કોઈપણ દિવ્યાંગ વ્યક્તિને મળશે માસિક ₹ 1000 નું પેન્શન સંત સુરદાસ યોજના 2024 | Sant Surdas Yojana 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sant Surdas Yojana 2024 : મિત્રો, સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિને લાભો માટે સમાન તક, રક્ષણ અને પૂર્ણ ભાગીદારી પ્રાપ્ત કરવા માટે (વિકલાંગ ધારો સમાન તક રક્ષણ અને સંપૂર્ણ સહયોગ) અધિનિયમ 1995 અમલમાં મુકેલ છે. જે અંતર્ગત સરકારે વિકલાંગ વ્યક્તિના કલ્યાણ અને આર્થિક ઉત્કર્ષ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિ જેની ઉંમર 0 થી 17 વર્ષ સુધીની છે તેવા લોકો માટે સંત સુરદાસ યોજના શરૂ કરવામાં આવેલ છે મિત્રો Sant Surdas Yojana 2023 હેઠળ દિવ્યાંગ વ્યક્તિને માસિક ₹ 1000 નું પેન્શન આપવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે સંત સુરદાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવી? કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? અને સહાય ચાલુ રાખવા શું કરવું? તેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Sant Surdas Yojana 2023

Bullet Point of Sant Surdas Yojana 2024

યોજનાનું નામ સંત સુરદાસ યોજના | Sant Surdas Yojana 2023 24
સંબંધિત સરકારી વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
યોજનાનો હેતું દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય પુરી પાડવા.
લાભાર્થીની પાત્રતા 0 થી 17 સુધીની 80%  દિવ્યાંગતા ધરાવતા લાભાર્થી.
મળવાપાત્ર સહાય. દર મહિને ₹ 1000 ની સહાય.
ઓનલાઈન અરજી ક્યાં કરવી. https://esamajkalyan.gujarat.gov.in/

Sant Surdas Yojana 2024

સમાજમાં દરેક વ્યક્તિ સન્માનભેર જીવી શકે તેમાં ખાસ કરીને દિવ્યાંગ નાગરીકો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિ બસ પાસ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના જેવી યોજનાઓ અમલમાં મુકી છે.  દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં સન્માન ભેર જીવન જીવી શકે છે તે માટે Sant Surdas Yojana 2023 24 હેઠળ 80 %  ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી હોય તે વ્યક્તિને દર મહિને ₹ 1000 ની સહાય આપવામાં આવે છે.

લાભાર્થીની પાત્રતા.

સંત સુરદાસ યોજના હેઠળ નીચે મુજબની કેટેગરી ધરાવતા વ્યક્તિને લાભ મળવાપાત્ર થશે.

  • 0 થી 17 વર્ષ સુધીના  દિવ્યાંગ વ્યક્તિને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે.
  • 80% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  • શહેરી વિસ્તારમાં ગરીબી હેઠળ જીવતા સુવર્ણ જયંતિ કાર્ડ ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાઓ લાભ મળશે.
  • આ યોજના નો લાભ ગરીબી હેઠળ જીવતા લોકો જેઓને બીપીએલ કુટુંબનો જેમનો સ્કોર 0 થી 20 માં સમાવેશ થાય છે. તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે.

Sant Surdas Yojana 2024 માં મળવાપાત્ર લાભ.

  • લાભાર્થીને બેન્ક ખાતા કે પોસ્ટ ખાતા મારફતે સીધા B.T મારફતે સહાય જમા કરવામાં આવશે.
  • સંત સુરદાસ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને દર મહિને ₹ 1,000 સહાય મળશે.

નોંધઃ- પહેલા દિવ્યાંગ વ્યક્તિને સુરદાસ યોજના હેઠળ માસિક રૂપિયા 600 ની સહાય મળતી હતી તારીખ 1/4/2022 થી સરકાર દ્વારા આ સહાય વધારીને ₹1,000 કરવામાં આવી છે

સંત સુરદાસ યોજના હેઠળ અરજી ક્યાં કરવી?

મિત્રો, દિવ્યાંગ વ્યક્તિને સરકારી કચેરીમાં જવું ન પડે તે માટે સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Sant Surdas Yojana 2023 હેઠળ ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે. આ યોજના હેઠળ એ e Samaj Kalyan Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ ઈ-ગ્રામ સેન્ટર ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે.

Sant Surdas Yojana 2023 ડોક્યુમેન્ટ.

  • ઉંમર નો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC કે જન્મ્નો દાખલો)
  • દિવ્યાંગ વ્યક્તિ ઓળખકાર્ડ /સિવિલ સર્જન ડોક્ટરનું પ્રમાણપત્ર બંનેમાંથી કોઈપણ એક.
  • આધાર કાર્ડ ની નકલ.
  • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ લાઈટ બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ ચુંટણીકાર્ડ પૈકી કોઈ પણ એક.)
  • BPL સ્કોર 0 થી 20 અંગેનો દાખલો અથવા સુવર્ણ જયંતિ કાર્ડ  બંનેમાંથી કોઈ પણ એક.
  • બેંક ડીટેલ્સ બેંક ખાતાની ચોપડીની  નકલ અથવા કેન્સલ કરેલ ચેક.

દિવ્યાંગતાની જુદી-જુદી કેટેગરીની માહિતી.

સામાજિક ન્યાય અને અધિકારી દ્વારા Sant Surdas Yojana 2023 24 હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓ ની જુદી જુદી કેટેગરી નક્કી કરવામાં આવી છે સાથે સાથે જે વ્યક્તિઓને આર્થિક સહાય આપવામાં આવનાર છે તે વ્યક્તિઓની દિવ્યાંગતાની ટકાવારી પણ નક્કી કરવામાં આવી છે જેને વિગતે માહિતી નીચે કોષ્ટક મુજબ છે.

ક્રમ દિવ્યાંગતાની કેટેગરી દિવ્યાંગતાની ટકાવારી
1 સાંભળવાની ક્ષતિ. 71 થી 100 ટકા (70 ડેસીબલ કે તેથી વધુ)
2 આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય. 80 ટકા કે તેથી વધુ
3 અંધત્વ. 80 ટકા કે તેથી વધુ
4 ઓછી દ્રષ્ટી. 80 ટકા કે તેથી વધુ
5 સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ. 80 ટકા કે તેથી વધુ
6 ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ. 80 ટકા કે તેથી વધુ
7 હિમોગ્લોબિનની ઘટેલી માત્રા. 80 ટકા કે તેથી વધુ
8 બૌધ્ધિક અસમર્થતા. 80 ટકા કે તેથી વધુ
9 ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા. 80 ટકા કે તેથી વધુ
10 એસીડના હુમલાનો ભોગ બનેલા. 80 ટકા કે તેથી વધુ
11 લાંબા સમય સુધીના એનેમિયા. 80 ટકા કે તેથી વધુ
12 રકતપિત-સાજા થયેલા. 80 ટકા કે તેથી વધુ
13 વામનતા. 80 ટકા કે તેથી વધુ
14 સેરેબલપાલ્સી. 80 ટકા કે તેથી વધુ
15 હલન ચલન સથેની અશકતતા. 80 ટકા કે તેથી વધુ
16 વાણી અને ભાષાની અશકતતા. 80 ટકા કે તેથી વધુ
17 બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ. 80 ટકા કે તેથી વધુ
18 ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા. 80 ટકા કે તેથી વધુ
19 બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા. 80 ટકા કે તેથી વધુ
20 ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ. 80 ટકા કે તેથી વધુ
21 માનસિક બિમાર. (મંદ બુદ્ધિ) 35-44 સુધીનો બુદ્ધિ આંક

Sant Surdas Yojana Online Application

મિત્રો, Sant Surdas Yojana 2023 24 હેઠળ લાભાર્થીને સહાય લેવા માટે ઓનલાઈન e Samaj Kalyan Portal પર અરજી કરવાની રહે છે. આપ નીચેના સ્ટેપ અનુસરી ઘરે બેઠા અને અરજી કરી શકશો.

Step -1 Sant Surdas Yojana Login

  • અરજદારે સૌપ્રથમ ગૂગલ પર ઓનલાઇન gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે જેમાં નીચે દર્શાવેલ ઈમેજ મુજબ e samaj kalyan Portal ની વેબસાઈટ ખુલશે.
Sant Surdas Yojana 2023 Login
Image Credit Government Official Website (www.esamajkalyan.gujarat.gov.in/)
  • નવા યુઝર તરીકે એ સમાજ કલ્યાણમાં પ્રથમ વખત લોગીન કરતા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પુર થયા બાદ જ ઓનલાઇન લોગીન કરી અરજી કરી શકાશે.
  • અરજદારને ઓનલાઇન રજીસ્ટેશન કરવાથી યુઝર અને આઈડી અને પાસવર્ડ મોબાઇલ દ્વારા મોકલવામાં આવશે. જેના દ્વારા એ સમાજ કલ્યાણ પર સિટિઝન લોગીન કે નાગરિકનું લોગીન પર ક્લિક કરવાથી યુઝર આઇડી અને પાસવર્ડ નાખી લોગીન કરવાનું રહેશે.

Step -2 ESamaj Kalyan Online Application

  • હવે નીચે ઈમેજમાં મુજબ આગળનું પેજ ખુલશે.
  • લાભાર્થીએ રજીસ્ટ્રેશન વખતે નાખેલ જ્ઞાતિ મુજબની આપને લાગુ પડતી  યોજનાઓનું પેજ ખુલશે.
  • જેમાંથી સંત સુરદાસ યોજના પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ત્યારબાદ ઓનલાઈન ફોર્મમાં અરજદારની જન્મ તારીખ, મોબાઈલ નંબર અને કાયમી સરનામાની વિગત ભરવાની રહેશે.
  • અરજદારે પોતાની આધાર કાર્ડ ની વિગતો નાખવાની રહેશે.
  • બેંક ડીટેલ નાખી ઓનલાઈન અરજીની ચકાસણી કરી લેવાની રહેશે.
  • દિવ્યાંગતાનો પ્રકાર અને દિવ્યાંગતાની ટકાવારી નાખવાની રહેશે ત્યારબાદ Save and Next પર ક્લિક કરવાનું રહેશે.
Sant Surdas Yojana 2023 Application
Image Credit Government Official Website (www.esamajkalyan.gujarat.gov.in/)

Step-3 Document upload and  Print Application

  • આગળ ભરેલ બધી વિગતોની ખરાઈ કરીને સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ છેલ્લે અરજીની ચકાસણી કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • અરજી કન્ફર્મ કર્યા બાદ આપને ઓનલાઈન અરજી નંબર મળશે જે સાચવીને રાખવાનો રહેશે. અરજી કરી અરજીની પ્રિન્ટ આઉટ કાઢી રાખવાની રહેશે.

જાણવા જેવુુ:-

માનવ કલ્યાણ યોજના 2024 મળશે 48,000/- ની મર્યાદમાં સાધન સહાય.

મફત સિલાઈ મશીન યોજના 2024

અરજીના સ્ટેટસની ઓનલાઈન ચકાસણી.

Sant Surdas Yojana ઓનલાઇન સ્ટેટસની ચકાસણી માટે  અરજદારનો અરજી નંબર અને જન્મ તારીખ નાખવાથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું પેજ ઓપન થશે. જેમાં  સ્થિતિ જુઓ પર ક્લિક કરવાથી આપની અરજીને ઓનલાઇન ચકાસણી કરી શકાશે.

Important Links of Sant Surdas Yojana 2023

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ

Click Here

સંત સુરદાર યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે.

Click Here

અરજીનું સ્ટેટ્સ જોવા માટે.

Click Here

સંત સુરદાસ યોજનાનું PDF ફોર્મ ડાઉનલોડ કરવા.

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે સમાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાં દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિ બસ પાસ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજનાઓનો સમાવેશ થાય છે. આ આર્ટિકલમાં આપને Sant Surdas Yojana  2023 24 વિશે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને Divyang Pension Yojana વિશે કોઈપણ સમસ્યા હોય તો આપના જિલ્લાની સમાજ સુરક્ષાની કચેરી ખાતે સંપર્ક કરવા વિનંતી છે.

FAQ

(1) Divyang Pension Yojana યોજના માટે જિલ્લા કક્ષાએ કોનો સંપર્ક કરવાનો રહેશે.

આ યોજના હેઠળ કોઈપણ સમસ્યા હોય તો જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

(2) Sant Surdas Yojana  202324હેઠળ કોને લાભ મળશે.

સંત સુરદાસ યોજના 2023 યોજના હેઠળ 0 થી 17 સુધીની 80%  દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીને દર મહિને ₹ 1,000ની સહાય મળશે.

(3) દિવ્યાંગ પેન્શન યોજના આજીવન ચાલુ રાખવા શું કરવુ?

સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ હયાતીની ખરાઈ કરાવીને આજીવન સહાય મેળવી શકાશે. 

Divyang Pension Yojana | દિવ્યાંગ પેન્શન યોજના | Divyang Pension Yojana Gujarat | વિકલાંગ પેન્શન યોજના 2024 | Viklang Pension Yojana List | વિકલાંગ પેન્શન યોજના ફોર્મ |

Leave a comment