Dr Ambedkar Awas Yojana 2024 | ડૉ.આંબેડકર આવાસ યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dr Ambedkar Awas Yojana Gujarat Online Application 2024| Ambedkar Awas Yojana Gujarat | Dr Ambedkar Awas Yojana Online Form| આંબેડકર આવાસ યોજના ફોર્મ

મિત્રો,સમાજમાં આર્થિક રીતે નાબળા વર્ગના ઘણાં લોકો પોતાનું ઘરનું ઘર બનાવી શકતા નથી. રોજગાર, કપડા અને મકાન એ સમાજના દરેક નાગરિકની જરૂરિયાત છે. જેના માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવસ યોજના તથા ડૉ.આંબેડકર આવાસ યોજના જેવી યોજનાઓ અમલમાં મુકાયેલ છે. જેના દ્વારા મળનાર સહાયથી નાગરિક પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરી શકે છે. મિત્રો, આજે આપણે આ આર્ટિકલમાં તેવી જ એક યોજના  ડૉ. આંબેડકર આવાસ યોજના Dr Ambedkar Awas Yojana 2024 અંતર્ગત મળનાર લાભો, લાભાર્થીના પાત્રતાના ધોરણો શુ છે? આ યોજનાનો લાભ લેવા કયા નિયમો અને શરતો છે? કેટલી રકમની સહાય મળવાપાત્ર છે? અરજી કયાં કરવી? વગેરે જેવી માહિતી મેળવીશું.Ambedkar Awas Yojana

Contents hide

Bullet Points  Of Dr Ambedkar Awas Yojana 2024

યોજનાનું નામ ડૉ. આંબેડકર આવાસ યોજના
યોજના સંબંધિત સરકારી તંત્ર. નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ
Ambedkar AwasYojana 2023 નો ઉદ્દેશ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ઘર વિહોણા / ખુલ્લો પ્લેટ ધરાવતા/રહેઠાણ યોગ્ય મકાન ન ધરાવતા નાગરિકોને રહેઠાણ માટે સહાય કરવી.
લાભાર્થીની પાત્રતા અનુસૂચિત જાતીના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો.
મળવાપાત્ર સહાય ત્રણ હપ્તામાં કુલ ₹ 1,20,000/- ની સહાય.
Online Application માટેની Website https://esamajkalyan.gujarat.gov.in/

 Dr Ambedkar Awas Yojana નો ઉદ્દેશ્ય

સમાજના અનુસૂચિત જાતિના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ઘર વિહોણા લોકોને પોતાનું ઘરનું ઘર બનાવવામાં સહાય કરવામાં આવે છે. જે લોકોને ફક્ત ખુલ્લો પ્લોટ હોય અથવા રહેણાકને યોગ્ય ના હોય તેવું મકાન ધરાવતા હોય તો તેઓને પણ આ યોજના હેઠળ તબક્કાવાર ₹ 1,20,000/- ની ત્રણ હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે. જેના મારફતે લાભાર્થીને પોતાનું મકાન બનાવવા માટે આર્થિક રીતે મદદ કરવામાં આવે છે.

ડૉ. આંબેડકર આવાસ યોજનામાં મળવાપાત્ર લાભ.

અરજદારની અરજી મંજૂર થયેથી નીચે દર્શાવ્યા મુજબના ત્રણ હપ્તામાં  સહાય લાભાર્થીના બેંક ખાતામાં (DBT ) Direct Benefit Transfer દ્વારા ચુકવણી કરવામાં આવે છે.

હપ્તાની વિગત હપ્તાની રકમ (રૂપિયામાં)
પહેલો હપ્તો ₹  40,000/- (સહાય મંજૂર થયેથી સીધી ખાતામાં જમા થશે)
બીજો હપ્તો ₹ 60,000/- (બાંધકામ લીંટર લેવલે પહોચ્યાબાદ)
ત્રીજો હપ્તો. ₹ 20,000/- (શૌચાલય સહિતનું બાંધકામ પુર્ણ થયેથી)
કુલ ₹ 1,20,000/-

Note-  લાભાર્થીને મકાન સહાય ₹. 1,20,000/- ની રહેશે. જે લાભાર્થીઓને શૌચાલય માટે ₹ 12,000/- ની સહાય મળવાપાત્ર  હોય તે લાભાર્થીઓને પણ અલગથી સહાય ચૂકવાશે. પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય મળવાપાત્ર નથી તો, તે લાભાર્થીને ઉપર મુજબ કુલ ₹ 1,20,000/-માંથી  શૌચાલયનું બાંધકામ કરવાનું રહેશે.

અરજદારની ડૉ. આંબેડકર આવાસ મેળવવાની પાત્રતા.

  • ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલ BPL યાદી પૈકીના ઘર વિહોણા તથા વિધવા બહેનો, દિવ્યાંગ વ્યકિતઓ , અનુસૂચિત જાતીના લોકો, ગ્રામસભાએ  નક્કી કરેલા શ્રમયોગીને પણ Dr Ambedkar Awas Yojana 2023નો લાભ મળવાપાત્ર રહેશે.
  • ગ્રામ પંચાયતને ચોપડે નોંધાયેલ કાચુ મકાન જે રહેવા યોગ્ય ના હોય તેવા મકાન ધરાવનાર અરજદારને આ યોજનાનો લાભ મળશે.
  • અનુસૂચિત જાતિના ઘરવિહોણા અરજદાર જેઓને મફત ઘરથાળનો પ્લોટ ફાળવામાં આવ્યો હોય તે આવા લાભાર્થીઓને પણ Ambedkar Awas Yojanaનો લાભ મળી શકશે.
  • અરજદાર દ્વારા કે અરજદારના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલીકૃત કોઈ પણ એક જ આવાસ યોજનાનો લાભ મેળવી શકશે. એટલે અન્ય બીજી આવાસ યોજનાનો લાભ લીધેલ ના હોવો જોઈએ.
  • લાભાર્થી અરજદારને MGNREGA યોજના હેઠળ કુલ 90 દિવસની બિનકૂશળ રોજગારી મેળવી શકે છે. જે રોજગારીની રકમ તાલુકા નરેગા બ્રાંચ તરફથી મળી શકશે.
  • આ યોજનામાં લાભાર્થીઓનો શ્રમફોરો ₹ 5000/- નો રહેશે.
  • મકાન સહાયના પ્રથમ હપ્તાની રકમ જમા થયેથી કુલ 02 વર્ષમાં મકાનનું બાંધકામ પુર્ણ કરવાનું રહેશે.
  • મકાન બાંધકામની ટોચ મર્યાદા ગ્રામિણ વિસ્તારમાં ₹ 7,00,000/- ની તથા શહેરી વિસ્તારમાં ₹ 10,00,000/- ની રહેશે.
  • આ યોજના હેઠળ બનાવેલ મકાન ઉપર ‘‘રાજ્ય સરકારની આંબેડકર યોજના’’ કોતરાવેલ તક્તી લગાવવાની રહેશે.

આવક મર્યાદા.

Dr Ambedkar Awas Yojana 2024 હેઠળ અરજદારની આવક મર્યાદા નીચે મુજબ છે.

  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા ₹ 1,20,000/-
  • શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદ ₹ 1,50,000/-
Ambedkar Awas Yojana 2024
Image Credit Government Official Website (www.infogujarat.com)

Ambedkar Awas Yojana Documents List | આંબેડકર આવાસ યોજના માટે જરુરી ડોક્યુુુુુુમેન્ટ. 

Ambedkar Awas Yojana નો લાભ લેવા અરજદારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • અરજદારનું આધારકાર્ડ
  • અરજદારનું રેશન કાર્ડ
  • જાતિનો દાખલો.
  • આવકનો દાખલો.
  • BPL નો પુરાવો.
  • ચુંટણી ઓળખપત્ર.
  • જમીન માલિકીનું આધાર/હકપત્રક/દસ્તાવેજ
  • વિધવા બહેના કિસ્સામાં પતિના મરણનો દાખલો.
  • બેંક પાસબુકની પ્રથમપાનાની નકલ/ કેન્સલ કરેલ ચેક (અરજદારના નામનો)
  • રહેઠાણનો પુરાવો  (લાઈટ બીલ/લાઈસન્સ/ચુંટણી કાર્ડ પૈકી કોઈપણ એક)
  • મકાન બાંધકામ ચિઠ્ઠી.
  • મકાન જે જગ્યાએ બાંધવાનું હોય તે પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો
  • જે પ્લોટ પર મકાન બાંધવાનું હોય, તે પ્લોટના ચારેય દિશા દર્શાવતા નકશાની નકલ. (તલાટી કમ મંત્રીશ્રીના સહીવાળી)
  • સ્વ-ઘોષણા પત્ર (Self Declaration Form)

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી |  Dr Ambedkar Awas Yojana Online Form

Dr Ambedkar Awas Yojana Online Application માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત દ્વારા સંચાલિત E-SamajKalyan Portal પર ઓનલાઈન અરજી કરવામાં આવે છે.  જેની Stap By Stap માહિતી નીચે આપેલ છે. જેના દ્વારા આપ ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકો છો.

Stap-1 Registration

  • સૌ પ્રથમ અરજદારે ગુગલ પર ઓનલાઈન esamajkalyan.gujarat.gov.in સર્ચ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ જો આપે પહેલા આપે E-Samaj Kalyan Portal પર રજીસ્ટ્રેન ના કરાવેલ હોય તો ઈમેજમાં દર્શાવ્યા મુજબ ‘‘Please Register Here’’ પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી અરજદાર રજીસ્ટ્રેશન માટેનું પેજ ખુલશે. જેમાં અરજદારનું નામ,આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો નાંખીને સબમીટ કરવાનું રહેશે. જેથી આપને મોબાઈલ નંબર પર User Id  અને  Password  SMS  દ્વારા પ્રાપ્ત થશે.
  • ત્યારબાદ દર્શાવ્યા મુબજ User Id  અને  Password  નાંખી Captcha Code નાંખી Login પર ક્લિક કરવાનું રહેશે.

Ambedkar Awas Yojana Registration Image Credit Government Website https://esamajkalyan.gujarat.gov.in/

Stap-2  Select Scheme

  • લોગીન કર્યા બાદ અરજદારના જાતિ મુજબની જે યોજનામાં પાત્રતા ધરાવતા હોય તે યોજનાઓનું લીસ્ટ ખુલશે. તેમાંથી ડૉ. આંબેડકર આવાસ યોજના સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવા બોક્સમાં યોજનાને લગતી માહિતી વાંચીને OK બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે. તેમાં આપને ડૉ. આંબેડકર આવાસ યોજના પ્રથમ હપ્તા માટેની અરજી સિલેક્ટ કરવાનું રહેશે.

Ambedkar Awas Yojana SelectImage Credit Government Website https://esamajkalyan.gujarat.gov.in/

Stap-3 Application Form

  • ત્યારબાદ નવા પેજમાં ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા માટેનું અરજીફોર્મ ખુલશે.
  • જેમાં અરજદારનું નામ, હાલના સરનામાની વિગત તથા કાયમી સરનામાની વિગતો ભરીને નીચે Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.

Stap-4  Applicant Details

  • ત્યારબાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ અરજીની વિગતો ભરવા માટેનું ફોર્મ ખુલશે.
  • અરજદારની વિગત, અરજદારનો વ્યવસાય, વાર્ષિક આવક, કુટુંબના સભ્યોની સંખ્યા, અરજદારના ઘરની વિગતો અને બેંક ડીટેલ્સ નાંખીને માહિતી ચકાસીને Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.

Stap-5 Upload Documents

  • આગળનું પેજ અરજી સાથેના બિડાણ એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું પેજ ખુલશે.
  • જેમાં અરજદારને યોજના સંબંધિત તમામ ડોક્યુમેન્ટ PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.

Stap-6 Submit Application

  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ આપને નવા પેજમાં Dr Ambedkar Awas Yojana ને લગતા નિયમો અને શરતો માટેનું પેજ ખુલશે. જે વાંચીને બતાવેલ  બોક્સમાં ટીક કર્યા બાદ અરજી સબમીટ કરવાની રહેશે.
  • અરજી સબમીટ કર્યા બાદ એક બોક્સ ખુલશે. જેમાં  આપનો અરજી નંબર લખેલો બતાવશે. જે આગળની પ્રોસેસ માટે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે. તેમાં આગળ આપની અરજી પ્રિન્ટની આઉટ કાઢી લેવાની રહેશે.

મિત્રો આમ સ્ટેપ બાય સ્ટેપ આપ Online Application માટે રજીસ્ટ્રેશન તથા ત્યાર બાદ Ambed karAwas Yojana Online Application  પણ કરી શકો છો.

Ambedkar Awas Yojana Check Status

મિત્રો, ઓનલાઈન અરજી કર્યા બાદ આપ તમારી અરજીનું સ્ટેટ્સ ઓનલાઈન ચેક કરી શકો છે.

  • જેમાં વેબસાઈટના Home Page માં Your Application Status પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ એક નવું પેજ ખુલશે. જેમાં અરજી નંબર અને અરજદારની જન્મ તારીખ નાંખી Online Application Status Check કરી શકો છો.
Ambedkar Awas Yojana Status
Image Credit Government Website https://esamajkalyan.gujarat.gov.in/

આંબેડકર આવાસ યોજના ફોર્મ PDF Download

Dr Ambedkar Awas Yojana Halpline Number

આપને Dr Ambedkar Awas Yojana  ના ફોર્મ ભરવા બાબતે, અથવા સહાય જમા ના થવા બાબતે કોઈ પણ સમસ્યા હોય તો આપ આપના જિલ્લાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરી શકો છો.

Ambedkar Awas Yojana Last Date | અરજી કરવા માટેની છેલ્લી તારીખ.

ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે કોઈ છેલ્લી તારીખ નિયત થયેલ નથી. આપ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ  ઉપરની પ્રોસેસને અનુસરીને  ઓનલાઈન અરજી કરી શકો છે. ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ ચાલુ છે.

Inportant Link Ambedkar Awas Yojana Gujarat

Dr Ambedkar Awas Yojana Online Application

અહીં ક્લિક કરો.

Online Application Status Check

અહીં ક્લિક કરો.

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માટે

અહીં ક્લિક કરો.

યોજના વિશેના સંપર્ક નંબર માટે

અહીં ક્લિક કરો.

અમારા Whatsapp Group જોડવા માટે.

અહીં ક્લિક કરો.

Home Page

અહીં ક્લિક કરો.

Conclusion

ડૉ. આંબેડકર આવાસ યોજના, નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત છે. આ  યોજનામાં આપને Dr Ambedkar Awas Yojana Online Application સંબંધે કોઈ સમસ્યા હોય તો નિચેની વિગતો ભરીને અમારો સંપર્ક કરી શકો છો.  અમારી ટીમ દ્વારા આપની સમાસ્યાના સમાધાન માટે પ્રયત્ન કરીશુ.

FAQ

(1) Dr Ambedkar Awas Yojana લાભ કોને કોને મળી શકે છે?

Dr Ambedkar Awas Yojana નો લાભ અનુસૂચિત જાતિના નાગરીકો,BPL હેઠળના લાભાર્થીઓને,  વિધવા બહેનો, દિવ્યાંગ વ્યકિતઓ, તથા ગ્રામસભાના ઠરાવ દ્વારા નક્કિ કરેલા શ્રમયોગીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

(2) શું કાચા મકાન માટે આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે.

હા, જે મકાનો ગ્રામ પંચાયતના ચોપડે નોંધાયેલ હોય, તદ્દન કાચુ ગાર માટીનું, કુબા ટાઈપનું મકાન જે રહેવા યોગ્ય ના હોય તે મકાન માટે પણ  આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થાય છે.

(3) આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહે છે?

Dr Ambedkar Awas Yojana  હેઠળ e-Samaj Kalyan Portal પર Online Application કરવાની રહે છે.

(4) ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ બાંધકામ કેટલા સમયમાં પુર્ણ કરવાનું હોય છે?

ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ બાંધકામ પહેલો હપ્તો જમા થયા પછી 2 વર્ષમાં પુર્ણ કરવાનું રહે છે

Leave a comment