Ikhedut Portal 2024 Yojana List | આ તારીખથી આઈ ખેડૂત પોર્ટલ પરથી ફોર્મ ભરી શકાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ikhedut Portal 2024 Yojana List : મિત્રો, આપને જાણીને ખુશી થશે કે ઘણા સમયથી આપણે જેની રાહ જોતા હતા, તેમ આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતલક્ષી યોજનાઓના ફોર્મ ભરવાના શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. તા.18/06/2024 ના રોજથી ખેડૂત મિત્રો માટે વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ માટે પોર્ટલને ખુલ્લું મુકવામાં આવ્યુ છે. Ikhedut Portal પરવહેલા તે પહેલા ધોરણે અરજી કરવાની થતી હોય આપને યોજનાના લાભ સંબંધી ડોક્યુમેન્ટ પણ અગાઉથી તૈયાર રાખવા પડે. મિત્રો આજના આર્ટીકલ Ikhedut Portal 2024 Yojana List માં કઈ-કઈ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થશે. તેની વિગતે માહિતી મેળવીશું.

Ikhedut Portal 2024 Yojana List

Bullet Point of Ikhedut Portal 2024 Yojana List

આર્ટિકલનો વિષય આઈ ખેડૂત પોર્ટલ 2024 યોજના લીસ્ટ
કઈ યોજનાના ફોર્મ ભરાશે સ્માર્ટ ફોન સહાય યોજના

ગોડાઉન બાંધકામ સહાય યોજના

સિંચાઈ માટે પાણીના ટાંકા બનાવવા માટેની યોજના

ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ તા. 18/06/2024 ના સવારે 10.00
કેટલા દિવસ સુધી ફોર્મ ભરી શકાશે સાત દિવસ સુધી ફોર્મ ભરી શકાશે.
અરજી કેવી રીતે કરવાની રહેશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓફિસિલય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

Ikhedut Portal 2024 Yojana List | આઈ ખેડૂત પોર્ટલ 2024 યોજના લીસ્ટ

મિત્રો, સરકાર દ્વારા ખેડૂતને સીધો લાભ આપવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે ખેડૂતે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. તા.18/06/2024 થી વર્ષ 2024 માટેની યોજનાઓના ફોર્મ ભરવાના શરૂ થવાના છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો સાત દિવસનો રહેશે. જેમાં નીચે મુજબની યોજનાઓના ફોર્મ ભરાશે.

Khedut Mobail Sahay Yojana 2024 | ખેડૂત માટે મોબાઇલ સહાય યોજના

મિત્રો, સરકાર દ્વારા ખેડૂતને આધુનિક ખેત પદ્ધતિનું જ્ઞાન મળી રહે તથા નવી ટેકનોલોજીથી માહિતીગાર થાય તે માટે ખેડૂતને મોબાઈલ ખરીદવા માટે સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% અથવા ₹.6000/- બે માંથી જે ઓછુ હોય તે રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે. આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયાના થોડા જ કલાકોમાં જે-તે જિલ્લાને ટારગેટ મુજબના ફોર્મ ભરાઈ જાય છે. પછી ફોર્મ ભરી શકાતા નથી. જેથી અગાઉથી ડોક્યુમેન્ટ તૈયાર રાખીને ફોર્મ ભરવા સુચન છે.

ગોડાઉન બનાવવા માટે સહાય યોજના

ખેડૂતને પોતાનો તૈયાર માલ વિવિધ ઋતુઓથી, વધુ વરસાદથી બચાવવા માટે ગોડાઉન બનાવવા માટે આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. જેમાં સરકાર દ્વાર નક્કી કરાવમાં આવેલ ધારા-ધોરણો મુજબનું ગોડાઉનના મકાનનું બાંધકામ કરવાનું હોય છે.જેમાં સૌ પ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે અરજી મંજૂર થયેથી ગોડાઉન બનાવવાનું હોય છે.

સિંચાઈ માટે પાણીના ટાકા બનાવવા માટે સહાય.

ગુજરાતની ખેતી સિંચાઈ આધારીત છે. જેથી ટપક પદ્ધતિ કે ફૂવારા પદ્ધતિથી ખેતી કરવા માટે પાણીના સંગ્રહ માટે નાના મોટા પાણીના ટાંકા બનાવવા માટે સરકાર દ્વારા આર્થિ કસહાય આપવામાં આવે છે. સહાયની મદદથી ખેડૂતને સિંચાઈ પદ્ધતિમાં પાણીના વપરાશની બચત, વીજળીની બચત તથા વધુ પાક ઉત્પાદન મળવાથી આવકમાં વધારો થાય છે.

Ikhedut Portal 2024-25 Yojana List

Ikhedut Portal 2024 Yojana Document | સહાય મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદારના આધારકાર્ડની નકલ.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમત્તિ પત્ર.
  • જાતિનો દાખલો. 
  • પીએમ કિસાન યોજના 17મો હપ્તો 18 મી જૂનના રોજ જમા થશે. લિસ્ટમાં નામ ચેક કરો. જાતિનું પ્રમાણપત્ર.
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર.
  • ખેડૂત પાસે વન અધિકાર પત્ર હોય તો તેની નકલ.(મરજીયાત)
  • 7/12 અને 8-અ નકલ.
  • રેશનકાર્ડની નકલ.
  • જો ખેડૂત સહકારી મંડળી કે દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
  • મોબાઈલ નંબર.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  • સરકાર દ્વારા માંગવામાં આવતા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

Ikhedut Portal 2024 Online Application | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ખેડૂતને ખેતીવાડી લક્ષી યોજનાની સહાય માટે iKhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતને ઓનલાઈન અરજી કરવા માટેની સંપુર્ણ પ્રક્રિયા અહિં ક્લિક કરવાથી જાણી શકાશે.

જાણવા જેવું:- 

પીએમ કિસાન યોજના 17મો હપ્તો 18 મી જૂનના રોજ જમા થશે. લિસ્ટમાં નામ ચેક કરો.

પીએમ કિસાનમાં 17 હપ્તા માટે હયાતીની ખરાઈની પ્રોસેસ.

Important Links of Ikhedut Portal 2024 Yojana List

આઈ ખેડૂતની ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, તા.18/06/2024 થી ખેડૂત માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની શરૂઆત થશે. જેમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પરથી ભરાશે. આજના આર્ટીલક Ikhedut Portal 2024 Yojana List  માં આવનાર યોજનાની માહિતી આપવામાં આવી છે. સમયમર્યાદામાં ફોર્મ ભરવાના હોવાથી અરજદારોને વહેલા તે પહેલા ધોરણે ફોર્મ ભરવાનું સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) ખેડૂત માટે ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરાશે?

ખેડૂત માટે કલ્યાણકારી યોજનાઓના ફોર્મ સરકારની વેબસાઈટ ikhedut gujarat gov in પરથી ભરાશે.

(2) Ikhedut Portal 2024 Yojana List માટેના ફોર્મ કઈ તારીખથી ભરાશે?

તા.18/06/2024 થી આઈ ખેડૂત પોર્ટલ યોજનાના ફોર્મ ભરાશે.

(3) આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂત કઈ યોજનાઓનો લાભ મેળવી શકશે?

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના, પાણીના ટાંકા બનાવવા માટેની સહાય તથા ગોડાઉન માટેની સહાય જેવી યોજનાનો લાભ મેળવી શકશે.

Leave a comment