Chaff Cutter Subsidy In Gujarat | ચાફ કટર સબસિડી સહાય યોજના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Chaff Cutter Subsidy | Electric Chaff Cutter Subsidy In Gujarat | Chaff Cutter Subsidy In Gujarat Apply Online | ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ) | Tractor Operated Chaff Cutter | ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)

જાણવા જેવું: ભારતમાં ખેતીકામ અને પશુપાલનનો વ્યાસાય સાથે સંકળાયેલા એક સિક્કાની બે બાજુ જેવા વ્યવસાય છે. ખેડૂત ભાઈઓ ખેતીકામની સાથે સાથે દૂધ ઉત્પાદન સાથે સંકળોલ પશુપાલનનો વ્યવસાયનો કરતા હોય છે. સરકાર દ્વારા ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવા તથા સમય અને શક્તિનો બચાવ થાય તેવી ઘણી ખેડૂત સાધન સહાય યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પશુઓને ઘાસ-ખોળ ખવડાવવા માટે ઘાસ કાપવાનું મશીન ચાફ કટરની ખેડૂતોને જરૂરિયાત રહેતી હોય છે. મિત્રો આજના અર્ટિકલ Chaff Cutter Subsidy In Gujarat માં ચાફ કટર ખરીદીમાં મળનાર સબસિડી અને ઓનલાઈન અરજી વિશે વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Chaff Cutter Subsidy In Gujarat

Contents hide

Bullet Point of Chaff Cutter Subsidy In Gujarat

યોજનાનું નામ ચાફ કટર સબસિડી સહાય યોજના
મળવાપાત્ર લાભ ઈલેક્ટિક મોટરથી ચાલતા ચાફ કટર ખરીદીમાં ₹ 28,000/-સુધીની સહાય.

ટેક્ટરથી ચાલતા ચાફ કટર ખરીદીમાં ₹ 1,00,000/- સુધીની સહાય.

લાભાર્થીની પાત્રતા ગુજરાતમાં જમીન ધરાવતા તમામ ખેડૂત
સબસિડી માટે અરજી ક્યાં કરવી iKhedut Portal પર સબસિડી માટે અરજી કરવાની રહેશે.
ઓફિસિલય વેબસાઈટ www.iKhedut.gujarat.gov.in
અરજી કરવાનો સમયગાળો તા.09/11/2023 થી તા.08/12/2023

Chaff Cutter Subsidy In Gujarat

ખેતીકામ ઘણુ ઝડપથી અને સરળતાથી થઈ શકે તે માટે ખેડૂતોને ખેતી માટે ઉપયોગી વિવિધ સાધનોની જરૂરીયાત હોય છે.આવા સાધનોની કિંમત વધારે હોવાથી આર્થિક રીતે નબળી પરિસ્થિતિવાળા ખેડૂતો પોતાના ઘરના સાધનો ખરીદી શકતા નથી અને ભાડે સાધનો લાવવા તેઓને પોષાતા હોતા નથી.  તેેેથી સરકાર દ્વારા સાધન સહાય યોજના હેઠળ  સાધનો જેમ કે ટેક્ટર  ખરીદવા સહાય, પાવર ટીલર, કલ્ટી વેટર, રોટા વેટર ખરીદવા સહાય, પાવર થ્રેસર, માલ વાહક વાહન ખરીદવા સહાય  માટે સબસિડી આપવામાં આવે છે.  જેથી ખેતી તથા પશુપાલન સાથે ઉપયોગી એવા પોતાના ઘરના સાધનો વસાવી શકે.

ખેડૂતોને ઉપયોગી એવા સાધન ચાફ કટરની ખરીદી કરવા માટે ઈલેક્ટિક મોટરથી ચાલતા ચાફ કટર ખરીદીમાં ₹ 28,000/-સુધીની અને ટેક્ટરથી ચાલતા ચાફ કટર ખરીદીમાં ₹ 1,00,000/- સુધીની સહાય આપવામાં આવે છે.

ખેતીમાં ચાફ કટરનો ઉપયોગ

ખેતી અને પશુપાલન બંને વ્યવસાય એકબીજા સાથે સંકળાયેલ પુરક વ્યાસાય છે. ખેત પાક ઉત્પાદન સાથે પશુઓને ખવડવવા ખાસ ચારાનું પણ વાવેતર કરતા હોય છે. ચાફ કરટ દ્વારા ઘાસ કે પુળાના નાના ટુકડા કરીને પશુઓને ખવડાવામાં આવે છે. જેનાથી ઘાસનો બગાડ ઓછો થાય છે.

ઘાસ કે પુળાના હાથની નાના ટુકડા કરવામાં ઘણી મહેનત તથા સમયનો વ્યય થાય છે. ચાફ કટરની મદદથી સરળતાથી ઘાસના નાના ટુકડા કરી શકાય છે. આવા ચાફ કરટની ખરીદી કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

Chaff Cutter Subsidy In Gujarat માટે લાભાર્થીની પાત્રતા

ગુજરાતના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ચાફ કટરની ખરીદી માટે સબસિડી સહાય મેળવવા માટે અરજદારની પાત્રતા નીચે મુજબની રહેશે.

  • અરજદાર ખેડૂત ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
  • ખેડૂત ગુજરાતમાં પોતાની જમીન ધરાવતા હોવા જોઈએ.
  • ચાફ કટર સબસિડી સહાય માટે અરજદારે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ અરજી કરવાની રહેશે.
  • અરજી મંજૂર થયા બાદ માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓ પાસેથી ચાફ કટરની ખરીદી કરવાની રહેશે.

Chaff Cutter category

Chaff Cutter Subsidy In Gujarat માટે નીચે મુજબની સહાયની કેટેગીરી નક્કિ કરવામાં આવી છે. જેની વિગતે માહિતી Ikhedut Portal Website પરથી મેળવી શકો છો.

  1. SMAM
  2. AGR 2 (FM)
  3. AGR 3 (FM)
  4. AGR 4 (FM)

વધુ જાણો:- 

ખેડૂત માટે ખેતીના સાધનો ખરીદવા સાધન સહાય યોજના

ટપક સિંચાઈ માટે  ખેડૂતોને પાણી સંગ્રહના ટાંકા બનાવવા ₹ 9,80,000/- ની સહાય

ચાફ કરટ માટે આપવામાં આવતી સબસિડી | Electric Chaff Cutter Subsidy In Gujarat

મિત્રો, ઘાસ કાપવા માટે અને મોટા પ્રમાણમાં પુળા કે ઘાસના ટુકડા કરવા માટે ચાફ કટર કુલ બે જાતના આવે છે. (1) ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ) (2) ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)

ખેડૂત પોતાની જરૂરિયાત અનુસાર ચાફ કટર ખરીદી માટે સબસિડી મેળવી શકે છે. અહિં આપણે આ બંને પ્રકારના ચાફ કટર માટે મળતી સબસિડી વિશે વાત કરીશું.

ચાફ કટર (એંજિન કે ઈલે. મોટર દ્વારા સંચાલીત)

એન્જિન કે ઈલેક્ટિક મોટર દ્વારા ચાલતા ચાફ કટર સામાન્ય વર્ગના ખેડૂતો માટે અને અન્ય કેટેટરીના ખેડૂતો માટે નીચે મુજબની સહાય મળવાપાત્ર થશે.

સામાન્ય વર્ગના ખેડૂતો માટે

  • 3 HP થી ઓછી મોટરના ચાફ કટર માટે કુલ ખર્ચ ના 40% અથવા ₹ 16,000/- એ બે માંથી જે ઓછુ હોય તે.
  • 3 થી 5 HP સુધીની મોટરના ચાફ કટર માટે કુલ ખર્ચ ના 40% અથવા ₹ 22,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

અનુસૂચિત જાતિ અને સનુસૂચિત જન જાતિ તથા સામાન્ય વર્ગના સિમાંત/નાના/મહિલા ખેડૂતો માટે

  • 3 HP થી ઓછી મોટરના ચાફ કટર માટે કુલ ખર્ચ ના 50% અથવા ₹ 20,000/- એ બે માંથી જે ઓછુ હોય તે.
  • 3 થી 5 HP સુધીની મોટરના ચાફ કટર માટે કુલ ખર્ચ ના 50% અથવા ₹ 28,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

ચાફ કટર (ટ્રેકટર કે પાવર ટીલર દ્વારા સંચાલિત)

ટેક્ટર કે પાવર ટીલર દ્વારા ચાલતા મોટા ચાફ કટર માટે સામાન્ય વર્ગના ખેડૂતો માટે અને અન્ય કેટેટરીના ખેડૂતો માટે નીચે મુજબની સહાય મળવાપાત્ર થશે.

સામાન્ય વર્ગના ખેડૂતો માટે સહાય

  • ટ્રેકટર કે પાવર ટીલરથી ચાલતા ચાફ કટર માટે કુલ ખર્ચ ના 40% અથવા ₹ 80,000/- એ બે માંથી જે ઓછુ હોય તે.

અનુસૂચિત જાતિ અને સનુસૂચિત જન જાતિ તથા સામાન્ય વર્ગના સિમાંત/નાના/મહિલા ખેડૂતો માટે સહાય

  • કુલ ખર્ચ ના 50% અથવા ₹ 1,00,000/- એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે
  • સબસિડી સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જાણવા જેેેેેેવુંઃ-

અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ (દુષ્કાળ), કમોસમી વરસાદને કારણે વળતર સહાય યોજના.

પાક સિઝનના ટેકાના ભાવ આપતી યોજના વિશે જાણો. 

Chaff Cutter Subsidy In Gujarat  Documents List | ચાફ કટર સબસિડી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

મિત્રો, પશુપાલન માટે ઘાસ કાપવાના મશીન ચાફ કટર માટે  સબસિડી સહાય મેળવવા નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • અરજદારના અધારકાર્ડની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ
  • દિવ્યાંગ અરજદારના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.( લાગુ પડતું હોય તો)
  • રેશન કાર્ડની નકલ.
  • જમીન રેકર્ડ તરીકે 7/12 અને 8-અ ની નકલ
  • ખેડૂત અરજદાર કોઈ સહકારી મંડળી કે દુધ ઉત્પાદક મંડળના સભ્ય હોય તો તેની વિગત
  • બેંક એકાઉન્ટ પાસબુકની નકલ
  • અરજદારનો ફોટો

Chaff Cutter Subsidy In Gujarat Apply Online

ચાફ કટર ખરીદી માટે સહાય મેળવવા માટે ખેડૂત અરજદારે Ikhedut Portal ની  ઓફિસિયલ વેબસાઈટ  ikhedut gujarat gov in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Chaff Cutter Subsidy In Gujarat Online Application

Ikhedut Portal પર ચાફ કરટ માટે અરજી કરવા માટે ખેડૂત રજીસ્ટ્રેશનથી લઈને ઓનલાઈન અરજી કરવા વિશેની સંપુર્ણ માહિતી નીચે દર્શાવેલ લીંકની મદદથી મેળવી શકો છે.

ચાફ કરટ માટે ઓનલાઈન અરજી કરવા અહિં ક્લિક કરો.

Chaff Cutter Subsidy In Gujarat Application Last Date | ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ.

મિત્રો, પશુ માટે ઘાસ કાપવાના મશીન ચાફ કટર ખરીદી પર સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે તા.09/11/2023 થી શરૂઆત થઈ ગઈ છે. જેની અરજી કરવા માટેની છેલ્લી તા.08/12/2023 છે.

Conclusion | સારાંશ

મિત્રો, ખેડૂત ભાઈઓને ખેતી માટે ઉપયોગી સાધનો ભાડેથી મેળવવા કે ખરીદવા પોષાય તેમ નથી. જેથી સરકાર દ્વારા ખેડૂત પોતાના ઘરના સાધનો ખરીદી શકે તે માટે 50% જેટલી સબસિડી સહાય આપવામાં આવે છે. આ આર્ટિકલમાં Chaff Cutter Subsidy In Gujarat  હેઠળ  ખેતી માટે ઉપયોગી એવા ચાફ કટર સબસિડી માટે ઓનલાઈન અરજી કયાં કરવી અને કેટલી સહાય મળવાપાત્ર થશે. તેની વિગતે માહિતી આપવામાં આવેલ છે. સબસિડી માટે કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવા સુચન છે.

FAQ

(1) ઈલેક્ટ્રિક મોટર દ્વારા ચાલતા ચાફ કટર માટે કેટલી સબસિડી આપવામાં આવે છે?

ઈલેક્ટ્રિક મોટર કે એન્જિનથી ચાલતા ચાફ કટર માટે ખરીદ કિંમતના 50% અથવા ₹ 28,000/- સુધી, એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

(2) ટેક્ટર કે પાવર ટીલર દ્વારા ચાલતા મોટા ચાફ કટર માટે કેટલી સબસિડી આપવામાં આવે છે?

ટેક્ટર કે પાવર ટીલર દ્વારા ચાલતા મોટા ચાફ કટર માટે ખરીદ કિંમતના 50% અથવા ₹ 1,00,000/- સુધી, એ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

(3) Chaff Cutter Subsidy In Gujarat માટે અરજી ક્યાં કરવાની?

ચાફ કટરની ખરીદી માટે સબસિડી મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(4) ચાફ કટર સબસિડી સહાય કેટલી વખત મળવાપાત્ર થશે.

Chaff Cutter Subsidy In Gujarat હેઠળ ચાફ કટર સબસિડી ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.

Leave a comment