Teka Na Bhav Yojana Gujarat 2024 | ટેકાના ભાવ યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Teka na Bhav Online Registration 2024| Teka na Bhav Online Registration Gujarat | Gujarat Tekana Bhav | Chana Tekana Bhav 2024 | ચણાના ટેકાના ભાવ 2024 | ડાંગર ટેકાના ભાવ | મગફળીના ટેકાના ભાવ | કપાસના ટેકાના ભાવ | તલના ટેકાના ભાવ | મકાઈના ટેકાના ભાવ | મગના ટેકાના ભાવ

Contents hide

Teka Na Bhav Yojana 2024 : ખેડૂત દ્વારા વર્ષમાં ખેતીમાં ખરીફ, રવિ અને જાયદ ત્રણ સીઝનમાં  પાકો લેવામાં આવે છે. ખેડૂતને પોતાની મહેનત દ્વારા ઉત્પાદિત કરેલ પાકનું યોગ્ય વળતર મળી રહે અને ખેત પેદાશમાં નુકસાન ના થાય તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહત્વના પાકો પર ટેકાના ભાવ યોજના જાહેર કરવામાં આવે છે. આ ટેકાના ભાવો જે તે પાકની માર્કેટીંગ સીઝન પહેલા જાહેરાત કરવામાં આવે છે. મિત્રો આજના આર્ટિકલમાં  Teka Na Bhav Yojana Gujarat 2024 હેઠળ ક્યા ખેત પેદાશો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. અને તેના માટે ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી? જેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Teka Na Bhav Yojana Gujarat 2023

Bullet Point of Teka na Bhav Yojana Gujarat 2024

આર્ટિકલનું નામ Teka na Bhav Yojana Gujarat 2024
સંબંધિત સરકારી વિભાગ અન્ન ,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ
યોજનાનો હેતું ખેડૂતના સિઝન પાકને પોષણક્ષમ ભાવો આપવા.
કોના દ્વારા ખરીદી થાય છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલ નોડલ એજન્સી દ્વારા.
ઓનલાઈન રજીસ્ટ્રેન ક્યાં કરાવવું ગ્રામ્ય કક્ષાએ ગામ ઈ-ધરા કેન્દ્ર ખાતેના V.C.E મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે.
વર્ષ ૨૦૨૩ માટે રજીસ્ટ્રેશનનો સમયગાળો 27-02-2024 થી 31-03-2024 સુધી.
ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો
હવે જાહેર કરવામાં આવશે.

ટેકાના ભાવ યોજનાનો હેતું.

રાજ્યના ખડૂતો દ્વારા પકવવામાં આવતા પાકને પોષણક્ષમ ભાવો મળી રહે તથા ખેડૂતને વધુ પાક ઉત્પાદનો ફાયદો મળે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવાની Teka Na Bhav Yojana અમલમાં મુકેલ છે. ખેડૂતો પોતાના ઉત્પાદીત પાકને યોગ્ય બજાર મળી રહે અને સરળતાથી પોતાની પાક વેચી શકે તે માટે પાક સિઝન  પહેલા આ ટેકાના ભાવો  જાહેર કરવામાં આવે છે. આ રીતે ચણાની સિઝનમાં ચણાના ટેકાના ભાવ તથા મગફળીની સિઝનમાં મગફળની ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં સરકાર દ્વારા તુુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.જેની વિગત આગળ જોઈશું.

ટેકાના ભાવો નક્કિ કરવાની કાર્યપદ્ધતિ.

સરકાર જુદાજુદા ખરીફ અને રવી પાકોની ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. જે ભાવો રાજ્ય કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો /રાજયના અધિકારીઓ દ્વારા સંબંધિત સીઝનમાં થયેલ પાક ઉત્પાદન ખર્ચની ગણતરી કરીને નક્કિ થયેલ પાકોના ભાવ  ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠકમાં નક્કી કરવામાં આવે છે. જેના આધારે ભારત સરકાર દ્વારા દર વર્ષે મહત્વના પાકોના ટેકાના ભાવો Teka Na Bhav Yojana હેઠળ નક્કિ કરવામાં આવે છે.

સામાન્ય રીતે જે તે પાકોની  સીઝન અગાઉ જાહેરાત કરી તેની વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા વધુમાં વધુ પ્રચાર કરવામાં આવે છે. ટેકાના ભાવોથી Teka na Bhav Yojana ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો નીચા જાય તો નિમાયેલ નોડલ એજન્સી દ્વારા આવી નક્કિ થયેલ  ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી A.P.M.C. સેન્ટર મારફતે સીધી ખરીદી કરવામાં આવે છે. દરેક ટેકાના ભાવના પાકની ખરીદ વ્યવસ્થા તથા ભાવોનું સતત મોનીટરીંગ ખેતી નિયામકશ્રી દ્વારા કરવામાં આવે છે

ટેકાના ભાવ યોજનાના ખેડૂતોને ફાયદા.

  • ખેતીના મુખ્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, ડાંગર અને કપાસ, મગફળી, ચણા, તલ, ઘઉં,  રાઇ અને શેરડીના પાકોને સિઝન મુજબ  Teka Na Bhav Yojana હેઠળ જાહેર કરવામાં આવે છે.
  • જ્યારે ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો ટેકાના ભાવથી નીચા જાય છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની નિયુક્ત કરેલી નોડલ એજન્સી દ્વારા આવી નક્કિ થયેલ ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે. જેથી  ખેડૂતોને ખેતી ખર્ચ સામે આર્થિક રક્ષણ મળે છે.
  • ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી નક્કી થયેલ પાક ખરીદીના સમયગાળામાં પોતાના પાક ઉત્પાદન વેચીને બે દિવસમાં પોતાના પાકના નાણા મેળવી શકે છે.

Taka na Bhav Yojana Gujarat 2024 હેઠળ જાહેર થયેલ પાકોના ટેકાના ભાવો.

મિત્રો, સરકાર દ્વારા વર્ષ 2023 ના પાકો માટે ટેકાના ભાવોની જાહેરાત થઈ ચુકી છે. જેની વિગતો નીચે મુજબની છે.

ક્રમ પાકનું નામ ટેકાનો ભાવ ₹ (પ્રતિ ક્વિન્ટલ) ટેકાનો ભાવ ₹ (પ્રતિ મણ) બોનસ

(પ્રતિ ક્વિન્ટલ)

ખરીદીનો કુલ ભાવ

(પ્રતિ ક્વિન્ટલ)

1

ડાંગર (કોલમ) 2183 436 2183

2

ડાગર (ગ્રેડ-એ) 2203 440

2203

3

મકાઈ 2090 418

2090

4

બાજરી 2500 500 300

2800

5

જુવાર (હાઈબ્રીડ) 3180 636 300

3480

6

જુવાર (માલદંડી) 3225 645 300

3525

7

રાગી

3846 769 300

4146

8

તુવેર દાળ

7000

1400

7000

9

મગ

8558

1711

8558

10

અડદ 6950 1390

6950

11

મગફળી 6377 1275

6377

12

સોયાબીન (યેલ્લો) 4600 920

4600

13

સુર્યમુખીના બીજ 6760 1352

6760

14

નાઈજર સીડ (રામતીલ) 7734 1586

7734

15

તલ 8635 1727

8635

16

કપાસ લાંબો તાર 7020 1404

7020

17

કપાસ મધ્યમ તાર 6620 1324

6620

 નોંધઃ- ખેડૂતો આ યોજનાનો લાભ તેમના ખેત પેદાશોનું નોડલ એજન્સી દ્વારા ખોલવામાં આવેલ એ.પી.એમ.સી. સેન્ટર ખાતે ટેકાના ભાવે  તા. 15-03-2024 થી વેચાણ કરી શકશે. (વર્ષ 2024 માટે જ્યારે નવા ટેકાના ભાવ જાહેર કરવામાં આવશે ત્યારે અપડેટ કરવામાં આવશે. હાલ વર્ષ 2024 માટે તુવેેર, ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર થયા છે)

જાણવા જેવુંઃ

પાવર થ્રેસર સહાય યોજના 2.50 લાખ સુધીની સહાય

ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના

તુવેરના ટેકાના ભાવ | ચણાના ટેકાના ભાવ | રાયડાના ટેકાના ભાવ

સરકાર દ્વારા તાજેતરમાં તુુુુુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જેની નોંધણી તા.27/02/2024 થી શરૂઆત કરવામાં આવી છે.

  • તુવેરના ટેકાના ભાવ ₹ 7,000/- (પ્રતિ ક્વિન્ટલ)
  • ચણાના ટેકાના ભાવ ₹ 5,440/- (પ્રતિ ક્વિન્ટલ)
  • રાયડાના ટેકાના ભાવ ₹ 5,650/- (પ્રતિ ક્વિન્ટલ)

Teka na Bhav Online Registration 2024

ખેડૂત મિત્રો, ગુજરાતના અન્ન ,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા વર્ષ 2024 ના સિઝનના તુવેર, ચણા અને રાયડો  જેવા ધાન્યપાકોની સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવનાર છે. જેના માટે રજીસ્ટ્રેશનનો સમયગાળો તા. 27-02-2024 થી 31-03-2024 સુધી નિયત કરેલો છે.  ખેડુતોએ પોતાના ગામની ગામપંચાયત ખાતેના ઈ-ગ્રામ સેન્ટર ખાતે ફરજ  બજાવતા V.C.E કોમ્પ્યુટર ઓપેરેટર મારફતે ઈ-સમુદ્ધિ પોર્ટલ પર તથા તાલુકાકક્ષાએ નાગરિક પુુુુરવઠા ગોડાઉનો ખાતેથી ઓનલાઈન  રજીસ્ટ્રેશન  કરાવી શકે છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ.

Teka na Bhav Yojana  માટે ખેડૂતે ઓનલાઈન નોંધણી માટે નીચે મુજબના આધાર પુરાવાની જરૂર રહેશે.

  • આધાર કાર્ડની નકલ.
  • 8-અ તથા ગામ નમૂના 7/12 ની નકલ. (સહી સિક્કાવાળી નકલ મેળવવા અહીં ક્લિક કરો)  
  • ખાતેદારના બેંક ખાતાના પ્રથમ પાનાની પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલો ચેક.
  • ગામ નમૂના 12 માં પાક વાવણી અંગેની નોધ ના થઈ હોય તો, પાક વાવણી અંગેનું તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો અધ્યતન દાખલો.
Teka Na Bhav Yojana 2024
Image credit Government Official Website (www.infogujart.gov.in)

નોંધણી તથા ખરીદી સમય ધ્યાને લેવા જેવી બાબતો.

  • ખેડૂતોએ નોંધણી માટે C.E કે ગોડાઉન કક્ષાએ કોઈપણ રકમની ચુકવણી કરવાની રહેતી નથી.
  • ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે.
  • ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓળખ કરીને જ પાકની ખરીદી કરવામાં આવનાર છે.
  • ખરીદી સમયે ખેડૂતોએ પોતાના પાકોનો જથ્થો સાફ-સુફ કરી, ખુલ્લામાં યોગ્ય રીતે સુકવીને લાવવાનો રહેશે.

નોંધઃ- ખેડૂત ખાતેદારોને ખરીદીના 48 કલાકમાં D.B.T મારફતે સીધા તેઓના બેંક ખાતામાં જ પૈસા જમા કરવામાં આવે છે.

વધુ જાણોઃ-   

ટેક્ટર સબસિડી યોજના હેઠળ ₹ 60,000/-ની સબસીડી.

ખેડૂતોને વાહન ખરીદવા ₹ 75,000/- ની સબસીડી.  

Important Links of Teka na Bhav Yojana Gujarat 2023

નિયામકશ્રી ખેતીવાડી અધિકારીશ્રીની વેબસાઈટ

અહીં ક્લિક કરો.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઈટ

અહીં ક્લિક કરો.

Home Page

અહીં ક્લિક કરો.

Conclusion

ખેડૂતો મિત્રોને Teka na Bhav Yojana  હેઠળ નોડલ એજન્સી દ્વારા આવી નક્કિ થયેલ  ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી A.P.M.C. સેન્ટર મારફતે સીધી ખરીદી કરવામાં આવે છે. જેથી ખેડૂતોને પોતાની જણસનો પોષણક્ષમ ભાવ મળી રહે છે. મિત્રો, આ અર્ટિકલમાં ખેડૂતો માટે ટેકાના ભાવની યોજના વિશે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વર્ષ 2023 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી આપને સત્વરે ગામ પંચાયત ખાતેથી રજીસ્ટ્રેશન કરાવી દેવા સુચન છે.

FAQ વારંવાર પુુુુુછાતા પ્રશ્નો

પ્રશ્ન (1) ટેકાના ભાવ યોજના કોણ જાહેર કરે છે?

જવાબ: સરકારના અન્ન ,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા ટેકાના ભાવોની યોજના જાહેર થાય છે.

પ્રશ્ન (2) Teka na Bhav Yojana Gujarat 2024 માટે રજીસ્ટ્રેશનનો સમયગાળો ક્યો છે?

જવાબ: તા. 27-02-2024 થી 31-03-2024  સુધી ખેડૂત ગામ પંચાયતના VCE મારફતે રજીસ્ટ્રેશન કરાવી શકશે.

પ્રશ્ન (3) Teka Na Bhav Yojana હેઠળ પાકની ખરીદી કોણ કરે છે?

જવાબ: સરકાર દ્વારા નિયુક્ત થયેલ નોડલ એજન્સી દ્વારા ટેકાના ભાવની  ખરીદી થાય છે.

પ્રશ્ન (4) ચણાના ટેકાના ભાવ જણાવો.

જવાબઃ મગફળના વર્ષ 2024 માટે ટેકાના ભાવ એક ક્વિન્ટલના ₹ 5,440 છે.

1 thought on “Teka Na Bhav Yojana Gujarat 2024 | ટેકાના ભાવ યોજના 2024”

Leave a comment