જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 | Gyan Sadhana Scholarship Yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gyan Sadhana Scholarship Form |જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના | Gyan Sadhana Scholarship 2024 | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 | Gyan Sadhana Scholarship Registration | Gyan Sadhana Scholarship Yojana

Gyan Sadhana Scholarship 2024 : મિત્રો, વિદ્યાર્થીઓના Skill Devlopment અને Higher Education માટે સરકાર વિવિધ પ્રકારની શિષ્યવૃતિની જાહેરાત કરે છે. જેના દ્વારા હોંશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક આર્થિક સહાયના રૂપે સ્કોલરશીપ આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા તેવી જ એક યોજના Gyan Sadhana Scholarship યોજના જાહેર કારવમાં આવેલ છે.  જે  વિદ્યાર્થીઓ ધોરણ-1 થી 8 સુધીનો અભ્યાસ પુુુુર્ણ  કરેલ  હોય તેવા બાળકોને  ધોરણ 9 થી 10 ના માટે ₹ 20,000/-  વાર્ષિક અને ધોરણ 11 થી 12  ના માટે ₹ 25,000/-  વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવે છે. આ આર્ટિકલ માફતે  જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિશે Online Application  કેવી રીતે કરવી ?, ઓફિશિયલ વેબસાઈટ અને માળનાર શિષ્યવૃત્તિ વિશે વિગતે માહિતી મેળવીશું.

Gyan Sadhana Scholarship

Contents hide

Bullet Point of Gyan Sadhana Scholarship Yojana 2024

યોજનાનું નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના / Gyan Sadhana Scholarship Yojana
પરિક્ષાનું આયોજના કોણ કરે છે? ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત સરકાર
પસંદગી પરિક્ષા દ્વારા.
વિદ્યાર્થીઓની પાત્રતા. ધોરણ 9 થી ધોરણ 12 ના દરેક પ્રવાહના વિદ્યાર્થીઓ માટે.
શિષ્યવૃત્તિની રકમ ધોરણ 9 થી 10 ના માટે ₹ 20,000/-  વાર્ષિક

ધોરણ 11 થી 12  ના માટે ₹ 25,000/-  વાર્ષિક

Official Website sebexam.org
સંપર્ક નંબર. 079- 232 48461

Gyan Sadhana Scholarship Yojana Gujarat

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસમાં આર્થિક મદદરૂપ થવા શિષ્યવૃત્તિ આપવાની યોજના છે.  જે વિદ્યાર્થીઓ ધોરણ-1 થી 8 સુધીનો અભ્યાસ સરકારી શાળા અથવા અનુદાનિત શાળામાં પુુુુર્ણ કરેલ હોય તથા RTE Act 2009 હેઠળ પ્રવેશ મેળવી ધોરણ-8 સુધી અભ્યાસ કરેલ હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને  જ્ઞાન સાધના યોજના હેઠળ  સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે.  ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા ‘‘ જ્ઞાન સાધના પ્રખરતા કસોટી’’ નામની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે  વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો હેતુ

ધોરણ 8 માં અભ્યાસ પુર્ણ કરી ચુકેલ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ આગળ ધોરણ 9 થી 12 સુધીનો માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાનો અભ્યાસક્રમ પુર્ણ કરી શકે તે માટે આર્થિક મદદરૂપ બનવાનો મુખ્ય હેતું છે. આ યોજના હેઠળ દર વર્ષ કુલ 25,000 નવા તેજસ્વી  વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમના પસંદગી મુજબની સ્વ નિર્ભર શાળા અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે.

GSSYGUJ મુખ્યમંંત્રી  જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2024 માટેની પાત્રતા.

ગુજરાત રાજ્યન શિક્ષણ વિભાગ દ્વારા Gyan Sadhana Scholarship યોજના હેઠળ સ્કોલરશીપ મેળવવાને પાત્ર વિદ્યાર્થીની નીચે મુજબની લાયકાત નક્કિ થયેલ છે.

  • વિદ્યાર્થએ ધોરણ 1 થી 8માં સળંગ અભ્યાસ પુર્ણ કરેલ હોય અથવા ચાલુ હોવો જોઈએ. RTI Act-2012 હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પણ ધોરણ 1 થી 8માં સળંગ અભ્યાસ પુર્ણ કરેલ હોવો જોઈએ.
  • RTI Act-2012 ની કલમ 12 (1) C હેઠળ વિદ્યાર્થીના વાલીની આવક શહેરી વિસ્તાર માટે ₹ 1,50,000/-  અને ગ્રામ્ય વિસ્તાર માટે ₹ 1,20,000/-  થી ઓછી હોવી જોઈએ.

Gyan Sadhana Scholarship Yojana Form

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 માટે શિક્ષણ વિભાગ  દ્વારા તા. 25/01/2024 ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જે અન્વયે  પરીક્ષાની તારીખ અને સમયની નીચેે મુજબની વિગતો સાથે સામેલ છે.

ક્રમ વિગત તારખ/સમયગાળો

1

જાહેરનામું બહાર પડ્યાની તારીખ તા. 25/01/2024

2

Gyan Sadhana Scholarship Yojana Registration ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો તા. 29/01/2024 થી તા. 09/02/2024

3

પરીક્ષાની તારીખ તા.30/03/2024

GSSYGUJ કસોટી માટેની ફી નું ધોરણ.

વિદ્યાર્થીઓને આ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા કોઈપણ જાતની ફી ચુકવવાની હોતી નથી.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 હેઠળ કેટલી સ્કોરલરશીપ મળશે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 હેઠળ  સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી લેખીત કસોટી દ્વારા કરવામાં આવે છે. પસંદ થયેલ  25,000 જેટલા વિદ્યાર્થીઓને Gyan Sadhana Scholarship હેઠળ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ DBT દ્વારા સહાય ચુકવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • ધોરણ 9 થી 10 ના માટે ₹ 20,000/- વાર્ષિક
  • ધોરણ 11 થી 12 ના માટે ₹ 25,000/- વાર્ષિક

જ્ઞાન સાધના કસોટીનું માળખુ.

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બહુ વિકલ્પીક અને હેતુલક્ષી (MCQ) પ્રકાર ની હોય છે.
  • પરીક્ષા 120 માર્કસની અને સમય 150 મિનિટનો હોય છે. પ્રક્ષાચક્ષુ વિદ્યાર્થીઓને વધારાની 30 મિનિટ મળશે.
  • પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અગ્રેજી પ્રકારનું રહેશે.
  • પરીક્ષામાં નીચે મુજબ ગુણભાર અને વિષય રહેશે.
પરીક્ષાનો પ્રકાર પ્રશ્નોની સંખ્યા માર્કસ સમય
(1)  MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી.

40

40

150 મિનિટ

(2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી.

80

80

જ્ઞાન સાધના કસોટી માટેનો અભ્યાસક્રમ.

જ્ઞાન સાધના કસોટી માટેનો અભ્યાસક્રમ ધોરણ-8 ના વિષયવસ્તુ આધારિત તૈયાર કરવામાં આવે છે. જેના વિષયો નીચે મુજબ છે.

પરિક્ષાનો વિષય માર્કસ વિષયવાઈઝ ગુણ ભારાંક
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી

40

આ પશ્નોમાં સાદ્રશ્ય (Analogy),, પેટર્ન (Pattern), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક ક્ષેણી (Numerical Series) પ્રકારના રિઝનીંગ પ્રશ્નો જેવા રહેશે
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી

80

ધોરણ-8 ના અભ્યાસક્રમ પર આધારિત રહેશે. જેમાં 80 પ્રશ્નોમાં વિજ્ઞાન 20 માર્કસ, અંગ્રેજી 10 માર્કસ,ગણિત 20 માર્કસ,  ગુજરાતી 10 માર્કસ  અને હિન્દી 05 માર્કસનું રહેશે.

આ પણ જાણવા જેવુુ:-

મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના. 

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024

જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા.

  • ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફાળવામાં આવેલ કેન્દ્ર પર વિદ્યાર્થીએ સ્વ ખર્ચે પરીક્ષા આપવા જવાનું રહેશે.
  • પરીક્ષા બાદ કસોટીનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પર મુકવામાં આવશે. જેમાં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
  • ત્યાર બાદ સુચના મુજબ વિદ્યાર્થીઓના દરસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણ નિયામકશ્રીની કચેરી મારફતે કરવામાં આવશે.
  • ડોક્યુમેન્ટની ચકાસણી થયા બાદ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવે છે.

વધુ જાણો:- 

ખેલ મહાકુંભ 2024 સ્પર્ધાઓનું ટાઈમટેબલ 

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) 

Gyan Sadhana Scholarship  ઓનલાઈન અરજીની પ્રક્રિયા | How to Apply Gyan Sadhana Scholarship Yojana 2024.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની જાહેરાત થયેથી ઓફિસીયલ વેબસાઈટ www.sebexam.org  પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અંગે વિદ્યાર્થીઓને નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવેલ છે.

Gyan Sadhana Scholarship website
Image Credit Government Website (http://sebexam.org/)
  • વિદ્યાર્થીએ સૌ પ્રથમ sebexam.org ટાઈપ કરીને ઓનલાઈન વેબસાઈટ પેજ પર જવાનું રહેશે.
  • ત્યાર બાદ Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
  • Apply Online પર ક્લિક કરવાથી ઓનલાઈન Application Format ખુલશે. જેમાં વિદ્યાર્થીએ સૌ પ્રથમ Aadhar UID નાંખવાનો રહેશે. જેથી આપની વિગતો Auto Fill થયેલી જોવા મળશે. આપને આ વિગતો ચકાસીને બાકી વિગતો ભરવાની રહેશે. જેમાં લાલ કલરની * ફુદડી વાળી વિગતો ફરજિયાત ભરવાની રહેશે.
  •  બાંહેધરી પત્રક વાંચીને ટીક કર્યા બાદ  વિગતો ભરાઈ ગયા પછી વિદ્યાર્થીએ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે. જેથી આપની અરજી ઓનલાઈન થઈ જશે અને આપને Confirmation Number જનરેટ થશે. જે નંબર સાચવીને રાખવનો રહેશે. વિદ્યાર્થીઓ બોર્ડ સાથેના પત્ર વ્યવહાર કે રજુઆત સંદર્ભે આ Confirmation Number ની વિગત જણાવવાની રહેશે.
  • વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મમાં ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ સિલેકટ કરેલ હશે. તે માધ્યમમાં પરીક્ષા આપવા મળશે.
  • ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા જ્યારે પણ Gyan Sadhana Scholarship Exam 2024 નું  આયોજન કરવામાં આવશે. ત્યારે આપના રજીસ્ટ્રર્ડ મોબાઈલ નંબર પર S. M.S દ્વારા હોલ ટીકીટ ડાઉનલોડ ની જાણ કરવામાં આવશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરિપત્ર pdf

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. 25.01.2024 ના રોજ જાહેરનામું બહાર પાડીને  જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 માટેનો પરિપત્ર જાહેર કરેલ છે. મિત્રો તમે નીચે દર્શાવેલ ડાયરેક્ટ લીંક દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરિપત્ર pdf ડાઉનલોડ કરી શકો છો.

સાધના સ્કોલરશીપ યોજના પરિપત્ર pdf

Important Links of Gyan Sadhana Scholarship Yojana 2024

Gyan Sadhana Scholarship Official Website

Click Here

Join Our Whatsapp Grup

Click Here

Home Page

Click Here

Conclusion

આર્થિક રીતે નબળા તથા પછાત વર્ગના બાળકો પોતાનુંં પ્રાથમિક શિક્ષણ પુુુુરું કર્યા બાદ આર્થિક તંગીને કારણે સારી શાળામાં અભ્યાસ કરી શકતા નથી. જેથી પ્રાથમિક કક્ષાનું શિક્ષણ પુરુ કર્યા બાદ તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં મદદ રૂપ થવા પ્રોત્સાહક સહાય રૂપે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 અમલમાં મુકવામાં આવેલ છે. આપને ઓનલાઈન અરજીમાં કોઈ મુશ્કેલી હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી. અમે આપની સમસ્યાના નિરાકરણ માટે માર્ગદર્શક બનાવનો પ્રયત્ન કરીશુ.

FAQ

(1) જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 ના ફોર્મ ભરાવાના ક્યારથી ચાલુ થશે?

તા. 29/01/2024 થી તા. 09/02/2024 થી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 હેઠળ ફોર્મ ભરાવવાના શરૂ થશે.

(2) Gyan Sadhana Scholarship 2024 Exam date?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 માટે તા.30/03/2024 ના રોજ પરીક્ષા લેવામાં આવશે.

(3) gssyguj Gyan Sadhana Scholarship હેઠળ કયા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે?

જે વિદ્યાર્થીઓને ધોરણ 8 નો અભ્યાસ પુર્ણ કરેલ હોય અથવા ધોરણ 8 નો અભ્યાસ ચાલુ હોય તે વિદ્યાર્થીઓ જાહેરાત થયે પરિક્ષા આપી શકશે.

(4) Gyan Sadhana Scholarship Form કેવી રીતે ભરવાનું હોય છે.

Gyan Sadhana Scholarship Form ફક્ત ઓનલાઈન ભરવાનું હોય છે. ઓફલાઈન ફોર્મ સ્વીકાર્ય નથી.

(5) ધોરણ 8 બાદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો ફરજિયાત છે કે મરજિયાત?

ધોરણ  8 બાદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો મરજિયાત છે. જો વિદ્યાર્થી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા પાસ કરી હશે તો સહાય તો મળશે.

(6) Gyan Sadhana Scholarship Yojana હેઠળ સ્કોલરશીપ ક્યારે બંધ થાય?

વિદ્યાર્થી 9 થી 12 ધોરણમાં અભ્યાસ દરમ્યાન નાપાસ થાય કે વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે. તો સ્કોલરશીપ આપવાનું બંધ થાય છે.

2 thoughts on “જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 | Gyan Sadhana Scholarship Yojana”

Leave a comment