Home Loan Subsidy Gujarat 2024 : ગુજરાતમાં દરેક મધ્યમવર્ગીય પરીવારને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકી છે. જેના મારફતે ઓછા વ્યાજ દરે બેંક મારફતે હોમ લોન મેળવી શકે છે. શ્રમયોગી તથા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ લોકોને પોતાનું ઘર વસાવી શકે તે માટે Home Loan Subsidy Gujarat 2024 યોજના હેઠળ બેંક લોનના વ્યાજ પર સબસિડી સહાય કરવામાં આવે છે. મિત્રો આજના આર્ટિકલમાં હોમ લોન સબસિડી 2024 માટે અરજી ક્યાં કરવી અને કેટલી વ્યાજ સહાય મળશે? તેના વિશે વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Home Loan Subsidy Gujarat 2024
આર્ટિકલનું નામ | હોમ લોન સબસિડી 2024 |
હોમ લોન સબસિડી કોને મળશે? | શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ શ્રમયોગીને |
હોમ લોન સબસિડી હેઠળ મળનાર રાહત | બેંકમાંથી લીધેલ લોન ઉપર 3% વ્યાજ સબસિડી |
ઓનલાઈન અરજી ક્યાં કરવાની | સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
ઓફિસિયલ વેબસાઈટ | https://sanman.gujarat.gov.in/ |
હોમ લોન સબસિડી 2024 વિશે જાણો
દિવસે ને દિવસે વધતી જતી મોંધવારીને કારણે મધ્યમવર્ગીય પરીવારોને ભાડેથી મકાન રાખીને રહેવું પોષાય તેમ નથી. સમાજના આવા વર્ગે પોતાનું ઘરનું ઘર વસાવી શકે તે માટે તથા લોનના વ્યાજનું ભારણ ઘટાડવા સરકાર દ્વાર હોમ લોનના વ્યાજ પર સબસિડી આપવામાં આવે છે. જેથી મધ્મવર્ગના લોકો પોતાના ઘરનું ઘર વસાવી શકે છે. Home Loan Subsidy Gujarat 2024 હેઠળ ઘર બનાવવા માટે બેંકમાંથી લીધેલી ₹ 15 લાખ સુધીની લોન પર બેંક દ્વારા કપાતા વ્યાજમાં 3% વ્યાજ સબસિડી આપવામાં આવે છે.
હોમ લોન સબસિડી 2024 માટે લાભાર્થીની પાત્રતા.
Home Loan Subsidy Gujarat હેઠળ મકાન બનાવવા માટે નીચે મુજબની લાભાર્થીની પાત્રતા નક્કી થયેલ છે.
- ઘર ખરીદવા માટે હોમ લોન સબસિડી યોજના હેઠળ શ્રમયોગી, બાંધકામ ક્ષેત્રે સંકળેલા લોકો,તથા કારખાનામાં કામ કરતા પરીવારોને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.
- શ્રમયોગી સતત ઓછામાં ઓછા એક વર્ષ સુધી કંપનીમાં કામ કરતા હોવા જોઈએ અને તેઓને લેબર વેલફેર ફંડ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જમા થતો હોવો જોઈએ.
- લાભાર્થી અરજદાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અપાયેલ ઓળખપત્ર ઈ-નિર્માણ કાર્ડ કે ઈ-શ્રમ કાર્ડ ધરાવતા હોવા જોઈએ.
Home Loan Interest Subsidy Scheme 2024 હેઠળ મળતી વ્યાજ સહાય
Home Loan Subsidy Gujarat 2024 યોજના હેઠળ સરકાર દ્વારા વ્યાજમાં સહાય આપવામાં આવે છે. તેના નિતિ-નિયમો નીચે મુજબની છે.
- મકાનની ખરીદ કિંમત ₹ 30 લાખથી વધુ હોવી જોઈએ નહી.
- ખરીદેલ મકાનની વધુમાં વધુ ₹ 15 લાખની લોન પર અથવા બેંક દ્વારા આપવામાં આવેલ ખરેખર લોનની રકમ, આ બંને પૈકી જે ઓછું હશે તેના બેંક વ્યાજદરના 3% સબસિડી આપવામાં આવશે
- મકાન ખરીદવા માટે બેંકમાંથી લીધેલ લોનનો સમયગાળો ઓછામાં ઓછો 15 વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ.
- હોમ લોન સબસિડી માટે અરજદાર દ્વારા મકાનની ખરીદી કર્યાના દસ્તાવેજ તારીખથી એક વર્ષના સમયગાળામાં Sanman Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- મકાન માટે હોમ લોન રાષ્ટ્રીયકૃત બેંક/NBFC (Non Banking Financial Company) અથવા શિડ્યુલ્ડ બેંકમાંથી લોન લીધેલ હોવી જોઈએ.
- સબસિડીની રકમ લાભાર્થીના બેંક ખાતામાં સીધી DBT દ્વારા જમા કરવામાં આવશે.
વધુ જાણો:-
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના ₹ 3000/- દર મહિને પેન્શન.
હોમ લોન સબસિડી 2024 માટેના ડોક્યુમેન્ટ.
Home Loan Subsidy Gujarat માટે લાભાર્થીને સબસિડી માટે વ્યાજ રાહત માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.
- અરજદારનું આધારકાર્ડ
- મકાનની ખરીદી કરેલ છે તેબાબતનો પુરાવો.
- શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફથી અપાયેલ ઓળખપત્ર
- રહેઠાણનો પુરાવો
- બોનાફાઈડ પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગત
- અરજદારનો ફોટો
- બેંકમાંથી લેધેલ લોનના પુરાવા
- સ્વધોષણા પત્ર
- શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફથી માંગવામાં આવે તેવા અન્ય દરસ્તાવેજ રજુ કરવાના રહેશે.
Home Loan Subsidy Gujarat 2024 Online Application
અરજદાર દ્વારા મકાનની ખરીદી કર્યાના દરસ્તાવેજની તરીખથી એક વર્ષમાં વ્યાજ સહાય માટે અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- અરજદારે સૌ પ્રથમ Sanman Portal gov in ટાઈપ કરીને ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- જો આપ પ્રથમ વખત આ પોર્ટલ પર અરજી કરતા હોવ તો Sanman Portal Registration ની પ્રોસેસ કરવી પડશે.તેના માટે હોમ મેનું પર આવેલ ‘‘Register Your Self’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ આગળ Registration Process માટેની વિગતો ખુલશે, તેમાં શ્રમયોગીનું આધારકાર્ડ નંબર નાંખવાનો રહેશે.
- ત્યાર બાદ યુઝરના પ્રકારમાં બાંધકામ શ્રમિક પસંદ કરીને ઈ-નિર્માણ કાર્ડ નંબર નાંખીને રજીસ્ટ્રેશનની પ્રોસેસ પુરી કરવાની રહેશે.
- સફળતાપુર્વક રજીસ્ટ્રેશન બાદ અરજદારને યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપવામાં આવશે.
- હવે રજીસ્ટ્રેશન થયા બાદ હોમ મેનું પર દર્શાવેલ ‘‘Other Login’’ પર ક્લિક કરવાનું રહેશે.
- જેથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું ‘‘Citizen Login Box’’ ખુલશે. જેમાં User Id and Password નાંખીને કેપ્ચા કોડ નાંખીને લોગીન કરવાનું રહેશે.
- હવે આગળ એક નવુ પેજ ખુલશે જેમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ કાર્યરત યોજનાઓનું લીસ્ટ ખુલશે.જેમાંથી ‘‘શ્રમયોગી હોમ લોન વ્યાજ સબસિડી’’ યોજના પસંદ કરવાની રહેશે.
- ત્યાર બાદ આગળ અરજી ફોર્મમાં અરજદારની વિગતો ભરીને લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઈન અરજીની પ્રોસેસ પુરી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી થયા બાદ આપને અરજીનંબર આપવામાં આવશે. સાચવીને રાખવાનો રહેશે.
હોમલોન સબસિડી 2024 Online Application Status
- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદાર પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટ્સ ચેક કરી શકશે.
- તે માટે Gujarat Sanman Portal ની ઓફિસિયલ વેબસાઈટ પર આવેલા Application Status પર ક્લિક કરવાથી સ્ટેટ્સ ચેક કરવા માટેનું નવું પેજ ખુલશે.
- જેમાં લાભાર્થીની Application Number અને જન્મ તારીખ નાંખીને ‘‘Search’’ બટન પર ક્લિક કરવાથી અરજીનું સ્ટેટ્સ જાણી શકાશે.
જાણવા જેવું:-
શ્રમિક અન્નપૂર્ણા યોજના ફક્ત ₹ 5 એક ટાઈમનું પૌષ્ટિક ભોજન
સન્માન પોર્ટલ કુશળ શ્રમિક યોજના વિશે જાણો.
Important Links of Home Loan Subsidy Gujarat 2024
ઓનલાઈન અરજી કરવા માટે | |
ઓનલાઈન અરજીનું સ્ટેટ્સની ચકાસણી માટે | |
Home Page |
Conclusion
હોમ લોન સબસિડી યોજના હેઠળ દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળે તે માટે સરકાર દ્વારા બેંક લોનના વ્યાજ પર 3% સબસિડી સહાય આપવામાં આવે છે. મકાનની ખરીદી કર્યા બાદ બેંક મારફતે લેવામાં આવેલ લોન પર અરજદારને વ્યાજનો વધારાનો બોજ ના પડે તે માટે વ્યાજ પર સબસિડી આપવામાં આવે છે. મિત્રો Home Loan Subsidy Gujarat આર્ટિકલ હેઠળ સબસિડી માટે ઓનલાઈન અરજી વિશે તથા તેના યોજનાના ધરા-ધોરણો વિશે માહિતી આપવામાં આવી છે. આપને હોમ લોન સબસિડી માટે કોઈ વિશેષ પ્રશ્ન હોય તો જિલ્લામાં આવેલ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.
FAQ
(1) Home Loan Subsidy Gujarat યોજના હેઠળ કેટલી સબસિડી મળવાપાત્ર છે?
મકાન ખરીદી માટે બેંક મારફતે લેવામાં આવેલ ₹ 15 લાખની લોન પર અથવા બેંક દ્વારા આપવામાં આવેલ ખરેખર લોનની રકમ, આ બંને પૈકી જે ઓછું હશે તેના બેંક વ્યાજદરના 3% સબસિડી આપવામાં આવશે.
(2) આ યોજના હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે?
હોમ લોન સબસિડી માટે પાત્રતા ધરાવતા અરજદારોએ સન્માન પોર્ટલ પર ઓનલાઈ અરજી કરવાની રહેશે.
(3) હોમ લોન સબસિડી યોજના 2024 હેઠળ કોને લાભ મળશે?
આ યોજના હેઠળ શ્રમયોગી, બાંધકામ ક્ષેત્રે નોંધાયેલ કામદારો, કારખાનામાં કામ કરતા કામદારો કે જેઓ ઈ-નિર્માણ ઓળખપત્ર ધરાવે છે. તેઓને Home Loan Subsidy Gujarat 2024 હેઠળ વ્યાજ સહાય મળવાપાત્ર છે.
(4) ઘર માટેેેની લોન માટે વ્યાજ સહાયની અરજી ક્યારે કરવાની હોય છે?
આ યોજના માટે ઘરની લોન માટેના વ્યાજ સહાય માટે મકાન ખરીદીના એક વર્ષમાં જ અરજી કરવાની હોય છે.