Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2024 મિત્રો, મહિલાને સ્વરોજગાર મળી રહે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાંની એક બ્યુટી પાર્લર કીટ સહાય યોજના હેઠળ કીટ માટે અંદાજિત ₹ 11,800/- કિંમત જેટલી સહાય કીટ મળવાપાત્ર થશે. જેના દ્વારા મહિલા પોતાના ઘરે પણ સ્વતંત્ર વ્યાવસાય કરી શકે છે. Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2024 હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. મિત્રો, આજના આર્ટિકલ બ્યુટી પાર્લર કીટ સહાય યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવુ? અને લાભાર્થીની પસંદગી કેવી રીતે થશે? તેની વિગતે માહિતી મેળવીશુ.
Bullet Point of Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2024
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના બ્યુટી પાર્લર કીટ સહાય યોજના |
લાભાર્થીની પાત્રતા | ગુજરાતના BPL લાભાર્થી મહિલાઓ |
મળવાપાત્ર કીટ | બ્યુટી પાર્લરની કીટ |
અરજી કેવી રીતે કરવી? | અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે |
ઓફિસિલય વેબસાઈટ | e-kutir.gujarat.gov.in |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | તા.30/07/2024 |
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2024
મિત્રો, કમિશનરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા સ્વરોજગાર માટેની વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા 10 પ્રકારના વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. જેમાં મહિલાઓને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરવો હોય તો બ્યુટીપાર્લરની કીટ આપવામાં આવે છે. જેમાં લાભાર્થીઓને ઓનલાઈન Ekutir Portal પર અરજી કરવાની હોય છે. જેની છેલ્લી તા.30/07/2024 છે. ઓનલાઈન અરજીને અંતે પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવે છે. અને ડ્રોમાં પસંદ થયેલ અરજદારોને ટુલકીટ આપવમાં આવે છે.
Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2024 માટે લાભાર્થીની પાત્રતા.
- અરજદારની ઉંમર 18 થી 60 વર્ષ સુધીનો હોવી જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારના અરજદારોની આવક મર્યાદા ₹ 1,20,000/- હોવી જોઈએ
- અને શહેરી વિસ્તારના અરજદારોની આવક મર્યાદા ₹ 1,50,000/- હોવી જોઈએ.
- લાભાર્થીનો BPL યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ
અરજદારને Beauty Parlour Kit Yojana 2024 હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. જે માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.
- આરજદારનું આધારકાર્ડ
- BPL લાભાર્થીનો પુરાવો.
- રહેઠાણનો પુરાવો.
- જો કોઈ વ્યવસાયની તાલીમ લીધી હોય તો પ્રમાણપત્ર (મરજીયાત)
- સ્વધોષણાપત્ર
- એકરારનામું
- અભ્યાસનો પુરાવો.
- આવકનો દાખલો
- ઉંમરનો પુરાવો.
- જાતિનો દાખલો.
- પાસપોર્ટ સાઈઝનો ફોટો.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે ઓનલાઈન અરજી પ્રોસેસ.
મિત્રો, બ્યુટીપાર્લર કીટ સહાય માટે અરજદારે eKutir Portal Online Application કરવાની રહેશે. જેના માટે નીચેની પ્રોસેસને અનુસરવાની રહેશે.
- સૌ પ્રથમ અરજદાર દ્વારા ગુગલ પર ekutir Gujarat gov in ટાઈપ કરવાથી ઓફિસિયલ વેબસાઈટ ખુલશે.
- ત્યાર બાદ અરજદારે રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની રહેશે. જેથી અરજદારને મોબાઈલ પર યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપવામાં આવશે.
- હવે યુઝર આઈડી અને પાસવર્ડ વડે ઓનલાઇન લોગીન કરવાનું રહેશે. જેમાં પ્રોફાઈલ પેજની માહિતી ભરીને અપડેટ કરવાની રહેશે.
- હવે આગળના પેજમાં માનવ કલ્યાણ યોજનાનું લીસ્ટ ખુલશે. જેમાં વ્યવસાયની વિગતોમાં બ્યુટી પાર્લર કીટ સહાય પસંદ કરવાનું રહેશે.
- ત્યાર બાદ અરજદારની માંગ્યા મુજબની વિગતો ભરીને Save & Next આપવાનું રહેશે.
- પછીના પેજમા અરજદારની વિગતો, ટુલકીટ બાબતે, આવક તથા શૈક્ષણિક લાયકાતની વિગતો ભરીને Save & Next આપવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ માંગ્યા મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- પછી લાભાર્થીએ Application Submit કરવાની રહેશે. છેલ્લે અરજીની ઓનલાઈન પ્રિન્ટ લઈ રાખવાની રહેશે.
વધુ જાણો:-
કોઈપણ દિવ્યાંગ વ્યક્તિને મળશે માસિક ₹ 1000 નું પેન્શન સંત સુરદાસ યોજના 2024
ઈ નિર્માણ કાર્ડ ઓળખપત્ર કઢાવો અને મેળવો શ્રમ રોજગારની યોજનાઓના લાભ
ઓનલાઈન અરજી બાદની પ્રોસેસ
લાભાર્થીએ અરજી કર્યા બાદ ઓનલાઇન ડ્રો કરવામાં આવે છે. બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાના ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે. અને ઓનલાઈન લીસ્ટ પણ મુકવામાં આવે છે. ત્યાર બાદ લાભાર્થીને કીટ ખરીદવા માટેની સહાય મળશે.
જાણવા જેેેેેેવું:-
માનવ ગરિમા યોજના 2024 ફોર્મ, અરજીપત્રક, ટુલકીટ
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2024
Important Links of Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2024
ઓનલાઈન રજીટ્રેશન કરવા માટે | |
ઓફિસિલય વેબસાઈટ | |
Home Page |
Conclusion
મિત્રો, માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા 10 પ્રકારના વ્યવસાય માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે. જેમાં બહેનો માટે બ્યુટી પાર્લર માટેની કીટ માટે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.30/07/2024 છે. જેથી બહેનોને વહેલા ફોર્મ ભરી દેવા સુચન છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની ઓફિસિલય વેબસાઈટ કઈ છે?
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે ઓફિસિયલ વેબસાઈટ e-kutir.gujarat.gov.in છે.
તા.30/07/2024 સુધી ઈકુટીર પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
(3) શું લાભાર્થીઓ BPL યાદીમાં સમાવેશ ફરજિયાત છે.
હા, આ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવા માટે BPL યાદીમાં નામ સમાવેશ ફરજિયાત છે.