પીએમ કિસાન યોજનામાં નવા લાભાર્થીની નોંંધણી પ્રોસેસ | PM Kisan New Farmer Registration 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Kisan New Farmer Registration 2024: ભારતના ખેડૂતો અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આર્થિક રીતે સદ્ધર બને તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓમાં અમલમાં મુકેલ છે. જેમાં કિસાન સન્માન નિધિ યોજના  એટલે કે ખેડૂત સહાય યોજના 6000 હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં ₹ 6000/- સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. હમણા તા.18/06/2024 ના રોજ ખેડૂતોના ખાતામાં ₹ 2000  જમા કરવમાં આવ્ય હતા. જે ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ સહાય નથી મળતી તે માટે  PM Kisan New Farmer Registration 2024 માટે પોતાના નામની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. મિત્રો, આ આર્ટિકલ દ્વારા પીએમ કિસાન યોજના રજીસ્ટ્રેશન માટે શું પ્રોસેસ કરવી? અને તેનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું. તેની વિગતે માહિતી મેળવીશું.

PM Kisan New Farmer Registration 2024

Bullet Point of PM Kisan New Farmer Registration 2024

આર્ટિકલનું નામ પીએમ કિસાન યોજના રજીસ્ટ્રેશન પ્રોસેસ
લાભાર્થીની પાત્રતા તમામ જમીનધારક ખેડૂત
પીએમ કિસાન યોજના હેઠળ લાભ ત્રણ હપ્તામાં  ₹ 6000/- ની સહાય
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ દ્વારા

ઓફલાઈન ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી

ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/
હેલ્પલાઈન નંબર 011-24300606

155261

PM Kisan New Farmer Registration 2024

પીએમ કિસાન સનમાન નિધિ યોજના હેઠળ ખાતેદાર ખેડૂતોને સીધી નાણાકીય સહાય રૂપે ₹ 6000/- ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે ખેડૂતને આ યોજના હેઠળ લાભ નથી મળતો તેવા ખેડૂતો ઓનલાઈન  આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરી આ યોજનાનો લાભ મેળવી શકે છે. નોંધણી કર્યા બાદ ખેડૂતો પોતાની અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકે છે. PM Kisan New Farmer Registration 2024 હેઠળ  નોંંધણી  થયેથી પીએમ કિસાન સન્માન નિધિની સહાયની રકમ ખેડૂતના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.

ખેડૂત સહાય યોજના 2000 યોજનાનો લાભ.

પીએમ કિસાન યોજના  ફેબ્રુઆરી 2019 થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતને વર્ષ દરમ્યાન  ₹ 2000/- ના ત્રણ હપ્તામાં કુલ ₹ 6000/-ની આર્થિક સહાય આપવામાં આવે છે. હાલ તાજેતરમાં PM Kisan Yojana હેઠળ 17 મો હપ્તો તા.18/06/2024 ના રોજ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનાના હેઠળ 2024 માં 18 મા હપ્તાનો લાભ લેવા નવા લાભાર્થી તરીકે પીએમ કિસાન યોજનનો લાભ મેળવવા માટે પોતાના નામની નોંધણી કરાવવી જરૂરી છે. આગળ આ યોજના હેઠળ નામની નોંધણીની વિગતે પ્રોસેસ જાણીશું.

PM Kisan New Farmer Registration Form માટેની પાત્રતા

નીચેની વિગતો ધરાવતા ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશનથી  ખેડૂત સહાય યોજના 6000 માટે પોતાના નામની નોંધણી કરી શકશે.

  • ભારતના નાગરિક હોય તેવા તમામ ખેડૂતને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • ખેડૂતે પોતાના નામનું બેંક ખાતું ખોલાવેલ હોવું જોઈએ.
  • ખેડૂત પાસે આધાર કાર્ડ અને આધાર સાથે લીંક કરેલ મોબાઈલ નંબરની વિગતો હોવી જોઈએ.
  • Khedut sahay yojana 6000 registration માટે અરજદાર ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ

પીએમ કિસાન યોજના રજીસ્ટ્રેશન 2024 માટે ડોક્યુમેન્ટની જરૂરીયાત.

પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માટે PM Kisan New Farmer Registration 2024 માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે.

  • આધાર કાર્ડની નકલ
  • 7/12 અને 8-અ ના આધારે જમીનની વિગતો.
  • રહેઠાણનો પુરાવો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુકની નકલ

વધુ જાણોઃ- 

પશુપાલન યોજના ફોર્મ 2024 25 દુધાળા પશુ ખરીદવા મળશે સહાય.

ટેકાના ભાવ જાણો.  

PM Kisan Yojana Online Registration | પીએમ કિસાન યોજના રજીસ્ટ્રેશન

પીએમ કિસાન યોજના હેઠળ નવા લાભાર્થી રજીસ્ટ્રેશન માટે નીચે દર્શાવેલ ઓનલાઈન Step By Step ની પ્રોસેસથી આપ જાતે ઓનલાઈન PM Kisan New Farmer Registration 2024 માટે નોંધણી પ્રોસેસ કરી શકો છો.

Step -1 PM Kisan gov in Login

પીએમ કિસાન સન્માન નિધિ માટે રજીસ્ટ્રેશન કરવા અરજદારે PM Kisan gov in ટાઈપ કરીને પીએમ કિસાનની ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/  પર જવાનું રહેશે.

  • જેની નીચે મુજબની ઈમેજવાળું વેબસાઈટનું હોમપેજ ઓપન થશે.
  • હોમ પેજ પર ખુણામાં New Farmer Registration નામના બોક્સ પર ક્લિક કરવાનું રહેશે.
PM Kisan New Farmer Registration 2024 Online
Image Credit Government official Website (https://pmkisan.gov.in/)

Step -2 PM Kisan New Farmer Registration Form

  • ત્યાર પછી નવુ New Farmer Registration Form નામનું પેજ ઓપન થશે. જેમાં શહેરી વિસ્તારના ખેડૂૂૂતોએ તથા ગ્રામ્ય વિસ્તારના ખેડૂૂૂૂૂતોએ અલગ-અલગ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે.
  • જેમાં ખેડૂતનો અધાર નંબર, આધાર નંબર સાથે લીંક મોબાઈલ નંબર, રાજ્ય પસંદ કરીને Captcha Code નાંખીને Get OTP પર ક્લિક કરવાનું રહેશે.
  • આધાર સાથે લીંક મોબાઈલ પર આવેલ OTP નાંખીને સબમીટ પર ક્લિક કરવાનું રહેશે.
PM Kisan New Farmer Registration 2024 Form
Image Credit Government official Website (https://pmkisan.gov.in/)

Step -3  New Farmer Registration 2024 Details

  • પછીના સ્ટેપમાં આપને રજીસ્ટ્રેશન કરવાનું પુછશે? તેમાં YES ઓપશન પસંદ કરવાનો રહેશે.
  • આટલું કર્યા બાદ આગળ નવા પેજમાં રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
  • જેમાં ખેડૂતનું નામ, સરનામું, આધારની વિગતો, બેંક ખાતાની વિગતો તથા જમીન સંબંધિત વિગતો ચકાસણી કરીને ભરવાની રહેશે.
  • ત્યાર બાદ જમીન અને માંગેલ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • બધી વિગતો ભરાઈ ગયા બાદ Submit બટન પર ક્લિક કરવાનું રહે છે.

સબમીટ બટન પર ક્લિક કરવાથી P M Kisan Yojana Online Registration ની પ્રક્રિયા પુર્ણ થશે અને આપને એક Pm Kisan Registration Number આપવામાં આવશે. જે નોંધીને રાખવાનો રહેશે.

જાણવા જેવું:- 

મફત પશુ ખાણદાણ સહાય યોજના Ikhedut Portal

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ.

PM Kisan New Farmer Registration 2024 Status

ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ ખેડૂત પોતાના નોંધણીની સ્થિતિની માહિતી ઓનલાઈન મેળવી શકે છે. તે માટે વેબસાઈટ પર Status of self Registered Farmer પર ક્લિક કરવાનું રહેશે. જેથી આપ જાતે ઓનલાઈન સ્ટેટ્સ જાણી શકશો.

ઓનલાઈન સ્ટેટ્સ જાણવા અહીં ક્લિક કરો.

Important Links of PM Kisan New Farmer Registration 2024

નવા ખેડૂત તરીકે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા

Click Here

રજીસ્ટ્રેશનનું સ્ટે્ટસ જાણવા

Click Here

Home Page

Click Here

Conclusion

સરકાર દ્વારા ખેડૂતોને સીધી સહાય આપતી પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે નવા ખેડૂતોએ નોંંધણી માટે   PM Kisan New Farmer Registration 2024 થી શરૂઆત કરવી પડશે. મિત્રો, આ આર્ટિકલ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી યોજનાનો લાભ મેળવવા માટેની પ્રોસેસને વિગતે સમજાવવામાં આવી છે. નવા લાભાર્થી તરીકે જોડાવવા માટે ખેડૂત પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર ખાતે રૂબરૂ જઈ ઓનલાઈન અરજી માટેની સગવડ કરવામાં આવેલ છે.

FAQ

(1) પીએમ કિસાન યોજના 6000 સહાય લેવા રજીસ્ટ્રેશન માટેની  વેબસાઈટ કઈ છે?

www.pmkisan.gov.in  ખેડૂત નવા લાભાર્થી તરીકે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે.

(2) PM Kisan New Farmer Registration 2024 માટે ક્યાં સંપર્ક કરવાનો રહેશે?

પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન માટે ખેડૂત પોતાની જાતે ઓનલાઈન પોર્ટલ પર અથવા ગામ પંચાયતના ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી પણ નવા ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરી શકાશે.

(3) PM Kisan Yojana Helpline Number જણાવશો.

પીએમ કિસાન યોજના હેઠળ 011-24300606 અને 155261 ટોલ ફ્રિ હેલ્પલાઈન નંબર જાહેર કરેલા છે.

(4) PM Kisan New Farmer Registration Last Date કઈ છે?

મિત્રો, પાત્રતા ધરાવતા ખેડૂત કોઈપણ સમયે ઓનલાઈન નોંધણી કરી શકે છે. તેમાં કોઈ છેલ્લી તારીખ આપવામાં આવી નથી.

Leave a comment