અપલોડ કરવાના તેમજ માંગ્યેથી રજુ કરવાના રહેશે.
  • અરજી કરવાની છેલ્લી તારીખ લાયકાતની કટ-ઓફ ડેટની તારીખ ગણવામાં આવશે. જેથી, અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારે ઉંમર માટેના, શૈક્ષણિક લાયકાત માટેના અને અન્ય લાયકાત માટેના ધારા- ધોરણો પુર્ણ કરતા હોવા જોઈએ.
  • ઉમેદવારે રજુ કરવામાં આવેલ માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તેવું સ્વ-ઘોષણાથી નિયત થયેલ નમુનામા ઓળખના પુરાવા સાથે અરજદારે રજુ કરવાનું રહેશે.
  • અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર  Gujarat Anganwadi Bharti 2023 Apply Online કરી શકશે નહી.
  • ઉમેદાવાર કોઇપણ સ્થાનિક સ્વરાજ સંસ્થા અથવા વિધાનસભા અથવા લોકસભા અથવા રજિસ્ટર્ડ સોસાયટી/ રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચુંટાયેલ પદ ધરાવતા હોય અથવા કોઈપણ સહકારી સંસ્થાન સભ્ય હોય અને તેવુ પદ છોડવવા માંગતા ન હોય તેવી વ્યકિત eHRMS Gujarat Anganwadi Bharti 2023 Apply Online કરી શકશે નહીં.
  • અગાઉની કોઈપણ સરકારી/અર્ધ સરકારી/માનદ સેવામાંથી ફરજમોકુફ કે બરતરફ કરવામાં આવેલ હોય તેવા દંડનીય કાર્યવાહીના ભાગરૂપે અરજદાર વ્યકિત અરજી કરી શકાશે નહી.
  • જે કિસ્સામાં ઉમેદાવારને માર્ક્સશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGPA) દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/કોલેજ દ્વારા આપવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ/ટકાવારીનું પ્રમાણપત્ર/માર્ક્સશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.
  • નાદાર જાહેર થયેલ ઉમેદવાર eHRMS Gujarat Anganwadi Bharti 2023 Apply Online કરી શકશે નહી.
  • એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે ગુણપત્રકનાં પાસ થયેલા વિષય અથવા વિષયોનાં ગુણ જ ધ્યાને લેવાના રહેશે. નાપાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ બાદ કરીને કુલ ગુણ ગણવાના રહેશે. ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોનાં ગુણગણવા. આમ, કુલ 7 વિષયનાં કુલ ગુણ 700 હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી 700 માંથી પાસ થયેલ વિષયોના ગુણ જ ગણવાના રહેશે.
  • જે કિસ્સાઓમાં અરજદારે એક કરતા વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં અરજદારએ તમામ પ્રયત્નની ઓરીજીનલ માર્કશીટ સ્કેન કરી Pdf  અપલોડ કરવાની રહેશે.
  • અરજીફોર્મમા ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતો અલગ કે વિસંગતા હશે તો અરજદારની અરજી રદ્દ ગણાશે. અપલોડ કરેલ ડોક્યુમેન્ટ બરાબર સ્પષ્ટ હોવા જોઈએ.
  • ગુણ અથવા ટકાવારી માર્કશીટમાં દર્શાવ્યા મુજબની જ હોવી જોઈએ. કોઇ એક શૈક્ષણિક લાયકાત કોર્ષમા મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઇ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે.

Gujarat Anganwadi Bharti 2023 Last Date

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી ખાતે ખાલી જગ્યાઓ પર ભરતી માટે તા.08/11/2023 થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે અને Gujarat Anganwadi Bharti 2023 Last Date તા.30/11/2023ના રાત્રીના 12.00 વાગ્યા સુધીની છે.

Important Links of Gujarat Anganwadi Bharti 2023 Apply Online

ઓફિસિલય વેબસાઇટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અરજી કરવા માટેની સામાન્ય સુચનઓ

Click Here

અરજીફોર્મની પ્રિન્ટ મેળવવા માટે

Click Here

અરજીપત્રકમાં સુધારો કરવા માટે

Click Here

સ્થાનિક રહેવાસી હોવાનું પ્રમાણપત્રનો નમૂનો

Click Here

વારંવાર પુછાતા પ્રશ્નોની યાદી

Click Here

Home Page

Click Here

Conclusion

મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં  મહિલાઓ અને બાળ કલ્યાણને લગતી યોજનઓનું સુચારૂ અમલીકરણ થાય તે માટે આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. જે માટે ઓનલાઈન ફોર્મ ભરવાના તા.08/11/2023 થી શરૂ થઈ ગયા છે. મિત્રો, આ Gujarat Anganwadi Bharti 2023 Apply Online આર્ટિકલમાં eHRMS Gujarat Portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તેની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને ઓનલાઈન અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી હોય તો હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

પ્રશ્ન: (1) શું રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, અધારકાર્ડ માન્ય રહેશે?

જવાબ- ના, રહેઠાણના પુરાવા તરીકે તાલુકા મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે.

પ્રશ્ન: (2) અરજી કરતી વખતે અભ્યાસક્રમનું પરિણામ જાહેર ના થયેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે?

જવાબ- ના, જાહેરાત પ્રસિદ્ધ થયા પહેલા જે ઉમેદવારોને અભ્યાસનું પરિણામ જાહેર થઈ ગયુ હશે તેવા જ ઉમેદવારો આ જગ્યાઓ માટે  Gujarat Anganwadi Bharti 2023 Apply Online  કરી શકશે.

પ્રશ્ન: (3) જાહેરાતની જગ્યાના વિસ્તારમાં ઉમેદવાર ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધીના રહેવાશી હોવા જોઈએ?

જવાબ- સંબંધિત વિસ્તારમાં ઉમેદવારી નોધાવા માટે ઉમેદવાર ઓછામાં ઓછા એક વર્ષ સુધી તે વિસ્તારના રહેવાસી હોવા જોઈએ.

પ્રશ્ન: (4) જન્મતારીખના પુરાવા તરીકે ક્યા પ્રમાણપત્રો માન્ય રહેશે?

જવાબ- જન્મ તારીખના પુરાવા તરીકે જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે ધોરણ-10 ક્રેડિટ સર્ટિફીકેટ માન્ય રહેશે.

પ્રશ્ન: (5) Gujarat Anganwadi Bharti 2023 Last Date?

જવાબ- Gujarat Anganwadi Bharti 2023 માટે Gujarat Anganwadi Bharti 2023 Apply Online કરવાની છેલ્લી તારીખ 31/11/2023 છે.

Gujarat Anganwadi Bharti 2023 Apply Online માટે માહિતી સભર વિડીયો. 

Leave a comment